Gujarat

વાપી નગર પાલિકા રામ ભરોસે? એક ડિપ્લોમા એન્જિનિયર નગર પાલિકા મા ૫ જેટલાં ખાતા ઓ પર કબ્જો કરી બેઠા છે?

એહવાલ તંત્રી અનીસ શેખ

વાપી નગર પાલિકા મા ચાલતો જાતિવાદ કોની મહેરબાની ?

મળતી માહિતિ મુજબ  વાપી નગર પાલિકા મા નવા સીઓ ની નિમણુક થયા ના એક વર્ષ મા વાપી નગર પાલિકા મા ઘણાં બધા ફેર ફારો થતાં જોવા મળ્યાં છે!!

હાલમા વાપી નગર પાલિકા મા ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ની સર્ટિફિકેટ ધરાવનાર વ્યકિત આખી નગર પાલિકા ના મોટાં ભાગ ના ખાતાઓ ની માલીક બની ને બેસેલો છે ! વાપી નગર પાલિકા ના પ્રમુખ અને ઉપ્રમુખની અને સભ્યો સહિત ની ટીમને સાઈડ મા રાખીને મન ફાવે તેમ કામ ચલાવવા મા આવિ રહ્યું છે જેની ચર્ચા વાપી પંથક મા જોરો શોર મા ચાલી રહી છે  ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ને ફાયર શેફટી નાં ઇન્ચાર્જ ઘણા સમય થી વાપી નગર પાલીકા માં નથી તો ફાયર ના અધિકારી વગર ફાયર નુ કામ કોના ભરોસે? *ડિપ્લોમા એન્જિનિયર ના ભરોસે વાપી નગર પાલીકા ની ફાયર ની ટીમ? એપણ રામ ભરોસે!

લાઈટ ના કામ માટે ઈલેક્ટ્રીશિયન ની જરૂર હોય પરંતું વાપી નગર પાલીકા મા તો ડિપ્લોમા સિવિલ એનીજીનીયર ને ઈલેક્ટ્રિકલ  એનીજીનીયરનાં કામ નો પણ ચાર્જ સોંપી દીધો એપણ રામ ભરોસે!
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર સર્ટિફિકેટ ધરાવતા કર્મચારી વાપી નગર પાલિકાના આરોગ્ય નુ ખાતું પણ સાંભળી લેતાં હોય છે એપણ રામ ભરોસે! હવે તો હદ કરી વાપી નગર પાલીકા ના એક જ વ્યક્તિ અને તમાંમ કામોમાં નિષ્ણાત છે પ્રાદેશિક કમિશ્નરે આ કર્મચારી અને સી ઓ ને સ્પેશિયલ એવોર્ડ આપી ને સન્માનિત કરવાં જોઈએ જે ૩ જેટલાં સ્પેશિયલ કર્મચારી ઓ નો પગાર બચાવી ને નગર પાલિકાને ફાયદો કરાવી રહ્યા છે..

મહત્વની વાત તો એછે કે ગુજરાત સરકાર ગુજરાત ની જનતાના આરોગ્ય ની સેફ્ટી ને લઈને અવનવી યોજના ઓ અને સ્પેશિયલ સ્ટાફ ની નિમણુક કરિને આરોગ્ય મા અગ્રેસર ગુજરાત ની ભૂમિકા ભજવે છે પરંતું શુ આપડી વાપી નગર પાલીકા મા આરોગ્ય નુ ખાતું સંભાળ નાર કોઇ અધિકારીજ નથી? આરોગ્ય ની જીમેદારી કોની? વાપી નગરપાલીકા એ તો આરોગ્ય ખાતું રામ ભરો સે છોડી ધિધુ*? હવે વાપી ની જનતાના લાડકવાયા નાણાં પ્રધાન કનું ભાઈ દેસાઇ એક નઝર નગર પાલીકા ઉપર કરે તે જરૂરી બન્યું છે! રામ ભરોસે નગરપાલિકા છોડવા કરતા જિમ્મેદાર કર્મચારીઓ ની નિમણુક કરે તેવી વાપી નગર ના લોકો મા માંગ ઉઠવા પામી હતી

વાપી નગર પાલિકા રામ ભરોસે? એક ડિપ્લોમા એન્જિનિયર નગર પાલિકા મા ૫ જેટલાં ખાતા ઓ પર કબ્જો કરી બેઠા છે? Read More »

Uncategorized ઓટો

મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા નાં નેતૃત્વ હેઠલ 1કરોડ 4લાખ ની લૂંટ કરનારાર આરોપી ઓ ને પકડી પાડી 93લાખ નો મુદ્દા માલ જપ્ત કરાયો

એહવાલ તંત્રી અનીસ શેખ

ગાંધીધામના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા.

ગાંધીધામ: શહેરમાં આવેલ આંગડિયા પેઢીમાં સંચાલકોને બંદુક બતાવી ૪ ઈસમોએ ૧ કરોડ ૫ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. કચ્છના ઈતિહાસની સૌથી મોટી આંગડિયા લૂંટ કેસમાં ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં કુલ ૬ શખ્સોને ઉઠાવીને 93 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.

