હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત

એહવાલ અનીસ શેખ

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ બોટ દુર્ઘટનામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

એપી અનુસાર, 100થી વધુ લોકો બોટ દ્વારા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક બોટ ઓવરલોડીંગને કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 100 લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ અન્ય લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, અન્યની શોધ ચાલુ છે.
નાઇજર નદીમાં બોટ અકસ્માત
સીએનએનના અહેવાલ મુજબ, આ બોટ દુર્ઘટના નાઈજર નદીમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. કાપડાના પરંપરાગત પ્રમુખ અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી.

અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનો નાઈજર નદી પાર કરવા માટે ઈગબોટી ગામથી બોટમાં સવાર થયા હતા. કપરાડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે લોકોએ બોટ દ્વારા પરત જવાનું નક્કી કર્યું હતું.

બોટમાં 300 થી વધુ લોકો સવાર હતા
તેણે જણાવ્યું કે બોટમાં લગભગ 300 લોકો હતા, જેમાં પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અકસ્માત સોમવારે સવારે ત્રણથી ચાર વચ્ચે થયો હતો. તેણે જણાવ્યું કે બોટ પાણીમાં ઝાડના થડ સાથે અથડાઈ અને પલટી ગઈ. તેણે કહ્યું કે મારી માહિતી મુજબ માત્ર 53 લોકોને જ બચાવી શકાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *