Vapi

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી..

નવી દિલ્લી તા – 29 / 3 /2024

કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? કેજરીવાલ ના આ સવાલે જર્જ અને ઇડી ને ચૂપ કરી દિધા હતા..!!

એક ન્યૂઝ એજન્સી ના એહવાલ મુજબ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે વકીલને બદલે પોતાની જાતે જજ સામે દલીલો કરીને તેમને અને ઈડીને ચૂપ કરી મૂક્યાં હતા. કેજરીવાલે પોતાની દલીલોમાં એક સવાલ એવો છેડ્યો કે જેની પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહી ગયા હતા અને થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો હતો, બંને નામ પર કોઈને પણ કંઈ જવાબ ન આપ્યો. ખુદ વકીલ બનેલા કેજરીવાલે પહેલો સવાલ એવો કર્યો કે મારી ધરપકડ કેમ થઈ, જવાબમાં ઈડીના વકીલે એવું કહ્યું કે અમારી પાસે તમારી સામે નિવેદન છે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? આ સવાલ પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહ્યાં હતા.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજાે આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવું પણ બોલ્યાં કે જાે ૧૦૦ કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા? કેજરીવાલે આ કેસના આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી.. Read More »

Uncategorized

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો

અનીશ શેખ દ્વારા

આ કામે મરણજનાર તા ૨૩/૧૨/૨૦૨૩ ના સાંજના આશરે ૧૯/૩૦ વાગ્યાંના સુમારે મોજે સરીગામ જલ્સા હોટેલ ની સામે આવેલ રોડ પર એક્સીડેન્ટ થતા મરણ ગયેલ હોય જે બાબતે ગુનો ભીલાડ પોસ્ટે દાખલ થયેલ હોય સદર મરણ જનાર ના વાલી વારસ મળી આવેલ નં હોય વાલી વારસ મળી આવ્યે થી ભીલાડ પોસ્ટે અથવા સરીગામ આ. પો નો કોન્ટેક કરશો

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો Read More »

Uncategorized આરોગ્ય

માલપુર તાલુકા ના અંબાવા ગામે નળ સે જલ યોજના ની ગોર બેદરકારી.

અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકા ના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ નાખવા માં આવેલ છે પરંતુ આ ગામને સાતરડા જૂથ યોજના માં સમાવેશ કરવા માં આવેલ છે આ ગામમાં છેલ્લા પંદર દિવસ થી બેથી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં  સંપ સુધી પાણી આવતું નથી માટે લોકો ને પાણી મળતું નથી આ બાબતે આંબવા ગ્રુપ ગ્રામ પંચાયત ના લોકપ્રિય પૂર્વ  સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ પણુચાઅને ગ્રામ જનોના જણાવ્યા પ્રમાણે લાગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારી શ્રી ઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએ થી એવો જવાબ મળે છે કે લાઈન લીકેજ માં છે તેવો વારંવાર રટણ કરવા માં આવે છે તેવો ગામના પૂર્વ સરપંચ અને ગ્રામ જનોનું કહેવું છે ગ્રામ જનો દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે અમોને દિવિજત માં કે માલપુર થી સીધું પાણી આપો જેથી અમોને કાયમી પાણી મળી રહે સાતરડા લાઈન થી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી જેથી અમોને ખુબ મુસીબત સામનો માપલુર થી  અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવા માં આવે તેવું સમગ્ર  ગ્રામ જનોની માગ ઉઠવા પામી છે 

માલપુર તાલુકા ના અંબાવા ગામે નળ સે જલ યોજના ની ગોર બેદરકારી. Read More »

Uncategorized આરોગ્ય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂ. ૨૭૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિકાસથી કોઈ ગામ-કોઈ વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સાકાર થઈ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂ. ૨૭૪ કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના સાકાર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોની સેવા દ્વારા તેમને વિકાસની મુખ્યધારામાં લાવવાની આ મોદીજીની ગેરંટી છે.

મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લામાં રોડ ફોરલેન, માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત, કિસાન સૂર્યોદય યોજના અન્વયે ૨૨૦ કે.વી. સબ સ્ટેશન ખાતમુહૂર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઈ યોજના સહિતના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકોના વિકાસ માટે કામો કરવાની જનહિતકારી નેમ હોય તો કેવા વિકાસ કામો થાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છીએ.

વડાપ્રધાનશ્રીએ સતત અવિરત અને ગતિશીલ વિકાસનો જે કાર્ય મંત્ર આપ્યો છે તેને આગળ ધપાવતા આ ડબલ એન્જીન સરકારે પાછલા ૬ જ મહિનામાં અરવલ્લી જિલ્લાને સમગ્રતયા  રૂ. ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે એમ પણ કહ્યું કે, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની અને યોજનાઓના લાભો ઘેરબેઠા પહોંચાડવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.

આ હેતુસર સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.

