Gujarat

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.

રમેશ ગોસ્વામી “સારથિ”

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ની પ્રેરણાથી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ તેમજ શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ યુવક મંડળ કચ્છ પ્રદેશ દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ કૈ.વા. હષાઁબહેન રમેશગિરિ સ્મૃતિ કપ- ૨૦૨૩
ની મેગા ફાઈનલ મેચ અંજાર નગરપાલિકા સ્ટેડિયમ મધ્યે યોજાયી હતી.આ સમગ્ર ટુનાઁમેન્ટમાં કુલ ૨૬ ટીમો એ ભાગ લીધો હતો.જેમાંથી ૪ ટીમ મહિલાઓની હતી.ફાઈનલ મેચમાં ભુજ ની નવ્યા તેમજ નખત્રાણા ની શીવ શક્તિ ઇલેવન પહોંચી હતી.જેમા ફાઈનલ મેચમાં ભુજ ની નવ્યા ઇલેવન નો વિજય થયો હતો. જ્યારે મહિલા ક્રિકેટ ટીમ માં આશાપુરા ઇલેવન – ગાંધીધામ અને શ્રી શિવ શક્તિ ઇલેવન – માંડવી વચ્ચે રસાકસી જામી હતી. જેમાં શિવ શક્તિ ઇલેવન નો વિજય થયો હતો.( શિવ શક્તિ ઇલેવન નાં કેપ્ટન ઉર્વિબેન દર્શનગીરી ગોસ્વામી, વાઈસ કેપ્ટન કોમલ બેન ધર્મેશ ગીરી ગોસ્વામી).
આ સંપૂર્ણ ટુર્નામેન્ટ ના મુખ્યદાતા સમાજ નું ગૌરવ એવા શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી ( ભામાશા ) માનનિય પ્રમુખશ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ કચ્છ પ્રદેશ નું ઉપસ્થિત સૌએ વિશેષ સન્માન કરેલ હતું.આ સમગ્ર ટુર્નામેન્ટ અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના કર્મનિષ્ઠ પ્રમુખ શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી ની અધ્યક્ષતા માં રમાડવામા આવેલ.જેનો શુભારંભ રુદ્રાણી જાગિરના મહંતશ્રી લાલગીરી બાપુએ કરાવેલ.સમગ્ર ટુર્નામેન્ટ નું સફળ આયોજન અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ ના પ્રમુખ આશિષગીરી જયસુખગીરી ગોસ્વામી ની આગેવાની માં કરવામા આવ્યુ હતું.આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવવાની જહેમત મહામંડળ યુવક મંડળ ના પ્રમુખ જયેશગીરી ગુણવંતગીરી,ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ મંથનગીરી અતુલગીરી તેમજ મહામંત્રી કિશનગીરી જેઠીગીરી અને સવેઁ યુવાનો દ્વારા ઉઠાવવામાં આવી હતી.ક્રિકેટ ટુર્નામેન્ટ ની વિશેષ વ્યવસ્થા મિતેષગીરી,મેહુલપુરી તેમજ અમિતવન દ્વારા કરવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ માં કલ્પેશગીરી ચમનગીરી (મુખ્ય જીલ્લા સરકારી વકીલ),કચ્છ જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ,મંત્રી વસંતભાઈ કોડરાણી,અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઈ શાહ,મહામંત્રી દિગંતભાઈ ધોળકિયા તેમજ અશ્વિનભાઈ સોરઠીયા,ઉપપ્રમુખ ક્રિપાલસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહી ને ખેલાડીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું.
ફાઈનલ માં અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના મહામંત્રી ત્રંબકપુરી, પૂર્વ પ્રમુખ મનોજપુરી તુલસીપુરી,ગુજરાત મહામંડળ ના ઉપપ્રમુખ દેવેન્દ્રગીરી રેવાગીરી,અખિલ કચ્છ મહિલા મંડળ ના પ્રમુખ દક્ષાબહેન,મહામંડળ મહિલા મંડળ ના પ્રમુખ મીનાબહેન,તેમજ દરેક તાલુકા ના આગેવાનો તેમજ યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,અંજાર શહેર યુવા ભાજપ ના સંજયભાઈ સોરઠીયા, પાર્થભાઈ ખાંડેકા,ભૌતિકભાઈ શાહ,નિરવભાઈ પંડ્યા વગેરે સામાજીક તેમજ રાજકિય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દશનામ ગોસ્વામી સમાજ ની આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને જીલ્લા ભર માં થી સમાજ ના લોકો ને સાથ સહકાર આપ્યો હતો. આઇપીએલ જેવી રસાકસી જામી હતી.અત્રે ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.લાઈવ પ્રસારણ ને સમસ્ત ગુજરાત ગોસ્વામી સમાજે મેચ માણી હતી.

