Author name: Anish Shekh

Avatar photo

ઉમરગામ :લાકડાની આબેહૂબ હોડીની કલાકૃતિ બનાવતો નારગોલનો માછીયુવાન

કોરોનાકાળ દરમિયાન બેરોજગાર બનેલ યુવાને દરિયા કિનારેથી મળેલ લાકડાના ટુકડાથી નાનકડી હોડી બનાવવાનું શરૂ કર્યું હતું

ઉમરગામ 29 3 2023
નારગોલ ગામના યુવાને કોવિડ કોરોના કાળ દરમિયાન નાનકડા લાકડાના ટુકડામાંથી નાનકડી હોડી બનાવવાની શરૂઆત કરતા આજે એ યુવાને શોખને આજીવિકાનું સાધન બનાવી નાની હોડી બનાવી વેચવાનું શરૂ કર્યું છે.
ઉમરગામ તાલુકાના નારગોલ ગામના માછીવાડ વિસ્તારના રહીશ પ્રશાંતકુમાર અરુણભાઈ દમણીયા ઉમર વર્ષ 26 ધોરણ 12 સુધી ભણેલા છે. બાળપણથી જ નાના નાના રમકડા લાકડા તેમજ થરમોકોલ થી બનાવવાનો તેમનો શોખ હતો કોરોના કાર સમયે તેઓ બેરોજગાર બનતા તેમણે દરિયા કિનારેથી મળેલ એક નાનકડા લાકડાના ટુકડામાંથી જહાજ બનાવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે તેમણે પાયરા ઓફ કેરેબિયન નામક મુવી જોઈ હતી જેમાં BLACK PEARLS નામનું જહાજ ખૂબ પસંદ પડ્યું હતું એ જહાજની આબેહૂબ પ્રતિકૃતિ લાકડા માંથી તૈયાર કરી હતી. મિત્રો તેમજ ગામના લોકો તરફથી ખુબ પ્રોત્સાહન મળતા પ્રશાંત કુમારે અન્ય જહાજો બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. આજ દિન સુધી 40 થી 50 લાકડાની નાની બોટો તેમણે બનાવી છે. કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ પણ લાકડા માંથી તૈયાર કરી છે. એક સમયે કોરોનાના સમયમાં સમય પસાર કરવા માટે શોખ માટે પ્રતિકૃતિ બનાવવાનું કાર્ય આજે પ્રશાંતભાઈ દમણીયા જે એક માછીમાર પરિવારથી આવે છે તેમના માટે આજીવિકાનું સાધન બની ચૂક્યું છે.

કોરોનાકાળ દરમિયાન બેરોજગાર બનેલ યુવાને દરિયા કિનારેથી મળેલ લાકડાના ટુકડાથી નાનકડી હોડી બનાવવાનું શરૂ કર્યું હતું

અનેક માછીમારો પોતાની બોટ ની પ્રતિકૃતિ બનાવડાવી પોતાના ઘરમાં રાખતા હોય છે તો અનેક નેતાઓને ભેટ આપવા માટે રાજકીય આગેવાનો પણ પ્રશાંતભાઈ માછી પાસે બોટ ખરીદી કરે છે. પ્રશાંતભાઈના જણાવ્યા મુજબ તેઓ બે ફૂટથી પાંચ ફૂટ લંબાઈ ધરાવતી બોટો બનાવે છે. ગ્રાહકોના ઓર્ડર મુજબ ફોટો બનાવી તેઓ વેચાણ કરે છે બોટની કિંમત 7000 થી 12 હજાર સુધીની છે. દરિયા કિનારે જોવા મળતી માછીમારોની બોટો, ટોલરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં માહિર બનેલા નારગોલ ગામના માછી યુવાનની કળાની ચારે દિશામાં પ્રશંસા થઈ રહી છે. યુવાન દ્વારા બનાવવામાં આવતી પ્રતિકૃતિ ખરીદી કરવા માટે અનેક લોકો રસ દાખવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં યુવાન દ્વારા બનાવવામાં આવેલી પ્રતિકૃતિ ઓનલાઇન વેચાણ થાય તેવું સ્વપ્ન કલાકાર યુવાન જોઈ રહ્યો છે જેના થકી યુવાનનો ભવિષ્ય ઉજવળ થશે. નારગોલના આ યુવાનને આ કાર્યમાં વધુ ઉત્સાહ બને તે હેતુસર સ્થાનિક માછી સમાજના આગેવાનો તેમજ ગામના સરપંચે ખૂબ પ્રશંસા કરી મનોબળ વધાર્યું છે.