આ વિકસિત ભારત સંકલ્પયાત્રાએ આદિજાતિ સમુદાયોના કલ્યાણની આગવી દિશા આપી છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડવામાં તે મહત્વપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશનના લાભાર્થીઓને સહાય ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ, ખેડૂત સાધન સહાય યોજનાના ચેક, દિવ્યાંગ સહાય તેમજ ટી.બી. મુક્ત અરવલ્લીની નેમ સાથે સેવા સંસ્થાઓ દ્વારા ટી.બી. કીટનું પણ વિતરણ લાભાર્થીઓને કર્યું હતું.

આ પ્રસંગે નાણામંત્રીશ્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના આજે નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ભારતના વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. આજે આપણને સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળી છે.

અરવલ્લી જિલ્લામાં ૨૦૦૨ માં ૧૩ સબ સ્ટેશન હતા જે આજે ૪૦ સબ સ્ટેશન થયા છે. જિલ્લામાં  હજુ આગામી સમયમાં બીજા ૬ સબ સ્ટેશન બનવાના છે. ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો હલ ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વની રાજ્ય સરકારે કર્યો છે. તમામના સહયોગથી ગુજરાતનું અર્થતંત્ર નવી ઊંચાઈ પર પહોંચશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજય મંત્રીશ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સર્વશ્રી મુકેશભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકા ડામોર ,ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાનાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂ. ૨૭૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી Read More »

Uncategorized આરોગ્ય

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ2 લાખનું ઓપરેશન એક પણ રૂપિયાનાં ખર્ચ વિના આ કાર્ડ થકી શક્ય બન્યું, એ માટે સરકારશ્રીના અમે આભારી છીએ : લાભાર્થી શ્રી શાહિદાબેન રજાકભાઈ મન્સુરી


માહિતી કચેરી અરવલ્લી – ૦૫-૧૨-૨૦૨૩

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાભાર્થી શાહિદાબેન રજાકભાઈ મન્સુરીએ ભિલોડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા શરીરની અમુક નસ બ્લોક થઈ ગઈ હતી એટલે તેનું ઓપરેશન તાત્કાલિક કરાવવું ખુબ જ જરૂરી હતુ. મે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચાર્યુ ત્યારે ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૨ લાખ જેટલો તો સામાન્ય થશે તેમ ડૉક્ટરે કહ્યું હતું. પરંતુ મને કોઈએ કહ્યું કે, જો તમારી પાસે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું’ કાર્ડ હશે તો તમારી સારવાર નિ:શુલ્ક થઈ જશે.

                બસ આ કાર્ડ થકી મે ઓપરેશન કરાવ્યું તે પણ એક રૂપિયો આપ્યાં વગર એટલે કે મારી સારવાર તો નિ:શુલ્ક થઇ અને મને ઘર સુધી પહોંચાડવા સુધીની ચિંતા સરકારશ્રીએ કરી બસ મારા આ  વ્યક્તિગત અનુભવને અંતે જ મને ખરેખર સમજાયું કે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે.  સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાતમા જન-જનનાં આરોગ્યની દરકાર લે છે આપણી સરકાર.

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ Read More »

Uncategorized આરોગ્ય

ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાપ્રાણ પ્રતિષ્ઠા – પાંચમો વાર્ષિકોત્સવ પાટોત્સવ

 આપણાં ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થઈ રહ્યાં છે. જે નિમિત્તે પાંચમો વાર્ષિકોત્સવ ( પાટોત્સવ)ની ઉજવણીનું આવતીકાલે દેવદિવાળીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આપને સહભાગી બનવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.

કાર્યક્રમની રુપરેખા:
🔸 ૨૭ નવેમ્બર, સોમવાર, દેવદિવાળી: સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ : ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ
🔸 યજ્ઞ આયોજન સ્થાન: ગાયત્રી ચેતના કેન્દ્રની પાસેના વલ્લભ ટેનામેન્ટના કૉમન પ્લોટમાં

🔸 યજ્ઞ સમાપન બાદ સામુહિક ભોજન પ્રસાદ આયોજન: જે ગાયત્રી સંસ્કાર ધામ, ગીતાંજલી સોસાયટી ખાતે રહેશે

– ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા

ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાપ્રાણ પ્રતિષ્ઠા – પાંચમો વાર્ષિકોત્સવ પાટોત્સવ Read More »

