Valsad

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રાગટ્ય કરવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી.

આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ છે. જે છઠ્ઠી માર્ચ સોમવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મલી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ Read More »

Uncategorized ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

6/3/2023

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરાઇ હતી. અંબાજીથી લઇને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જીલ્લાઓ તથા અન્ય રાજ્યોના સાતસોથી વધુ કલાકારોએ તેમની આગવી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ ઉપરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્યની અનોખી પરંપરાની ઝાંખી રજુ કરી હતી.

મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેંદ્રકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે સરકારનો જે અભિગમ છે. તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેંદ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી બરંડા, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ Read More »

Uncategorized ખેતીવાડી

હવામાન ખાતાની આગાહી

6/3/2023

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.-૦૭/૦૩/૨૦૨૩ થી ૦૮/૦૩/૨૦૨૩ના અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ : ભરતસિંહ ઠાકોર અરવલ્લી દિવ્ય

પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર સન્માન સમારોહનું અને સીસી રોડના શિલાન્યાસનુ તારીખ ૧૨-૨-૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, માનસિંગ ચૌહાણ અને કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેનાર છે. હઠીપુરા સેવા સહકારી મંડળીના પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાક થી જગતગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજની શોભાયાત્રા, પરમગુરૂ ચરણ પાદુકા પૂજન, મહારાજશ્રીનું સન્માન, મહારાજ શ્રીના આશિર્વચન અને સીસી રોડનું શિલાન્યાસ કરવામાં આવનાર છે.હઠીપુરા ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ જશુભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના આશીર્વાદ અને આશિર્વચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું

મોદી સાહેબના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું.

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )

ભાજપ સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “પરીક્ષા પે ચર્ચા”- છઠ્ઠી આવૃત્તિઅંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનોખા ઈન્ટરેકટીવ કાર્યક્રમનું તા.૨૭ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નું લાઈવ પ્રસારણ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદાના હોલમાં રાખવામાં આવેલ જે અંતર્ગત “એક્ઝામવોરીયર્સ” પુસ્તક આધારિત ચિત્રસ્પર્ધાયોજવામાં આવી હતી. તાલુકાની વિવિધશાળામાં યોજાયેલ ચિત્રસ્પર્ધાનું પ્રદર્શન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા ખાતે રાખવા માં આવ્યું હતું.

જેમાં શાળાકક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વાંસદાના પ્રાંત સાહેબશ્રી ડી.આઈ.પટેલનાવરદ્દ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાહતા.જયારેતા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ“પરીક્ષા પે ચર્ચા”કાર્યક્રમની શરૂઆતમાં ૧૦.૩૦ કલાકે ઉપસ્થિત મહેમાનો નું શાળા ના આચાર્ય શ્રીમહેન્દ્રસિંહ પરમારે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દિપપ્રાગટ્યકરવા માં આવ્યું હતું અને “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાંપ્રથમ-હુસેન મુસ્તાકભાઈ બારાનપૂરી-શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ,દ્વિતિય-વૈષ્ણવ આયુષી દેવેન્દ્ર કુમાર-નવયુગ ઈંગ્લીશ સ્કૂલ,વાંસદા, તૃતીય- પટેલ સુહાની સંજીવભાઈ- શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને વાંસદાના મામલ તદાર વસાવાસાહેબ,જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ વ્યાસ,જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલાના વરદ્દહસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ત્યાર બાદ મામલતદાર સાહેબ અને વિરલભાઈ વ્યાસેવિદ્યાર્થી ઓને તેમના ઉદ્દબોધન દ્વારા પ્રેરણા આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ૧૧.૦૦ વાગ્યાથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે વાંસદાના મામલતદાર વસાવા સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, તાલુકા પંચાયતઉપપ્રમુખદશરથભાઈ ભોયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલા, જિલ્લા ઉપપ્રમુખશ્રી વિરલ ભાઈ વ્યાસ,તાલુકા મહામંત્રી રાકેશ ભાઈ શર્મા, તાલુકા ભાજપ પ્રમુખમુકેશભાઈ પટેલ, કાર્યકર પીયુષભાઈ પટેલ, બક્ષી પંચમોરચાના પ્રમુખ રાજુભાઈ મોહિતે,વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટવરલાલ પાંચાલ,મંત્રી શ્રી ધર્મેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી શ્રીધર્મેન્દ્ર સિંહ સોલંકી ,કારોબારી સભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ સોલંકી,જિલ્લા પંચાયત સદસ્ય અંબાબેન પટેલ વેગેરે ઉપસ્થિત રહયા હતા.

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું Read More »

Uncategorized ખેતીવાડી

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન!

(ગુજરાત કારોબાર ઈરફાન પઠાણ)

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! છેલ્લા 5 વર્ષ થી ફળીયા ના લોકો સ્લો લાઈટ થી પરેશાન સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી આપવા છતાં હજુ ખતલ વાડ જીઈબીના અધિકારી ઓ નું પેટનું પાણી નથી હલતુ ઉમરગામ. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ગામ ખાતે તારીખ 17/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત વીકંપની ખત્તતલવાડ ડિવિઝન મા વીજળી ના લોવોલ્ટેજ ને લઈ ને સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી અપાઈ હતી. માંજરા ફળીયા મા છેલ્લા પાંચ વર્ષથી લો વોલટેજ ના પ્રશ્ન ને લઈ જેતે સમય ના અધિકારી ને છેલ્લા પાંચ વર્ષથી ફરિયાદ કરાઈ રહી છે. છતાં પણ એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેને તાકિદ કરવા માટે મંજરા ફળીયામા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે ગામના નાગરિકો એ અરજી મા સહી કરી ફરિયાદ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અરજી ના આધારે કેટલી કામગીરી કરશે એ જોવાનું રહ્યું.

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા મેડિકલક્ષેત્રમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવી

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )તા.૧૮. સ્ત્રી કેળવણી અને સામાજિક જનજાગૃતિ,ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટેની સહાય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કામગીરી કરી રહેલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ 18/12/22 ના ગણદેવી તાલુકાના ધનોરી અને ચાંગા ગામમાં અને ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 3 ગરીબ બાળાઓને ગરીબીના કારણે ભણતર નહીં અટકે તે માટે પ્રોત્સાહન રૂપે આર્થિક મદદ કરવામાં આવી.જેમાં નવસારીના અગ્રણ્ય રેડિયોલોજીસ્ટ ડો.ચેતન પટેલને સ્થાનિક યુવાનો સંજય હળપતી અને હાર્દિક રાઠોડ દ્વારા ગણદેવી તાલુકાની દિકરી આરતી હળપતિના પિતાનું 6 વર્ષ પૂર્વે અવસાન થતાં માતાએ કાળી મજૂરી અને મોટી બહેને પોતાનું ભણતર છોડીને નોકરી કરીને આરતીને ડોક્ટર બનાવવાના અરમાનો સાથે ભણવા માટે મોકલી હોવાની હકીકત જણાવતાં એમણે સમસ્ત આદિવાસી સમાજની ટીમને જાણ કરતાં તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજની ટીમ મદદ માટે દિકરીના ઘરે પહોંચી હતી.

અન્ય બે પરિવારો પણ ખેતમજૂરી કરી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે.આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા ભવિષ્યમાં જયારે પણ જરૂર પડે દરેકે દિકરીઓના વાલીઓને બાંહેધારી આપી કોઈપણ ગરીબ દિકરા-દિકરીનું ભણતર માત્ર તેની આર્થિક પરિસ્થિતિને કારણે અટકવું નહીં જોઈએ વિષય પર ભાર આપી ભવિષ્યમાં પણ આવા કોઈપણ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો.અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દરેક વાળીઓને જણાવવામાં આવ્યું કે આવી જ રીતે તમારા બાળકો ભણીગણી કમાતા થાય ત્યારે તમારા બાળકોને એટલું ચોક્કસથી શીખવાડજો કે આવી રીતે કોઈપણ સમાજના ગરીબ બાળકોને ભણવામાં મદદરૂપ થશે. અન્યથા ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે આવા બાળકો સારી નોકરી મેળવી લીધા પછી સમાજના ગરીબોને મદદરૂપ થતાં નથી ત્યારે પારાવાર દુઃખ થાય છે.આ પ્રસંગે નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખ ભાઇ,ડો.દિવ્યાંગી,ડો.નીરવભાઈ ગાયનેક,ડો.કૃણાલ,ડો.પંકજ,ડો.પ્રિયેશ,મુકેશભાઈ,કીર્તિભાઇ,મીંતેશભાઈ,દલપતભાઈ,રમેશભાઈ,ઠાકોરભાઈ,હસમુખભાઈ,મયુર,ઉમેશભાઈ મોગરાવાડી , ભાવેશ,ભાવિન,ઉમેશભાઈ વાડ, દલપતભાઈ, ભૂમિક,કાર્તિક, પથિક, જીતેન્દ્ર,હિરેન,સાગર સહિતના ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા મેડિકલક્ષેત્રમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવી Read More »

