ઓટો

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

રમેશ ગોસ્વામી “સારથિ”

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તારીખ ૫-૬-૨૦૨૩ નાં દિવસે સંતો,મહંતો આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ ની ઉપસ્થિતિ માં ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપન કરવા માં આવશે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ની પ્રેરણા થી , શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી મહિલા મંડળ, શ્રી ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ કચ્છ પ્રદેશ, શ્રી દશનામ ગોસ્વામી સમાજ – અંજાર, મહિલા મંડળ, યુવક મંડળ સહિત સમગ્ર સમાજ ના સુંદર સહયોગ થી યોજાવા જઈ રહેલ આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નાં કૈ.વા.હર્ષાબેન રમેશગીરી ગોસ્વામી સ્મૃતિ કપ – ૨૦૨૩ એનાયત કરવામાં આવશે. આયોજન ના મુખ્ય દાતા ગોસ્વામી સમાજ નું ગૌરવ, ઉદાર દિલ દાતા, સમાજ શ્રેષ્ઠી શ્રી રમેશ ગીરીજી કરશન ગીરીજી ગોસ્વામી ( માન.પ્રમુખ શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ, કચ્છ પ્રદેશ. મોમાય કન્સટ્રકશન – મુન્દ્રા) નાં સુંદર સહયોગ થી આ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નાં નિયમો મુજબ ગુજરાત ગોસ્વામી ( ગીરી, પુરી, ભારતી, સરસ્વતી,સાગર, પર્વત, અરણ્ય,તીર્થ, વન, આશ્રમ) પુરતી મર્યાદિત છે. આઇ ડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત છે. આ ટુર્નામેન્ટ ભારે બોલ થી રમાડવા માં આવશે.૧૦-૧૦ ઓવર રહેશે. સેમી ફાઇનલ અને ફાઇનલ ૧૨-૧૨ ઓવર ની રહેશે. અંપાયાર નો નિર્ણય આખરી અને ફાઇનલ રહેશે. આ ટુર્નામેન્ટ માં ફેરફાર કરવા નો અધિકાર આયોજકો નો રહેશે. એન્ટ્રી ફી ચાર હજાર છે, જે નામ નોંધાવતી વખતે ઓનલાઇન જમા કરાવવા નાં રહેશે.મેચ થી ત્રીસ મિનિટ વહેલું આવવા નું રહેશે. એક ટીમ માં ૧૫ ખેલાડીઓ સુધી જ રમી શકશે. આ ટુર્નામેન્ટ માત્ર ૧૮ ટીમ ની જ હોવા થી વહેલા તે પહેલા નાં ધોરણે નામ નોંધવા માં આવશે. વિજેતા ટીમ પ્રથમ ને ૨૧ હજાર નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે વિથ ટ્રોફી. રનર્સ ટીમ ને ૧૧ હજાર વિથ ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝ રોકડ સાથે ટ્રોફી, બેસ્ટ બોલર, બેસ્ટમેન રોકડ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવશે. મેગા ફાઇનલ સ્મૃતિ નરેશગીરીજી ( રાજ) સુરેશ ગીરીજી ગોસ્વામી , ફાઇનલ મેચ નાં રોજ મહિલાઓ માટે એક મેચ નું આયોજન કરવામાં આવશે. ગોસ્વામી સમાજ ના વિવિધ પ્રાંત, ગામ માં થી ટીમ નું નામ નોંધાવવા સામાજિક પ્રતિનિધિઓ નો સંપર્ક કરે. મેહુલ પુરી ભગવાન પુરી ગોસ્વામી ( મંત્રી શ્રી દશનામ ગોસ્વામી સમાજ – અંજાર) ૯૬૬૨૦૪૪૫૪૩, મિતેષગીરી ભરતગીરી ગોસ્વામી ( શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ કન્વીનર શ્રી રમત ગમત સેલ) ૯૮૭૯૮૪૪૬૪૫, અમિતવન ચંદુવન ગોસ્વામી ( શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ કન્વીનર શ્રી રમત ગમત સેલ) ૯૯૭૯૮૯૫૬૯૮, બેનર તથા સ્પોન્સર માટે સંપર્ક આશિષગીરી જયસુખગીરી ગોસ્વામી ( પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ) ૯૦૩૩૯૯૬૧૬૬, કિશનગીરી જેઠીગીરી ગોસ્વામી ( શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ મહામંત્રી શ્રી યુવક મંડળ ) ૯૮૭૯૦૦૦૧૭૫ , જયેશગીરી ગુણવંતગીરી ગોસ્વામી ( પ્રમુખશ્રી મહા ગુજરાત ગોસ્વામી સમાજ યુવક મંડળ – કચ્છ પ્રદેશ), ૯૭૩૭૧૯૯૦૪૮ , રાહુલગીરી સુભાષગીરી ગોસ્વામી ( મહામંત્રી શ્રી મહા ગુજરાત ગોસ્વામી સમાજ યુવક મંડળ, કચ્છ પ્રદેશ), ૯૯૭૯૯૦૭૨૯૫ .
અંજાર નગરપાલિકા સ્ટેડિયમ ખાતે યોજાનાર આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ માં નામ નોંધવા નું ચાલુ હોઈ ગોસ્વામી સમાજ નામ નોંધાવે એવું આયોજકો એ જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા પ્રમુખ શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ કચ્છ પ્રદેશ શ્રી રમેશગીરીજી બાપુ,
શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી અમૃતગીરીજી બાપુ, મહિલા મંડળ, યુવક મંડળ તથા સમાજ ના નિષ્ઠા વાન સમાજ પ્રેમીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન Read More »

