Gujarat

ગણના પાત્ર (પ્રોહીબીશન) નો કેશ કરતી ભિલાડ પોલિસ. રૂ.૬૭૨૦૦ ની કિંમત નો દારૂનો જથો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

ઉમરગામ: અનીશ શેખ દ્વારા તા -27/1/2024

ભીલાડ પોલિસ સ્ટેશન મા પીએસ આઈ સુસલાદે નાં ચાર્જ સાંભળ્યા બાદ બૂટલેગરો મા ફફડાટ, અને ક્રાઇમ મા કન્ટ્રોલ સાથે ટ્રાફીક ની સમસ્યામાં મોટી રાહત ..

ભિલાડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં દમણ સેલવાસ અને મહારાષ્ટ્ર જેવી બોર્ડર હોવાથી બૂટલેગરો દ્વારા ગુજરાત મા દારૂ ગુસાડવા નાં અવનવા કિમિયા અજમાવતા હોય છે પરંતુ ભિલાડ પોલિસ હંમેશા બૂટલેગરો ના આ કિમિયા નાકામ કરવામાં કામિયાબ રહી છે

વલસાડ જિલ્લા પોલીસ વડા ની સૂચના થી ભીલાડ પોલીસ સ્ટેશન ના પીએસ આઇ સુસલાદે નાં નેતૃત્વ હેઠલ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ ના ઓ એ બાતમીના આધારે 67200 રૂપિયાનો દારૂનો જથ્થો પકડીપાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

વિગતવાર વાત કરીએ તો તા.૨૬/૦૧/૨૦૨૪ નાં રોજ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન બાતમી ના આધારે
જંબુરી, સ્કુલ ફળીયું,, રમેશ રણછોડભાઈ હળપતિના ઘરની સામે,
એક ઈકો કારનો કાર જેનો રજી.નં. GJ-15-CM-3960 ને ઉભિરખવા ઈશારો કરતાં કાર ચાલક કાર મૂકી ભાગી છૂટયો હતો કારમાં તપાસ કરતાં કરની અંદર વિદેશી દારૂ નો જથો જોવા મળ્યો હતો જેમાં તપાસ કરતાં . ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ટીન બિયર તથા વ્હિસ્કીની બાટલીઓ મળી કુલ્લે નંગ-૭૩૨ (૨૩૦.૭૬ લીટર) ની કુલ કિ.રૂ.૬૭,૨૦૦/- નો દારૂ નો જથો કબ્જે કરી પ્રોહી બિશન એકટ કલમ ૬૫એઇ, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબ ગુનો નોંધી ઇકો કાર ને કબ્જે લઇ ફરીયાદ નોંધી હતી ઇકો કરની કિંમત 300000 રૂપિયા મળી 367200 નો મુદ્દા માલ કબ્જે કરી ભિલાડ પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ છે જેમાં ઇકો ચાલક અને ઇકો ના માલિક ને વોન્ટેડ જાહેર કર્યા છે

ગણના પાત્ર (પ્રોહીબીશન) નો કેશ કરતી ભિલાડ પોલિસ. રૂ.૬૭૨૦૦ ની કિંમત નો દારૂનો જથો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી Read More »

સ્પોર્ટ્સ

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया ।

GUJARAT REPORT ANISH SHEKH

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी जिला जालौन को शैखुल इस्लाम मदनी मियां अशरफी जीलानी किछौछवी जानशीन मुद्देसे आज़म हिन्द दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ ने ब मुकाम मदनी मस्कन अहमदाबाद गुजरात में ब तारीख 10/01/2024 को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया है। ख़िलाफत का मतलब अच्छी बातों का आदेश करने और बुरी बातों से रोकने का प्रमाण पत्र। मुहम्मद साहब की हर बात का पालन करना कुरान व हदीस की बात लोगों तक पहुंचाना इसी को ख़िलाफत व इजाज़त कहा जाता है।

मौलाना अब्दुल कय्यूम ग्राम जैतपुरा क्षेत्र मधौगढ जिला जालौन यू पी के सबसे पहले आलिम व फाजिल हैं ।जिनको दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ से यह प्रमाण पत्र दिया गया है। मौलाना जैतपुरी ने अपने जिला जालौन यू पी का यह प्रमाण पत्र प्राप्त कर के अपने जिले का नाम रौशन किया है।हम सभी लोग मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को मुबारकबाद देते हैं।

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया । Read More »

Uncategorized

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 સંવત 2080 માગશર માસની પ્રથમ અમાસે  વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજએ કુબેર ભંડારી મંદિર વિશે જણાવ્યું છે કે કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી પરંતુ રાવણે શિવજીની આરાધના કરી પ્રસન્ન થતા શિવજીએ રાવણને શ્રીલંકાની ગાદી આપી હતી તે બાદ કુબેર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી હતી અને શિવજી પ્રસન્ન થતા કુબેર ને થયેલા અન્યાયની વાત રજૂ કરી હતી તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટુ પદ અને પૈસા નું વચન આપ્યું અને કુબેર ને દેવોના ખજાનચી નું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું.

કુબેર એ કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારી ના નામથી ઓળખાય છે.

 વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ કે તેથી વધુ જે ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે તેને કુબેર ની જેમ કાંતો સારું પદ મળે અથવા તો ધન પ્રાપ્ત થાય છે.

વડોદરા જીલ્લા ના મા નર્મદા નદીના કિનારે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે  2024 ની પ્રથમ અમાસે દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. વર્ષ ની પ્રથમ અમાસે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ને ફૂલોથી શણગારવામા આવ્યુ હતું  કરનાળી અમાસ ભરતા ભાવિક ભક્તો અગિયારસ થી અમાસ સુધી નિયમિત દર્શન કરી માથું ટેકવે છે. ચૌદશ ની રાત્રી થી ભક્તોએ શ્રધ્ધા થી માથુ ટેકવ્યુ હતું.કુબેર દાદા ને ભક્તો દ્વારા અવનવા રંગબેરંગી સાફા ચડાવવામા આવે છે . વિવિધ ફૂલો થી કુબેર મંદિર ને ખૂબ સુંદર શણગાર કરવાભા આવ્યો હતો.રાત્રી ના 12 કલાકે મંદિર ના કપાટ ખૂલતા ભક્તોએ  જયકુબેર  જયજયકુબેર ના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતું. હતો.દર માસ ની અમાસે  ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણે ખૂણે થી દર્શનાર્થીઓ કુબેર દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે .મંદિર પ્રશાસન દ્વારા મંદિર ની ખૂબ સુંદર શણગાર કરવામા આવ્યો હતો ભાવિક ભક્તો માટે વિશાળ ભંડારા નું આયોજન કરવામા આવે છે ભક્તોની સલામતી, પાર્કિંગ અને ભોજન પ્રસાદી માટે સગવડ ઉભી કરવામા આવી છે.  પોલીસ પ્રશાસને ખડેપગે રહી કામગીરી બજાવી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ એ ભાવિક ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ.

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા Read More »

Uncategorized ઓટો

મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું 

રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ તથા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી તથા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી તથા જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી સાહેબ નું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ ભોજન ના દાતાશ્રી અને અન્ય દાતાઓનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ટેકરી મહાદેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા નવીન વન કુટીર બનાવવામાં આવી હતી જેનું ઉદઘાટન મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અને જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું વન કુટીરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરએફઓ સહિત વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઇ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતાશ્રી હરેશભાઈ વ્યાસ નું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત બાપુનું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું આર.એફ.ઓ. પ્રવીણભાઈ આંજણા સાહેબનું પણફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલોનાબુકે થી સ્વાગત કરાયું હતું અંતે હીરાભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો અનેદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ટીંટોઈ ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાંગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદ નું સુંદર આયોજનઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું  Read More »

Uncategorized ક્રિકેટ

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન

અંતર્ગત બોરમઠ ગામમાં અયોધ્યા થી આવેલ રામમંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિરનો દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનો એ આમંત્રણ પાઠવી રહેલા રામ ભક્તોનું  કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ ના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ રામ ના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરખ ઘેલા થયા હતા. એક ૧૦૦ વર્ષના દાદી મા એ શ્રી રામ ભક્તોનું રામના ભજન ગાઈ ને સ્વાગત કર્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન Read More »

Uncategorized ઓટો

બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી?