Uncategorized ઓટો

વાંસદા ભાજપ તેમજ પિયુષપટેલ દ્વારા 177 વાંસદા વિધાનસભામાં ઋણ સ્વીકાર કર્યક્રમ યોજાયો

જુગાર, દારૂના અડ્ડા તેમજ આકડાનું વધી રહેલા દુષણ બાબતે 15 દિવસમાં પિયુષ પટેલે જનતા રેડ કરવાની ચીમકી ઉચારી

(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )

તા.૧૭.
વાંસદાના કૂકણા સમાજ ભવનમાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પિયુષભાઈ પટેલ તેમજ વાંસદા ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો
વર્તમાન વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના ગઢ ગણાતા 177 વાંસદા વિધાનસભામાં ભાજપના ઉમેદવારની હાર થઇ હતી 177 વાંસદા વિધાનસભામાં ભાજપ દ્વારા વાંસદામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા જોકે ઉલ્લેખનિય છે કે પિયુષ પટેલ આ પહેલા કોઈ પણ ચૂંટણી લડ્યા ન હોય તેમજ પ્રચાર માટે પણ ખૂબ જ ઓછો સમય મળ્યો હોવા છતાં લગભગ એકાણું હજાર જેટલા મતો મળ્યા હતા જેને લઈ પિયુષ પટેલ દ્વારા ૧૭૭ વાંસદા વિધાનસભાના કાર્યકરો તેમજ હોદ્દેદારો નામી અનામી દરેક મતદારોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પિયુષ પટેલ દ્વારા જાહેરમંચ પર એલાન કરતા જણાવ્યું હતું કે હવે પછી ભાજપ નો કાર્યકર્તા બની ભાજપ માટે કામ કરીશ તેમજ વાંસદા તાલુકાના દરેક નાગરિક માટે કામ કરીશ તેમજ હાલમાં યોજાયેલી ચૂંટણીમાં મને સાથ સહકાર આપનાર દરેક કાર્યકર્તા તેમજ હોદ્દેદારોનો આભાર માનું તેમજ આવનાર લોકસભાની ચૂંટણીને લઈ વાંસદા તાલુકાના કાર્યકર્તાઓને જૉમ અને જોશ થી મંડી પડવા માટે હાકલ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોમાં વલસાડ-ડાંગના સાંસદ કે.સી.પટેલ ,નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ,વાંસદા પ્રભારી બાબુભાઇ જીરાવાલા જ્યંતીભાઈ પરમાર,ઉષાબેન પટેલ ,ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતભાઈ માં હલા,અશ્વિનભાઈ પટેલ,વાંસદા તાલુકા પ્રમુખ સંતુભાઈ ગાવીત, મહેશભાઈ ગામીત, વાંસદા ભાજપ મહામંત્રી સંજયભાઈ બિરારી, રાકેશભાઈ શર્મા તેમજ જિલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો સરપંચો ,હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ બિરારી અને રાકેશ શર્મા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

બોક્ષ: વાંસદા તાલુકામાં દારૂ આંકડા અને જુગારનું મોટા પ્રમાણમાં દુષણ વધી રહ્યું છે જેને કારણે ગરીબ આદિવાસી પ્રજા પાયમાલ થઈ રહી છે જેને કારણે 15 દિવસનું અલ્ટીમેશન આપું છે જો પોલીસ દ્વારા આ દુષણ ન ડામવામાં આવે તો આવનાર દિવસોમાં દારૂના અડ્ડા અકડા તેમજ જુગારધામ પર અમે ખુદ મહિલા મંડળ સાથે લાઈવ કરી જનતા રેડ કરી પોલીસની આંખ ખોલવામાં આવશે- પીયૂષભાઈ પટેલ વાંસદા ભાજપ

