Author name: Anish Shekh

Avatar photo

બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ??

એહવાલ અનિશ શેખ

શું અધિકારીઓ ને ફરિયાદ મળે ત્યારેજ કાર્યવાહી થશે?
આ બાબતે ભૂસ્તર અધિકારી ને તાત્કાલિક વોટ્સપ માધ્યમ થી પુરાવા સાથે વિડિઓ મોકલાવી ફરિયાદ કરી.. અધિકારીઓ એ તાત્કાલિક કાર્યવાહી કરવા બાંહેધરી આપી
વાત કરીએ તો બનાસકાંઠા ના ઇકબાલ ગઢ વિસ્તાર માં બાલુન્દ્રા નજીક ની બનાસ નદીમાં થી થી ધોળે દિવસે કોઈના પણ ખોફ વગર બનાસ નદીની સોનાની લંગડી સમાન ઘણાતી રેતી ની ચોરી થઈ રહી છે થોડાક સમય પેહલા એક યુવાને આ રેતી ખનન ને અટકાવવા ઉચ્ચલેવલે ફરિયાદો કરી હતી અને તે ફરિયાદ બાદ કાર્યવાહી ના થતા આત્મવિલોપન ની ચીમકી પણ આપી હતી તે બાદ પણ હજુ બનાસ નદીમાં રેતી ની ચોરી યથાવત છે આ બાબતે અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી

વાંચો ટૂંક સમય માં ખનન બાબતે વધુ એહવાલ

બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ?? Read More »

Uncategorized

બનાસકાંઠા / ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવાના મામલે ડ્રાઇવરની પણ અટકાયત. ભૂમાફિયા ઓ એ સરકારી અઘિકારી પર વોચ રાખવા આં કારસ્તાન કર્યુહોય તેવું અનુમાન

એહવાલ સહતંત્રી અનીશ શેખ

બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાર આરોપીઓ પકડાયા બાદ વધુ એક આરોપીની અટકાયત કરવામા આવી છે.

ભૂમાફિયાઓએ સરકારી ગાડીમાં જ લગાવી દીધું GPS


આ મામલે ખાણ ખનીજ અધિકારીના ડ્રાઇવરની પણ અટકાયત થઈ છે. જીપીએસ પ્રકરણમાં સરકારી ગાડીના ડ્રાઇવર સુરેશ ચૌધરીની સંડોવણી બહાર આવી છે. એલસીબી તપાસમાં હજુ પણ અનેક મોટા માથા બહાર આવે રીતે શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે.

મહત્ત્વનું છે કે, અધિકારીઓની વોચ રાખવા ભુમાફીયાઓએ નવો કીમિયો અજમાવ્યો હતો. જિલ્લા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પાછળ અજાણ્યા શખ્સોએ જીપીએસ ટ્રેકર લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો.

ભુમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી કઈ જગ્યાએ તપાસમાં જાય છે, તે જાણવા જીપીએસ લગાવ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામા આવ્યું હતું. ભુમાફિયાઓ અને રોયલ્ટી ચોરી કરતા શખ્સઓએ સરકારી અધિકારીઓની રેડથી બચવા જીપીએસ લગાવ્યાનું અનુમાન વ્યક્ત કરવામા આવ્યું હતું.

બનાસકાંઠા / ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવાના મામલે ડ્રાઇવરની પણ અટકાયત. ભૂમાફિયા ઓ એ સરકારી અઘિકારી પર વોચ રાખવા આં કારસ્તાન કર્યુહોય તેવું અનુમાન Read More »

Uncategorized

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો

અનીશ શેખ દ્વારા

આ કામે મરણજનાર તા ૨૩/૧૨/૨૦૨૩ ના સાંજના આશરે ૧૯/૩૦ વાગ્યાંના સુમારે મોજે સરીગામ જલ્સા હોટેલ ની સામે આવેલ રોડ પર એક્સીડેન્ટ થતા મરણ ગયેલ હોય જે બાબતે ગુનો ભીલાડ પોસ્ટે દાખલ થયેલ હોય સદર મરણ જનાર ના વાલી વારસ મળી આવેલ નં હોય વાલી વારસ મળી આવ્યે થી ભીલાડ પોસ્ટે અથવા સરીગામ આ. પો નો કોન્ટેક કરશો

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો Read More »

Uncategorized આરોગ્ય

વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ની તમામ તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ વર્ગ તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો

વલસાડ.. એહવાલ અનિશ શેખ દ્વારા

ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી તમામ તાલુકા પંચાયત સદસ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

   *ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વલસાડ જિલ્લા ની તમામ તાલુકા પંચાયત ના ભાજપી સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર વિષેશ આમંત્રિત વક્તાઓ દ્વારા માર્ગદર્શ આપવામાં આવ્યું હતું* 

 *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા પ્રથમ સત્રના શરૂઆતમાં કાર્યશાળા અંગે ઉપસ્થિત તમામ તાલુકા પંચાયતના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું* 

 *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળા ના પ્રથમ સત્રમાં પાર્ટીના ઇતિહાસ,વિકાસ અને વિચારધારા અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ સેલ ના સંયોજક શ્રી પ્રકાશચંદ્રજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્રના અધ્યક્ષ તરીકે શ્રી કિશોરભાઈ પટેલ પ્રમુખ વલસાડ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી કેતનભાઇ વાઢું પ્રમુખ ધરમપુર તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

કાર્યશાળાના બીજા સત્રમાં આદર્શ જનપ્રતિનિધિ, વ્યવહાર, પ્રવાસ,કાર્યાલય, સોશિયલ મીડિયા વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ ના સહ પ્રભારી, સાંસદ માન્દસોર (એમ.પી) માનનીય શ્રી સુધીર ગુપ્તાજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્ર અધ્યક્ષ તરીકે દિલીપભાઈ ભંડારી પ્રમુખ ઉમરગામ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી રમેશભાઈ ગાંવિત પ્રમુખ કપરાડા તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા

બીજા સત્ર બાદ ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે શ્રી અશોક ધોરજીયાજી પણ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

*કાર્યશાળાના ત્રીજા સત્ર માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા (રાજ્યકક્ષા) મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સત્રના અધ્યક્ષ તરીકે શ્રી મહેશભાઈ દેસાઈ પ્રમુખ પાટડી તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ વાપી તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

 *તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળાના ચોથા અને અંતિમ સત્રમાં સાફલય ગાથા, અનુભવ કથન વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લાના ભાજપના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્રના અધ્યક્ષ તરીકે શ્રી હેમંતભાઈ કંસારા પ્રમુખ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સત્ર સંચાલક તરીકે સીલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી વલસાડ જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

 *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,કાર્યશાળા ને સફળ બનાવવા  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા સમિતી એ સંપૂર્ણ કાર્યશાળા ની જવાબદારી સુપેરે પાર પાડી હતી,કાર્યશાળા માં જિલ્લા ભાજપ મીડીયા,આઈ.ટી,સોશિયલ મીડીયા ઇન્ચાર્જ,સહઇન્ચાર્જ હાજર રહ્યા હતા*

વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ની તમામ તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ વર્ગ તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો Read More »

Uncategorized ખેતીવાડી

જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો.. રાશન ધારકો ને પૂરતું અનાજ ના આપી બચેલો જથ્થો બરોબર વેચનાર કંટોલ ધારકો નું લાઇસન્સ રદ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ..!

બનાસકાંઠા અહેવાલ:- કુંદનકુમાર પરમાર

દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી રૂ.૩૯૮૩૭૨/- (અંકે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોત્તેર પુરા) નો જથ્થો સિઝ કર્યો

જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલની સુચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષકશ્રી પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની ટીમ અને મામલતદારશ્રી, દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતીયાવાસ વિસ્તારમાં આવેલ મહંમદહનીફ ગુલાબનબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતાં મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે. જે ઘઉં-૦૭ કટ્ટા ૨૫૩.૭૦૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૬૮૪૯.૯૦/- તથા ચોખા-૯૮ કટ્ટા, ૪૯૪૦.૫૦૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧૩૩૮૮૭.૫૫/- આમ કુલ રૂ.૧૪૦૭૩૭.૪૫/-(અંકે રૂપિયા એક લાખ ચાળીસ હજાર સાતસો સાડત્રીસ પુરા)નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