ઈંટોના ભઠ્ઠાઓ ને મંજૂરી કોઈ સરકારી ખાતાઓ દ્ધારા આપવામાં આવી નથી..

રીજનલ ઓફિસ GPCB બનાસકાંઠા દ્ધારા અગાઉ ઈંટોના ભઠ્ઠા બાબતે નોટિસો આપી હતી પરંતુ આજદિન સુધી ભઠ્ઠાઓ બંધ નથી થયા?? એનું કારણ શું?? ખાલી કામ ગિરી કાગળ ઉપરજ થાય છે?

અમીરગઢ જેશોર અભિયારણ ના રેન્જ ફોરેસ્ટ ના RFO શક્તિ સિંહ સાહેબ ને અરજદાર દ્ધારા ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ જ્યારે કોઈ PATRKAR આ બાબતે RFO શક્તિ સિંહ ને ફોન કરીને પૂછે તો તેમની પાસે ફોન ઉપાડવાનો સમય ના હોય તેમ ફોન રિસીવ નથી કરતા.. તે બાબતે શું સમજવું??

✍️અમીરગઢ મામલતદાર સાહેબ શ્રી સાથે વાતચીત

અમીરગઢ જેશોર અભિયારણ સામે કાર્યવાહી બાબતે મામલતદાર અમીરગઢ ને પૂછતા તેમણે કહ્યું કે અમારા તરફ થી ઈંટોના એકપણ ભઠાઓ ને મંજૂરી આપવામાં નથી આવી જો મંજૂરી ના હોય તો ઈંટોના ભઠા બંધ કરાવવા શું મામલતદાર સાહેબ ની ફરજ નથી?? મારી હદમાં નથી આવતું તેવું કહી મામલતદાર સાહેબે પણ હાથ ખંખેરી નાખ્યા અને તમામ બાબતે આ વિસ્તાર જેશોર અભિયારણ હોય તો તમે RFO સાથે વાત કરો..

✍️DFO સાથે વાતચીત કરતા તેમણે કહ્યું તમામ બાબતે તપાસ થઇ ગઈ છે

RFO સાહેબ ફોન ના ઉપાડતા DFO બનાસકાંઠા ને ટેલિફોનિક પૂછતાં તેમણે કહ્યું કે અમે બધી તપાસ કરી છે અમારા હદ વિસ્તાર માં આ ભઠા નથી આવતા અને જો તમને એવું લાગે તો તમે GPS માપ લઈને મારી પાસે આવો હું કાર્યવાહી કરીશ…

બનાસકાંઠા ના ન્યાય પ્રિય કલેલ્ટર સાહેબ શ્રી આબાબત ને ગંભીરતા થી લઈને તપાસ કરે અને આ ઈંટોના ઘેરકાયદેસર ચાલતા ભઠ્ઠાઓ સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ છે

બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી? Read More »

Uncategorized

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા -2023-24 માં શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ ની ધોરણ-8 ની વિદ્યાર્થીની ધ્રુવી સમગ્ર અરવલ્લી જીલ્લામાં વિજેતા થઇ રાજ્ય કક્ષાએ ભાગ લીધો.

અરવલ્લી -ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા -2023-24 ની જીલ્લા કક્ષાની સ્પર્ધા અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે યોજાઈ હતી, જેમાં *શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ* ની ધોરણ-8 ની વિદ્યાર્થીની *ધ્રુવી કનુભાઈ રાઠોડ* સમગ્ર અરવલ્લી જીલ્લામાં તૃતીય સ્થાને વિજેતા થઇ રૂપિયા 11,000/- નું ઇનામ પ્રાપ્ત કરી સમગ્ર જીલ્લા અને શાળાને ગૌરવ અપાવ્યું. જેમાં જીલ્લાના જવાબદાર અધિકારીશ્રોઓ પણ હાજર હતા અને સૌ એ સર્વ વિજેતા ને અભિનંદન પાઠવ્યા હતા. અને વિજેતા ધ્રુવી ને મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે સૂર્ય નમસ્કાર નો વલ્ડ રેકોર્ડ થયો તે કાર્યક્રમમાં સહભાગી થવાની સુવર્ણ તક મળી. જેની શાળા પરિવારમાં ખુશીની લહર જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા -2023-24 માં શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ ની ધોરણ-8 ની વિદ્યાર્થીની ધ્રુવી સમગ્ર અરવલ્લી જીલ્લામાં વિજેતા થઇ રાજ્ય કક્ષાએ ભાગ લીધો. Read More »

Uncategorized

બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ??