Uncategorized ઓટો

સેવા અને શ્રમનું દાન કરી શામળિયાની અસીમકૃપા મેળવીએ,આવો, શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

શામળિયા ઠાકોરના દર્શન સાથે કરીએ સફાઈ અભિયાન રૂપી સ્તુતિ,તા.૨૨ એપ્રિલના રોજ સવારે ૮ થી ૧૧ દરમિયાન શામળાજી પહોંચીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ,યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ એપ્રિલ શનિવારથી રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાશે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.જિલ્લા કલેકટરશ્રી દ્વારા સફાઈ અભિયાનને લઈને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચન કરાયું. તેમણે જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. આ સફાઈ અભિયાન સવારે ૮ વાગ્યે શરૂ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે.જેમાં શામળાજી પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. સેવા અને શ્રમનું દાન કરી પ્રભુની અસીમકૃપા મેળવવા જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

સેવા અને શ્રમનું દાન કરી શામળિયાની અસીમકૃપા મેળવીએ,આવો, શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના હોદેદારોની વરણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના હોદેદારો ની વરણી કરવામાં આવી હતી.શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ છેલ્લા સવાસો વર્ષ થી મુંબઈ માં કાર્યરત છે. ઘણાં મહાનુભાવો એ સમાજ ની એકતા, અખંડતા માટે જીવન ભર મહેનત કરી ને સમાજ ને એક તાંતણે બાંધી રાખ્યો છે. સમૂહ લગ્નોત્સવ, સામાજિક મેળાવડા, ક્રિકેટ ટુર્નામેન્ટ, સંતવાણી, સરસ્વતી સન્માન, પરિચય મેળો, શિવરાત્રી ના ભજન, સહિત અનેક કાર્યક્રમો યોજાય છે. તાજેતર માં હોદેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ શ્રી શંકરગીરી ઓધવગીરી ગોસ્વામી, ઉપ પ્રમુખ શ્રી જયંતીગીરી ખીમગીરી ગોસ્વામી, મહામંત્રી શ્રી શૈલેષપુરી જેરામપુરી ગોસ્વામી, મંત્રી શ્રી નીરવવન રસિકવન ગોસ્વામી, સહમંત્રી શ્રી કલ્પેશગીરી શંકરગીરી ગોસ્વામી , ખજાનચી શ્રી ભરતગીરી દામોદરગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી શાંતુગીરી પોપટગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભારતી મોહનભારતી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી પ્રશાંતગીરી સુરેશગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી રાજેશગીરી જયંતીગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી હરેશગીરી ચેતનગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી હરેશગીરી માધવગીરી ગોસ્વામી ની વરણી કરવામાં આવી હતી. તમામ હોદેદારો ને ઠેર ઠેર થી અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ ના પ્રમુખ શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી, શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ ના મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી મીનાબેન ગોસ્વામી,અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી, શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી દક્ષાબેન હિતેશપુરી ગોસ્વામી તથા બંને કમિટી નાં હોદેદારો, સમાજ ના લોકો એ નવ નિયુક્તિ હોદેદારો ને અભિનંદન પાઠવ્યા હતા.એવું મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી શંકરગીરી એ અખબારી યાદી માં જણાવ્યું હતું.

શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના હોદેદારોની વરણી કરાઈ Read More »

Uncategorized ઓટો

શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ – કચ્છ પ્રદેશ ના હોદેદારો વરાયા

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ભુજ: શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ – કચ્છ પ્રદેશ ના હોદેદારો ની કચ્છ ભર ના વિવિધ પ્રાંત માં થી આવતા સમાજ ના ઉત્સાહી, કાર્યનિષ્ઠ સમાજ પ્રેમી ભાઈઓ, બહેનો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.મહા મંડળ ના પ્રમુખ શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી, ઉપ પ્રમુખ શ્રી દેવેન્દ્રગીરી રેવાગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી મનોજપુરી તુલસીપુરી ગોસ્વામી, ઉપ પ્રમુખ શ્રી યુવક મંડળ મંથનગીરી અતુલગીરી ગોસ્વામી અને મહા મંડળ નાં વડીલો ની અધ્યક્ષતા માં મળેલ બેઠકો માં નીચે મુજબ ના નામો ની પસંદગી કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી મહિલા મંડળ શ્રીમતિ મીનાબેન ડી.ગોસ્વામી, પ્રમુખ શ્રી યુવક મંડળ જયેશગીરી ગુણવંતગીરી ગોસ્વામી,મહામંત્રી શ્રી શૈલેષપુરી બાબુપુરી ગોસ્વામી, ઉપ પ્રમુખ શ્રી સુરેશગીરી રેવાગીરી ગોસ્વામી ( નખત્રાણા), ઉપ પ્રમુખ શ્રી શિવપુરી કેવળપુરી ગોસ્વામી ( પલાંસવા), ઉપ પ્રમુખ શ્રી નિલેશપુરી નેમપુરી ગોસ્વામી ( લાખાપર, મુન્દ્રા), મંત્રી શ્રી ચમનગીરી રણછોડગીરી ગોસ્વામી ( રાપર), મંત્રી શ્રી મુકેશપુરી વેલપુરી ગોસ્વામી ( માધાપર), મંત્રી શ્રી દમનગીરી હીરા ગીરી ગોસ્વામી ( ભચાઉ), મંત્રી શ્રી સચિન ભારતી લક્ષ્મણ ભારતી ગોસ્વામી ( અંજાર), સહ મંત્રી શ્રી પ્રવીણગીરી પ્રેમગીરી ગોસ્વામી ( માંડવી), સહ મંત્રી શ્રી ખેતગીરી માયાગીરી ગોસ્વામી ( હમીરપર), મિડિયા સેલ કન્વીનર શ્રી રમેશપુરી ઉમેદપુરી ગોસ્વામી ( લાકડિયા), ખજાનચી શ્રી