તથા મેમણ મહોમદવારીસ ગનીભાઈ, રહે.મેમણ ઈન્દીરાનગર કોલોની, દાંતા, ધંધાનું સ્થળ ન્યુ બનાસ ટ્રેડર્સ, હડાદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ, દાંતામાં આકસ્મિક તપાસણી કરતાં ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે. જે દુકાન નં.૧૦ ઘઉં-૨૩ કટ્ટા ખુલ્લા ૯૨૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૨૪૮૪૦/- તથા ૫૩ કટ્ટાબંધ ૨૬૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૭૧૫૫૦/- તેમજ દુકાન નં.૧ થી ૬ ચોખા-૧૧૯ કટ્ટા, ૫૯૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧૬૧૨૪૫/- આમ કુલ રૂ.૨૫૭૬૩૫(અંકે રૂપિયા બે લાખ સત્તાવન હજાર છસો પાંત્રીસ પુરા)નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

આમ તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમ્યાન રૂ.૩૯૮૩૭૨/- (અંકે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોત્તેર પુરા) નો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારીયાદીમાં જણાવ્યું છે.

જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો.. રાશન ધારકો ને પૂરતું અનાજ ના આપી બચેલો જથ્થો બરોબર વેચનાર કંટોલ ધારકો નું લાઇસન્સ રદ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ..! Read More »

Uncategorized

GST Return : નાના દુકાનદારો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, હવે નહીં ભરવું પડે રિટર્ન વાંચો શુંછે સમગ્ર બાબત..

શોષિયલ મીડિયાના હવાલથી..( અનીશ શેખ દ્ધારા )

નાણાં મંત્રાલયે નાના વેપારીઓને GSTR-9 ફોર્મ ભરવામાંથી આપી મુક્તી

રૂ.2 કરોડ સુધીનો કારોબાર કરનારાઓએ હવે આ ફોર્મ ભરવાની જરૂર નહીં

કેન્દ્ર સરકારે નાના દુકાનદારોને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલયે GST Return ભરનારા નાના વેપારીઓઓને જીએસટીઆર-9 ફાઈલ (GSTR-9) કરવામાંથી મુક્તી આપી છે. 2 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનાર નાના વેપારીઓએ આ ફોર્મ ફાઈલ કરવું પડે છે, જેમાં તેમણે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું પડતું હતું.. હવે નાના વેપારીઓને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળી ગઈ છે.

ટ્વિટ કરીને આપી માહિતી

નાણા મંત્રાલયે (Ministry of Finance) પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 5 વર્ષમાં 65 ટકા વધી ગઈ છે. એપ્રિલ-2023 સુધીમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા 1.13 કરોડે પહોંચી છે. જીએસટી હેઠળ રજીસ્ટર્ડ થયેલા કરદાતા (GST Registered Taxpayer)ઓની સંખ્યા હવે 1.40 કરોડ પર પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2018માં 1.06 કરોડ હતા.

90% કરદાતાઓ ભરી રહ્યા છે રિટર્ન

નાણા મંત્રાલયે જણાવ્યું કે, જીએસટી નિયમો અને પ્રક્રિયા બનાવવાના કારણે લોકોમાં રિટર્ન ફાઈલ કરવાનો ઉત્સાહ વધ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ફાઈલિંગ મહિનાના અંત સુધીમાં 90 ટકા પાત્ર કરદાતાઓ જીએસટીઆર-3બી રિટર્ન (GSTR-3B Return) ભરી રહ્યા છે. જીએસટી લાગુ કરાયા પહેલા વર્ષ 2017-18માં આ આંકડો 68 ટકા હતો. તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સિતારામને (Nirmala Sitharaman) લોકસભા (Parliament)માં ડેટા જાહેર કરવાની સાથે ખુશી વ્યક્ત કરી હતી.

જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર

એક જુલાઈ 2017માં જીએસટીનો અમલ શરૂ કરાયો હતો. આમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ કરાયો હતો. જીએસટીઆર-3બી ફાઈનલ કરનારા કરદાતાઓની સંખ્યા એપ્રિલ-2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ-2023 સુધીમાં 1.13 કરોડ પર પહોંચી ગઈ છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન (November GST Collection) 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડને પાર ગયું હોય, તેવું છઠ્ઠી વાર બન્યું છે.