બોક્ષ: વાંસદા વિધાનસભા ભલે હારી ગયા હોય પરંતુ દરેક કાર્યકર્તાએ જૉમ અને જુસ્સા થી કાર્ય કરી 91000 મતો આપી કાર્યકર્તાઓ મતે પિયુષ પટેલ જ અમારો ધારાસભ્ય છે એવું દરેક કાર્યકર્તા માની રહ્યા છે તેમજ હવે પછી દરેક કાર્યકર્તા પિયુષ પટેલના નેતૃત્વમાં દરેક સામાજિક કર્યો તેમજ સરકારના વિકાસના કામો કરશે – રમેશભાઈ પટેલ ભાજપ કાર્યકર્તા

વાંસદા ભાજપ તેમજ પિયુષપટેલ દ્વારા 177 વાંસદા વિધાનસભામાં ઋણ સ્વીકાર કર્યક્રમ યોજાયો Read More »

Uncategorized ઓટો

વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ૧૦ કિલોમીટર દૂર લાઈબ્રેરીમાં વાંચન માટે જવું પડે છે.

(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )

તા.૧૭.
વાંસદા તાલુકાના સિણધઈ ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ વાંચવા માટે વાંસદા સહિત ડોલવણ જેવા ૧૦ કિલોમીટર દૂર સુધી લાઈબ્રેરીમાં વાંચન કરવા માટે જવું પડે છે સિણધઈ વિસ્તારના વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અહીં લાઈબ્રેરીની સુવિધા આપવામાં તેવી માંગ સાથે ગામના યુવાનોએ સરપંચને લેખિતમાં રજુઆત કરી છે વિવિધ વિષયોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી ઓને વાંચનપ્રક્રિયાને લઈને લાઈબ્રેરી સહારો લેવો પડતો હોય છે તેમજ વિદ્યાર્થીઓને વાંચન માટેની યોગ્ય જગ્યા એટલે કે લાઈબ્રેરી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લાઈબ્રેરી નહિ હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે ગુજરાત રાજયમાં પોલિસ ભરતી, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટની ભરતી માટેની મહત્વની પરીક્ષાઓ સરકારશ્રી તરફથી લેવામાં આવતી હોય છે આવી મહત્વની ભરતીઓના અનુસંધાને વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવા માટે સતત વાંચન ની જરૂર પડતી હોય છે ત્યારે લાઈબ્રેરી નહિ હોવાના કારણે તેઓ પરીક્ષારૂપી સાહિત્યનું વાંચન કરી શકતા નથી. જેથી લાયબ્રેરીની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો લાભ લઇ શકે અને પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારી માટે આવી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે. માટે સરપંચને લેખિતમાં રજુઆત કરી લાયબ્રેરી કાર્યરત કરવાની માંગ કરી હતી જેમાં આજુ-બાજુના ગામડાના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે.
સિંણધઈ ગામના મયુર પટેલ દ્વારા જણાવ્યા પ્રમાણે વાંસદા ખાતે લાયબ્રેરીની વ્યવસ્થા છે પરંતુ રોજ અપડાઉન કરવામાં સમય વેડફાય છે તેમજ આવવા જવા માટે ખર્ચ થતો હોય છે જેથી ગામમાં લાયબ્રેરી હોય તો વધુ સરળ બને એમ છે તેમજ સિંણધઈ ગામે અનેક યુવાનો અને યુવતીઓ ભણતરમાં ખૂબ હોશિયાર છે પરંતુ મોટા ભાગના યુવાનો અને યુવતીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પુસ્તકોના ખર્ચ ઉઠાવી શકતા નથી જેને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સારા ગુણ મેળવી નથી શકતા જેને કારણે આગળ તક મળતી નથી જેથી ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની લાયબ્રેરીનું આયોજન કરવામાં આવે તો અનેક યુવક યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની સારી ત્યારી કરી શકે અને સરકારી નોકરીમાં તક મળે જેને લઈ ગામના યુવાનો દ્વારા સરપંચને લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી

વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું Read More »

Uncategorized ઓટો