ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે સાથોસાથ 59 ની જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે તેમજ 3500 દૂધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે જોકે અચાનક કરાયેલા આ નિયમના પગલે સાબર ડેરીમાં જનરલ સભા મા વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે

સાથોસાથ સાબર ડેરી માં હાલના ડિરેક્ટર પદ ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે. જોકે આ તબક્કે બાયડના ધારાસભ્ય અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સાબર ડેરી મા પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટે ની વાત છે સાથે સાથે આજે લેવાયેલા નિર્ણયો એ નાની મંડળીઓ સહિત પશુપાલકોના હિતમાં લેવાયેલ નિર્ણય નથી જેથી હું તેનો વિરોધ કરું છું તેમ જ આગામી સમયમાં મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત જરૂર પડે આંદોલન ના માર્ગે પણ આગળ વધીશું

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરી માં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરી ની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયું છે જે હકીકત છે જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે એ તો સમય જ બતાવશે