યોગેશપુરી હરિપુરી ગોસ્વામી ( નખત્રાણા), ઉપ પ્રમુખ શ્રી સુરેશપુરી ચંદુપુરી ગોસ્વામી ( ભીમાસર – ભૂટકિયા), ઉપ પ્રમુખ શ્રી સાવનગીરી ગિરીશગીરી ગોસ્વામી ( અંજાર), ઉપ પ્રમુખ શ્રી અમૃતગીરી હરિગીરી ગોસ્વામી ( રાપર), ઉપ પ્રમુખ શ્રી દીપકગીરી કિશોરગીરી ગોસ્વામી ( ભુજ), મંત્રી શ્રી મેહુલ ગીરી જયંતી ગીરી ગોસ્વામી ( બરાયા), મંત્રી શ્રી અંકિતગીરી શિવગીરી ગોસ્વામી ( ભુજ), મંત્રી શ્રી રાજેશગીરી ચતુરગીરી ગોસ્વામી ( ભચાઉ), મંત્રી શ્રી પ્રજ્ઞેશગીરી ધીરજગીરી ગોસ્વામી ( ભુજ), મંત્રી શ્રી ઘનશ્યામગીરી વેલગીરી ગોસ્વામી ( ભુજ), મંત્રી શ્રી કિરણપુરી લહેરપુરી ગોસ્વામી ( નખત્રાણા), સહમંત્રી શ્રી તુલસીપુરી હરિપુરી ગોસ્વામી ( માંડવી), સહમંત્રી શ્રી તુલસીગીરી અર્જુનગીરી ગોસ્વામી ( ભુજ), સહમંત્રી શ્રી કુલદીપપુરી જીતેન્દ્રપુરી ગોસ્વામી ( નખત્રાણા), સહ મંત્રી શ્રી દીક્ષિતગીરી અરવિંદગીરી ગોસ્વામી ( લખપત), સહ મંત્રી શ્રી અમૂલગીરી જયંતીગીરી ગોસ્વામી ( વિરાણી મોટી), સહ મંત્રી શ્રી સંદિપગીરી રમેશગીરી ગોસ્વામી ( ચકાર કોટડા), તથા મહિલા મંડળ માં ઉપપ્રમુખ શ્રી પુજા બેન ઉપેન્દ્રગીરી ગોસ્વામી ( ગાંધીધામ), ઉપપ્રમુખ શ્રી પ્રેમિલાબેન ગોવિંદપુરી ગોસ્વામી ( દેવપર – યક્ષ), ઉપપ્રમુખ શ્રી હર્ષીતાબેન સુરેશગીરી ગોસ્વામી (માધાપર ), મંત્રી શ્રી ગોદાવરીબેન મોહનગીરી ગોસ્વામી ( ભચાઉ), મંત્રી શ્રી હેમલતાબેન શંકરભારતી ગોસ્વામી ( માંડવી), સહમંત્રી શ્રી રેખાબેન ગોસ્વામી ( ગાંધીધામ), સહમંત્રી શ્રી કલ્પનાબેન ગોસ્વામી ( ગળપાદર), સહમંત્રી શ્રી દિપાબેન દિલીપગીરી ગોસ્વામી ( ભુજ), ખજાનચી શ્રી મિતલબેન રમેશગીરી ગોસ્વામી ( ગાંધીધામ) ની વરણી કરવામાં આવી હતી.સમાજ માં એકતા અખંડતા માટે સતત કાર્યરત શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ અને મહા ગુજરાત દશનામ મહા મંડળ શિક્ષણ,આરોગ્ય, ધર્મ,આધ્યાત્મ એમ અનેક મુદ્દે જાગૃતિ અને કાર્ય કરે છે. છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે એવું પ્રમુખ શ્રી રમેશ ગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું.

શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ – કચ્છ પ્રદેશ ના હોદેદારો વરાયા Read More »

Uncategorized ઓટો

વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપનાને ઉડાન આપી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં રીચાબેન રાજીવભાઈ વણકરને મળી વિદેશ અભ્યાસ માટે સહાય ઓસ્ટ્રેલિયામાં કરી રહ્યા છે અભ્યાસ

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના કોટડાઆંબાગામ ના રિચાબેનને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત 15 લાખની સહાય મળતા તેઓ ઓસ્ટ્રેલિયા ભણવાનું સ્વપ્ન સાકાર થયું છે.રિચાબેન અને તેમના પરિવાર સાથે સંવાદ કરતા જાણવા મળ્યું કે, રિચાને વિદેશમાં ભણવા જવાનુ સપનું રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત પૂરું થયું છે. આજે રિચા ઓસ્ટ્રેલિયામાં ભણી રહી છે.વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું કોઈ પણ અવરોધ વગર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની સહાય માટે અમે આભારી છીએ.અનુસૂચિત જાતિના તેજસ્વી યુવાઓની સિદ્ધિ તથા સફળતા આડે નબળી આર્થિક પરિસ્થિતિ ન આવે તે માટે રાજ્ય સરકારે તેઓના શમણા સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે.શિક્ષણ એ સુસંસ્કૃત સમાજનો પાયો છે. આ પાયાને વધુ મજબૂત બનાવી સુદ્રઢ સમાજની ઈમારત ઊભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે. વિશેષરૂપથી વંચિતોનું હિત આ સરકારના હૈયે વસેલું છે. અને એટલા માટે જ અનુસૂચિત જાતિના યુવાઓને ઉચ્ચ અભ્યાસમાં આવતા આર્થિક અવરોધોને દૂર કરી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.ધોરણ 12 પછી MBBS ના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવી લો હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશ માં અભ્યાસ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે,લાભ મેળવનાર અરજદારને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સાદા વ્યાજ તરીકે વિદેશ અભ્યાસ લોન (Videsh Abhyas Loan Sahay Yojana) આપવામાં આવે છે.વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવે છે.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપનાને ઉડાન આપી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ Read More »

Uncategorized ઓટો

વિશ્વ કલ્યાણ અર્થે રામનવમી પર્વ પર મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ચૈત્રી નવરાત્રી ગાયત્રી અનુષ્ઠાન સાધનાની ૨૦૦ સાધકો દ્વારા રામનવમી પર થઈ પૂર્ણાહુતિ.

૩૦ માર્ચ, મોડાસા:ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગાયત્રી સાધકો આ દિવ્ય ઉર્જાવાન સમયમાં સાધનાત્મક લાભાન્વિત થતાં હોય છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આ ચૈત્રી નવરાત્રિમાં મોડાસા ક્ષેત્રમાં અનેક ગાયત્રી સાધકો દ્વારા વિશેષ ગાયત્રી અનુષ્ઠાન સાધના કરવામાં આવી. જેમાં વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે ગાયત્રી મહામંત્રની દરરોજની ૩૦ માળા થઈ ૨૪૦ માળા એટલે નવરાત્રી દરમિયાન ૨૪૦૦૦ ગાયત્રી મહામંત્રની ઉપાસનામાં દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ચાર વાગ્યાની આસપાસ જાગી આ બસો ઉપરાંત સાધકો દરરોજ ત્રણેક કલાક સાધનામાં લીન રહી વિશેષ સાધના કરવામાં આવી. આ ઉપરાંત બહેનો દ્વારા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર દરરોજ બપોરે ૩ થી ૫ બે કલાક સામુહિક સાધના કરવામાં આવી. આ સિવાય અનેક સાધકો દ્વારા નવરાત્રિના દિવ્ય સમયમાં ગાયત્રી મંત્ર લેખન કરવામાં આવ્યું.
આ તમામ સાધકો રામનવમીના પવિત્ર દિવસે મોડાસામાં ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા. રામનવમી પર્વ હોઈ ભગવાન રામજીની સ્તુતિ ગાઈ સૌ ભાવવિભોર થઈ ગયા.
બસો ઉપરાંત સાધકોએ ગાયત્રી મહામંત્ર તેમજ અનેક વિવિધ મંત્રોચ્ચાર સાથે હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી.
નવરાત્રિ અનુષ્ઠાન સાધનાની આ પૂર્ણાહુતિ યજ્ઞમાં જોડાયેલ સૌ સાધકોએ પોતાની સાધનાની ઉર્જાનો માનવમાત્રના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સદ્વિચારોની ક્રાન્તિ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા જન સમાજની સેવારુપ અનેક રચનાત્મક આંદોલન માટે અથાગ પ્રયત્નશીલ રહેવા સૌ સંકલ્પિત થયા. આ સમગ્ર કાર્યક્રમનું કર્મકાંડ રશ્મિભાઈ પંડ્યા, કિરિટભાઈ સોની તથા અરવિંદભાઈ કંસારાએ શુદ્ધ મંત્રોચ્ચાર સાથે સંચાલન કર્યું. ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ તથા મંત્રી કાન્તિભાઈ ચૌહાણ સહિત અનેક ભાઈઓ બહેનોએ આ સમગ્ર આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ગાયત્રી ચેતના કેન્દ્રના કાર્યક્ષેત્રમાં મોડાસાના આ આયોજન ઉપરાંત ડુઘરવાડા, શીકા, સાકરીયા, ટીંટોઈ, બાયલ- ઢાંખરોલ, વણીઆદ – કોકાપુર, ચીચણો, ખંભીસર, ફરેડી, શીણોલ, કીડી , કોલવડા સહિત અનેક ગામોમાં ગાયત્રી સાધકોએ આ ચૈત્રી નવરાત્રી દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે ગાયત્રી અનુષ્ઠાન સાધના કરી અને આજે રામનવમી પર્વની ઉજવણી સાથે દરેક ગામેગામ આ રીતે ગાયત્રી યજ્ઞ આયોજન કરવામાં આવ્યું.

વિશ્વ કલ્યાણ અર્થે રામનવમી પર્વ પર મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો Read More »

Uncategorized ઓટો

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરિટી એન્ડ ઇરેવિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સંયોગથી અરવલ્લી જિલ્લામાં જવાન અને સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારીની ભરતી શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે. તા. ૨૫/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત ભિલોડા, તા. ૨૬/૦૫/૨૦૧૩ તાલુકા પંચાયત માલપુર તા.ર૬/૦૩/૨૦૩ તાલુકા પંચાયત, મેઘરજ, તા. ૨૭?/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, બાયડ, તા ૨૭/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, ધનસુરા, તા.૨૮/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, મોડાસા તા ૨૯/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત મોડાસા, ના રોજ શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે 10:00 થી ૦૪:૦૦ કલાક સુધી રાખેલ છે. ભરતી અધિકારીશ્રી રામપ્રકાશસિંહ બતાવેલ છે કે ઉમેદવારોની ઉપર ૨૧ થી ૩૬ વર્ષે શૈક્ષણિક લાયકાત સુપરવાઇઝર ૧૨ પાસ સુરક્ષા જવાન ૧૦ પાસ સુરક્ષા અધિકારી (G.T.O.) ગ્રેજ્યુએટ ઉંચાઇ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો, છાત્તી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવુ જરૂરી છે જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડૉક્યુમેન્ટ ની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા, આધારકાર્ડ, બૉલપેન લઇને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું હશે જે પાસ ઉમેદવાર રિજિનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગરમાં ટ્રેનીંગ આપીને સિક્યુરિટી એન્ડ ઈન્ટલેશન્ટ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી ગુજરાતમાં મળશે. ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, બેંક મલ્ટિનેશનલ ઔધોગિકક્ષેત્ર વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા સુપરવાઇઝરને ૧૬,૦૦૦/- થી ૨૦,૦૦૦/- સુરક્ષા જવાનને ૧૪,૦૦૦/- થી ૧૮,૦૦૦/- સુધી અને અનન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો પ્રમોશન પી.એફ, ઈ.એસ.આઇ. ગ્રેજ્યુટી, મેડિકલ સુવિધા, બોનસ પેન્સન જેવી સુવિધા આપવામાં આવશે.