આઈજી જે. આર. મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. આઈજી જે. આર. મોથાલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રરમી મેના આંગડિયા પેઢીમાં ૪ હેલ્મેટધારી શખ્સો ઘુસી આવ્યા હતા. અને પિસ્તોલ બતાવી રૂપિયા લૂંટીને બે બાઈક પર નાસી ગયા હતા. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આ બનાવમાં પોલીસે કુલ ૬ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. લૂટમાં મદદ કરનાર અન્ય છ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું. જેમાં ઉજજવલ અમરેન્દ્ર પાલ (ઉત્તરપ્રદેશ) હનીફ ઈસ્માઈલ સોઢા (મીઠીરોહર), યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન શ્યામલાલ ચૌહાણ (યુપી), મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ (પડાણા), વિપુલ બગડા રામદી ગગડા (મીઠીરોહર) અને હનીફ સીધીક લુહાર (વાયરો) નામના છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 96 લાખ 90 હજાર 30 રૂપિયા રોકડા, ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો ડાલુ, મોટર સાઈકલ-2 સહિતના વાહનો કિમત રૂપિયા 9 લાખ, 1 લાખ 25 હજારની હાથ બનાવટની પિસ્ટલ –૫ અને 47 જીવીત કાર્ટીશ કબ્જે કરાયા

હતા. તેમજ 25 હજાર 500ની કિમતના 6 મોબાઈલ મળીને કુલ 1 કરોડ 7 લાખ 45 હજાર 230નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને મદદગારી કરનાર આરોપીઓ નઈમખાન ઉર્ફે સુદુ, શિવમ સુભાષ યાદવ, આલોક રામપ્રસાદ ચૌહાણ, અરૂણ પ્રેમકુમાર ચૌહાણ, જુણસ ઈસ્માઈલ સોઢા અને દીપક રામભવન રાજભર સંડોવણી નિકળતા પોલીસે ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા નાં નેતૃત્વ હેઠલ 1કરોડ 4લાખ ની લૂંટ કરનારાર આરોપી ઓ ને પકડી પાડી 93લાખ નો મુદ્દા માલ જપ્ત કરાયો Read More »

Uncategorized ખેતીવાડી

વાપી: મહિલા ની આત્મનિર્ભરતા રીક્ષા ચાલક ને પસંદ ના આવિ?. અસ્લિન હરકતો કરી મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર ને પોલીસે પાઠ ભણવ્યો

મહિલા રિક્ષાચાલક સામે ગંદી હરકત કરનાર આરોપી ને કલાકોમાં જ વલસાડ પોલીસે ઝડપી પોલીસે તેને જાહેરમાં કરાવ્યુ કાયદાનું ભાન

વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.

વલસાડના વાપીમાં (Vapi) એક મહિલા રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે, પરંતુ વાપીના એક વિધર્મી રિક્ષાચાલકને (Auto driver) કદાચ મહિલાની આત્મનિર્ભરતા પસંદ ન આવી હોય તેમ લાગે છે. વાત કઇક એમ છે કે વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.

આ બેફામ રિક્ષાચાલક આટલેથી પણ ના અટક્યો અને તેને મહિલા રિક્ષાચાલકને અપશબ્દો બોલીને અશ્લીલ હરકત કરી, પરંતુ આ બેફામ વિધર્મી રિક્ષાચાલક એ ભૂલી ગયો કે આ આજના સમયની આત્મનિર્ભર નારી છે. તેને રિક્ષાચાલકની હરકત મોબાઇલમાં કેદ કરી વાયરલ કરી તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

તો બીજી તરફ મહિલાની ફરિયાદ મળતા જ પોલીસ સક્રિય થઇ ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ બેફામ વિધર્મી રિક્ષાચાલકને ઝડપી જાહેરમાં મહિલા રિક્ષાચાલકની માફી મંગાવડાવી છે. આ સાથે પોલીસે વિધર્મી રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વાપી: મહિલા ની આત્મનિર્ભરતા રીક્ષા ચાલક ને પસંદ ના આવિ?. અસ્લિન હરકતો કરી મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર ને પોલીસે પાઠ ભણવ્યો Read More »

Uncategorized ઓટો

વિશ્વ પર્યાવરણ દિન ખાસ લેખ: ૨ હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સ્મશાનગૃહોમાં સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાડવાની સહાય યોજના: સાત વર્ષમાં રૂ.૨૯ કરોડથી વધુના ખર્ચે ૬ હજારથી વધુ સ્મશાન ભઠ્ઠી લગાવાઈ

અગ્નિ સંસ્કાર માટે વપરાતા લાકડામાં ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત

રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા ૭ વર્ષમાં રૂ. ૨૯.૩૧ કરોડના ખર્ચે ૬,૫૫૨ જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે.

GEDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ માટે લાકડાનો ઉપયોગ થતો હોય છે; જેને ઓછો કરી પર્યાવરણનું જતન કરવા માટે  સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાવવામાં આવે છે. સુધારેલ સ્મશાનભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત થઈ શકે છે. આ યોજનાનો મુળ હેતુ લાકડાની બચત સાથે માનવ શરીરના વધુ ઝડપી અને સ્વચ્છ અગ્નિસંસ્કાર માટે સુધારેલ સ્મશાનગૃહ વિકસાવવાનો છે. આ યોજના હેઠળ ગામના સ્મશાન ગૃહોમાં એક ઈલેક્ટ્રીક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. જેની જાળવણી પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા દ્વારા કરવામાં આવે છે.

સુધારેલ સ્મશાનગૃહ યોજના થકી 100 ટકા હિંદુ પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોની આસ્થા અને માન્યતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે, હિંદુઓની એક મહત્વપૂર્ણ વિધિ કપાલ ક્રિયા અને પંચ સમાધિ જેવી વિધીઓનો પણ અનાદર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંપરાગત ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિની તુલનામાં સુધારેલ સ્મશાનગૃહના ઉપયોગથી 40% થી વધુ લાકડાની બચત થાય છે. ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિ માટે સ્મશાન દીઠ લગભગ 350 કિલો લાકડાની જરૂર પડે છે, જ્યારે આ યોજના થકી લાકડાની બચત કરીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. સુધારેલ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવાથી ખુલ્લા અગ્નિ સંસ્કારની સરખામણીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે.

આ યોજના વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૦૨ જેટલી સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાડવામાં આવી છે. જેની પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ગ્રામ પંચાયત/ તાલુકા પંચાયત / નગરપાલિકાએ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી(GEDA)નો સંપર્ક કરવાનો રહે છે.

વિશ્વ પર્યાવરણ દિન ખાસ લેખ: ૨ હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ Read More »

Uncategorized ઓટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગાંધીનગર, 1 જૂન:* 26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે.

તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરંતુ, કેટલાંક વિષયો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેના માટે તેમને કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે પ્રાથમિકતાના ધોરણે આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, અને ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા. છેલ્લા 9 વર્ષોમાં વડાપ્રધાન તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતના નાગરિકોને અનેક સુકાર્યોની ભેટ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા પથને અનુસરીને રાજ્યની વિકાસની ગતિને આગળ વધારી રહ્યા છીએ.

આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલી કેટલીક મોટી ભેટ વિશે માહિતી મેળવીએ.

*સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી*
વર્ષ 2014માં વડાપ્રધાન પદની શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું.

*વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી*
વડાપ્રધાન બન્યા પછી, શ્રી નરેન્દ્ર મોદીએ માર્ચ2015 માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800  કરોડ આપવાનું નક્કી કર્યું.

*બુલેટ ટ્રેન*
14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. 

*સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના*
ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી.

*રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ*
આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

*ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય દરજ્જો*
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય મહત્વ આપીને બંનેને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. હવે આ યુનિવર્સિટીઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) તરીકે ઓળખાય છે.

*AIIMS, રાજકોટ*
ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

*કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ આપી છે. આ પાર્ક દ્વાર વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ (પવન ઊર્જા + સૌર ઊર્જા) ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

*લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP) – રાજકોટ*
લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મકાનો સસ્તા, મજબૂત અને સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.

*સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) સુધી રેલવે કનેક્ટિવિટી*
ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટ આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસીઓ માટે અહીંયા 12 નવા પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. 

*ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર*
મે, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જુગનાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

*વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન*
સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.

*GIFT સીટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ*
ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

*GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જૂલાઈ, 2022માં  ગાંધીનગર GIFT સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડીંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ IIBX એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને ગુજરાતના જ્વેલર્સ માટે આ એક્સચેન્જ અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે.

*અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો.  સપ્ટેમ્બર 2022માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે.

*તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી*
જૂલાઇ 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ લાઇન તૈયાર થતા શ્રદ્ધાળુઓ અને ભાવિકો સરળતાથી પોતાના ધર્મસ્થાને જઇ શકશે.

*રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

*દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ, 2022માં ભારતીય રેલવે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં હજારો નોકરીઓની તકો ઊભી થશે.

*ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની ભેટ*
ઓક્ટોબર 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભરૂચ ખાતે રૂ.2500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહુર્ત કર્યું હતું. આ બલ્ક ડ્રગ પાર્ક ઉપરાંત, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

*ભારતમાલા પરિયોજના*
ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

*ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન*
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ પૂર્ણ કરી હતી.

*ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી 1 વર્ષ માટે જી20ના સભ્ય દેશોની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. જી20 અંતર્ગત ભારતમાં કુલ 200 મીટિંગો આયોજિત થવાની છે, જે પૈકી 18 બેઠકોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જી20 બેઠકોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની રાજ્ય પાસે આ એક અમૂલ્ય તક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી પ્રેરિત આ બેઠકો દરમિયાન વિદેશી મહેમાનો ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને માણીને અભિભૂત થઇ રહ્યા છે.