GST Return : નાના દુકાનદારો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, હવે નહીં ભરવું પડે રિટર્ન વાંચો શુંછે સમગ્ર બાબત.. Read More »

Uncategorized

એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાનું માર્ગદર્શન આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યુંવલસાડ જિલ્લાનાં શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત કારોબાર અનિશ શેખ દ્ધારા

આજ રોજ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ નાં રોજ ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાનું માર્ગદર્શન આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાનાં શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી અને એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામનાં આચાર્યશ્રી અલ્પેશકુમાર પટેલ અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રીઓએ પુષ્પગુચ્છ આપી સાહેબશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબે બ્લેક બોર્ડનો ઉપયોગ દ્વારા મનોવૈજ્ઞાનિક પદ્ધતીથી એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાની તૈયારી માટેનું માર્ગદર્શન આપી કુલ ૩૮૭ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. એ ઉદાહરણ દ્વારા સમજ આપી ભણવા માટે આંતર મન અને બાહ્ય મનની શક્તિ વિશેની વાતો કરી, એકાગ્રતા તેમજ ધ્યાન દ્વારા પઠન કાર્ય કરવાની પદ્ધતિની સમજ આપી. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વાંચવા માટેનું ટાઈમ ટેબલ કેમ બનાવવું તે પણ સમજાવ્યું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાં માધ્યમિક વિભાગનાં શિક્ષક શ્રી ઈશ્વરલાલ મૌર્ય દ્વારા કરવામાં આવ્યું.

એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાનું માર્ગદર્શન આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યુંવલસાડ જિલ્લાનાં શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા Read More »

Uncategorized

ઉમરગામ તાલુકા ના કરજગામ માં બોરિંગ માંથી કલર વાળું પાણી નીકળવા ની બાબત ને ગંભીર તાથી લઇ સરકારે સ્પેશિયલ વિજિલન્સ ટિમ બનાવી નિષ્પક્ષ તપાસ કરવી કેમ બઉ જરૂરી વાંચો ટૂંક સમય માં અનીશ શેખ ની કલમે

સરીગામ : અનીસ શેખ

અગાઉ પણ કરજ ગામ વિસ્તાર માં ગુલાબી કલર નું કલરફુલ પાણી વહેતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને gpcb સરીગામ માં લેખિતમાં ફરીયાદ પણ થઇ હતી

કરજગામ માં બોરિંગ માં થી કલર ફૂલ પાણી નીકળ તા ગામ લોકો માં ભાયનો માહોલ છવાયો હતો GPCB ની કાર્યવાહી ની ઢીલી નીતિ થી ગામ લોકો રોશે ભરાતા સરીગામ GPCB ઓફિસ નો ગજેરાવો કર્યો હતો અને ધરણા પર બેસીગયા હતા

gpcb ઓફિસ માં ગામલોકો ના ધરણા

તમામ બાબત ને GPCB એ ગંભીરતા થી લઈને તપાસ નો દોર શરૂ કર્યો

ત્યાર બાદ તંત્ર તત્કાલીન હરકત માં આવ્યું હતું અને તપાસ નો દોર શરૂ કર્યો હતો તપાસ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા ફરી ગામ લોકો મોટી સંખ્યામાં GPCB સરીગામ ની ઓફિસે પોહચી આવતા તત્કાલીન ધોરણે શંકા ના આધારે હરિધન કમ્પની ને ડાયરેક્ષન ઓફ ક્લોઝર ની નોટિસ આપી ને તાત્કાલિક કાર્યવાહી કરવા માં આવી હતી અને ગામ લોકો એ હાસ્કારો અનુભવ્યો હતો અને જ્યાં પીવાના પાણી ની જરૂર છે ત્યાં પીવાના મિનરલ બોટલ ના ડબ્બા પોંહચાડવા માં આવી રહ્યા છે અને કલર વાળું પાણી બોરિંગ માં થી ખેંચીને તેને SETP સરીગામ માં ઠાળવ વા માં આવીરહ્યું છે તમામ બાબતો ગામના હિત માટે થઇ રહી છે પરંતુ બીજી તરફ બોરિંગ માંથી કલર વાળું પાણી નીકળવા ની બાબત અતિશય ગંભીરતા થી લઈને ખાલી શંકા ના આધારે નહિ પરંતુ ખરે ખર નિષ્પક્ષ તપાસ કરવા માં આવે અને જે પણ કોઈ ગુનેગાર હોય તેની સામે કડક માં કડક કાર્યવાહી કરવા માં આવે જેથી અન્ય કેમિકલ માફિયા માટે માટે એક સબક રૂપ કિસ્સો બને

ટૂંક સમય માં વાંચો સરકારે સ્પેશિયલ વિજિલન્સ ટિમ બનાવી નિષ્પક્ષ તપાસ કરવી કેમ જરૂરી?

