ઓટો

શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું.

યુગતીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી શીકા પધાર્યા સંતો.

21/3/2023

ગામેગામથી શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં સહભાગી બન્યા.

મોડાસા, ૨૧ માર્ચ:
વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગ જેવું દિવ્ય વાતાવરણ બનાવવા બત્રીસો પુસ્તકો લખ્યાં અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી. આજે ૧૬ કરોડ જેટલાં ગાયત્રી પરિવારના પીતવસ્ત્રધારી ભાઈઓ બહેનો તેમના કહ્યાં મુજબ માનવતા ઉત્થાનનું કાર્ય કરી રહેલ છે. જન સમાજને સાચા અર્થમાં માનવ બનાવવા અનેક રચનાત્મક ગતિવિધિઓ ચાલી રહેલ છે. જીવમાત્રને માટે વાયુ પ્રદૂષણને શુદ્ધિકરણ માટે યજ્ઞ એ સેનેટાઈઝનું કામ કરે છે. સાથે સાથે યજ્ઞના દિવ્ય ઉર્જાવાન માહોલમાં કર્મકાંડની સાથે સાથે જીવનને સાચી દિશાધારા માટે જરુરી માર્ગદર્શન અપાય છે. સહભાગી થનાર પોતાની કંઈક કુટેવો- વ્યસનો છોડી જીવનને સાચાં માર્ગ પર ચલાવવા સંકલ્પિત થાય છે. જેની અસર સમાજ અને રાષ્ટ્ર ઉત્થાન પર થાય છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર દ્વારા કોરોનાકાળની પરિસ્થિતિ પછી નવ ચેતના જાગરણ હેતું ઠેર ઠેર ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થઈ રહેલ છે. જેના ભાગ રુપે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે ૧૮ થી ૨૦ માર્ચ શનિ, રવિ, સોમવાર દરમિયાન ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું. જેમાં શનિવારે ભવ્ય કલશયાત્રામાં માથા પર લીલાજવારા , કળશ તેમજ પવિત્ર પુસ્તકોની પોથી લઈ સમગ્ર ગામના રસ્તાઓ પર શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં સાચી માનવતા સ્થાપવા આપેલ જયઘોષના નારાઓથી આ શીકા ગામ ગુંજી ઉઠ્યું હતું. સાંજે વંટોળ તેમજ વરસાદ પડવા છતાંય આયોજકો હિંમત હાર્યા વિના રાત્રે સંકલ્પ દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સૌ ઘરેથી આરતીની થાળી સજાવી લાવી આ વિરાટ આયોજનમાં સૌએ જગમગતા દિવાઓથી આરતી ઉતારી હતી. રવિવાર સવારે ૭ વાગ્યાથી ૨૪ કુંડ પર દંપતિઓ ગોઠવાઈ ગયા હતાં. શાન્તિકુંજ હરિદ્વારથી પધારેલ સર્જન સેનાની પાંચ સંતો આ નવ ચેતના જાગરણ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દિવ્ય મંત્રોચ્ચાર-સંગીતમય કર્મકાંડ સાથે સાથે માનવીએ સાચા અર્થમાં જીવન જીવવા માર્ગદર્શન આપતા રહ્યાં. મોડાસા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આ શીકા ગામે ઉમટ્યા સૌએ આ મહાયજ્ઞમાં હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી . શીકા ગ્રામજનોએ સૌને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. આ યજ્ઞ ઉપરાંત રવિવાર રાત્રે નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ, કુરિવાજ નિવારણ વિષયો પર ઉદ્બોધન થયાં તેમજ ગાયત્રી ચેતના કેન્દ્રની બહેનોએ પ્રેરણાત્મક નાટિકા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સોમવાર સવારથી દિવસ દરમિયાન આ હરિદ્વારથી પધારનાર સંતોએ ગામમાં જન જનમાં નવ સંકલ્પ માટે સંપર્ક અભિયાનથી સમગ્ર આયોજનનું સમાપન થયું. વિશેષ ખુશીની વાત એ હતી કે આ શીકા ગામના આજીવિકા નોકરી ધંધા અર્થે ગુજરાત કે ભારતભરમાં સ્થળાંતર થયેલ તમામ ગ્રામજનો આ સમગ્ર આયોજન દરમિયાન પોતાના માદરે વતન શીકામાં આવી આ દિવ્ય પવિત્ર આયોજનમાં સહભાગી બની લાભાન્વિત થઈ ગામની આધ્યાત્મિક ભાવના એકતા સમતાથી ગૌરવાન્વિત અનુભવી રહ્યાં હતાં.
આ સમગ્ર આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર- મોડાસાના ગાયત્રી ઉપાસકોના માર્ગદર્શનમાં શીકા ગાયત્રી પરિવારના પરિજનો તથા સમગ્ર શીકા ગામના વડીલો ભાઈઓ બહેનો યુવાનોએ સક્રિય ભૂમિકા ભજવી આ ઉત્સવને સફળ બનાવ્યો.

શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું. Read More »

Uncategorized ઓટો

શીકા ખાતે યોજાશે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ૧૮ થી ૨૦ માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

17/3/2023

ગાયત્રી સાધકો તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર તડામાર તૈયારીઓ ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ,હરિદ્વારથી સંતો શીકા પધારશે.

મોડાસા, ૧૭ માર્ચ:સમગ્ર વિશ્વભરમાં યજ્ઞ પરંપરા જાગૃત કરવામાં ગાયત્રી પરિવારનું અનન્ય યોગદાન રહ્યું છે. કોરોનાકાળ પછી હવે ગાયત્રી પરિવારનું મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતભરમાં ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞના ઠેરઠેર આયોજન કરવામાં આવી રહેલ છે. જે દ્વારા માનવમાત્રમાં માનવતા, સંસ્કાર, જનસેવાનો ભાવ જાગૃત થાય એવા સતત પ્રયત્ન કરવામાં આવી રહેલ છે.ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર અરવલ્લી જિલ્લામાં ગાબટ અને શીકા ખાતે આયોજન આપવામાં આવેલ. હવે ગાબટનો કાર્યક્રમ સમાપન થઈ ૧૮, ૧૯ ,૨૦ માર્ચ દરમિયાન ધનસુરા તાલુકામાં શીકા ગામે નવ ચેતના જાગરણ- ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પરિજનો અને સમગ્ર શીકા ગામના ગ્રામજનો આ વિશેષ ઉત્સવ માટે તન,મન, ધનથી તૈયારીઓમાં લાગ્યા છે આ નવ ચેતના જાગરણ- ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનમાં ત્રણ દિવસના આયોજન ગોઠવાયું છે. ૧૮ માર્ચ શનિવારે પવિત્ર કળશ અને પોથીયાત્રા સમગ્ર ગામમાં ભ્રમણ કરશે. રાત્રે સંકલ્પ દિપયજ્ઞ, ૧૯ માર્ચ, રવિવાર સવારથી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. ૨૦મી સોમવારે સવારે સમગ્ર કાર્યક્રમનું સમાપન થશે.જેમાં બોત્તેર દંપતી વિશેષ પૂજામાં જોડાશે. સમગ્ર ગ્રામજનો સહિત આસપાસના તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના સંપર્ક ક્ષેત્રના તમામ ગામોમાંથી સાધકો આ શીકા ખાતેના વિરાટ આયોજનમાં જોડાઈ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરશે. માનવ માનવમાં નવ ચેતના જાગરણ માટે ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ હરિદ્વારથી પધારનાર પ્રતિનિધીશ્રીઓ આ સમગ્ર આયોજનમાં યજ્ઞિય કર્મકાંડ કરાવશે . આ ઉપરાંત સંસ્કાર પરંપરા , નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ માટે વિશેષ ઉદ્બોધનો દ્વારા આ હરિદ્વારથી પધારનાર સંતોની અમૃતવાણીનો લાભ સૌને મળશે.

શીકા ખાતે યોજાશે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ૧૮ થી ૨૦ માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન Read More »

Uncategorized ઓટો

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!!

જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાંખતી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.!!


વાંસદા નગરના ગાંધી મેદાન સામે આવેલ ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય નિયમિત સફાઈ માગે છે. પરંતુ આ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ઘણા સમયથી ગંદકીથી ખદબદતા લોકોને મુશ્કેલીમાં મુકાવું પડતું હોવાની ફરિયાદ ઊઠી છે.આ બાબતે ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની યોગ્ય સફાઈ દરરોજ કરાવે તો અનેક લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય અને મૂતરડીમાં સફાઈના અભાવે અતિ દુર્ગંધ ફેલાયેલી રહે છે. ઘણા સમયથી અહીં સફાઈ થઈ જ ન હોય તેવું લાગી રહ્યા હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું મૂતરડી ગંદકીથી ઊભરાતી હોવાની લોક ફરિયાદ ઊઠી છે.પરંતુ આ શૌચાલયની અંદર ઉભરાતી મુતરડી અને શૌચાલયના ગંદા પાણી તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે શૌચાલયમાં ખદબદતી ગંદકી સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગાંધી મેદાન સામે આવેલ જાહેર આ શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્યે એટલી માઝા મૂકી છે કે તેમાં પગ મૂકવામાં પણ ભારે પરેશાની વેઠવી પડે છે. ઠેર-ઠેર ગંદકી અને મળમૂત્રથી ભરેલા જોવા મળે છે સફાઈના નામે મીંડું જોવા મળે છે. ઘણા વખતથી લોકોની ફરિયાદ હોવા છતાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો કોઈ અસકરકારક પગલાં લેવામાં નથી આવતા સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાખે એવી દુર્ગંધથી આજુ-બાજુના દુકાનદારો રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે એક બાજુ સરકાર સફાઈ ઝુંબેશ ચલાવે છે અને આવી જાહેર જગ્યા પર એટલી ગંદકી અને બદબૂ આવે છે કે ત્યાંથી પસાર થતાં લોકોને પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને નીકળવું પડે છે.

વાંસદા જાહેર શૌચાલય ની સફાઈ ની જીમેદરી કોની? તંત્ર ની કે પછી વપરાશ કરતી જાહેર જનતાની?

આવી ગંદકીથી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વખતથી સફાઈ થતી નથી લોકો જાહેર શૌચાલયમાં જઈ શકે તેમ ન હોતાં પરેશાની ભોગવી રહ્યા છે બહાર ગામથી આવત લોકો માટે સુવિધા ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં જાહેરમાં અવરજવર ધરાવતા વિસ્તારમાં માત્ર એક જ જાહેર શૌચાલય છે તેમાં પણ ગંદકી જોવા મળે છે આવા દૃશ્યોથી ગ્રામ પંચાયત અજાણ છે ? ગંદકીમાંથી પસાર થવા મજબુર બનવું પડે છે.

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!! Read More »

Uncategorized ઓટો

હવામાન ખાતાની આગાહી

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

6/3/2023

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.-૦૭/૦૩/૨૦૨૩ થી ૦૮/૦૩/૨૦૨૩ના અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ : ભરતસિંહ ઠાકોર અરવલ્લી દિવ્ય

પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર સન્માન સમારોહનું અને સીસી રોડના શિલાન્યાસનુ તારીખ ૧૨-૨-૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, માનસિંગ ચૌહાણ અને કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેનાર છે. હઠીપુરા સેવા સહકારી મંડળીના પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાક થી જગતગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજની શોભાયાત્રા, પરમગુરૂ ચરણ પાદુકા પૂજન, મહારાજશ્રીનું સન્માન, મહારાજ શ્રીના આશિર્વચન અને સીસી રોડનું શિલાન્યાસ કરવામાં આવનાર છે.હઠીપુરા ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ જશુભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના આશીર્વાદ અને આશિર્વચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન!