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું. Read More »

Uncategorized ઓટો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૩-૨૪ રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી યોજનાઓના અમલીકરણથી ધોરણ ૧ થી ૮ની બાળાઓનો ડ્રોપઆઉટ દર ૨૨.૮ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો  

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી  

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાણી

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો

વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં રાજ્યની શાળાઓમાં નવા ૧.૪૨ લાખ વર્ગખંડોનું નિર્માણ: પહેલા ૩૮ વિદ્યાર્થી દીઠ એક વર્ગખંડ હતો, જ્યારે હવે ૨૬ વિદ્યાર્થી દીઠ એક વર્ગખંડ ઉપલબ્ધ
  
વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરાઈ

‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા. વડાપ્રધાનશ્રીએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આગામી તા.૧૨ થી ૧૪ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૦મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’ની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રીશ્રી કચ્છથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને કરશે.

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરુ થયો તે પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫.૦૫ ટકા હતો. ધોરણ-૧માં વિદ્યાર્થીઓના નામાંકન દરને ૧૦૦ ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે.

શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. એ સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો ડ્રોપઆઉટ રેટ ૧૮.૭૯ ટકા હતો, અને ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ ૧૦.૧૬ ટકા હતો. પરંતુ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો.

વર્ષ ૨૦૦૪-૦૫ સુધી રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ જ ઓછો હતો, જેના પરિણામે શાળાના વર્ગોમાં કુમાર અને કન્યાના પ્રમાણમાં અસમાનતા જોવા મળતી હતી. આ સમસ્યાના સમાધાન માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ ૨૦૦૪-૦૫માં ધોરણ ૧ થી ૮ની કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ ૨૨.૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૦૧ ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ ૧ થી ૫ નો ગર્લ ચાઈલ્ડ ડ્રોપઆઉટ રેટ ૧૧.૭૭ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧.૧૬ ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ અઢળક વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો ૩૮:૧ એટલે કે સરેરાશ ૩૮ વિદ્યાર્થી દીઠ ૧ વર્ગખંડ ઉપલબ્ધ હતો. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા ૧.૪૨ લાખ જેટલા વર્ગખંડોનું નિર્માણ કરવાથી આ રેશિયો ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૬:૧ સુધી પહોંચ્યો હતો.

આટલું જ નહિ, વર્ષ ૨૦૦૧-૦૨માં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર પણ ૪૦:૧ હતો, એટલે કે રાજ્યમાં પ્રતિ ૪૦ વિદ્યાર્થી માત્ર એક શિક્ષક ઉપલબ્ધ હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૨૧-૨૨ના સમયગાળા દરમિયાન બે લાખથી વધુ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેના પરિણામે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર ૨૦૨૧-૨૨માં સુધરીને ૨૮:૧ થયો હતો. નોંધપાત્ર બાબત તો એ છે કે, ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર અન્ય રાજ્યોની સરખામણીએ અને રાઈટ ટુ એજ્યુકેશનના નિયમોમાં દર્શાવેલ વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તર કરતા આગળ છે.

આમ, જોવા જઈએ તો ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વર્ષ ૨૦૨૧માં થયેલા નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનો સમાવેશ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં થયો હતો. આ ઉપરાંત ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે ૧૦૦૦ માંથી ૯૦૩ અંક મેળવી ટોચનું પ્રદર્શન કરતા રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૩-૨૪ રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી યોજનાઓના અમલીકરણથી ધોરણ ૧ થી ૮ની બાળાઓનો ડ્રોપઆઉટ દર ૨૨.૮ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો   Read More »