ઉમરગામ તાલુકા ના કરજગામ માં બોરિંગ માંથી કલર વાળું પાણી નીકળવા ની બાબત ને ગંભીર તાથી લઇ સરકારે સ્પેશિયલ વિજિલન્સ ટિમ બનાવી નિષ્પક્ષ તપાસ કરવી કેમ બઉ જરૂરી વાંચો ટૂંક સમય માં અનીશ શેખ ની કલમે Read More »

Uncategorized

सरिगाव स्थित डॉक्टर भरत के हाथोसे ट्रीटमेंट मैं लापरवाही की वजह से तो अजय नामक युवक की मौत नही हुई ना? (सरीगाव पंथक में चर्चा) इस वारदात को गंभीरता से लेके जांच बिठाई जाए।।

ANISH SHEKH की स्पेसियल इन्वेस्टिगेशन स्टोरी कुचही देरमें पढ़िए GUJRAT KAROBAR WEB PORTAL पर

सुर्खिया

वृन्दावन के सरीगाम में रहने वाले अजय नाम के शख्स की रहस्यमयी मौत? मृतक को सिनेमे में दर्द होरहा था तो डाक्टर भरत को ECG टेस्ट करवा ए बिना क्यू सीधा पेंटोप्राजोल इंजेक्शन देदिया।पेंटोप्राजोल इंजेक्शन एसिडिटी / गैस जेसी बीमारियो में दिया जाता है। इसके साथ अन्य कोई दवाई तो नही देदी जिससे अटक आजाए?
होम्योपैथी की डिग्री वाले डॉक्टर भरत ने एलोपैथिक दवाई की ट्रीटमेंट क्यू की? आएदिन जोला छाप डॉक्टरों के सामने कार्यवाही हो रही है लेकीन MBBS डॉक्टर की डिग्री के आड़में ऐसे डॉक्टर लोगोकी जानके साथ खिलवाड़ करते है। फिरबी प्रशासन मौन क्यू?
पुराने नामसे जाने जाने वाले हॉस्पिटल चित्रकूट और हालके लगे बोर्ड के अनुसार MUKTABA हॉस्पिटल में बनी अजय की मोतकी घटना की जानकारी पुख्ता सबूतों के साथ कूचही क्षणों में पेश करेगा GUJRAT KAROBAR NEWS PEPAR । डॉक्टर भरत की क्या थी लापरवाही? क्या वो एलोपैथिक दवाई देनेके हकदार है? कोन है मौत का जिमेदार? कम्पनी या डॉक्टर या कुदरती हुई मौत?
उमरगांव पोलिस ने मृतक के शव को पोसमोटम करवा के विशेरा आगेकी जांच के लिएं भिजवाया। प्रथम तपास में अटक से मौत हुई होनेकी चर्चा

सरिगाव स्थित डॉक्टर भरत के हाथोसे ट्रीटमेंट मैं लापरवाही की वजह से तो अजय नामक युवक की मौत नही हुई ना? (सरीगाव पंथक में चर्चा) इस वारदात को गंभीरता से लेके जांच बिठाई जाए।। Read More »

Uncategorized

(Part : 1)વાપીમાં પિગમેન્ટ ની આડમાં ડ્રગ્સ બનતું હતું અને ઉમરગામ મા મેન્યુફેકચરિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની આડમાં ખતરનાક જ્વલન શીલ સોલવેન્ટ કાતો અન્ય કોઈ ખતરનાક કેમિકલ નુ સ્ટોરેજ કે પછી ઉત્પાદન થતું હતું? અઢળક સવાલો? .. ઉમરગામ પોલીસ પાસે ન્યાય ની આશા!!.. સરીગામ GPCB સહીત અન્ય સરકારી બાબુઓ દિવાળીમાં વ્યસ્ત અને કેમિકલ માફીયાઓ મસ્ત.

