આઈપીએલ

રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અયોધ્યા ખાતે હસમુખ પટેલ (રવેલ) ને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા

અહેવાલ ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ધામમાં આયોજિત રક્તદાતાઓના મહાકુંભમાં બનાસકાંઠાના હસમુખ પટેલનું કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ સેવા ફાઉન્ડેશન વી મેજર ધ્યાનચંદ ખેલ ઉત્થાન સમિતિ દ્વારા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર અયોધ્યા ધામમાં બે દિવસીય રાષ્ટ્રીય રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ભારતના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાંથી ૨૦૧ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા આ ઉપરાત નેપાળ અને ભૂતાન સામાજિક કાયકરો હાજર રહ્યા હતા સંસ્થાના સ્થાપક પ્રમુખ આકાશ ગુપ્તા અને પસંદગી સમિતિ દ્વારા સંસ્થાના સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ કાયક્રમમાં ગુજરાતમાંથી હસમુખ પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી . નોંધનીય છે હસમુખ પટેલ ધણા સમય થી ભારત માં કોઈ પણ જગ્યાએ બ્લડની જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આવી સેવાકીય ઉત્કૃષ્ઠ સેવા કાર્ય કરનાર હસમુખ પટેલ ને આયોધ્યા ખાતે સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અયોધ્યા ખાતે હસમુખ પટેલ (રવેલ) ને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા Read More »

આઈપીએલ

ભિલોડા તાલુકાના શામળાજી ખાતે હળદર બિયારણનુ વિતરણ કરવામાં આવ્યુ

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર 

અહેવાલ -ભરતસિંહ.આર.ઠાકોર (બ્યુરો રિપોર્ટ) અરવલ્લી 

નાબાર્ડના સહયોગથી અને માંનવ ઉત્થાન ટ્રસ્ટ પ્રેરીત મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO)ની સ્થાપના કરવામાંઆવી છે. આ કંપનીમાં કુલ-150 સભાસદ ભાઇ-બહેનો નોધાયેલ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મળતી અમુલ્ય પ્રોડક્ટ એવી હળદર, આદુ, તથા વન ઔષધિઓ.અઢળક પ્રમાણમાં મળી રહે છે. આ અમુલ્ય પ્રોડક્ટની કિઁમત ખેડુતોને જાણકારી ન હોવાને કારણે તેના ભાવ મેળવી શકતા નથી જેથી મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડુતોને જાગૃત કરી આ અમુલ્ય પ્રોડકટને પ્ર્રોસેસિંગ દ્વારા મુલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કામના ભાગરૂપે સરકારશ્રીના બાગાયત વિભાગ સાથે સંકલન કરી તેમના સહયોગથી 27 ખેડૂત ભાઈ-બહેનોને પ્રતિ ખેડૂત દિઠ 50 કિલો ઉચ્ચ હળદરનુ બિયારણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બાગાયત વિભાગના ઓફિસરશ્રી હરકિશન ચૌધરી, મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન શ્રી નરેશભાઈ કટારા, કંપનીના ચીફ ઓફિસરર્શ્રી રાયમલભાઈ પગી ઉપસ્થિતિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્ર્મનુ સુદર આયોજન કંપનીના ડીરેકટર્શ્રીઓ અને છાયડો સંસ્થાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  

ભિલોડા તાલુકાના શામળાજી ખાતે હળદર બિયારણનુ વિતરણ કરવામાં આવ્યુ Read More »

આઈપીએલ

અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા,બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ.r.ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આજ રોજ મે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ચુંટણી પંચની સુચાનાઓનુસાર EVM/VVPAT માટે ફર્સ્ટ રેન્ડમાંઈઝેશન કરવામાં આવ્યું. 

જેમાં અત્રેના જિલ્લામાં આવેલ ૩૦- ભિલોડા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 500 BU,૧૨૫ % મુજબ 500 CU ,૧૩૫ % મુજબ 540 VVPAT,૩૧- મોડાસા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 413 BU,૧૨૫ % મુજબ 413 CU,૧૩૫ % મુજબ 446 VVPAT,૩૨- બાયડ વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 395 BU,૧૨૫ % મુજબ 395 CU ,૧૩૫ % મુજબ 426 VVPAT ફાળવણી કરવામાં આવી. રેન્ડમાંઈઝેશનથી ફાળવણી થયેલ BU,CU, અને VVPAT ની યાદી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી. રેન્ડમાંઈઝેશનની પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લાના EVM નોડલશ્રી નાયબ કલેકટર-૧, જિલ્લાના EVM મદદનીશ નોડલશ્રી જિલ્લા આયોજન અધિકારીશ્રી, મામલતદારશ્રી ચુંટણી ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આજ રોજ થયેલ રેન્ડમાંઈઝેશન મુજબના EVM/VVPAT જિલ્લાના નવીન વેર હાઉસ ખાતેથી તારીખ: ૦૮-૦૪-૨૪ ના રોજ ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આવેલ વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓને ફાળવણી કરવાંમાં આવનાર છે

અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા,બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું Read More »

આઈપીએલ

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ

રાજ્યસરકારશ્રીના  નેતૃત્વ હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 10 ફેબ્રુઆરી 2024 ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાશે*

 પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ ),પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ),હળપતિ આવાસ યોજના ,ડો.આંબેડકર આવાસ યોજના ,પંડિત દિનદયાલ ઉપાધ્યાય ,યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 આવાસ ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ

અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે

અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે

રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ  તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,  મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે .

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ વહિવટી તંત્રના વિભાગીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારુ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે માનની વડાપ્રધાન શ્રી સંવાદ કરશે.અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે,અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં 8155 આવાસ મંજુર થયેલ છે,અને વર્ષ 2018 -19 થી 2020 -23 સુધીમાં 36602 આવાસ  મંજુર થયા  છે,જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ,  આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, ટ્રાયબલ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ Read More »

આઈપીએલ

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “

*     જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…

*    આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે )

એહવાલ (અનીસ શેખ દ્વારા )

સેમિડીલક્સ રૂમ ની અંદર દવા મુકવના સ્ટેન્ડ ની હાલત ટોયલેટ ના ટબ કરતા પણ ખરાબ!! જેની ઉપર તબીબ ને પીવડાવા ની દવા મુકવામાં આવે.. તબીબ ને ખાવા ની ચીજ વસ્તુઓ મુકવામાં આવે તેની ઉપર ગંદકી જોઈને તમે ચોકી જસો જાણે કે વર્ષોથી આ ટેબલ સાફજ ના કર્યું હોય તેમ લાગે છે? પેસન્ટ સારું થવાની જગ્યાએ વધુ બીમાર થઈજાય તેવી સ્થિતિ?
રૂમ માં એક બીજું મોટુ ટેબલ મૂકેલું હતું તે ટેબલ ને જોઈએ તો ખાવાનું ગાળામાંથી નીચે ના ઉતરે એટલી ગંદકી આ ટેબલ ઉપર જોવા મળી હતી.. રૂમમાં મુકેલી દરેક વસ્તુ પર ડસ્ટ જોવા મળી હતી. ગંદકી ના કારણે પેસન્ટ ને શ્રીજી હોસ્પિટલ થી ભારે નારાજગી જોવા મળી હતી!!
બીજી વાત કરીએ તો જ્યાં ગંદો કકચરો નાખવામાં આવે છે તેવા ડસ્ટબીન મુકેલા હતા તો આવા ડસ્ટબિન ને તમે જરાક પણ તેની જગ્યાએ થી હટાવસો તો જીણી જીણી કાળા કલરની જીવાતો ઊડતી દેખાશે!! જાણે મહિનાઓ થી આ ડસ્ટબીન મુકવાની જગ્યાને સાફજ઼ ના કરીહોય તેવું લાગી રહ્યું છે..? ડોક્ટરે પેસન્ટ ની ટ્રીટમેન્ટ ની સાથે સાથે હોસ્પિટલ ની અંદર સાફ સફાઈ નું પણ ધ્યાન આપવું જોઈએ?

ભીલાડ, સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં પેસેન્ટ ના ઈલાજ માટે ની દરેક સુવિધા છે ઉમરગામ તાલુકા માં નામના ધરાવતી એક માત્ર હોસ્પિટલ કહી એ તો શ્રીજી હોસ્પિટલ જેમાં દરેક પ્રકારની સુવિધા છે.. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે.. પરંતુ આવીજ મોટી હોસ્પિટલો એ સફાઈકામદાર ના સ્ટાફ ને લીધે બદનામ થવું પડે તે બાબત ખુબ ઘમ્ભીર ઘણી શકાય? બે દિવસ પેહલા એક પેસન્ટ સરીગામ નું ( મૂળ પારપ્રાંતિ ) અહીં શ્રીજી હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યું અને તેને બોટલ ચડાવ વામાં આવી તે દરમિયાન પેસન્ટ ની સાથે આવેલા તેના સગાએ અમારા ગુજરાત કારોબાર ન્યૂઝ પેપર ના સહ તંત્રી અનીસ શેખ ને ટેલીફોન કરીને જાણ કરી કે અહીં શ્રીજી હોસ્પિટલ જે ભીલાડ સંજાણ રોડ પર આવેલી છે ત્યાં અમારા એક સગાને સેમી ડિલકસ રૂમ માં એડમિટ કર્યા છે અને અહીં દરેક વસ્તુપર બઉજ ગંદકી છે અમે બેથી ત્રણ વાર સ્ટાપ ને જાણ કરી પરંતુ કોઈ સફાઈ કરવા આવતું નથી આ સમયે બપોર પેહલા 10 થી 12 વગ્યા નો સમય હશે અમારી ગુજરાત કારોબાર ની ટિમ ત્યાં પોહચિ અને ત્યાં નજરે બધું જોયું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં એડમિટ કર્યા બાદ હજુ સુધી કોઈ ડોક્ટર તપાસ કરવા નથી આવ્યા જે પણ આવે છે તે એક નર્સ છે એપણ એકવાર આવીને બોટલ લગાવી ને ચાલ્યા ગયા આ તે કેવી સુવિધા? અને રૂમ માં પડેલી દરેક વસ્તુ ગંદકી થી ઘેરાયેલી હતી

સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે ) Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યથી સાયરા ગામે ૮ ઑક્ટોબર, રવિવારે રાત્રે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સમગ્ર ગ્રામજનો સહભાગી બન્યા. ઘરેથી દિપકોની થાળી સજાવી સૌ આ પૂજન વિધિમાં જોડાયા. જેમાં યજ્ઞની જેમ પણ પોતાની થાળીઓમાં દિપક પ્રગટાવી કર્મકાંડ મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ. વિશેષમાં હાલમાં શ્રાદ્ધ પક્ષ હોઈ પિતૃઓને પણ આહુતિઓ અર્પણ કરાઈ. શ્રેષ્ઠ જીવન તથા કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ તથા વ્યસનમુક્ત રહેવાના સંકલ્પ લીધા. આ સમગ્ર આયોજન મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સોમાભાઈ બારોટ તથા અરવિંદભાઈ કંસારાએ મંત્રોચ્ચાર તથા સંગીતમય વાતાવરણ બનાવી પૂજનવિધિ કરાવી તથા અન્ય સૌ પરિજન ભાઈઓ બહેનોના સાથ સહકારથી સંપન્ન થયું.

સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો



વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રુ.૫૬૬ કરોડના ૦૬ એમ.ઓ.યુ થયા


દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત છે તેમ રાજ્યમાં અરવલ્લી જિલ્લાને રોલ મોડેલ તરીકે સહિયારા પ્રયાસોથી વિકાસવાનો પ્રયાસ કરાશે : માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ


જીલ્લા માહિતી કચેરી, અરવલ્લી ૦૪-૧૦-૨૦૨૩

રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અરવલ્લી ’ કાર્યક્રમન સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

  આ કાર્યક્રમમાં જિલ્લાના છ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ રુ. ૫૬૬ કરોડ રૂપિયાના ૦૬ એમ.ઓ.યુ થયા હતા. કાર્યક્રમના પ્રારંભે માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ જણાવ્યુ કે, કોલ્ડ સ્ટોરેજ, પ્રવાસન અને બટાકાના ઉત્પાદન, સ્ટોરેજ અને પ્રોસેસિંગ ક્ષેત્રે અરવલ્લી  જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અરવલ્લીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે. 


  કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડે જિલ્લા વહીવટી તંત્રને વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના ટૂંકા ગાળાના આયોજન દ્વારા ઉત્કૃષ્ટ કાર્યક્રમ ઘડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અરવલ્લીમાં જિલ્લામાં આવનારા સમયમાં રેલ્વેની કેનેક્ટિવીટી ઝડપથી આકાર પામશે જેથી અરવલ્લી જીલ્લામાં રોકાણકારો આવવાથી રોજગારીની વિપૂલ તકો સર્જાશે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અરવલ્લી  કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અરવલ્લી  જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે. 

 આ કાર્યક્રમમાં  સાબરકાંઠા - અરવલ્લી માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ , જીલ્લા ક્લેક્ટર શ્રી પ્રશસ્તી પારિક, જીલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન કેડિયા, નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજભાઈ, જનરલ મેનેજર શ્રી , પ્રોજેક્ટ મેનેજર શ્રી, જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, વેપારીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ??

એહવાલ અનીસ શેખ

એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેકટરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે.

મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ

પોલ્યુશનકંટ્રોલ બોર્ડ પ્રદૂષણ મામલે સબ સલામત કહી હાથ ખંખેરતું રહ્યું છે. બીજીતરફ સરીગામ એસ્ટેટ ની GELTEC (Innovative Healthcare) PVT.LTD .કમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે તેની ચાડી ખાય રહ્યા છે. ધુમાડો શહેરની સંખ્યાબંધ મિલોમાં પ્રતિબંધિત કાર્બન ડસ્ટના ઉપયોગથી ફેલાય છે. ત્યારે જીપીસીબી આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આળસુ સાબિત થઈ રહ્યું છે.!!

ઉમરગામ-સરીગામ  વિસ્તારમાં એવી ડાઇંગ મિલો  કેમિકલ મિલો  પ્રિંન્ટિંગ મિલોમાં થતા વાયુ પ્રદૂષણને અટકાવવા યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ  કરે તો આરોગ્ય માટે જોખમી ધુમાડો અટકાવી શકે છે.

જો કે, માટે જરૂરી સિસ્ટમ મુકવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઉપરાંત તેને એક્ટિવેટ કરવા દર મહિને લગભગ હજારો રૂપિયા સુધીના અન્ય ખર્ચના આવે છે, જેથી મિલમાલિકો નાણાં બચાવવાની પળોજણમાં બેફીકર થઈને સતત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તેવી ચર્ચા પણ સાંભળવા મળી હતી.

જાણકારોના મતે મિલોના બોઇલરમાં ઓટો ફીડિંગ તેમજ ઓટો ફાયરિંગ સિસ્ટમ અને ચોક્કસ પ્રકારના બળતણનો વાપરવા જોઈએ. જ્યારે વાસ્તવિકતામાં કેટલીક મિલો સસ્તો કોલસો કે વેસ્ટનો બળતણ તરીકે ઉપયોગ કરતી હોય છે. બહારના દેશોમાંથી આરોગ્યના કારણોસર પ્રતિબંધિત કરવામાં આવેલો કોલસો કે ચુરી આપણા દેશમાં આરામથી પહોંચી જાય છે. જેનો બેફામ ઉપયોગ સ્થાનિક ઉદ્યોગો જોરશોરથી કરી રહ્યા છે. ઘણા કાર્બન ડસ્ટ કે વેસ્ટ ટાયરના કાર્બનની ચુરી મિક્સ કરી એનો પણ ઉપયોગ બળતણ તરીકે કરે છે. જોખમી ઉપયોગથી ભારે વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કમનસીબે જીપીસીબી પાસે મિલોએ પ્રદૂષણ નહીં થાય માટે કોઈ સિસ્ટમ એક્ટિવેટ છે કે નહીં, ચાલુ છે કે નહીં તે ધ્યાન આપવાનો સમય પણ નથી.

શહેરની ડાઇંગ. કેમિકલ મિલ અને પ્રિંન્ટિંગ મિલો તેમના બોઈલર પર અને ચીમનીઓ પાસે ડસ્ટ કલેક્ટર, બેગ ફિલ્ટર, વોટર સ્ક્રબર ઈક્વિપમેન્ટ યોગ્ય રીતે મૂકવામાં આવે તો ચીમનીઓમાંથી નીકળતા કાળા ધૂમાડા બંધ થઈ જશે સાથે બોઈલર માંથી ડસ્ટ કલેક્ટરમાં ભેગી થઈ જશે. જેથી હવામાં ડસ્ટ જશે નહીં, એવું તજજ્ઞોનું કહેવું છે.

સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ?? Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી.

એહવાલ અનીસ શેખ

હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા..

મહા પ્રસાદ સહીત ભક્તિમય માહોલ નો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકા ના આગેવાનો અને આજુબાજુ ના ગામના સરપંચો ઊપસ્થિત રહ્યા હતા

જાણો જન્માષ્ઠમી નુ મહત્વ

વિગત વાર વાત કરિએ તો જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.[૧] આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.

હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.
ભારત દેશમાં જન્માષ્ઠમી ની ઉજવણી થાય છે તયારે ઉમરગામ તાલુકા ના સરીગામ પંથક મા મનીષ રાય ઉર્ફે બાલા રાય, કીર્તિ રાય, અને બબુ રાય સહીત તમાંમ કમલમ ગ્રૂપના સહયોગ થી દરવર્ષે પરમ પરા ગત સૌ મળીને ધામ ધૂમથી ભક્તિ મય માહોલ મા ભજન કીર્તન કરાવી. કલાકારો બોલાવી તેમના દ્વારા ભક્તિ ભર્યા ભજનો ના તાલે જન્માષ્ઠમી ની ઉજવણી કરવામાં આવી હતી આજ રોઝ હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આજના પરવાનો લાભ લીધી હતો અંતે રુચિ ભોજન લઇ સૌ છુટા પડ્યા હતા..

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