Uncategorized ઓટો

વારેણા આશ્રમશાળા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

શોર્યધામ ફાગવેલ ટ્રસ્ટ ના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

સમાજના શિક્ષિત આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

શોર્યધામ ફાગવેલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભૂપતસિંહ સોલંકી દ્વારા શોર્યધામ ફાગવેલ ના ટ્રસ્ટ ને પચ્ચીસ હજારનો ચેક અર્પણ કરી અનુદાન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના 95 જેટલા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

જેમાં શોર્યધામ ફાગવેલ ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર સહિત હોદ્દેદારો, રૂપસિંહ ચૌહાણ, અમૃતસિંહ ઠાકોર,સી.એન.બારીયા, ટ્રસ્ટી ભૂપતસિંહ સોલંકી , બાયડ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રમુખ ભોલસિંહ પરમાર,પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, માનસિંહ સોઢા, bkts પ્રમુખ મહેશસિંહ ઠાકોર, દોલતસિંહ સોલંકી, અદેસિંહ ચૌહાણ એન.કે.સોલંકી સહિત સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી સારા ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી.

વારેણા આશ્રમશાળા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો Read More »

Uncategorized ઓટો

મોડાસામાં ગાયત્રી પરિવાર- પારિવારિક યુવા સંમેલન યોજાયું વિશ્વની દિશા અને દશા બદલી શકે છે યુવા : જીગર ઠક્કર

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જીપીવાયજીના યુવાનોએ પ્રકૃતિ અને સમાજ સેવા માટે કર્યું ચિંતન મંથન.

મોડાસા, 12 જુન: યુવાઓને વધુ વેગવાન બનાવવા યુવાનોનું પારિવારિક યુવા સંમેલન ૧૧ જૂન, રવિવારે મોડાસા ખાતે યોજાયું . મુખ્ય અતિથિ ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ના જયસુખભાઈ ચાપલા તથા રશિલાબેન ચાપલા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી શુભારંભ થયો. વિશેષ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. અરવિંદભાઈ કંસારાના મધુર અવાજમાં યુવાઓ માટે જોશભર્યા પ્રજ્ઞાગીત સંગીતથી યુવાનોમાં નવિન ઉત્સાહનો સંચાર થયો. કોર્પોરેટ જગત તથા યુવા વર્ગના ઉદ્બોધન માટે પ્રસિદ્ધ એવા વડોદરાથી આવેલ જીગરભાઈ ઠક્કરે પોતાના ઉદ્બોધનમાં સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે. આ યુવાનો યોગ્ય રાહ પર ચાલે તો વિશ્વની દશા અને દિશા બદલી શકે છે. યુવાઓના ઉત્થાન માટે આદર્શો વિષે ખૂબ જ ઝીણવટ ભરી રજૂઆત કરી. યુવાવસ્થામાં અનેક સપનાઓને સાકાર કરવાનો સમય હોય છે. ગુજરાતના ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ .આ કવિતા રચનાત્મકતા તરફ યુવાનોને દિશા નિર્દેશ કરે છે. યુવાનીમાં રચનાત્મકતા અને સૃજનાત્મકતા ના હોય તો યુવાની એળે જાય છે. રચનાત્મકતાનું બીજુ નામ છે યુવા. આ વાક્ય આ સંમેલનના મોટીવેટર કિરણ પટેલે લવ યુ જીંદગી વિષય પર ઉદ્બોધનમાં જણાવ્યું. ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ, ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોનીએ યુવાનો માટે હાલના વિકટ સમયમાં ભયસ્થાનોથી બચવા માટે હ્રદયની વેદના ભર્યા અવાજમાં પોતાના વિચારો રજુ કર્યા. જન સેવાના કાર્યો વિષે યુવાઓની ફરજો પર પ્રકાશ પાડ્યો. ઉપસ્થિત સૌ યુવા ભાઈઓ બહેનોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. સૌએ ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ જીપીવાયજી- મોડાસા દ્વારા ચાલતી જન સેવાકિય અને પ્રકૃતિને અનુસરણ જીવન માટેની પ્રવૃતિઓ વધુ વેગવાન બનાવવા પોતાની તૈયારી બતાવી. આ માટે યુવા જિલ્લા સંયોજક ભાર્ગવભાઈ પ્રજાપતિએ દરેક આંદોલનો માટે અલગ અલગ ટીમોની રચના કરવા રજૂઆત કરી. જેથી જીપીવાયજી દ્વારા ચાલતી પ્રવૃતિઓ વધુ વેગવાન થઈ શકે. આ માટે સૌ યુવાઓનો સમય તેમજ પોતાની શક્તિઓ સમાજ સેવામાં લગાવવા આહવાન કરવામાં આવ્યું. જેમાં સૌ યુવાઓએ પોતાના રસપ્રદ આંદોલનમાં સહભાગી થવા બસોથી વધુ યુવા ભાઈ- બહેનોએ સંકલ્પ કર્યા.
આ પારિવારિક યુવા સંમેલન સફળ બનાવવા જીપીવાયજી મોડાસાની ટીમના સૌ યુવાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનનું સંચાલન સ્વાતિબેન કંસારાએ કર્યું.

મોડાસામાં ગાયત્રી પરિવાર- પારિવારિક યુવા સંમેલન યોજાયું વિશ્વની દિશા અને દશા બદલી શકે છે યુવા : જીગર ઠક્કર Read More »

Uncategorized ખેતીવાડી

મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીનો પ્રથમ સેમિનાર આજે વાપીમાં યોજાયો હતો.

એહવાલ તંત્રી અનીસ શેખ

સૌથી મહત્વની વાત એ છે કે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં સ્થાનિક પ્રિન્ટ મીડિયા પેપર માલિકોના સહયોગથી આ સંસ્થાની રચના કરવામાં આવી હતી.*

પત્રકારોના હિતોની રક્ષાની સાથે સાચા પત્રકારત્વની સમજ આપવામાં આવી હતી.*

*મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રથમ સેમિનારનું આયોજન અતિથિ હોટલ, વાપી ખાતે કરવામાં આવ્યું હતું.*

*આ કાર્યક્રમમાં વાપી જિલ્લા કોર્ટના સરકારી વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.*

આ પ્રસંગે વાપી જિલ્લા કોર્ટના સરકારી એડવોકેટ અનિલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પત્રકારોનું મનોબળ વધાર્યું હતું અને મંચનું સંચાલન અશોક ભાઈ ઠાકુરે કરી સંસ્થાના આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.*

પત્રકાર એકતા પરિષદ સંગઠન ના વલસાડ જિલ્લા પ્રમુખ અનીસ શેખ નુ સન્માન મિડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ના પ્રમુખ  અને સેક્રેટરી એ કર્યું હતું,. મિડિયા ચેરીટેબલ ટ્રસ્ટ ને ગુજરાત ના સૌથી મોટા સંઘઠન પત્રકાર એકતા પરિષદ સાથે જોડી પ્રત્રકારો ના હિતોનુ રક્ષણ કરીશું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત ના ૩૩, જિલ્લા ઓ મા કાર્યરત છે મીડીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના દરેક સભ્યને પાલિતાણા મા થનારા મહા પત્રકાર અધિવેશન મા જોડાવા આમંત્રિત કરાયા!!*

જેમાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, સેલવાસ, દમણના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.*

*વલસાડ જિલ્લા VHP પ્રમુખ પિયુષભાઈ જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા જેનું મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયરૂપ દાસ ઉર્ફે જગદીશભાઈ વૈષ્ણવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.*


મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રમુખ જય રૂપદાસ વૈષ્ણવ ઉર્ફે જગદીશ ભાઈએ આ ટ્રસ્ટની યોજના વિશે માહિતી આપી હતી. આ સાથે પત્રકારોના હિતમાં અનેક કાર્યો કરવા જણાવ્યું હતું, પત્રકારો સાથે કોઈ અઘટિત ઘટના બને તો અમારી સંસ્થા પત્રકારને હંમેશા સાથ આપશે. આ સાથે પત્રકારોનો વીમો, મેડિકલ અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને અન્ય સંસ્થાઓ સાથે સમાજ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના વરિષ્ઠ સંવાદદાતા
અશોક ભાઈ ઠાકોર, દેવાંગ દેસાઈ, અશોક જોષી, કાશીનાથ પવાર, રાહુલ સૂર્યવંશી, કુલદીપ ભાઈ, તેજસ ભાઈ દેસાઈ, કેયુર રોણવેલીયા, મિતેશ ભાઈ, સમીર ગોયલ, નીતિન પટેલ, પ્રદીપ ભાઈ દેસાઈ, કુલદીપ ભાઈ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના સેમિનારનું આયોજન કર્યું હતું. પત્રકારો અને જગદીશભાઈએ આભાર વ્યક્ત કર્યો અને સન્માનિત કરવામાં આવ્યા.

મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું, અનેક સામાજિક સંસ્થાઓના લોકોએ પ્રમુખ જયરૂદાસ વૈષ્ણવ ઉર્ફે જગદીશ ભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જીલ્લા પ્રમુખ પિયુષ શાહ, અનિકેત શાહ, હિન્દુ સેનાના શેલેન્દ્ર મિશ્રા, અભિજીત શુક્લનું સ્વાગત કર્યું. , અને કરણી સેનાના ગજેન્દ્રભાઈએ પણ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રમુખ અને સમગ્ર ટીમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
આજે આ સંગઠનની રચનામાં 40 પત્રકારો હાજર રહ્યા હતા અને તે બધાએ તે સંસ્થાનું કામ કર્યું હતું.પ્રસંશાના અંતે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી સોનિયા ચૌહાણે તમામ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કારોબારી મંડળની રચના કરવાની જાહેરાત કરી હતી. સંસ્થા અને પત્રકારોના હિતમાં અનેક પહેલ કરવામાં આવી હતી.સૂચન સાથે કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું મહિલાઓનું સ્વાગત સેક્રેટરી સોનિયા ચૌહાણ અને સેમ શર્મા જોઈન્ટ ટ્રેઝરર દ્વારા સમારંભમાં આવેલા મહેમાન તરીકે આ સંસ્થાના વડા જયરૂપ દાસ વૈષ્ણવ ઉર્ફે જગદીશ, ઉપપ્રમુખ મોહમ્મદ. અલી મકંદર, સેક્રેટરી સોનિયા ચૌહાણ, ખજાનચી ક્રિષ્ના ઝા જોઈન્ટ ટ્રેઝરર સેમ શર્મા, સલાહકાર ઈકરામ સૈયદ અને કિન્નર દેસાઈએ આ સંસ્થાને સફળ બનાવી હતી, જેમાં પધારેલા મહેમાનો અને પત્રકારોએ ટીમનો આભાર માન્યો હતો, ત્યારબાદ સમૂહ ભોજન કરાવીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. .

મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીનો પ્રથમ સેમિનાર આજે વાપીમાં યોજાયો હતો. Read More »

Uncategorized આરોગ્ય

વૃદ્ધ મહિલાની છેડતી કરનાર રોમિયોને કાયદાનું ભાન કરાવતી અરવલ્લી 181 મહિલા અભયમ ટીમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં 181 મહિલા અભયમ ટીમ ઉપર પીડીતા બહેનનો કોલ આવ્યો હતો. જેમાં તેમણે જણાવેલ કે રિક્ષાવાળા ભાઈ દ્વારા તેમની છેડતી કરવામાં આવેલ છે. તે સમયે ફરજ પર હાજર 181 ટીમના કાઉન્સિલર મનીષાબેન મકવાણા અને તેમની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી બેનનું કાઉન્સિલિંગ કર્યું જેથી કાઉન્સિલિંગ કરતા પીડિત મહિલાએ જણાવેલ કે તેઓ મોડાસાથી માલપુર જવા માટે મોડાસા ચોકડીથી રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન સાકરીયાથી આગળ જતા રિક્ષાવાળા ભાઈએ બાથરૂમ જવાના બહાને રીક્ષા ખેતરમાં લઈ ગયા હતા. ત્યારે પીડીતાબેન રિક્ષામાંથી ઉતરી બીજી સાઈડ ઊભા રહી ફોનમાં જોતા હતા તે દરમિયાન આ રોમિયોએ પાછળથી આવી પીડિત મહિલાનો ફોન હાથમાંથી લઈ લીધો અને બેનના કપડા કાઢી છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પીડિત મહિલાએ હિંમત રાખી તેના જોડેથી ફોન ખેંચી લઈ 181 પર જાણ કરી હતી, આથી 181 મહિલા અભયમ ટીમ તરત જ સ્થળ ઉપર જઈ રોમિયોને ધમકાવી પીડિત મહિલાની માફી મંગાવી અને વૃદ્ધાનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ પીડિત મહિલાની અરજીને આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રોમિયોને સોંપી દેવામાં આવ્યો જે હેઠળ આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

