સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “

*     જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…

*    આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *