Gujarat

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

“યુદ્ધ” ગુજરાતી વેબ સિરીઝ જ્યારથી લખાઈ રહી હતી ત્યારથી તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે આ વેબ સિરીઝના શૂટિંગનું શુભ મૂહુર્ત ઉત્સાહભેર ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. જાણીતા મેગ્નેટ મીડિયા પ્રોડક્શન અને સલીલ પટેલ સાથે મળીને આ વેબ સિરીઝ બનાવાઈ રહ્યા છે. પ્રથમ વખત મેગ્નેટ મીડિયા પ્રોડક્શન સસ્પેન્સ, થ્રીલર વેબ સિરીઝ પર કામ કરી રહ્યું છે મેગ્નેટ મીડિયાના સફળ પ્રોજેક્ટો અત્યાર સુધી થયા છે ત્યારે તેમાં “યુદ્ધ” વેબ સિરીઝનો ઉમેરો કરાયો છે. બીજી મહત્વની વાત એ છે કે, આ વેબ સિરીઝના રાઈટર દેવેન્દ્ર પટેલ છે. આ વેબસિરીઝમાં ડીરેક્ટર કર્તવ્ય શાહ તથા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફર શ્રી કુમાર નાયર છે તથા મુખ્ય પાત્રોમાં ચેતન ધનાની પૂજા જોષી અને તુષાર સાધુ છે.

“યુદ્ધ” વેબ સિરીઝની આ વાર્તા 3 મુખ્ય પાત્રો પર આધારિત છે. “સહદેવ” જે પોલીસ ઇન્સ્પેક્ટર છે. “અનાહિતા” જે સહદેવની પત્ની છે. “ધનરાજ” જે એક બિઝનેસમેન છે. અનાહિતા અને ધનરાજ વચ્ચે કેટલીક બાબતોને લઈને યુદ્ધ શરૂ થાય છે. શું આ યુદ્ધ અનાહિતાને બચાવે છે કે નહીં? અને અંતે ધનરાજનું શું થાય છે? તે આ વેબસિરીઝમાં બતાવવામાં આવ્યું છે. સસ્પેન્સ થ્રીલર અદભૂત વાર્તા પ્રથમ વખત આ પ્રકારની ગુજરાતી વેબ સિરીઝમાં જોવા મળશે.

દેવેન્દ્ર પટેલે આ વેબ સિરીઝ સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે લખી છે. તેઓ ખૂબ જ અનુભવી રાઈટર છે. જેમના લેખો ખૂબ જ લોકો વાંચે છે ત્યારે આ વાર્તા પણ ખૂબ રોચક છે. તેમણે 60થી વધુ પુસ્તકો લખ્યા છે. એટલું જ નહીં દૂરદર્શન અને સબ ટીવી પર પ્રસારિત થતા શો માટે નાટકો અને સ્ક્રિપ્ટો પણ લખી છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શન વિશે

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનમાં ફિલ્મ મેકિંગ, ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ અને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ જેવી કામગિરી કરે છે. મેગ્નેટ મીડિયાએ સફળ વેબસિરીઝ “વાત વાતમા” અને વાત વાતમા-સીઝન-2નું નિર્માણ કર્યું હતું. જેણે પ્રેક્ષકોને હાસ્ય અને લાગણીઓથી જોડ્યા હતા. મેગ્નેટ મીડિયાએ પણ સુપરહિટ “ધુમ્મસ”નું પણ નિર્માણ કર્યું છે અને “53મું પાનું”ની વ્યાપક પ્રશંસા પણ મેળવી છે. મેગ્નેટ મીડિયા આગામી સમયમાં અંગ્રેજી મૂવી “રેસ્ક્યુ ઇન પેરેડાઇઝ” લઈને પણ આવી રહ્યું છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું Read More »

Uncategorized ક્રિકેટ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી બન્યા આત્મનિર્ભર


ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અંતરિયાળ ગામોમાં હસ્તકલા,હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા કારિગરોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ


માનવકલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે,અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામ ને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે.


નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં બહેનોને અનેક ક્ષેત્રોમાં પોતાનું શક્તિ સામર્થ્ય દર્શાવવાની મળી તક


માહિતી કચેરી અરવલ્લી -23 માર્ચ 2023

અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવી આત્મનિર્ભર
બન્યા છે. હીનાબેન નું કેવું છે કે સરકારની માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવીને હું આર્થિક રીતે પગભર થઈ છું. આજે ગુજરાત રાજ્ય સરકાર અનેક યોજનાઓમાં લાભ આપી રહી છે.અને રાજ્યની મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બની રહી છે. સહાયમાં જે કપડા સીવા માટે સીવણ મશીન મળ્યું છે તેનાથી હું આર્થિક રીતે પગ પર બનીને મારા પરિવારને મદદ કરી રહી છું. માટે રાજ્ય સરકાર નો ખુબ ખુબ આભાર માનું છું.
નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં બહેનોને અનેક ક્ષેત્રોમાં પોતાનું શક્તિ સામર્થ્ય દર્શાવવાની તક મળી રહી છે. રાજ્ય સરકારના અભિગમથી ઘર પરિવારના સામાજિક નિર્ણયો તેમજ આર્થિક નિર્ણયોમાં મહિલાઓના યોગદાનથી રાજ્યની વિકાસયાત્રામાં મહિલા શક્તિને સહભાગી થવાની તક મળી છે.આ યોજનામાં આર્થિક રીતે પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે. જેનાથી લાભાર્થી પોતાના સ્વરોજગારની શરૂઆત કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.


માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી બન્યા આત્મનિર્ભર Read More »

Uncategorized આરોગ્ય

શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી,મોહનલાલ ગાંધી,પુરુષોત્તમદાસ શાહ, રમણલાલ સોની, અને સુરજીભાઈ સોલંકી જેવા અનેક લડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય

અરવલ્લીના રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને બિરદાવીએ

આજે દેશ “શહીદ દિવસની” ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે લડનારા અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા દરેક લડવૈયાઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, અને પછી આપણને આઝાદી મળી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતે બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે. અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. સમગ્ર દેશ આજે ‘શહીદ દિવસ’ મનાવી રહ્યો છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના – ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી.

 અરવલ્લી જિલ્લામાં નવરાત્રી, દશેરા,  દિવાળી, ઉત્તરાયણ અને હોળી વગેરે તહેવારોને વિદેશી માલની હોળી કરીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવ્યા હતા. એટલું જ નહીં પણ વિદેશી કાપડનો મોટાભાગનો વેપાર વણીકોના હાથમાં હોવા છતાં આર્થિક લાભોને અવગણી વણિક સપૂતો અને સુપુત્રીઓએ પોતાની સગાઓની અને જ્ઞાતિભાઈઓની દુકાનો પર કડક પેકેટિંગ કરીને એ ઝુંબેશને સફળ બનાવી હતી. આમ વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ માં અરવલ્લીનું પ્રદાન વિશિષ્ટ રહ્યું.