વૃદ્ધ મહિલાની છેડતી કરનાર રોમિયોને કાયદાનું ભાન કરાવતી અરવલ્લી 181 મહિલા અભયમ ટીમ Read More »

Uncategorized ઓટો

મહારાષ્ટ્ર ની એક ગર્લ્સ હોસ્ટેલમાં બાળકી પર બળાત્કાર કર્યાં બાદ તેની હત્યા, જેવ્યક્તિ પર શંકા હતી એનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો

CRIME REPORT : ANIS SHEKH

મુંબઈના મરીન ડ્રાઈવમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈની સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં 18 વર્ષની યુવતીની નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. આ કિસ્સામાં, શંકાસ્પદ સુરક્ષા ગાર્ડે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. મૃતકની ઓળખ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે, જે તે જ હોસ્ટેલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. આના એક દિવસ પહેલા મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મુંબઈના મરીન ડ્રાઈવમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈની સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં 18 વર્ષની યુવતીની નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. આ કિસ્સામાં, શંકાસ્પદ સુરક્ષા ગાર્ડે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. મૃતકની ઓળખ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે, જે તે જ હોસ્ટેલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. આના એક દિવસ પહેલા મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, પોલીસને શંકા છે કે રેપ બાદ બાળકીની હત્યા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેનો રૂમ બહારથી બંધ હતો અને તે અંદરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે અને તેના ગળામાં દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો. જો કે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

મહારાષ્ટ્ર ની એક ગર્લ્સ હોસ્ટેલમાં બાળકી પર બળાત્કાર કર્યાં બાદ તેની હત્યા, જેવ્યક્તિ પર શંકા હતી એનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો Read More »

Uncategorized આરોગ્ય

વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વીલેજ માં સમાવેશ કરવમાં આવ્યો. જાણો ક્યાં ક્યાં ગામોને સ્માર્ટ વિલેજ તરીકે સીએમ એ ઓળખ આપી

એહવાલ અનીસ શેખ

વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સમાવેશ થાય છે. વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે. આ ત્રણેય ગામોમાં અદ્યતન પંચાયત કચેરી બનેલી છે.મોટા ભાગની કામગીરી ઓનલાઇન પણ થઇ રહી છે. સરકારની જાહેરાતથી ત્રણેય ગામોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકાદીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે ફક્ત એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વ ભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે,ત્યારે વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વિલેજમાં સમાવેશ થયો છે,જેમાં વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે.સરકારે આ ત્રણેય ગામોની સુવિધા અને માપદંડોના આધારે પસંદગી કરી છે.અઘત્તન પંચાયત કચેરી અને મોટા ભાગની કામગીરી ઓનલાઇન પણ થઇ રહી છે. સરકારની જાહેરાતથી ત્રણેય ગામોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

સ્માર્ટ વિલેજથી ફાયદો થશે
રાજય સરકારે મોરાઇ ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યું છે. સ્માર્ટ વિલેજની ઓળખના કારણે ગામને ફાયદો થશે. ઝડપથી મોરાઇ ગામનો વિકાસ થશે.ગામના સર્વાંગી વિકાસ માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જોકે, આ મુદ્દે હજુ સરકારની કોઇ ગાઇડ લાઇન પંચાયતને મળી નથી. જેની રાહ જોવાઇ રહી છે. > પ્રતિક પટેલ, સરપંચ,મોરાઇ તા.વાપી

વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વીલેજ માં સમાવેશ કરવમાં આવ્યો. જાણો ક્યાં ક્યાં ગામોને સ્માર્ટ વિલેજ તરીકે સીએમ એ ઓળખ આપી Read More »

Uncategorized ખેતીવાડી

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર .

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી હતી.ભૂતપૂર્વ તાલીમાર્થી સાથે તેમને પરામર્શ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. સતત બીજા દિવસે જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રશસ્તિ પરીકએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર . Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભીખૂસિંહ પરમાર

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભિખુસીંહ પરમારે હાજરી આપી હતી.

ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘના લોકો સાથે મળી મંત્રીશ્રી એ ચર્ચા કરી અને ખુશી વ્યક્ત કરી.

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભીખૂસિંહ પરમાર Read More »

Uncategorized ક્રિકેટ