*સ્માર્ટ સિટી મિશન*
ભારત સરકાર દ્વારા જૂન 2015માં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

*નવસારીમાં PM મિત્ર પાર્ક*
કેન્દ્ર સરકારની પીએમ મિત્ર યોજના અન્વયે નવસારીના વાંસી-બોરસીમાં અદ્યતન સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

*સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ*
26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

*વીર બાળ સ્મારક, અંજાર*
26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં અંજાર શહેરના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ બાળકોની સ્મૃતિમાં અંજાર શહેરની બહાર વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વીર બાળ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

*સાબર ડેરી ચીઝ પ્લાન્ટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૂલાઈ 2022માં સાબર ડેરીના 3 નવા ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે.

*ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ*
ઓક્ટોબર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

*સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ*
અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ થવા નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓની સગવડ માટે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઓગસ્ટ 2022માં આ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

*નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)*
ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવવા માટે રૂ.3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીના સમૃદ્ધ દરિયાઇ વારસાને રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ઝડપથી કામગીરી કર રહી છે.

*અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્યો*
• અંબાજી યાત્રાધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. 
• પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે થયેલા વિકાસકાર્યોમાં, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.
• સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓને રહેવા માટે સુવિધાયુક્ત સરકીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે.

*એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે, જૂનાગઢ*
ઓક્ટોબર 2020માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ મા અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. આ રોપ-વે ને કારણે ગિરનાર પર્વતના પગથિયાં ચડ્યા વિના મિનિટોમાં જ માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે.

*એસ્ટોલ પ્રોજેક્ટ*
જૂન, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વલસાડ જિલ્લામાં એસ્ટોલ પ્રોજેક્ટ રાજ્યની જનતાને સમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણી પહોંચાડી રહ્યો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ એક ચમત્કાર છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ (1837 ફીટ)ની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

*વિદ્યા સમીક્ષા કેન્દ્ર*
રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ  રાજ્યો –પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીશ્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત  બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નીગ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીકથી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.

*છેલ્લા 1 વર્ષમાં વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત*

• સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.
• સપ્ટેમ્બર 2022માં રૂ.12  હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ
• સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન.
• સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805  આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
• સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી.
• ઓક્ટોબર, 2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ.
• અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્પિટલનું લોકાર્પણ, મેડિસિટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું.
• ઓક્ટોબર, 2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત
• ઓક્ટોબર, 2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો
• ઓક્ટોબર, 2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
• ઓક્ટોબર, 2022માં તાપી-નર્મદા-સુરત જિલ્લામાં રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ, તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત, સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
• ઓક્ટોબર, 2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
• કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં પંચમહાલના જાંબુઘોડામાં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ, રૂ.522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોની યાદમાં સંત જોરિયા પરમેશ્વર પ્રતિમા અને શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમાનું લોકાર્પણ
• મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો Read More »

Uncategorized ખેતીવાડી

વાપી ભાજપ તાલુકા ઉપપ્રમુખ સૈલેશ પટેલ ના હત્યારા જેલના સળિયા પાછળ વાંચો સંપૂર્ણ એહવાલ

વલસાડ જિલ્લા પોલીસે આરોપી ઓ ને ઝડપી પાડી વલસાડ જિલ્લા પોલીસ વડાની પ્રશંસિય કામગિરિ હત્યાના મુખ્ય સૂત્રધાર જેલના સળિયા પાછળ

વાપી તાલુકાના રાજકીય આગેવાન શ્રી શૈલેષભાઇ કીકુભાઇ પટેલ રહે.કોચરવા વાલાની હત્યાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરતી વલસાડ જીલ્લા પરી

બનાવની વિગત –ગઇ તા.૦૮/૦૫/૨૦૨૩ ના સવારના ૬:૭/૩૦ વાગ્યાના સુમારે રાતા કોપરલી રોડ, રામેશ્વર શિવ મંદીર ખાતે કોચરવા ગામના શ્રી શૈલેષભાઇ પટેલ તેના પરીવારના મહીલા સભ્યો સાથે તેઓની સ્કોર્પીયો કારમાં દર્શન કરવા ગયેલ હતા ત્યારે પરીવારના સભ્યો શિવ મંદીરમાં દર્શન કરવા ગયેલ તે દરમ્યાન રુપભાઇ પોતાની કારમાં ડ્રાઇવીંગ શીટ પર મોબાઇલમાં વ્યસ્ત હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ શૈલેષભાઇ પર ફાયરીંગ કરી માથાના ભાગે ગોળી મારતા શૈલેષભાઇ ઘટનાસ્થળે મૃત્યુ પામેલ હતા. આ બનાવની પોલીસને જાણ થતા તાત્કાલીક મરણ જનાર શૈલેષભાઇના પત્નિ શ્રીમતી નયનાબેન નાઓ આ ઘટનાના નજરે જોનાર સાહેદ હોય તેણીની ફરીયાદ લઇ ડુંગરા પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૪, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧)એ, ૨૫(૧-બી)(એ), ૨૭ મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી ફરીયાદમાં ફરીયાદીએ (૧) મિતેશ ઈશ્વરભાઈ કો.પટેલ (૨) પીનલ ઈશ્વરભાઈ કો.પટેલ (૩) વિપુલ ઈશ્વરભાઈ કો.પટેલ (૪) શરદભાઈ ઉર્ફે શદીથી દયાળભાઈ કો.પટેલ (૫) સિધ્ધાર્થ ઉર્ફે અમીત સદીયો ઉર્ફે શરદભાઈ કો.પટેલ તમામ રહે.કોચરવા, કુંભારફળીયા (૬) નિલેશ ઉર્ફે નીલુ બાબુભાઈ આહીર રહે,પંડોર કુલ-૬ ઇસમો દ્વારા દશ વર્ષ જુના ઝઘડાની અદાવતનું મને દુઃખ રાખી શૈલેષભાઇની હત્યા કરાવી હોવાનુ જણાવેલ હતું.

ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાબ પોલીસ મહાનિર્દેશક શ્રી સુરત વિભાગ, સુરત શ્રી પિયુષ પટેલ સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ મધ્યનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, શ્રી સંદીપસીંધ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબના નેતૃત્વમાં વાપી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, બી.એન.દવે તથા વાપી ડીવિઝન તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના તમામ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સ.ઇ તથા પોલીસ માણસોની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ અને જુદા જુદા રાજયોમાં આ ગુન્હાની અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરવામાં આવેલ હતી.

તપાસ દરમ્યાન ફરીયાદમાં જણાવેલ શકદારો તેમજ મરણ જનારના સંપર્કવાળા ઇસમોની સતત-પનિષ્ઠ પુછપરછ કરવામાં આવેલ, ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ તેમજ પોલીસના આધારભુત…

બાતમીદારોનો સંપર્ક કરી હ્યુમન ઇન્ટેલીજન્સ મેળવવામાં આવેલ આ સમગ્ર તપાસ દરમ્યાન એવી હકીકત ખુલવા પામેલ છે કે, ફરીયાદમાં જણાવેલ ઇસમો પૈકી નં.(૧) શરદ ઉર્ફ સદીયો દયાળભાઇ કોળી પટેલ તથા તેનો ભત્રીજો નં.(ર) વિપુલ ઇશ્વરભાઇ પટેલ અને ની(૩) મિતેશ ઇશ્વરભાઇ પટેલ નાઓએ ભેગા મળી કાવતરૂ રચી તેઓના ઓળખીતા નં.(૧) અજય સુમનભાઇ ગામીત રહે વાપી, ચલા, યોગી કોમ્પ્લેક્ષ, સી-વિંગ, ફ્લેટ ની સી૧ તા.વાપી જી.વલસાડ મુળ રહે કરેલીયા, નાયકી ફળીયું ના વાંસદા જી.નવસારી (૨) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનું રાજનાથસિંગ (રાજપુત) રહે.હાલ ચણોદ ગામ સાગ ફળીયા બલરામ વાટીકા નીલકંઠ રો-હાઉસ નંબર-૧૭૬ અથર્વ પબ્લિક સ્કુલની બાજુમાં તા વાપી જી.વલસાડ મુળ રહે.ગામ.હરનીડેહશ પોસ્ટ બ્યોહરા પોલીસ થાના દેવગામ તા.લાલગંજ જી.આઝમગઢ યુ.પી.નાઓ મારફતે ઉત્તરપ્રદેશના સાપટ્યુટરીને ૫, ૧૯,૦૦,૦૦૦/માં શૈલેષ પટેલને જાનથી મારી નાંખવાની સોપારી આજથી આશરે એક વર્ષ પહેલા આપેલ હતી. તેમજ શૈલેષ પટેલનો સોશ્યલ મીડીયામાંથી ફોટો મેળવી શાર્પશુટરને આપેલ હતો.

આમ ચૈલ કાવતરા મુજબ સૌપ્રથમ ત્રણ શાર્પશુટરો માટે ડીસેમ્બર-૨૦૨૨ માં આવેલા અને તેઓ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધી રોકાયેલા, આ શાર્પશુટરોની રોકાવાની વ્યવસ્થા ઉપરોક્ત કાવતરાખોરોએ તેમના સગા મારફતે દમણ મુકામે કરેલી અને તેઓને આ ગુન્હાને અંજામ આપવા માટે એક નવું બજાજ પલ્સર મોટર સાયકલ શાર્પશુટરોના નામેજ દમણ મુકામેથી ખરીદ કરી આપેલું આ રોકાણ દરમ્યાન શાર્પશૂટરોએ કાવતરાખોરો સાથે મળી શૈલેષ પટેલના ઘરની તથા તેઓના ઘરથી આવવા જવાના રસ્તાની રેકી કરેલ હતી પરંતુ તેઓના આયોજનમાં સફળ થયેલ નહીં અને નવુ ખરીદેલ મોટર સાયકલ દમણ મુકામે ઉપરોક્ત કાવતરાખોરોના સગાને ત્યાં મુકી પરત પોતાના વતનમાં જતા રહેલ હતા.