અદાલતના બહિષ્કારની ઝુંબેશ દરમિયાન મોડાસામાં સરકારી અદાલતો નો વિકલ્પ પુરો પાડવા માટે જનતાની લવાદ કોર્ટ સ્થપાઈ હતી. જેમાં 40 સદગુરુહસ્તોએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. ઈસ. 1930 માં યોજાયેલી વડી ધારાસભાની તથા મુંબઈ ધારાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને રાજકીય જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મીઠાના કાયદા સામેના આંદોલનમાં અરવલ્લીના યુવાનો દાંડી લસુન્દ્રા ધોલેરા રાણપુર ધંધુકા અને મુંબઈના વડાલા ગામ સ્થળોએ જઈ મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા. તે સ્થળોથી બિન જકાતથી મીઠું લાવીને ગામમાં વહેચ્યુ હતું. ધોલેરાની ખાડીથી લાવેલું મીઠું વેચવા મોડાસામાં યોજાયેલી સભા પર પોલીસએ અમાનુષી અત્યાચાર કરીને 80 અબાલ વૃદ્ધોને ઘાયલ કર્યા હતા.
મણીબેન દોશી એ જેલમાં જવાના ઈરાદાથી જાહેરમાં મીઠું પકવવાનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી. આમ મીઠાના કાયદાના ભંગ દરમિયાન ધરપકડો વોહરીને તથા લાઠીચાર્જ જીલીને સ્વયં શિસ્ત અને બલિદાનની ભાવનાના બુનિયાદી મૂલ્યોની પ્રસ્થાપિત કરીને સબળ અને સક્ષમ રાજકિય વાતાવરણ સર્જ્યું હતું.

ભારતીબેન સારાભાઈએ મોડાસામાં આવીને મોડાસાની મહિલાઓને આઝાદીની લડતમાં જોડાવા ઉત્તેજન આપ્યું હતું. પરિણામે મણીબેન દોશી, શાંતાબેન પટેલ, માણેકબેન પરીખ, પીલીબા, લલીતાબેન શાહ અને ભાનુમતિબેન વગેરે મહિલાઓએ લડતમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. લલીતાબેન બાળવિદ્યવા હોવા છતાં મોડાસામાં યોજાતી સભાઓ અને સરઘસોમાં ઝંડાધારી તરીકે મોખરે રહેતા હતા.

મેઘરજ તાલુકાના મંગળાભાઈ ભોઇ તથા કલાભાઈ ભગોરા હિંદ છોડો આંદોલન દરમિયાન પત્રિકા પ્રચાર પ્રવૃત્તિ કરતા હતા. સ્વતંત્ર સંગ્રામના રંગે રંગાયેલા સુરેશભાઈ સોલંકી કુટુંબની જીવા દોરી સમાન પોલીસની નોકરી છોડીને લડતમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રીય જાગૃતિના મૂળ ખિલાફત આંદોલન વખતે નખાયા હતા. તે વખતે મોડાસાના આગેવાન મહમદ હુસેન મુનશી આંદોલનમાં જોડાયા હતા. તેઓ મોડાસા કોંગ્રેસ કમિટીના સક્રિય સભ્ય હતા.

દેશને આઝાદી મળ્યા બાદ પણ માં ભારતીની સેવામાં લાખો વીર સપુતો એ પોતાના પ્રાણની આહુતી આપી. અરવલ્લી જિલ્લાના લક્ષ્મણભાઇ કલાસવા, કાંતિભાઇ કોટવાલ, મુકેશભાઈ ડામોર, દિનેશભાઇ ગડસા, કાંતીભાઇ જોષિયારા અને નાનજીભાઇ જેવા અનેક જવાનો એ દેશ માટે પોતાના પ્રાણ હોમી દીધા

આવો સાથે મળીને શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતાનો બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું Read More »

Uncategorized ઓટો

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ચેત્રી બીજ નવરાત્રી અને રામદેવપીર ની બીજ સર્વે ભાઈઓ બહેનોને ભારતવાસીઓને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે આજરોજ અમદાવાદ ખાતે નરોડા ફ્રુટ માર્કેટ રાધે સ્ટેટ મારા સિંધી ભાઈઓ ચાલી સોસાયટીના સ્ટેટના વડીલો આગેવાનો સર્વે ઉપસ્થિત રહ્યા તેમાં જુલે લાલની જે કારબો કરવામાં આવી હતી હતા તેમાં સંગઠનના ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી મનોરિટીસ મહા સંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ હમીરભાઈ સામળીયા અને શ્રી નથુભાઈ દેસાઈ હિતેશભાઈ સિંધીભરતભાઈ દેસાઈ ઇશ્વરભાઇ દેસાઈ અક્ષયભાઈ સિંધી વિનોદભાઈ સિંધી રાકેશભાઈ સિંધી સફીક ખાન જાહેર અલી અન્સારી રામભાઈ બોધ કનૈયાલાલ આલમ ખાન સુનિલભાઈ સર્વે સમાજના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા
Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું.

યુગતીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી શીકા પધાર્યા સંતો.

21/3/2023

ગામેગામથી શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં સહભાગી બન્યા.

મોડાસા, ૨૧ માર્ચ:
વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગ જેવું દિવ્ય વાતાવરણ બનાવવા બત્રીસો પુસ્તકો લખ્યાં અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી. આજે ૧૬ કરોડ જેટલાં ગાયત્રી પરિવારના પીતવસ્ત્રધારી ભાઈઓ બહેનો તેમના કહ્યાં મુજબ માનવતા ઉત્થાનનું કાર્ય કરી રહેલ છે. જન સમાજને સાચા અર્થમાં માનવ બનાવવા અનેક રચનાત્મક ગતિવિધિઓ ચાલી રહેલ છે. જીવમાત્રને માટે વાયુ પ્રદૂષણને શુદ્ધિકરણ માટે યજ્ઞ એ સેનેટાઈઝનું કામ કરે છે. સાથે સાથે યજ્ઞના દિવ્ય ઉર્જાવાન માહોલમાં કર્મકાંડની સાથે સાથે જીવનને સાચી દિશાધારા માટે જરુરી માર્ગદર્શન અપાય છે. સહભાગી થનાર પોતાની કંઈક કુટેવો- વ્યસનો છોડી જીવનને સાચાં માર્ગ પર ચલાવવા સંકલ્પિત થાય છે. જેની અસર સમાજ અને રાષ્ટ્ર ઉત્થાન પર થાય છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર દ્વારા કોરોનાકાળની પરિસ્થિતિ પછી નવ ચેતના જાગરણ હેતું ઠેર ઠેર ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થઈ રહેલ છે. જેના ભાગ રુપે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે ૧૮ થી ૨૦ માર્ચ શનિ, રવિ, સોમવાર દરમિયાન ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું. જેમાં શનિવારે ભવ્ય કલશયાત્રામાં માથા પર લીલાજવારા , કળશ તેમજ પવિત્ર પુસ્તકોની પોથી લઈ સમગ્ર ગામના રસ્તાઓ પર શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં સાચી માનવતા સ્થાપવા આપેલ જયઘોષના નારાઓથી આ શીકા ગામ ગુંજી ઉઠ્યું હતું. સાંજે વંટોળ તેમજ વરસાદ પડવા છતાંય આયોજકો હિંમત હાર્યા વિના રાત્રે સંકલ્પ દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સૌ ઘરેથી આરતીની થાળી સજાવી લાવી આ વિરાટ આયોજનમાં સૌએ જગમગતા દિવાઓથી આરતી ઉતારી હતી. રવિવાર સવારે ૭ વાગ્યાથી ૨૪ કુંડ પર દંપતિઓ ગોઠવાઈ ગયા હતાં. શાન્તિકુંજ હરિદ્વારથી પધારેલ સર્જન સેનાની પાંચ સંતો આ નવ ચેતના જાગરણ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દિવ્ય મંત્રોચ્ચાર-સંગીતમય કર્મકાંડ સાથે સાથે માનવીએ સાચા અર્થમાં જીવન જીવવા માર્ગદર્શન આપતા રહ્યાં. મોડાસા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આ શીકા ગામે ઉમટ્યા સૌએ આ મહાયજ્ઞમાં હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી . શીકા ગ્રામજનોએ સૌને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. આ યજ્ઞ ઉપરાંત રવિવાર રાત્રે નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ, કુરિવાજ નિવારણ વિષયો પર ઉદ્બોધન થયાં તેમજ ગાયત્રી ચેતના કેન્દ્રની બહેનોએ પ્રેરણાત્મક નાટિકા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સોમવાર સવારથી દિવસ દરમિયાન આ હરિદ્વારથી પધારનાર સંતોએ ગામમાં જન જનમાં નવ સંકલ્પ માટે સંપર્ક અભિયાનથી સમગ્ર આયોજનનું સમાપન થયું. વિશેષ ખુશીની વાત એ હતી કે આ શીકા ગામના આજીવિકા નોકરી ધંધા અર્થે ગુજરાત કે ભારતભરમાં સ્થળાંતર થયેલ તમામ ગ્રામજનો આ સમગ્ર આયોજન દરમિયાન પોતાના માદરે વતન શીકામાં આવી આ દિવ્ય પવિત્ર આયોજનમાં સહભાગી બની લાભાન્વિત થઈ ગામની આધ્યાત્મિક ભાવના એકતા સમતાથી ગૌરવાન્વિત અનુભવી રહ્યાં હતાં.
આ સમગ્ર આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર- મોડાસાના ગાયત્રી ઉપાસકોના માર્ગદર્શનમાં શીકા ગાયત્રી પરિવારના પરિજનો તથા સમગ્ર શીકા ગામના વડીલો ભાઈઓ બહેનો યુવાનોએ સક્રિય ભૂમિકા ભજવી આ ઉત્સવને સફળ બનાવ્યો.

શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું. Read More »

Uncategorized ઓટો

શીકા ખાતે યોજાશે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ૧૮ થી ૨૦ માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

17/3/2023

ગાયત્રી સાધકો તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર તડામાર તૈયારીઓ ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ,હરિદ્વારથી સંતો શીકા પધારશે.

મોડાસા, ૧૭ માર્ચ:સમગ્ર વિશ્વભરમાં યજ્ઞ પરંપરા જાગૃત કરવામાં ગાયત્રી પરિવારનું અનન્ય યોગદાન રહ્યું છે. કોરોનાકાળ પછી હવે ગાયત્રી પરિવારનું મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતભરમાં ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞના ઠેરઠેર આયોજન કરવામાં આવી રહેલ છે. જે દ્વારા માનવમાત્રમાં માનવતા, સંસ્કાર, જનસેવાનો ભાવ જાગૃત થાય એવા સતત પ્રયત્ન કરવામાં આવી રહેલ છે.ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર અરવલ્લી જિલ્લામાં ગાબટ અને શીકા ખાતે આયોજન આપવામાં આવેલ. હવે ગાબટનો કાર્યક્રમ સમાપન થઈ ૧૮, ૧૯ ,૨૦ માર્ચ દરમિયાન ધનસુરા તાલુકામાં શીકા ગામે નવ ચેતના જાગરણ- ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પરિજનો અને સમગ્ર શીકા ગામના ગ્રામજનો આ વિશેષ ઉત્સવ માટે તન,મન, ધનથી તૈયારીઓમાં લાગ્યા છે આ નવ ચેતના જાગરણ- ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનમાં ત્રણ દિવસના આયોજન ગોઠવાયું છે. ૧૮ માર્ચ શનિવારે પવિત્ર કળશ અને પોથીયાત્રા સમગ્ર ગામમાં ભ્રમણ કરશે. રાત્રે સંકલ્પ દિપયજ્ઞ, ૧૯ માર્ચ, રવિવાર સવારથી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. ૨૦મી સોમવારે સવારે સમગ્ર કાર્યક્રમનું સમાપન થશે.જેમાં બોત્તેર દંપતી વિશેષ પૂજામાં જોડાશે. સમગ્ર ગ્રામજનો સહિત આસપાસના તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના સંપર્ક ક્ષેત્રના તમામ ગામોમાંથી સાધકો આ શીકા ખાતેના વિરાટ આયોજનમાં જોડાઈ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરશે. માનવ માનવમાં નવ ચેતના જાગરણ માટે ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ હરિદ્વારથી પધારનાર પ્રતિનિધીશ્રીઓ આ સમગ્ર આયોજનમાં યજ્ઞિય કર્મકાંડ કરાવશે . આ ઉપરાંત સંસ્કાર પરંપરા , નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ માટે વિશેષ ઉદ્બોધનો દ્વારા આ હરિદ્વારથી પધારનાર સંતોની અમૃતવાણીનો લાભ સૌને મળશે.

