ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ.. અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના ભ્રમભટ્ટ ની પણ એસીબીએ વોચ ગોઠવવી જોઈએ..!
એહવાલ અનિશ શેખ દ્ધારા
અમદાવાદઃ ધધુંકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનું મરામતની કામગીરી કરતા વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેમના રહેણાંક મકાનની તપાસ દરમિયાન 30,00,000 રકમ મળી આવતા અઘીકારીઓ ચોકી ગયા
સરકારના જુદાજુદા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓ કાયદેસરના પગાર સિવાય જાહેર જનતા પાસે ગેરકાયદેસર લાંચની માંગણી કરે છે તો તમે પણ આ અંગેની જાણ એ.સી.બી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 પર કરી શકો છો.
અમદવાદ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સાથે RTI એક્ટિવિશો અને અન્ય જિલ્લા ના પત્રકારો સાથે આટલો પ્રેમ કેમ?
અમદાવાદ કાર્ય પાલક ઈજનેર અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ભ્રમભટ્ટ ની કચેરીમાં RTI થી આજદિન સુધી એમની સામે થયેલી RTI ની વિગત માંગી છે.. ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી RTI ની મંગણી કરી કે અન્ય રીતે મસમોટી રકમો વસુલવા મા આવે છે..? અને અમદવાદ કાર્ય પાલક ઈજનેર અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ની કચેરી ની એસી બી ની ટિમ દ્ધારા વોચ ગોઠવવા માં આવે એમાં પણ દિવાળી અને માર્ચ મહિના બાદ જો વોચ ગોઠવવા માં આવે તો એસીબીને ખબર પડે કે ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓ માંથી કેટલા પત્રકારો. અને RTI એક્ટિવિશો એમને મળવા માટે કેટલા ઉત્સુક હોય છે ..! આ તમામ ને આ ભ્રમ ભટ્ટ કાર્ય પાલક ઈજનેર અમદવાદ માર્ગ અને મકાન વિભાગ નાઓ થી આટલો પ્રેમ કેમ..? આ ગુજરાત સરકાર માટે તપાસનો વિષય છે..?
વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2), ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકાને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં હતા. આરોપી પાસે લાંચની રકમ 1 લાખ 20 હજાર રિકવર કરવામાં આવી હતી. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણપુર રોડ, ધંધુકામાં પોતાની ચેમ્બરમાં જ આ આરોપીએ લાંચ લીધી હતી.
ફરીયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે. કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહીં કરવા, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરીને મંજૂર કરવા માટે 1 લાખ 20 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આ ભ્રષ્ટ બાબુ સરકારી કેબિનમાં જ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.