(ગુજરાત કારોબાર ઈરફાન પઠાણ)

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! છેલ્લા 5 વર્ષ થી ફળીયા ના લોકો સ્લો લાઈટ થી પરેશાન સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી આપવા છતાં હજુ ખતલ વાડ જીઈબીના અધિકારી ઓ નું પેટનું પાણી નથી હલતુ ઉમરગામ. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ગામ ખાતે તારીખ 17/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત વીકંપની ખત્તતલવાડ ડિવિઝન મા વીજળી ના લોવોલ્ટેજ ને લઈ ને સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી અપાઈ હતી. માંજરા ફળીયા મા છેલ્લા પાંચ વર્ષથી લો વોલટેજ ના પ્રશ્ન ને લઈ જેતે સમય ના અધિકારી ને છેલ્લા પાંચ વર્ષથી ફરિયાદ કરાઈ રહી છે. છતાં પણ એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેને તાકિદ કરવા માટે મંજરા ફળીયામા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે ગામના નાગરિકો એ અરજી મા સહી કરી ફરિયાદ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અરજી ના આધારે કેટલી કામગીરી કરશે એ જોવાનું રહ્યું.

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા મેડિકલક્ષેત્રમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવી

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )તા.૧૮. સ્ત્રી કેળવણી અને સામાજિક જનજાગૃતિ,ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટેની સહાય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કામગીરી કરી રહેલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ 18/12/22 ના ગણદેવી તાલુકાના ધનોરી અને ચાંગા ગામમાં અને ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 3 ગરીબ બાળાઓને ગરીબીના કારણે ભણતર નહીં અટકે તે માટે પ્રોત્સાહન રૂપે આર્થિક મદદ કરવામાં આવી.જેમાં નવસારીના અગ્રણ્ય રેડિયોલોજીસ્ટ ડો.ચેતન પટેલને સ્થાનિક યુવાનો સંજય હળપતી અને હાર્દિક રાઠોડ દ્વારા ગણદેવી તાલુકાની દિકરી આરતી હળપતિના પિતાનું 6 વર્ષ પૂર્વે અવસાન થતાં માતાએ કાળી મજૂરી અને મોટી બહેને પોતાનું ભણતર છોડીને નોકરી કરીને આરતીને ડોક્ટર બનાવવાના અરમાનો સાથે ભણવા માટે મોકલી હોવાની હકીકત જણાવતાં એમણે સમસ્ત આદિવાસી સમાજની ટીમને જાણ કરતાં તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજની ટીમ મદદ માટે દિકરીના ઘરે પહોંચી હતી.

અન્ય બે પરિવારો પણ ખેતમજૂરી કરી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે.આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા ભવિષ્યમાં જયારે પણ જરૂર પડે દરેકે દિકરીઓના વાલીઓને બાંહેધારી આપી કોઈપણ ગરીબ દિકરા-દિકરીનું ભણતર માત્ર તેની આર્થિક પરિસ્થિતિને કારણે અટકવું નહીં જોઈએ વિષય પર ભાર આપી ભવિષ્યમાં પણ આવા કોઈપણ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો.અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દરેક વાળીઓને જણાવવામાં આવ્યું કે આવી જ રીતે તમારા બાળકો ભણીગણી કમાતા થાય ત્યારે તમારા બાળકોને એટલું ચોક્કસથી શીખવાડજો કે આવી રીતે કોઈપણ સમાજના ગરીબ બાળકોને ભણવામાં મદદરૂપ થશે. અન્યથા ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે આવા બાળકો સારી નોકરી મેળવી લીધા પછી સમાજના ગરીબોને મદદરૂપ થતાં નથી ત્યારે પારાવાર દુઃખ થાય છે.આ પ્રસંગે નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખ ભાઇ,ડો.દિવ્યાંગી,ડો.નીરવભાઈ ગાયનેક,ડો.કૃણાલ,ડો.પંકજ,ડો.પ્રિયેશ,મુકેશભાઈ,કીર્તિભાઇ,મીંતેશભાઈ,દલપતભાઈ,રમેશભાઈ,ઠાકોરભાઈ,હસમુખભાઈ,મયુર,ઉમેશભાઈ મોગરાવાડી , ભાવેશ,ભાવિન,ઉમેશભાઈ વાડ, દલપતભાઈ, ભૂમિક,કાર્તિક, પથિક, જીતેન્દ્ર,હિરેન,સાગર સહિતના ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા મેડિકલક્ષેત્રમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવી Read More »

Uncategorized ઓટો

વાંસદા ભાજપ તેમજ પિયુષપટેલ દ્વારા 177 વાંસદા વિધાનસભામાં ઋણ સ્વીકાર કર્યક્રમ યોજાયો

જુગાર, દારૂના અડ્ડા તેમજ આકડાનું વધી રહેલા દુષણ બાબતે 15 દિવસમાં પિયુષ પટેલે જનતા રેડ કરવાની ચીમકી ઉચારી

(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )

તા.૧૭.
વાંસદાના કૂકણા સમાજ ભવનમાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પિયુષભાઈ પટેલ તેમજ વાંસદા ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો
વર્તમાન વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના ગઢ ગણાતા 177 વાંસદા વિધાનસભામાં ભાજપના ઉમેદવારની હાર થઇ હતી 177 વાંસદા વિધાનસભામાં ભાજપ દ્વારા વાંસદામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા જોકે ઉલ્લેખનિય છે કે પિયુષ પટેલ આ પહેલા કોઈ પણ ચૂંટણી લડ્યા ન હોય તેમજ પ્રચાર માટે પણ ખૂબ જ ઓછો સમય મળ્યો હોવા છતાં લગભગ એકાણું હજાર જેટલા મતો મળ્યા હતા જેને લઈ પિયુષ પટેલ દ્વારા ૧૭૭ વાંસદા વિધાનસભાના કાર્યકરો તેમજ હોદ્દેદારો નામી અનામી દરેક મતદારોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પિયુષ પટેલ દ્વારા જાહેરમંચ પર એલાન કરતા જણાવ્યું હતું કે હવે પછી ભાજપ નો કાર્યકર્તા બની ભાજપ માટે કામ કરીશ તેમજ વાંસદા તાલુકાના દરેક નાગરિક માટે કામ કરીશ તેમજ હાલમાં યોજાયેલી ચૂંટણીમાં મને સાથ સહકાર આપનાર દરેક કાર્યકર્તા તેમજ હોદ્દેદારોનો આભાર માનું તેમજ આવનાર લોકસભાની ચૂંટણીને લઈ વાંસદા તાલુકાના કાર્યકર્તાઓને જૉમ અને જોશ થી મંડી પડવા માટે હાકલ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોમાં વલસાડ-ડાંગના સાંસદ કે.સી.પટેલ ,નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ,વાંસદા પ્રભારી બાબુભાઇ જીરાવાલા જ્યંતીભાઈ પરમાર,ઉષાબેન પટેલ ,ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતભાઈ માં હલા,અશ્વિનભાઈ પટેલ,વાંસદા તાલુકા પ્રમુખ સંતુભાઈ ગાવીત, મહેશભાઈ ગામીત, વાંસદા ભાજપ મહામંત્રી સંજયભાઈ બિરારી, રાકેશભાઈ શર્મા તેમજ જિલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો સરપંચો ,હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ બિરારી અને રાકેશ શર્મા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

બોક્ષ: વાંસદા તાલુકામાં દારૂ આંકડા અને જુગારનું મોટા પ્રમાણમાં દુષણ વધી રહ્યું છે જેને કારણે ગરીબ આદિવાસી પ્રજા પાયમાલ થઈ રહી છે જેને કારણે 15 દિવસનું અલ્ટીમેશન આપું છે જો પોલીસ દ્વારા આ દુષણ ન ડામવામાં આવે તો આવનાર દિવસોમાં દારૂના અડ્ડા અકડા તેમજ જુગારધામ પર અમે ખુદ મહિલા મંડળ સાથે લાઈવ કરી જનતા રેડ કરી પોલીસની આંખ ખોલવામાં આવશે- પીયૂષભાઈ પટેલ વાંસદા ભાજપ