ત્યારબાદ ફરીથી ઉપરોક્ત કાવતરાખોરોએ શાર્પશૂટરોનો સંપર્ક કરતા આ જ ત્રણ શાર્પશુટરો ફરીથી તા.૦૩/૦૫/૨૦૨૩ ના રોજ આવેલા અને આ વખતે કાવતરાખોરોએ આ શાર્પશુટરોને રોકાવા જમવાની વ્યવસ્થા પંડોર ગામની સીમમાં આવેલ પોતાની વાડીમાં કરી આપેલ હતી દરમ્યાન આ શાર્પશુટરોએ દમણ મુકામે રાખેલ મોટર સાયકલ મેળવી શૈલેષ પટેલને ફરીથી રેકી કરી તા.૦૮/૦૫/૨૦૩ ના રોજ વહેલી સવારે 9;૭/૩૦ વાગ્યે રાતા કોપરલી રોડ ઉપર શિવ મંદીર પાસે શૈલેષ પટેલને ફાયરીંગ કરી ગોળી મારી હત્યા કરી મોટર સાયકલ ઉપર ત્રણેય શાર્પશુટર નાસી ગયેલ હતા. આ ગુન્હાનો અંજામ આપનાર શાર્પશુટરો અન્ય રાજયના છે.

ઉપરોક્ત ગુન્હામાં પોલીસે આરોપીઓ નં.(૧) વિપુલભાઈ S/O ઈશ્વરભાઈ દયાળભાઈ કો પટેલ ઉ.વ.૩૧ રહે.કોચરવા ગામ, કુંભાર કળીયા, તા.વાપી જી.વલસાડ (ર) મિતેશભાઈ S/O ઈશ્વરભાઈ દયાળભાઈ કો પટેલ ઉ.વ.૩૫ રહે કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (3) શરદભાઈ ઉર્ફે સદિયો દયાળભાઈ કો.પટેલ ઉ.વ.૪૮ રહે.કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (૪) અજયભાઇ S/O સુમનભાઇ દલુભાઇ ગામીત ઉ.વ.૩૦ રહે વાપી ચલા, યોગી કોમ્પ્લેક્ષ, સી-વિંગ, ફલેટ નં સી/૧ તા વાપી જી.વલસાડ મુળ રહે.કુરેલીયા, નાથકી ફળીયું તા.વાંસદા જી.નવસારી (૫) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ S/O રાજનાથસિંગ કૈડુલીમિંગ(રાજપુત) ઉ.વ ૩૫ રહે.હાલ ચણોદ ગામ, સાગ ફળીયા, બલરામ વાટીકા, નીલકંઠ રો-હાઉસ નંબર-૧૭૬, અથર્વ પબ્લિક સ્કુલની બાજુમાં, તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ હરનીડેરા પોસ્ટ, બ્યોહરા પોલીસ થાના દેવગામ, તા.લાલગંજ જી.આઝમગઢ, યુ.પી. નાઓની તા.૨૯/૦૫/૨૦૩ ના રોજ ધરપકડ કરેલ છે. અને..

આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય તમામ ઇસમોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ગુન્હાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર નાઓ કરી રહેલ છે. આ બનાવની તપાસ દરમ્યાન બનાવનું મુળ કારણ જાણવા મળેલ છે કે, સને.૨૦૧૩ ના વર્ષદરમ્યાન મૃતક શૈલેષ પટેલના ઘર પાસે મૃતક તથા તેના પરીવારજનો તેમજ શકદાર આરોપી શરદ ઉર્ફે સદીયો પટેલ તથા તેના ભાઇ ઇશ્વર પટેલ અને તેના પરીવારજનો વચ્ચે મારામારી થયેલ જે બનાવમાં ઇશ્વર પટેલને ગંભીર ઇજા થતા કોમામાં સરી પડેલ જે ઇજાઓના કારણે આજદીન સુધી તેઓ પેરેલાઇઝડ હોય અને બનાવમાં આરોપી શરદ ઉર્ફે સદીયા પટેલને પણ પગના ભાગે ગંભીર ઇજા થવાથી ખોડખાપણ રહી ગયેલ તેમજ ઇશ્વર પટેલના દિકરા પિનલ પટેલ તથા વિપુલ પટેલને પણ ઇજાઓ થયેલ હતી. જે અંગે બન્ને પક્ષો તરફથી સામસામે ફરીયાદો જે તે સમયે કરવામાં આવેલ ત્યારબાદ સને.૨૦૧૪ માં આ આરોપીઓએ શૈલેષ પટેલ ઉપર જીવલેણ હુમલો કરેલ જે બાબતે પણ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ ત્યારબાદ આ આરોપીઓએ ફરીથી સને.૨૦૧૭ માં શૈલેષ પટેલ ઉપર હુમલો કરેલ જે અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ. આમ, અગાઉની અદાવતનો બદલો લેવા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી આપી શાર્પશુટરો મારફતે શૈલેષ પટેલની હત્યા કરાવેલ

ઉપરોક્ત ગુન્હાની તપાસમાં નીચે મુજબના પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે જોડાયેલ હતા નં.