અનિસ શેખ દ્વારા( ઉમરગામ )

કોઇપણ જગ્યાએ આગ લાગે એટલે હલકું નામ હવાલ દારનું..!! કેહવત મૂજબ GPCB પાસે એકજ ડાયલોગ શોર્ટ સર્કિટ થી આગ લાગી..(એક અંગ્રેજી એહવાલ મૂજબ) તો gpcb એ આ કેમિકલ સ્ટોરેજ યુનિટ ને મંજુરી આપી હતી કે નથી આપી ? ROC માં. મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે હોય તેવુ દર્શાવ્યું છે. તે બાબતે સરીગામ ના Ro ત્રીવેદી શુ કહેશે? ખતરનાક અને વિસ્ફોટક જ્વલનશીલ કેમિકલ કયું હતું? અને આ પ્રકાર ના કેમિકલ ને સ્ટરેજ કરવાની મંજૂરી માટે જોઈતી તમામ મંજૂરીઓ શુ આ ભારત રેઝીન પાસે છે? તે તમામ બાબતે પણ GPCB એ ખુલાસો કરવો જોઇએ ? તે કેમ્ નથી કર્યો? ક્યાંક ને ક્યાંક કમ્પની ની પોતાની બેદરકારી થી આગ લાગિહોય તેવું અનુમાન લગાવી શકાય..!

આ ભારત રેઝિન કંપનીનો પાયો દમણમાં નંખાયો છે. તો આ જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ ઉમરગામમાં કરવાની જરૂર કેમ પડી? શું દમણ મા પણ આજરીતે મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની આડમાં કેમિકલ સગેવગે કરવાનું રેકેટ તો નથી ચાલતું ને? દમણ પ્રશાસન પણ ઘ્યાન આપે તે જરૂરી!!

ઉમરગામ GIDC માં ભારત રેઝિન નામની કમ્પની માં આગ લાગેલી હતી તે કમ્પની ને ROC માથી મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે મળેલી હતી તો ઉમરગામ ના ગોડાઉન મા ખતરનાક જ્વલનશીલ સોલવેન્ટ કે અન્ય કોઈ વિસ્ફોટક જ્વલનશીલ કેમિકલ ક્યાથી આવ્યું? તે બાબતે સરીગામ જીપીસીબી મોન ના સેવ અને ઘટતી કાયૅવાહી કરે તે જરૂરી

જીપીસીબી સહીત અન્ય અધિકારીઓ જે કમ્પની ને મંજુરી આપતાં હોય છે આવા અઘિકારીઓ ની મીલીભગત થી કમ્પની ઓ મા પ્રોડેક્ટ બનાવ વા નિ મંજુરી કંઇક અલગ હોય છે અને તેમાં ડ્રગ્સ જેવા પદાર્થો બનતાં હોય તેવું તારણ કઢીશકાય.. GPCB નાં અધિકારીઓએ સમય સર આવી કમ્પની ઓ નિ વિઝિટ કરતા હોય છે તેમ છતાં આવા બનાવો કેમ બેને છે?
અગાઉ વાપીમાં 180 કરોડ રૂપિયા નુ ડ્રગ્સ પકડાયું હતું જે વાત ને હજુ ગણત્રી ના દિવસો થયાં છે અને તેમાં પણ કમ્પની ને મંજુરી કઈ અલગ બાબતે હતી અને કમ્પની મા ડ્રગ્સ બનતું હતું અને ઉમરગામ ની ભારત રેઝીન કમ્પની મા જ્યારે આગ લાગી હતી તેમાંથી જ્વલન શીલ અને વિસ્ફોટક કેમિકલ નો હજારો લીટર નો જથ્થો બળી ને ખાખ થયો સાથે સાથે બાજુમાં આવેલી અન્ય એક કમ્પની ને પણ આગના ભોગ બનવું પડ્યું અને લાખો રૂપિયાનું નુક્શાન થયુ હતું ભારત રેઝીન નામ ની કમ્પની નુ હજારો લિટર વિસ્ફોટક અને જ્વલનશીલ કેમિકલ રોડ ઉપર અને ગટરોમાં ફરિવવળ્યું હતુ. જેને લીધે પર્યાવરણ પર્ પણ ખૂબજ ભયંકર અસર થઈ હતી તેના કાળા ધુમાડા હવામા જોતાં ભયંકર સ્થિતી સર્જાઈ હતી વૃક્ષો પણ બળી ગયાં હતાં.. આવા ગેર જીમેદાર અને માનવ જીવન સહીત પ્રકૃતિ ને નુક્શાન પિહચડનારા ઓ ઉધોગ કારો સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઇએ જેથી અન્ય માંટે એક સબક બનીશકે