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લામાં કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

અરવલ્લી જિલ્લા માં વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી માન.જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ખાતે રેલી યોજી કરવામાં આવી.વર્ષ 2023 માં ભારત સરકાર દ્વારા આપેલ થીમ મુજબ yes we can end tb અંતર્ગત 2025 માં ટીબી નાબૂદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું . માન વડાપ્રધાન શ્રી દ્વારા પણ ટીબી નાબૂદ કરવા માટે તમામ નાગરિકો ને આ અભિયાન માં જોડાવા અપીલ કરવામાં આવી છે .અરવલ્લી જિલ્લા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર કક્ષા એ ટીબી અંગે જાગૃતતા ફેલાય તે માટે રંગોળી , શાળા ઓ માં વક્તૃત્વ સ્પર્ધાઓ , નાટક , જન આરોગ્ય સમિતિ ની મિટિંગો યોજી અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવી.ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે પણ આજ રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે ટીબી અંતગૅત એક્ઝિબિશન ,વક્તુત્વ સ્પર્ધા અને નાટક સ્પર્ધા દ્વારા ટીબી અંગે જાગૃતતા લાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી , RCHO સાહેબ શ્રી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તાલુકા હેલ્થ ઓફિસર મોડાસા , તેમજ તમામ આરોગ્ય સ્ટાફ આ રેલી માં ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લામાં કરાઈ Read More »

Uncategorized ઓટો

શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી,મોહનલાલ ગાંધી,પુરુષોત્તમદાસ શાહ, રમણલાલ સોની, અને સુરજીભાઈ સોલંકી જેવા અનેક લડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય

અરવલ્લીના રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને બિરદાવીએ

આજે દેશ “શહીદ દિવસની” ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે લડનારા અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા દરેક લડવૈયાઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, અને પછી આપણને આઝાદી મળી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતે બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે. અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. સમગ્ર દેશ આજે ‘શહીદ દિવસ’ મનાવી રહ્યો છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના – ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી.

 અરવલ્લી જિલ્લામાં નવરાત્રી, દશેરા,  દિવાળી, ઉત્તરાયણ અને હોળી વગેરે તહેવારોને વિદેશી માલની હોળી કરીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવ્યા હતા. એટલું જ નહીં પણ વિદેશી કાપડનો મોટાભાગનો વેપાર વણીકોના હાથમાં હોવા છતાં આર્થિક લાભોને અવગણી વણિક સપૂતો અને સુપુત્રીઓએ પોતાની સગાઓની અને જ્ઞાતિભાઈઓની દુકાનો પર કડક પેકેટિંગ કરીને એ ઝુંબેશને સફળ બનાવી હતી. આમ વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ માં અરવલ્લીનું પ્રદાન વિશિષ્ટ રહ્યું.

અદાલતના બહિષ્કારની ઝુંબેશ દરમિયાન મોડાસામાં સરકારી અદાલતો નો વિકલ્પ પુરો પાડવા માટે જનતાની લવાદ કોર્ટ સ્થપાઈ હતી. જેમાં 40 સદગુરુહસ્તોએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. ઈસ. 1930 માં યોજાયેલી વડી ધારાસભાની તથા મુંબઈ ધારાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને રાજકીય જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મીઠાના કાયદા સામેના આંદોલનમાં અરવલ્લીના યુવાનો દાંડી લસુન્દ્રા ધોલેરા રાણપુર ધંધુકા અને મુંબઈના વડાલા ગામ સ્થળોએ જઈ મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા. તે સ્થળોથી બિન જકાતથી મીઠું લાવીને ગામમાં વહેચ્યુ હતું. ધોલેરાની ખાડીથી લાવેલું મીઠું વેચવા મોડાસામાં યોજાયેલી સભા પર પોલીસએ અમાનુષી અત્યાચાર કરીને 80 અબાલ વૃદ્ધોને ઘાયલ કર્યા હતા.
મણીબેન દોશી એ જેલમાં જવાના ઈરાદાથી જાહેરમાં મીઠું પકવવાનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી. આમ મીઠાના કાયદાના ભંગ દરમિયાન ધરપકડો વોહરીને તથા લાઠીચાર્જ જીલીને સ્વયં શિસ્ત અને બલિદાનની ભાવનાના બુનિયાદી મૂલ્યોની પ્રસ્થાપિત કરીને સબળ અને સક્ષમ રાજકિય વાતાવરણ સર્જ્યું હતું.