એહવાલ અનિશ શેખ

શું અધિકારીઓ ને ફરિયાદ મળે ત્યારેજ કાર્યવાહી થશે?
આ બાબતે ભૂસ્તર અધિકારી ને તાત્કાલિક વોટ્સપ માધ્યમ થી પુરાવા સાથે વિડિઓ મોકલાવી ફરિયાદ કરી.. અધિકારીઓ એ તાત્કાલિક કાર્યવાહી કરવા બાંહેધરી આપી
વાત કરીએ તો બનાસકાંઠા ના ઇકબાલ ગઢ વિસ્તાર માં બાલુન્દ્રા નજીક ની બનાસ નદીમાં થી થી ધોળે દિવસે કોઈના પણ ખોફ વગર બનાસ નદીની સોનાની લંગડી સમાન ઘણાતી રેતી ની ચોરી થઈ રહી છે થોડાક સમય પેહલા એક યુવાને આ રેતી ખનન ને અટકાવવા ઉચ્ચલેવલે ફરિયાદો કરી હતી અને તે ફરિયાદ બાદ કાર્યવાહી ના થતા આત્મવિલોપન ની ચીમકી પણ આપી હતી તે બાદ પણ હજુ બનાસ નદીમાં રેતી ની ચોરી યથાવત છે આ બાબતે અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી

વાંચો ટૂંક સમય માં ખનન બાબતે વધુ એહવાલ

બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ?? Read More »

Uncategorized

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો

અનીશ શેખ દ્વારા

આ કામે મરણજનાર તા ૨૩/૧૨/૨૦૨૩ ના સાંજના આશરે ૧૯/૩૦ વાગ્યાંના સુમારે મોજે સરીગામ જલ્સા હોટેલ ની સામે આવેલ રોડ પર એક્સીડેન્ટ થતા મરણ ગયેલ હોય જે બાબતે ગુનો ભીલાડ પોસ્ટે દાખલ થયેલ હોય સદર મરણ જનાર ના વાલી વારસ મળી આવેલ નં હોય વાલી વારસ મળી આવ્યે થી ભીલાડ પોસ્ટે અથવા સરીગામ આ. પો નો કોન્ટેક કરશો

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો Read More »

Uncategorized આરોગ્ય

માલપુર તાલુકા ના અંબાવા ગામે નળ સે જલ યોજના ની ગોર બેદરકારી.

અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકા ના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ નાખવા માં આવેલ છે પરંતુ આ ગામને સાતરડા જૂથ યોજના માં સમાવેશ કરવા માં આવેલ છે આ ગામમાં છેલ્લા પંદર દિવસ થી બેથી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં  સંપ સુધી પાણી આવતું નથી માટે લોકો ને પાણી મળતું નથી આ બાબતે આંબવા ગ્રુપ ગ્રામ પંચાયત ના લોકપ્રિય પૂર્વ  સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ પણુચાઅને ગ્રામ જનોના જણાવ્યા પ્રમાણે લાગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારી શ્રી ઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએ થી એવો જવાબ મળે છે કે લાઈન લીકેજ માં છે તેવો વારંવાર રટણ કરવા માં આવે છે તેવો ગામના પૂર્વ સરપંચ અને ગ્રામ જનોનું કહેવું છે ગ્રામ જનો દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે અમોને દિવિજત માં કે માલપુર થી સીધું પાણી આપો જેથી અમોને કાયમી પાણી મળી રહે સાતરડા લાઈન થી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી જેથી અમોને ખુબ મુસીબત સામનો માપલુર થી  અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવા માં આવે તેવું સમગ્ર  ગ્રામ જનોની માગ ઉઠવા પામી છે 

માલપુર તાલુકા ના અંબાવા ગામે નળ સે જલ યોજના ની ગોર બેદરકારી. Read More »

Uncategorized આરોગ્ય