ઉમરગામ :લાકડાની આબેહૂબ હોડીની કલાકૃતિ બનાવતો નારગોલનો માછીયુવાન Read More »

Uncategorized

લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી

પ્રતિનિધિ રાજેશ ભાઈ (દાહોદ )
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા વાગેલા જોઈ કારણદર્શક નોટિસ સહિતના કડક પગલાં
૦૦૦
આઉટસોર્સિંગ કર્મીઓને તાત્કાલિક છુટા કરાયા
૦૦૦

જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહા કુમારી દ્વારા ગત તા.૧૭ ના રોજ સાંજના ૧૭.૧૦ કલાકે લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાને તાળું મારેલુ હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાયુ હતુંઅને રજા અંગે તેઓએ સબંધિત ઉપરી અધિકારીશ્રીની પૂર્વ મંજુરી પણ મેળવેલ ન હતી.

આમ મનસ્વી રીતે પોતાના હેડ ક્વાર્ટર પર હાજર ન રહેનાર અધિકારી-કર્મચારીઓના કારણે વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ માટે આવનાર લાભાર્થીઓ આરોગ્ય વિષયક સેવાઓથી વંચિત રહી જાય છે. આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહાકુમારી દ્વારા ખુબ ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાના તબીબી અધિકારી, ફાર્માંશીષ્ટ, લેબટેકનીશ્યન, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તમામને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના સ્પષ્ટ લેખિત અભિપ્રાય સાથે ખુલાસો રજુ કરવા કડક શબ્દોમાં નોટીસ આપવામાં આવી છે.

તે ઊપરાંત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નિમણુંક પામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવનાર ૨ સ્ટાફનર્સ અને વર્ગ-૪ ના ૪ કર્મચારી સહીત કુલ- ૬ સ્ટાફને ફરજમાંથી છુટા કરવા એજન્સીને જાણ કરેલ છે. વધુમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લીમખેડાને તેમના હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તેમના નબળા સુપરવિઝન અને વાંરવાર અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્કાળજી જણાય આવતા તેઓને પણ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.
૦૦૦

લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી Read More »

Uncategorized

જૂનાગઢ ૧૨ સાયન્સનું પહેલું પેપર આપે તે પૂર્વે જ તબિબ પૂત્ર વિદ્યાર્થી ર્નો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢની શુભમ રેસિડેન્સીમાં રહેતા તબીબના પુત્ર એ પરીક્ષાને લીધે ડીપ્રેશનમાં પગલું ભરી લીધાનું અનુમાન

પરીક્ષા દેવા જતા પહેલા જ પગલું ભરી લીધું, પરિવારમાં યુવાનીના ઉંબરે ઉભેલા પુત્રના આપઘાતથી ઘેરી ગમગીની

જૂનાગઢના એક જાણીતા તબીબના ધોરણ 12 માં ભણતા પુત્રએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેતા ભારે અરેરાટી સાથે ગમગીની નો માહોલ છવાયો હતો ધોરણ 12 ની પરીક્ષા આપે તે પહેલા જ પગલું ભરી લેતા તબીબના પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ હતી

આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શહેરના મોતીબાગ વિસ્તારમાં બાલાજી એવન્યુમાં રહેતા અને ઝાંઝરડા ચોકડીએ ઝેરી સર્પદંશની સારવારની હોસ્પિટલ ધરાવતા એનેસ્થેટિક તબીબ ડો.પી.જી.વડાલીયાનો પુત્ર મનન ધોરણ 12 માં અભ્યાસ ચાલુ હતો મંગળવારે બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે પરીક્ષા દેવા જવાનો સમય થવા છત્તાં મનન રૂમમાંથી બહાર આવ્યો ન હતો. દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો ખખડાવવા છતાં ખોલતો ન હતો. પરિણામે પરિવારજનોને કંઇક અઘિટત બનાવની શંકા જાગી હતી બાદમાં અન્ય લોકોને બોલાવી દરવાજો તોડીને પ્રવેશ કરતા મનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.
ડો. પંકજભાઇ વડાલીયાને એક દિકરી છે જે અમેરિકા સાસરે છે જ્યારે તેમનો એકનો એક પુત્ર મનન હતો. ત્યારે એકના એક પુત્રએ આપઘાત કરી લેતા તબીબ પરિવાર રિતસર ભાંગી પડ્યો હતો. પ્રાથમિક તબક્કે પરીક્ષાના ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાનું હનુમાન લગાવાઇ રહ્યું છે. બનાવની જાણ થતા જૂનાગઢના તબીબો ડો. પંકજભાઇ વડાલીયાના ઘરે પહોંચી ગયા હતા અને તેને આશ્વાસન આપ્યું હતું.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

જૂનાગઢ ૧૨ સાયન્સનું પહેલું પેપર આપે તે પૂર્વે જ તબિબ પૂત્ર વિદ્યાર્થી ર્નો ગળાફાંસો ખાઈ આપઘાત Read More »

Uncategorized

જૂનાગઢના કેશોદ માં વ્યાજના વીસચક્ર માં ફસાયેલ યુવાને કર્યો આપઘાત

મૃતક યુવક પાસેથી સ્યુસાઇડ નોટ મળી વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત, કરી લેતા પરિવાર એ નોંધાવી ફરિયાદ

પોલીસે પાંચ ઈસમો સામે ગુનો નોંધી આખાએ મામલે ઝીણવટભરી તપાસ આદરી

જૂનાગઢના કેશોદમાં પ્રજાપતી સોસાયટી ખાતે રહેતાં અને ખાદ્ય ચિજ વસ્તુઓનું વેંચાણ કરવા ફેરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતાં વિનોદકુમાર ઘનશ્યામદાસ રોચીરામાણી એ વ્યાજ ચક્રમાં ફસાતાં એમ એમ પેટ્રોલ પંપ સામે સરકારી આવાસ ની બાજુમાં ઉતાવડી નદીના કાંઠા નજીક જઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પોલીસ તપાસ દરમિયાન આપઘાત કરનાર યુવક પાસેથી સ્યુસાઇટ નોટ મળી આવી હતી.

પોલીસે આ મામલે મરણ જનારની પત્નિ સવિતાબેન ની ફરિયાદ આધારે તેમના પતિએ અલગ અલગ પાંચ જેટલા આરોપીઓ પાસેથી રૂ.12 લાખ જેવી રકમ વ્યાજે લીધી હોય તેના વ્યાજની રકમ ચૂંકવી દીધી હોય છતાં પણ વધુ 1,24,000 જેવી રકમની આરોપીઓ મારફત વ્યાજની માંગણી કરવામાં આવતી હોય ફોન પર મારી નાખવાની ધમકીઓ, આપી હેરાન પરેશાન કરી ત્રાસ આપવામાં આવતાં મરવા મજબૂર કરતાં વિનોદકુમાર રોચીરામાણી એ ઝેરી ટીકડા પી લેતાં સારવારના અંતે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે
આરોપી પ્રવિણ સીંધલ રબારી,ભાવેશ ભુપત રબારી, રાજુ હરદાસ રબારી, અજીત આહીર, અને રવિ ઉર્ફે એસ.કે. પારવાણી રહે. પલ્લવી નગર કેશોદ
રહે.બધા કેશોદ ધારવિસ્તાર વાળાઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ઘરી છે.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

જૂનાગઢના કેશોદ માં વ્યાજના વીસચક્ર માં ફસાયેલ યુવાને કર્યો આપઘાત Read More »

Uncategorized

જૂનાગઢ ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.૫.૨૩ કરોડની ચૂકવાતી સહાય

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ માટે મળે છે વાર્ષિક ૧૦૮૦૦ રૂપિયાની સહાય

ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના આશીર્વાદ સમાન

જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ માટે પ્રથમ હપ્તા પેટે રૂા.૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ૯૬૯૬ કુટુંબોને
રૂા.૫.૨૩ કરોડની સહાય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ અરજીઓ મંજુર થઇ હતી. જેમાં પ્રથમ હપ્તામાં રૂા.૫.૨૩ કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે.જયારે બીજા હપ્તાના રૂ. ૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવનાર છે. આમ, જૂનાગઢ જિલ્લામાં ૯૬૯૬ ખડૂતોને ગાય નિભાવવા માટે બીજા હપ્તાની રકમ કુલ મળીને વાર્ષિક રૂ.૧૦.૪૬ કરોડની સહાય મળવા પાત્ર થશે.
પ્રાકૃતિક ખેતી કરવા દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરિયાત રહેતી હોય છે. જેના દ્વારા જમીનની ભેજ સગ્રહ ક્ષમતા ફળદ્રુપ્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે ઉમદા હેતુસર દેશી ગાયની સાચવણીમાં વધારો થયો છે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
દેશી ગાય સહાય મેળવવા ખેડૂત લાભાર્થીની પાત્રતા
આ યોજનાનો લાભ લેવા ખેડૂતની આઇડેટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ. લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ. આ યોજનાનો લાભ નાના-મોટા, સીમાંત, એસ.સી., એસ.ટી., જનરલ અને અન્ય દરેક ખેડૂતો લઇ શકે છે.
વર્ષ ૨૦૨૩માં નવી ૭૫૦ અરજીઓ મંજુર કરાઇ
વર્ષ ૨૦૨૩માં આ યોજના માટે કુલ ૧૦૫૦ અરજીઓ આવી હતી. જેમાંથી ૭૫૦ અરજીઓને મંજુરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં આ ૭૫૦ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે તેવી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે .

શૈલેષ પટેલ…… જૂનાગઢ

જૂનાગઢ ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.૫.૨૩ કરોડની ચૂકવાતી સહાય Read More »

Uncategorized

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!!

જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાંખતી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.!!


વાંસદા નગરના ગાંધી મેદાન સામે આવેલ ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય નિયમિત સફાઈ માગે છે. પરંતુ આ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ઘણા સમયથી ગંદકીથી ખદબદતા લોકોને મુશ્કેલીમાં મુકાવું પડતું હોવાની ફરિયાદ ઊઠી છે.આ બાબતે ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની યોગ્ય સફાઈ દરરોજ કરાવે તો અનેક લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય અને મૂતરડીમાં સફાઈના અભાવે અતિ દુર્ગંધ ફેલાયેલી રહે છે. ઘણા સમયથી અહીં સફાઈ થઈ જ ન હોય તેવું લાગી રહ્યા હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું મૂતરડી ગંદકીથી ઊભરાતી હોવાની લોક ફરિયાદ ઊઠી છે.પરંતુ આ શૌચાલયની અંદર ઉભરાતી મુતરડી અને શૌચાલયના ગંદા પાણી તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે શૌચાલયમાં ખદબદતી ગંદકી સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગાંધી મેદાન સામે આવેલ જાહેર આ શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્યે એટલી માઝા મૂકી છે કે તેમાં પગ મૂકવામાં પણ ભારે પરેશાની વેઠવી પડે છે. ઠેર-ઠેર ગંદકી અને મળમૂત્રથી ભરેલા જોવા મળે છે સફાઈના નામે મીંડું જોવા મળે છે. ઘણા વખતથી લોકોની ફરિયાદ હોવા છતાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો કોઈ અસકરકારક પગલાં લેવામાં નથી આવતા સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાખે એવી દુર્ગંધથી આજુ-બાજુના દુકાનદારો રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે એક બાજુ સરકાર સફાઈ ઝુંબેશ ચલાવે છે અને આવી જાહેર જગ્યા પર એટલી ગંદકી અને બદબૂ આવે છે કે ત્યાંથી પસાર થતાં લોકોને પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને નીકળવું પડે છે.

