Umbergam

રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ને એપ્રિલ-2023માં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરાશે

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

તા.૧૭મી એપ્રિલના રોજ ગ્રામ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નો સ્વીકારવાના કેમ્પનું આયોજન,તા. ૨૫ અને ૨૬મી એપ્રિલના રોજ તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ કાર્યક્રમો યોજાશે,અરવલ્લી જિલ્લામાં તમામ નાગરિકોને તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ,રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ’સ્વાગત’ ને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી જિલ્લાના નાગરિકો સરકારના લોકાભિમુખ વહીવટથી વાકેફ બને,લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ સુખદ નિરાકરણ આવે તે માટે ગ્રામ્ય કક્ષાથી લઇ જિલ્લા કક્ષાએ એમ ત્રણ સ્તરે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાએ લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકે, તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ થાય તેવું સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ થતા પ્રશ્નોના પરિણામલક્ષી નિકાલ માટે તાલુકાઓમાં ગામોની પસંદગી કરીને રાજ્યપત્રિત અધિકારીશ્રીઓની નોડલ અધિકારીશ્રી તરીકે નિમણૂક કરવામા આવી છે. તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરી છે. તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ને એપ્રિલ-2023માં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરાશે Read More »

Uncategorized ખેતીવાડી

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અપાઇ સૂચના

25/3/2023

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રીશ્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહેલા ગૃહ રાજ્ય મંત્રીશ્રી, રાજ્યના પોલીસ વડા, આઈબીના વડા અને સીઆઇડી ક્રાઇમના વડા અને ગૃહવિભાગના સચિવશ્રી

રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી
….
રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.
…..

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ Read More »

Uncategorized ખેતીવાડી

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

“યુદ્ધ” ગુજરાતી વેબ સિરીઝ જ્યારથી લખાઈ રહી હતી ત્યારથી તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે આ વેબ સિરીઝના શૂટિંગનું શુભ મૂહુર્ત ઉત્સાહભેર ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. જાણીતા મેગ્નેટ મીડિયા પ્રોડક્શન અને સલીલ પટેલ સાથે મળીને આ વેબ સિરીઝ બનાવાઈ રહ્યા છે. પ્રથમ વખત મેગ્નેટ મીડિયા પ્રોડક્શન સસ્પેન્સ, થ્રીલર વેબ સિરીઝ પર કામ કરી રહ્યું છે મેગ્નેટ મીડિયાના સફળ પ્રોજેક્ટો અત્યાર સુધી થયા છે ત્યારે તેમાં “યુદ્ધ” વેબ સિરીઝનો ઉમેરો કરાયો છે. બીજી મહત્વની વાત એ છે કે, આ વેબ સિરીઝના રાઈટર દેવેન્દ્ર પટેલ છે. આ વેબસિરીઝમાં ડીરેક્ટર કર્તવ્ય શાહ તથા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફર શ્રી કુમાર નાયર છે તથા મુખ્ય પાત્રોમાં ચેતન ધનાની પૂજા જોષી અને તુષાર સાધુ છે.

“યુદ્ધ” વેબ સિરીઝની આ વાર્તા 3 મુખ્ય પાત્રો પર આધારિત છે. “સહદેવ” જે પોલીસ ઇન્સ્પેક્ટર છે. “અનાહિતા” જે સહદેવની પત્ની છે. “ધનરાજ” જે એક બિઝનેસમેન છે. અનાહિતા અને ધનરાજ વચ્ચે કેટલીક બાબતોને લઈને યુદ્ધ શરૂ થાય છે. શું આ યુદ્ધ અનાહિતાને બચાવે છે કે નહીં? અને અંતે ધનરાજનું શું થાય છે? તે આ વેબસિરીઝમાં બતાવવામાં આવ્યું છે. સસ્પેન્સ થ્રીલર અદભૂત વાર્તા પ્રથમ વખત આ પ્રકારની ગુજરાતી વેબ સિરીઝમાં જોવા મળશે.

દેવેન્દ્ર પટેલે આ વેબ સિરીઝ સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે લખી છે. તેઓ ખૂબ જ અનુભવી રાઈટર છે. જેમના લેખો ખૂબ જ લોકો વાંચે છે ત્યારે આ વાર્તા પણ ખૂબ રોચક છે. તેમણે 60થી વધુ પુસ્તકો લખ્યા છે. એટલું જ નહીં દૂરદર્શન અને સબ ટીવી પર પ્રસારિત થતા શો માટે નાટકો અને સ્ક્રિપ્ટો પણ લખી છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શન વિશે

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનમાં ફિલ્મ મેકિંગ, ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ અને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ જેવી કામગિરી કરે છે. મેગ્નેટ મીડિયાએ સફળ વેબસિરીઝ “વાત વાતમા” અને વાત વાતમા-સીઝન-2નું નિર્માણ કર્યું હતું. જેણે પ્રેક્ષકોને હાસ્ય અને લાગણીઓથી જોડ્યા હતા. મેગ્નેટ મીડિયાએ પણ સુપરહિટ “ધુમ્મસ”નું પણ નિર્માણ કર્યું છે અને “53મું પાનું”ની વ્યાપક પ્રશંસા પણ મેળવી છે. મેગ્નેટ મીડિયા આગામી સમયમાં અંગ્રેજી મૂવી “રેસ્ક્યુ ઇન પેરેડાઇઝ” લઈને પણ આવી રહ્યું છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રાગટ્ય કરવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી.

આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ છે. જે છઠ્ઠી માર્ચ સોમવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મલી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ Read More »

Uncategorized ક્રિકેટ

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

6/3/2023

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરાઇ હતી. અંબાજીથી લઇને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જીલ્લાઓ તથા અન્ય રાજ્યોના સાતસોથી વધુ કલાકારોએ તેમની આગવી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ ઉપરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્યની અનોખી પરંપરાની ઝાંખી રજુ કરી હતી.

મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેંદ્રકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે સરકારનો જે અભિગમ છે. તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેંદ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી બરંડા, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ Read More »

Uncategorized ખેતીવાડી

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું

મોદી સાહેબના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું.

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )

ભાજપ સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “પરીક્ષા પે ચર્ચા”- છઠ્ઠી આવૃત્તિઅંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનોખા ઈન્ટરેકટીવ કાર્યક્રમનું તા.૨૭ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નું લાઈવ પ્રસારણ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદાના હોલમાં રાખવામાં આવેલ જે અંતર્ગત “એક્ઝામવોરીયર્સ” પુસ્તક આધારિત ચિત્રસ્પર્ધાયોજવામાં આવી હતી. તાલુકાની વિવિધશાળામાં યોજાયેલ ચિત્રસ્પર્ધાનું પ્રદર્શન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા ખાતે રાખવા માં આવ્યું હતું.

જેમાં શાળાકક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વાંસદાના પ્રાંત સાહેબશ્રી ડી.આઈ.પટેલનાવરદ્દ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાહતા.જયારેતા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ“પરીક્ષા પે ચર્ચા”કાર્યક્રમની શરૂઆતમાં ૧૦.૩૦ કલાકે ઉપસ્થિત મહેમાનો નું શાળા ના આચાર્ય શ્રીમહેન્દ્રસિંહ પરમારે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દિપપ્રાગટ્યકરવા માં આવ્યું હતું અને “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાંપ્રથમ-હુસેન મુસ્તાકભાઈ બારાનપૂરી-શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ,દ્વિતિય-વૈષ્ણવ આયુષી દેવેન્દ્ર કુમાર-નવયુગ ઈંગ્લીશ સ્કૂલ,વાંસદા, તૃતીય- પટેલ સુહાની સંજીવભાઈ- શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને વાંસદાના મામલ તદાર વસાવાસાહેબ,જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ વ્યાસ,જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલાના વરદ્દહસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ત્યાર બાદ મામલતદાર સાહેબ અને વિરલભાઈ વ્યાસેવિદ્યાર્થી ઓને તેમના ઉદ્દબોધન દ્વારા પ્રેરણા આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ૧૧.૦૦ વાગ્યાથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે વાંસદાના મામલતદાર વસાવા સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, તાલુકા પંચાયતઉપપ્રમુખદશરથભાઈ ભોયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલા, જિલ્લા ઉપપ્રમુખશ્રી વિરલ ભાઈ વ્યાસ,તાલુકા મહામંત્રી રાકેશ ભાઈ શર્મા, તાલુકા ભાજપ પ્રમુખમુકેશભાઈ પટેલ, કાર્યકર પીયુષભાઈ પટેલ, બક્ષી પંચમોરચાના પ્રમુખ રાજુભાઈ મોહિતે,વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટવરલાલ પાંચાલ,મંત્રી શ્રી ધર્મેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી શ્રીધર્મેન્દ્ર સિંહ સોલંકી ,કારોબારી સભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ સોલંકી,જિલ્લા પંચાયત સદસ્ય અંબાબેન પટેલ વેગેરે ઉપસ્થિત રહયા હતા.

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું Read More »

Uncategorized ખેતીવાડી