બોક્ષ: વાંસદા વિધાનસભા ભલે હારી ગયા હોય પરંતુ દરેક કાર્યકર્તાએ જૉમ અને જુસ્સા થી કાર્ય કરી 91000 મતો આપી કાર્યકર્તાઓ મતે પિયુષ પટેલ જ અમારો ધારાસભ્ય છે એવું દરેક કાર્યકર્તા માની રહ્યા છે તેમજ હવે પછી દરેક કાર્યકર્તા પિયુષ પટેલના નેતૃત્વમાં દરેક સામાજિક કર્યો તેમજ સરકારના વિકાસના કામો કરશે – રમેશભાઈ પટેલ ભાજપ કાર્યકર્તા

વાંસદા ભાજપ તેમજ પિયુષપટેલ દ્વારા 177 વાંસદા વિધાનસભામાં ઋણ સ્વીકાર કર્યક્રમ યોજાયો Read More »

Uncategorized ઓટો

વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ૧૦ કિલોમીટર દૂર લાઈબ્રેરીમાં વાંચન માટે જવું પડે છે.

(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )

તા.૧૭.
વાંસદા તાલુકાના સિણધઈ ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ વાંચવા માટે વાંસદા સહિત ડોલવણ જેવા ૧૦ કિલોમીટર દૂર સુધી લાઈબ્રેરીમાં વાંચન કરવા માટે જવું પડે છે સિણધઈ વિસ્તારના વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અહીં લાઈબ્રેરીની સુવિધા આપવામાં તેવી માંગ સાથે ગામના યુવાનોએ સરપંચને લેખિતમાં રજુઆત કરી છે વિવિધ વિષયોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી ઓને વાંચનપ્રક્રિયાને લઈને લાઈબ્રેરી સહારો લેવો પડતો હોય છે તેમજ વિદ્યાર્થીઓને વાંચન માટેની યોગ્ય જગ્યા એટલે કે લાઈબ્રેરી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લાઈબ્રેરી નહિ હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે ગુજરાત રાજયમાં પોલિસ ભરતી, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટની ભરતી માટેની મહત્વની પરીક્ષાઓ સરકારશ્રી તરફથી લેવામાં આવતી હોય છે આવી મહત્વની ભરતીઓના અનુસંધાને વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવા માટે સતત વાંચન ની જરૂર પડતી હોય છે ત્યારે લાઈબ્રેરી નહિ હોવાના કારણે તેઓ પરીક્ષારૂપી સાહિત્યનું વાંચન કરી શકતા નથી. જેથી લાયબ્રેરીની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો લાભ લઇ શકે અને પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારી માટે આવી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે. માટે સરપંચને લેખિતમાં રજુઆત કરી લાયબ્રેરી કાર્યરત કરવાની માંગ કરી હતી જેમાં આજુ-બાજુના ગામડાના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે.
સિંણધઈ ગામના મયુર પટેલ દ્વારા જણાવ્યા પ્રમાણે વાંસદા ખાતે લાયબ્રેરીની વ્યવસ્થા છે પરંતુ રોજ અપડાઉન કરવામાં સમય વેડફાય છે તેમજ આવવા જવા માટે ખર્ચ થતો હોય છે જેથી ગામમાં લાયબ્રેરી હોય તો વધુ સરળ બને એમ છે તેમજ સિંણધઈ ગામે અનેક યુવાનો અને યુવતીઓ ભણતરમાં ખૂબ હોશિયાર છે પરંતુ મોટા ભાગના યુવાનો અને યુવતીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પુસ્તકોના ખર્ચ ઉઠાવી શકતા નથી જેને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સારા ગુણ મેળવી નથી શકતા જેને કારણે આગળ તક મળતી નથી જેથી ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની લાયબ્રેરીનું આયોજન કરવામાં આવે તો અનેક યુવક યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની સારી ત્યારી કરી શકે અને સરકારી નોકરીમાં તક મળે જેને લઈ ગામના યુવાનો દ્વારા સરપંચને લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી

વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું Read More »

Uncategorized ઓટો