વાંસદા જાહેર શૌચાલય ની સફાઈ ની જીમેદરી કોની? તંત્ર ની કે પછી વપરાશ કરતી જાહેર જનતાની?

આવી ગંદકીથી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વખતથી સફાઈ થતી નથી લોકો જાહેર શૌચાલયમાં જઈ શકે તેમ ન હોતાં પરેશાની ભોગવી રહ્યા છે બહાર ગામથી આવત લોકો માટે સુવિધા ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં જાહેરમાં અવરજવર ધરાવતા વિસ્તારમાં માત્ર એક જ જાહેર શૌચાલય છે તેમાં પણ ગંદકી જોવા મળે છે આવા દૃશ્યોથી ગ્રામ પંચાયત અજાણ છે ? ગંદકીમાંથી પસાર થવા મજબુર બનવું પડે છે.

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!! Read More »

Uncategorized ઓટો

જૂનાગઢ માસુમ પુત્રી સાથે પરણીતાએ વિલિગ્ડન ડેમ માં ઝંપલાવી કર્યો આપઘાત

જૂનાગઢ આજે માસુમ પુત્રી સાથે પરણીતા એ વિલિગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે
બનાવવાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના છગન મામા ની સોસાયટી વિસ્તારમાં રહેતા સોનલબેન મોહિતભાઈ કોડીયાતર ઉં.વ.29 તેમની માસુમ પુત્રી આધ્યા મોહિતભાઈ કોડીયાતર ઉં.વ. આશરે 05, માસ વાળી સાથે વિલિગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી સ્થાનિક વિલિગ્ડન ડેમ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી એ બાળક સાથે આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો વિલિગ્ડન ડેમ ખાતે પહોંચી મ્રુતદેહની શોધખોળ હાથ ધરી હતી કલાકોની જયમત બાદ ફાયર ની ટીમને પ્રથમ સોનલબેન નો અને બાદમાં તેમની પુત્રી આધ્યાનો મ્રુતદેહ મળી આવ્યો હતો ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ટૂંકા લગ્નજીવન બાદ માસુમ પુત્રી સાથે પરણીતા એ આપઘાત કરી લેતા અરેરાટી

ઘટના ના પગલે શહેરમાં જ રહેતો મહિલાનો પિયર પક્ષનો પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી માતા અને પુત્રીના મૃતદેહો જોઈ ગમગીની માં ગરકાવ થયો હતો તેમજ આ બનાવ અંગે કંઈ પણ બોલવા તૈયાર ન હતા મૃતદેહ ના પોસ્ટમોર્ટમબાદ મૃતદેહોનો કબજો તેમના પિયર પક્ષને સોંપવામાં આવ્યો હતો જોધારા આંસુઓ સાથે મહિલાનો પરિવાર મારે હૈયે બંને મૃતદેહોને લઈ સિવિલ હોસ્પિટલ ખાતેથી અંતિમ સંસ્કાર માટે રવાના થયો હતો.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

જૂનાગઢ માસુમ પુત્રી સાથે પરણીતાએ વિલિગ્ડન ડેમ માં ઝંપલાવી કર્યો આપઘાત Read More »

Uncategorized

નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, જગતના તાતના ચહેરાપર ખુશી જોવામળશે

ડુંગળી બટાટાને લઈ ગુજરાતથી લઈને આખા ભારતમાં રાડ બોલી ગઈ છે. ત્યારે હાલમાં રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને તો ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એવી જોરદાર મહત્ત્વની જાહેરાત કરી છે કે જગતનો તાત મોજમાં આવી ગયો છે. આ બાબતે રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભે એક કિલોએ રૂપિયા બેની સહાય ખેડૂતને આપવામાં અપાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. 70 કરોડની સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે રાઘવજીએ આગળ વાત કરી કે સરકાર ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડ ફાળવશે. રાજ્ય અને દેશ બહાર ડુંગળીના નિકાસ માટે 20 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બટાકા અન્ય રાજ્યમાં મોકલવામાં સહાય કરવામાં આવશે. એક ખેડૂતને એક કટ્ટાના 50 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર 600 કટ્ટા સુધી સહાય કરાશે. બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા છે.

બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામા આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 50 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન સહાય અપાશે. રાઘવજીની આગળની સહાય એવી હતી કે રેલવે મારફત બટાકાની નિકાસ કરે તો વાહતના ખર્ચના 100 ટકા અથવા 1150 રૂપિયા પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25% અને 10 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે ખેડુત કે વેપારી દીઠ ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે. આ ઓફરની મર્યાદા વિશે વાત કરીએ તો આ સહાય 30 એપ્રિલ સુધી આપવામાં આવશે. આ ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય અપાશે. આ સહાય 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીમાં આપવામાં આવશે. જેના માટે 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે આ સાંભળીને જગતનો તાત પણ હરખમાં છે કે આખરે મહેનત એળે તો નહીં જ જાય.

નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, જગતના તાતના ચહેરાપર ખુશી જોવામળશે Read More »

Uncategorized

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી.

7/3/2023

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી.

ગુજરાત કારોબાર/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

બડોદરા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીપટેલ કીર્તિબેન અસ્વીનભાઈ તરફ થી. મુખ્ય એજન્ડા મુજબ ગામ માં દિકરીઓનો વ્યાપ વધે દીકરો દીકરી એક સમાન દિકરીઓનું મહત્વ વધે. તે માટે શાસ્ત્રો માં પણ કહેવાયું છે કે જ્યાં જ્યાં સ્ત્રી ઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.નારી તું નારાયણી એ વાક્યો નારીઓનું મહત્વ સમજાવી જાય છે.બડોદરા ગામ ના સરપંચશ્રી એ તેમની આગવી સૂઝબૂઝ થી ગ્રામજનોને વચન આપેલ હતું જે તેમને નિભાવ્યું અને પૂરું પણ કર્યું.ગામડાઓમાં હોળી નો તહેવારએ પરંપરાગત રીતે લોકો ઝેમ ની ઉજવણી કરતા હોય છે,બડોદરા ગામમાં જે કોઈ ના ઘરે લક્ષ્મીરૂપી બેબી નો જન્મ થયો હોય તેમને હાથે પહેરવાના ચાંદી ના પાટલા તેમજ પ્રથમ હોળી ની ઝેમ માટે ભેટરૂપી પતાશા હાયડા દીકરીઓના રૂબરૂ. ધરે જઈ મુલાકાત કરી સન્માન કર્યું હતું.અને વ્હાલી દીકરી નું ફોર્મ ભરવા માર્ગદર્શન આપેલ,હોળી ના દિવસે પ્રોજેકટ રૂપે,વ્હાલી દીકરી પ્રોજેક્ટ હેઠળ,ગામમાં દીકરી નો જન્મ થયો હોય તેને સરપંચ તરફથી ચાંદી ના હાથે પહેરવાના પાટલા મીઠાઈ માં આયડા (ઝેમ) માટે આપી દીકરી અને માતા બન્ને ને આવકારી વિશિષ્ટ સન્માન કરી ગામ ના હોળી ની ઉજવણી કરી અને ગામમાં ભણતર નું મહત્વ ,સરકાર ની વિવિધ યોજનાઓ,ગામ માં પડતી મુશ્કેલી નિવારવા પગલાં લેવા. વગેરે માહિતી માર્ગદર્શન આપેલ હતું.સરપંચશ્રી ના આ ઉમદા કાર્ય ને ગામલોકોએ ભારે સરાહના કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરેલ હતી.જેમાં અસ્વીનભાઇ પટેલ,વિજયકુમાર રાઠોડ,કનુભાઈ પરમાર,ડેડોર જયતિભાઈ,જશવંતભાઈ,મશરુભાઈ ડેપ્યુટી સરપંચ જેલીબેન હાજરી આપેલ હતી,મારુ ગામ આદર્શ ગામ એજ મારુ લક્ષ

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી. Read More »

Uncategorized આરોગ્ય

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રાગટ્ય કરવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી.

આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ છે. જે છઠ્ઠી માર્ચ સોમવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મલી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ Read More »

Uncategorized ક્રિકેટ