ભારતીબેન સારાભાઈએ મોડાસામાં આવીને મોડાસાની મહિલાઓને આઝાદીની લડતમાં જોડાવા ઉત્તેજન આપ્યું હતું. પરિણામે મણીબેન દોશી, શાંતાબેન પટેલ, માણેકબેન પરીખ, પીલીબા, લલીતાબેન શાહ અને ભાનુમતિબેન વગેરે મહિલાઓએ લડતમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. લલીતાબેન બાળવિદ્યવા હોવા છતાં મોડાસામાં યોજાતી સભાઓ અને સરઘસોમાં ઝંડાધારી તરીકે મોખરે રહેતા હતા.

મેઘરજ તાલુકાના મંગળાભાઈ ભોઇ તથા કલાભાઈ ભગોરા હિંદ છોડો આંદોલન દરમિયાન પત્રિકા પ્રચાર પ્રવૃત્તિ કરતા હતા. સ્વતંત્ર સંગ્રામના રંગે રંગાયેલા સુરેશભાઈ સોલંકી કુટુંબની જીવા દોરી સમાન પોલીસની નોકરી છોડીને લડતમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રીય જાગૃતિના મૂળ ખિલાફત આંદોલન વખતે નખાયા હતા. તે વખતે મોડાસાના આગેવાન મહમદ હુસેન મુનશી આંદોલનમાં જોડાયા હતા. તેઓ મોડાસા કોંગ્રેસ કમિટીના સક્રિય સભ્ય હતા.

દેશને આઝાદી મળ્યા બાદ પણ માં ભારતીની સેવામાં લાખો વીર સપુતો એ પોતાના પ્રાણની આહુતી આપી. અરવલ્લી જિલ્લાના લક્ષ્મણભાઇ કલાસવા, કાંતિભાઇ કોટવાલ, મુકેશભાઈ ડામોર, દિનેશભાઇ ગડસા, કાંતીભાઇ જોષિયારા અને નાનજીભાઇ જેવા અનેક જવાનો એ દેશ માટે પોતાના પ્રાણ હોમી દીધા

આવો સાથે મળીને શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતાનો બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું Read More »

Uncategorized ઓટો

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ચેત્રી બીજ નવરાત્રી અને રામદેવપીર ની બીજ સર્વે ભાઈઓ બહેનોને ભારતવાસીઓને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે આજરોજ અમદાવાદ ખાતે નરોડા ફ્રુટ માર્કેટ રાધે સ્ટેટ મારા સિંધી ભાઈઓ ચાલી સોસાયટીના સ્ટેટના વડીલો આગેવાનો સર્વે ઉપસ્થિત રહ્યા તેમાં જુલે લાલની જે કારબો કરવામાં આવી હતી હતા તેમાં સંગઠનના ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી મનોરિટીસ મહા સંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ હમીરભાઈ સામળીયા અને શ્રી નથુભાઈ દેસાઈ હિતેશભાઈ સિંધીભરતભાઈ દેસાઈ ઇશ્વરભાઇ દેસાઈ અક્ષયભાઈ સિંધી વિનોદભાઈ સિંધી રાકેશભાઈ સિંધી સફીક ખાન જાહેર અલી અન્સારી રામભાઈ બોધ કનૈયાલાલ આલમ ખાન સુનિલભાઈ સર્વે સમાજના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા
Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