શીકા ખાતે યોજાશે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ૧૮ થી ૨૦ માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન Read More »

Uncategorized ઓટો

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!!

જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાંખતી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.!!


વાંસદા નગરના ગાંધી મેદાન સામે આવેલ ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય નિયમિત સફાઈ માગે છે. પરંતુ આ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ઘણા સમયથી ગંદકીથી ખદબદતા લોકોને મુશ્કેલીમાં મુકાવું પડતું હોવાની ફરિયાદ ઊઠી છે.આ બાબતે ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની યોગ્ય સફાઈ દરરોજ કરાવે તો અનેક લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય અને મૂતરડીમાં સફાઈના અભાવે અતિ દુર્ગંધ ફેલાયેલી રહે છે. ઘણા સમયથી અહીં સફાઈ થઈ જ ન હોય તેવું લાગી રહ્યા હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું મૂતરડી ગંદકીથી ઊભરાતી હોવાની લોક ફરિયાદ ઊઠી છે.પરંતુ આ શૌચાલયની અંદર ઉભરાતી મુતરડી અને શૌચાલયના ગંદા પાણી તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે શૌચાલયમાં ખદબદતી ગંદકી સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગાંધી મેદાન સામે આવેલ જાહેર આ શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્યે એટલી માઝા મૂકી છે કે તેમાં પગ મૂકવામાં પણ ભારે પરેશાની વેઠવી પડે છે. ઠેર-ઠેર ગંદકી અને મળમૂત્રથી ભરેલા જોવા મળે છે સફાઈના નામે મીંડું જોવા મળે છે. ઘણા વખતથી લોકોની ફરિયાદ હોવા છતાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો કોઈ અસકરકારક પગલાં લેવામાં નથી આવતા સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાખે એવી દુર્ગંધથી આજુ-બાજુના દુકાનદારો રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે એક બાજુ સરકાર સફાઈ ઝુંબેશ ચલાવે છે અને આવી જાહેર જગ્યા પર એટલી ગંદકી અને બદબૂ આવે છે કે ત્યાંથી પસાર થતાં લોકોને પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને નીકળવું પડે છે.

વાંસદા જાહેર શૌચાલય ની સફાઈ ની જીમેદરી કોની? તંત્ર ની કે પછી વપરાશ કરતી જાહેર જનતાની?

આવી ગંદકીથી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વખતથી સફાઈ થતી નથી લોકો જાહેર શૌચાલયમાં જઈ શકે તેમ ન હોતાં પરેશાની ભોગવી રહ્યા છે બહાર ગામથી આવત લોકો માટે સુવિધા ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં જાહેરમાં અવરજવર ધરાવતા વિસ્તારમાં માત્ર એક જ જાહેર શૌચાલય છે તેમાં પણ ગંદકી જોવા મળે છે આવા દૃશ્યોથી ગ્રામ પંચાયત અજાણ છે ? ગંદકીમાંથી પસાર થવા મજબુર બનવું પડે છે.

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!! Read More »