કેમ કે જયરે બહાર રોડ ઉપર તે કેમિકલ આવેલુ ત્યારે રોડ અને ગટર ની અંદર પણ પાણી ની જેમ ગરમગરમ વરાળ સાથે ઉકળતું હતું જે એ કેમિકલ કોઈના શરીર પર પણ પડીજાય તો તે ત્યાજ બળીને ખાખ થઈજાય અને આં ભારત રેઝિન કમ્પની ને મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે મળેલી છે તેમ છતાં ઉમરગામ gidc જ્યા ફક્ત ને ફક્ત એન્જિનિયરિંગ કમ્પની ઓ નાજ ઉધોગોને મંજુરી છે ત્યાં આવું ખતરનાક અને જ્વલન શીલ કેમીકલ કોની રહેમ નજર હેઠળ અહી રાખવામાં આવ્યું અને અહી તેનું સ્ટોરેજ ટેન્ક પણ બનાવ વામા આવ્યું હતું અને ઉમરગામ ના હજારો કામદરો નાં જીવ જોખમ મા મૂકનારી આવિ કમ્પની ઓ સામે gpcb અને ફેક્ટરી ઇસ્પેકટર સહિત ના અઘિકારીઓ મૌન સેવી લેછે જેથી આવા ગોરખ ધંધા કરનારા ઓ ને વધૂને વધૂ બળ મળે છે પરંતુ ઉમરગામ પોલીસ સ્ટેશન ના ન્યાય પ્રિય પીઆઈ મોરિસાહેબ આં બાબતે કડક કાયૅવાહી કરી અને ગુનો દાખલ કરે જેથી અન્ય ઉદ્યોગકારો માંટે એક સબક બને

ઉમરગામ પોલીસની પ્રશંશનીય કામગિરી

આગનો બનાવસવારે 6 વગયા નાં આસપાસ બન્યોહતો જેસમયે સૌથી પેહલા ઉમરગામ પોલીસ નાં પીઆઈ મોરી સાહેબ અને પીએસ આઇ હથલિયા સાહેબ તેમની ટીમ સાથે પોહચી આખા એરિયા ને ક્લીન કરી આજુ બાજુની કમ્પની ઓ ના કામદારો ને સહીસલામત જગ્યાએ સ્થળાંતર કરાવી. તમામ ભયંકર પરિસ્થિતિ પર્ કાબુ મેળવ્યો હતો અને ફાયર ની ટીમ સાથે ખડે પગે રહી આગ પર કાબુ મેળવાયો ત્યાંસુધી જગ્યા પર ખડેપગે રહ્યા હતાં. પરંતુ ત્યાં સુઘી GPCB કે અન્ય કોઈ ખાતા નાં અધિકારીઓ સ્થળ ઉપર હાજર થયાં ન હતાં જ્યારે પણ કોઇપણ પ્રકારની આવિ ઘટના બને ત્યારે વલસાડ જિલ્લા પોલીસ ની કામગીરી પ્રશંસા કારક હોય છે પરંતુ અન્ય ખાતાના અધિકારીઓ ને પણ ઘ્યાન આપિ પોતાની જવાબદારી માથી છટકવું નાં જોઇએ..

(Part : 1)વાપીમાં પિગમેન્ટ ની આડમાં ડ્રગ્સ બનતું હતું અને ઉમરગામ મા મેન્યુફેકચરિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની આડમાં ખતરનાક જ્વલન શીલ સોલવેન્ટ કાતો અન્ય કોઈ ખતરનાક કેમિકલ નુ સ્ટોરેજ કે પછી ઉત્પાદન થતું હતું? અઢળક સવાલો? .. ઉમરગામ પોલીસ પાસે ન્યાય ની આશા!!.. સરીગામ GPCB સહીત અન્ય સરકારી બાબુઓ દિવાળીમાં વ્યસ્ત અને કેમિકલ માફીયાઓ મસ્ત. Read More »

Uncategorized