(૧) શ્રી વી.બી.બારડ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ

નં.(૨) શ્રી જે.એન.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.વલસાડ(કેમ્પ વાપી) ન (૩) શ્રી વી.જી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર વાપી ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન

નં.(૪) શ્રી કે.એમ.બેરીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ

નં.(૫) શ્રી એચ.એ.સિંધા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ

નં.(૬) શ્રી એન.સી.સગર પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.વલસાડ(કેમ્પ વાપી) નં.(૭) શ્રી જે.જી.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર નાનાપોંઢા પોલીસ સ્ટેશન

૭. ખારીપીઓનો ગુન્હાહિત ઇનિયમ-

આરોપી વિપુલ ઇશ્વર પટેલ તથા મિતેષ પટેલ તથા શરદ પટેલ વિરૂધ્ધ વાપી ટાઉન તથા ડુંગરા તથા પારડી પો.સ્ટે.માં રાયોટીંગ, ખુનની કોશિષ અને મારામારીના કુલ નોંધાયેલ છે. ૩ ગુન્હા

આરોપી અજય ગામીતના વિરૂધ્ધમાં ખુનનો એક ગુન્હો તથા પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયેલ છે.

વાપી ભાજપ તાલુકા ઉપપ્રમુખ સૈલેશ પટેલ ના હત્યારા જેલના સળિયા પાછળ વાંચો સંપૂર્ણ એહવાલ Read More »

Uncategorized ઓટો

વલસાડ : સંજણ હત્યાના કેસમાં એક ને મુંબઈથી અને એક સાગરીત ને બિહારથી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછી રેલવે કોરિડોરની મજૂરો દ્વારા નાખવામાં આવેલા કેબલ કાપી રહ્યા હતા. જે દરમ્યાન કોન્ટ્રાક્ટર અને તેના માણસો અચાનક ત્યાં આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ ભંગારના ગોડાઉન સંચાલક અને તેના માણસને ઝડપી પાડયા હતા. ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મુંબઈ અને બિહારથી મુખ્ય સૂત્રધાર એવા વધુ 2 આરોપીઓને ઝડપી પાડયા છે.

મુખ્ય આરોપી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછી રેલવે કોરિડોરની મજૂરો દ્વારા નાખવામાં આવેલા કેબલ કાપી રહ્યા હતા. જે દરમ્યાન કોન્ટ્રાક્ટર અને તેના માણસો અચાનક ત્યાં આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ ભંગારના ગોડાઉન સંચાલક અને તેના માણસને ઝડપી પાડયા હતા. ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મુંબઈ અને બિહારથી મુખ્ય સૂત્રધાર એવા વધુ 2 આરોપીઓને ઝડપી પાડયા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની ચાલી રહેલી કામગીરી દરમ્યન તાંબાના કેબલ નાખવાની કામગીરી સુધાકર નામનો કોન્ટ્રાકટરને સપવામાં આવી હતી. સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાનો ચાલી રહેલી કામગીરી ચાલી રહી હોવાની જાણ નજીકમાં આવેલા ભંગાર ગોડાઉન સંચાલક ઝાકીર શેખને થતા તેના કામદાર લક્ષ્મણ સાથે કટર લઈને કેબલ ચહેરો કરવા પહોંચ્યા હતા. જ્યાં ઝાકીરના કહેવા ઉપર લક્ષ્મણે કેબલ કપવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન રેલવેના કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંજાણ રેલવે ફાટક પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં ઝાકીર ને અને લક્ષ્મણને પકડીને સુધાકર અને તેના માણસોએ માર માર્યો હતો અને ઝાકીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તે કેસમાં મુખ્ય આરોપી રેલવે કોરિડોરની કામગીરીનો કેબલ કોન્ટ્રાક્ટર સુધાકર અને પવન નામના આરોપીને ઝડપી પાડવા ઉમરગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમ મુંબઈથી ઉમરગામ પોલીસે સુધાકર સિંગની ધરપકડ કરી છે. સુધાકરની પ્રાથમિક પૂછપરછ કરતા કેબલ ચોરી કરતા ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી તેના ગોડાઉનમાં આગ ચાંપી હોવાની કબૂલાત કરી હતી. ઉમરગામ પોલીસે સુધાકરની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉમરગામ પોલીસની બિહાર તપાસમાં ગયેલી ટીમે આ કેસમાં સંડોવાયેલા પવન નામના આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. પવનની પ્રાથમિક પૂછપરછ કરતા પવને પણ કેસમાં સંડોવણી હોવાની કબૂલાત કરતા ઉમરગામ પોલીસ બિહારથી આરોપીની અટકાયત કરી ઉમરગામ લાવવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડ : સંજણ હત્યાના કેસમાં એક ને મુંબઈથી અને એક સાગરીત ને બિહારથી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યા Read More »

Uncategorized ખેતીવાડી

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું

: *કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી*

બોક્સ: *હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા*

બોક્સ:  *બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે*

ભારત દેશ મા અલગ અલગ પ્રકારે અવનવી રમતો રમવામાં આવે છે જેવી કે ક્રિકેટ, હૉકી, કબડી, ખોખો આ અવનવી રમતો થી આપસમાં પ્રેમ ભાવ વધે છે અને મન પણ પ્રફુલ્લીત થાય છે ત્યારે સરીગામ સરીગામ હોકી ટીમ ના સ્ટેટ લેવલે રમિચૂકેલા ખેલાડીઓ એ ઉત્સુકતા બતાવી ને સરીગામ માં સૌપ્રથમ વાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કર્યું હતું
ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.


હોકીની શરુઆત : હૉકીની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ.
ઐતિહાસિક પુરાવા પરથી જણાય છે કે હૉકી જેવી રમત પ્રાચીન સભ્યતામાં રમાતી હતી
નાઈલનઅ ખીણ પ્રદેશમાં બેની હાસન ના મકબરામાં મળી આવેલા ચિત્રોમાં માણસો હૉકી જેવી રમત રમી રહ્યાં હોવાનું દેખાય છે.
અન્ય અમુક ચિન્હોથી જનાય છે કે આરબ, પર્શિયન, રોમન (પૅગાનીકા), ઈથિયોપિયન અને અત્ઝેક લોકો પન ભિન્ન પ્રકારની હૉકી રમતા હતાં
આ ખેલના સૌથી પ્રથમ તોળી બનાવીને રમવાનો ઉલ્લેખ થેમીસ્ટોક્લ્સ દ્વારા ઈ.પૂ.૪૭૮માં બંધાવાયેલ પૂતળાની દીવાલ પર મળી આવે છે.
૧૬મી સદીના આર્જેન્ટીનામાં સ્થયી થયેલા યુરોપીય લોકો દ્વારા ત્યાંના અરૉકાનો લોકો દ્વારા રમાતી રમત ચ્યુકાનો ઉલ્લેખ છે જેનો અર્થ વાંકી વળેલી એવો થાય છે આ શબ્દ તે રમતમાં વપ્રાતી વાંકા છેડા વાળી લાકડીને આધારે પડ્યો હોવો જોઈએ.
મધ્ય યુગમાં સમગ્ર યુરોપમાં આ રમત રમાતી હતી. તે ઈંગલેન્ડમાં કમ્બુકા (કે કોમોક કે કિમોકકે કીમોજી)તરીકે ઓળખાતી, સ્કોટલે ન્ડમાં શીન્ટી, ફ્રાન્સમાં જ્યૂ દે મેલ, અને નેધરલે ન્ડમાં હેટ કોલ્વેન નામે ઓળખાતી.
આધુનિક હૉકી બ્રિટિશ ઈશ્લેસ માં નિર્માંણ થઈ. ૧૯મે સદીના પ્રથમ અર્ધ ભાગમાં તે પ્રચલીત બની.
કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી જેમાં વિશાલ સિ રોહિત ની મહેનત થી ટીમને જીત હસિલ થઈ હતી જેમા વિશાલે આખી ટીમ મા સૌથી વધૂ ગોલ કર્યાં હતા.  બ્લ્યુ વોરિયર ટીમના સપોર્ટર તરિકે મોહિત સર અને રમણ સર નુ ખુબ સારું યોગદાન રહ્યુ હતુ બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે. આ હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા . બ્લ્યુ વોરિયર વિજેતા ટીમને ફાઇનલ વીનર ની ટોફી આપવામા આવી હતી. સરીગામ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ ના સહયોગથી શનુભા ભગત, મુકેશસિહ ચૌહાણ વિક્રમસિંહ પરમાર ના આયોજન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે મેલડી માતાજી ના મંદિરે જંબુસર તાલુકાના સૌ પ્રથમ સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ, મહિલા પ્રમુખ મીનાક્ષીબા, નવયુવાન કાર્યકર યોગેશ સિંહ સોઢા, વડોદરા જીલ્લા પ્રમુખ અજયસિંહ સોલંકી, ભરૂચ જીલ્લા પ્રમુખ વીરસિંહ પરમાર, ભરૂચ જીલ્લા રાજપુત સમાજ પ્રમુખ બળવંતસિંહ ચાવડા,સુરત તથા ભરૂચ જીલ્લા માથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તથા વેડચ ગામના નવયુવાનો ની મહેનત દ્વારા આયોજન જોરદાર સફળ બનાવ્યું
શનુભા ભગત મેલડી માતાજી ના ભુવાજી ધ્વારા દિકરીઓ ને આશિષ વચન આપવામાં આવ્યા.સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દ્વારા સમાજ સુધારાની શરૂઆત જંબુસર તાલુકામાં શરૂઆત કરી આવતા વર્ષે 1111 દિકરીઓ જંબુસર તાલુકામાં ફક્ત એક જ રૂપિયામાં પરણાવવા માટે તથા દરેક દિકરીઓ અને દીકરાઓ ને 50-50 હજાર રૂપિયા ની મેડિકલ પોલિસી ફ્રી આપવાનું જાહેર કરવામાં આવ્યું

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં DAY-NRLM યોજના અંતર્ગત કૅશ ક્રેડિટ કેમ્પ નું આયોજન જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કૅશ ક્રેડિટ કેમ્પ યોજવામા આવ્યો. કુલ 74 SHG ને 101 લાખનું વિતરણ કરવામાં આવ્યુ.ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થીત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોની આજીવિકામાં વધારો કરી ગરીબીમાંથી બહાર લાવવા ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી,DLM શ્રી, LDM શ્રી અને નાબાર્ડ ના ddm શ્રી ઉપસ્થિત રહ્યા.

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