Uncategorized ઓટો

મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

   પરખ  સંસ્થા સંચાલિત  સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા ચાંદટેકરી મોડાસા ખાતે નિ:શુલ્ક માર્ગદર્શન કેન્દ્રના સહયોગથી  મહિલા આંતરરાષ્ટ્રીય  દિવસ નિમિતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સંચાલક વિક્રમ બા દ્વારા મહિલાઓને આંતરરાષ્ટ્રીય દિવસની શુભકામનાઓ પાઠવી આંતરરાષ્ટ્રીય દિવસ વિશે તથા સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી તેમજ કેસ વર્કર શ્રધાબેન દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવા આવેલ. ચાઈલ્ડ લાઈનના કર્મચારી સમીમ બેન દ્વારા ચાઈલ્ડ હેલ્પ લાઈન વિશે તથા બાળકોના હક્કો વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર ના કેસવર્કર સીતાબેન દ્વારા પત્રિકા વિતરણ કરી સખી વન સ્ટોપ સેન્ટર નો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે.કાર્યક્રમમાં માર્ગદર્શન કેન્દ્રના કન્વીનર હારીથ ખાનજી, સહ કન્વીનર તાહિર ધન્સુરીયા અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ , તેમજ ચાંદ ટેકરીના જાગૃત નાગરિકો  હાજર રહ્યાં હતા.

મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી કરાઈ Read More »

Uncategorized આરોગ્ય

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી.

7/3/2023

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી.

ગુજરાત કારોબાર/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

બડોદરા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીપટેલ કીર્તિબેન અસ્વીનભાઈ તરફ થી. મુખ્ય એજન્ડા મુજબ ગામ માં દિકરીઓનો વ્યાપ વધે દીકરો દીકરી એક સમાન દિકરીઓનું મહત્વ વધે. તે માટે શાસ્ત્રો માં પણ કહેવાયું છે કે જ્યાં જ્યાં સ્ત્રી ઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.નારી તું નારાયણી એ વાક્યો નારીઓનું મહત્વ સમજાવી જાય છે.બડોદરા ગામ ના સરપંચશ્રી એ તેમની આગવી સૂઝબૂઝ થી ગ્રામજનોને વચન આપેલ હતું જે તેમને નિભાવ્યું અને પૂરું પણ કર્યું.ગામડાઓમાં હોળી નો તહેવારએ પરંપરાગત રીતે લોકો ઝેમ ની ઉજવણી કરતા હોય છે,બડોદરા ગામમાં જે કોઈ ના ઘરે લક્ષ્મીરૂપી બેબી નો જન્મ થયો હોય તેમને હાથે પહેરવાના ચાંદી ના પાટલા તેમજ પ્રથમ હોળી ની ઝેમ માટે ભેટરૂપી પતાશા હાયડા દીકરીઓના રૂબરૂ. ધરે જઈ મુલાકાત કરી સન્માન કર્યું હતું.અને વ્હાલી દીકરી નું ફોર્મ ભરવા માર્ગદર્શન આપેલ,હોળી ના દિવસે પ્રોજેકટ રૂપે,વ્હાલી દીકરી પ્રોજેક્ટ હેઠળ,ગામમાં દીકરી નો જન્મ થયો હોય તેને સરપંચ તરફથી ચાંદી ના હાથે પહેરવાના પાટલા મીઠાઈ માં આયડા (ઝેમ) માટે આપી દીકરી અને માતા બન્ને ને આવકારી વિશિષ્ટ સન્માન કરી ગામ ના હોળી ની ઉજવણી કરી અને ગામમાં ભણતર નું મહત્વ ,સરકાર ની વિવિધ યોજનાઓ,ગામ માં પડતી મુશ્કેલી નિવારવા પગલાં લેવા. વગેરે માહિતી માર્ગદર્શન આપેલ હતું.સરપંચશ્રી ના આ ઉમદા કાર્ય ને ગામલોકોએ ભારે સરાહના કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરેલ હતી.જેમાં અસ્વીનભાઇ પટેલ,વિજયકુમાર રાઠોડ,કનુભાઈ પરમાર,ડેડોર જયતિભાઈ,જશવંતભાઈ,મશરુભાઈ ડેપ્યુટી સરપંચ જેલીબેન હાજરી આપેલ હતી,મારુ ગામ આદર્શ ગામ એજ મારુ લક્ષ

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી. Read More »

Uncategorized આરોગ્ય

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રાગટ્ય કરવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી.

આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ છે. જે છઠ્ઠી માર્ચ સોમવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મલી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ Read More »

Uncategorized ક્રિકેટ