Uncategorized

માલપુર તાલુકાના ધીરાખાંટની મુવાડા ગામની સીમમાં પથ્થર દળવાની ફેક્ટરીના કારણે પ્રદૂષણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માલપુર તાલુકા નીડર પ્રમુખશ્રી ભૂપેન્દ્રસિંહ ઠાકોર માલપુર તાલુકાના ધીરાખાંટ ના મુવાડા ગામે ચાલતી પથ્થર દળવાની ફેક્ટરી ના લીધે ઉડતા ડસ્ટ તેમજ ખુબજ ઘોઘાટ ના લીધે સમગ્ર ગામ ની અંદર ખુબજ ટીબી ના વિસથી વધારે દર્દીઓને દવા લઈ રહ્યા છે.નાના બાળકો પથ્થર ના ડસ્ટ ના લીધે નાની ઉંમરે ટીબીના ભોગ બની ચુક્યા છે.પાંચ મહિના પહેલાં મામલતદાર કચેરી માલપુર તેમજ કલેક્ટર કચેરી અરવલ્લી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન હતી તે અનુસંધાને માલપુર મામલતદારને હિંમતવાન નીડર અને તે યુવા નેતા ભૂપેન્દ્રસિંહ ઠાકોર તેમજ ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.જો અઠવાડિયામાં તપાસ હાથ ધરવામાં ના આવે તો ઉગ્ર વિરોધ કરી કલેકટર કચેરીખાતે ધરણાઉપર બેસી જઈશું તેવી ચીમકી આપી હતી.

માલપુર તાલુકાના ધીરાખાંટની મુવાડા ગામની સીમમાં પથ્થર દળવાની ફેક્ટરીના કારણે પ્રદૂષણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ Read More »

Uncategorized આરોગ્ય

ભિલોડા તાલુકાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું        

   આ કિશોરી મેળાના  અંતગર્ત માનનીય ડેપ્યુટી કમિશનર તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી ગાંધીનગર ગુજરાતની અધ્યક્ષતામાં   ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો. 

     જેમાં જિલ્લા કક્ષાના  તથા તાલુકા કક્ષાના  અધિકારીઓ , કર્મચારીઓ તથા લાભાર્થી કિશોરીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.              

    આ કાર્યક્રમમાં ભિલોડા તાલુકા આરોગ્ય કચેરીના પ્રતિનિધિ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ તથા કિશોરીઓ માટેની  વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

આ કિશોરી મેળાના કાર્યક્રમનું સમગ્ર સફળ સંચાલન એસબીસીસી ટીમ ભિલોડા તથા સંજયભાઈ બારોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

ભિલોડા તાલુકાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું         Read More »

Uncategorized આરોગ્ય

ભીમ રત્ન શ્રી.આલજીભાઈ મારુ સાહેબ શ્રી ૩ ઓક્ટોબર ૬૯ મો જન્મદિવસની હાર્દિક શુભકામના ડૉ.બાબા સાહેબ આંબેડકર ના સંકલ્પનાથી બનેલ આર.પી.આય નો ૬૭ વર્ધાપણ દિવસ ની પણ સર્વ ભારતવાસીઓને લાખ લાખ શુભેચ્છાઓ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 ૩ ઓક્ટોબર એટલે કે મહત્વપૂર્ણ દિવસ છે આજથી ૬૯ વર્ષ પહેલા મુંબઈ મા એક ક્રાંતિ કારી સમાજ સેવક નો જન્મ થયો હતો તેમનૂ નામ છે શ્રી આલજીભાઈ મારુ તેમને મુંબઈ મહારાષ્ટ્રના (૧૯૭૨) મા દલિત પેંથર નામની એક લડાકુ સંગઠન ના માધ્યમથી સર્વ સમાજને ન્યાય દેવડાવાનું  કામ કરતા રહ્યા અને મુંબઈ ડોંગરી વાલપખાડી વિસ્તારમાં છાવણી ની સ્થાના માં અને દલિત પેન્થર ની છાવણી પૂર્ણ મુંબઈ મા સ્થાપિત કરવામાં આવી હતી  અને ત્યારબાદ  રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) મા.ડૉ.રામદાસ આઠવલે સાહેબ સાથે રહીને સમગ્ર બહુજનો પર તથા અન્યાય અત્યાચારો બાબત ખભીર પણે ઉભા રહીને  હંમેશા સમાજ ને ન્યાય દેવડાવે છે  અનુસૂચિત સમાજ માટે છેલ્લા ૫૦ વર્ષ થી તેમના માધ્યમથી લોકોને સતત ન્યાય દેવડાવવા લડતા રહે છે અને સર્વ સમાજના અસંખ્ય લોકોના કામો કર્યા છે તેમજ રિપબ્લિકન પાર્ટી દ્વારા સંપૂર્ણ ભારતમાં મહારાષ્ટ્ર ગુજરાતમા થતા અત્યાચારો જેમકે ઔરંગાબાદ મા નામાતર ની લડાઈ વર્ષ (૧૯૭૭)  થી (૧૯૯૪) સળંગ ૧૭ વર્ષે આંદોલન ચાલ્યું હતું અને ડૉ. બાબા સાહેબ આંબેડકર મરાઠાવાડા વિદ્યાપીઠ નામ આપવામાં આવ્યું  ઘાટકોપર માતા રામાબાઇ નગર ગોળીબાર હત્યાકાંડ વર્ષ (૧૯૯૭) , અને મહારાષ્ટ્રના અહમદનગર જવખેડા  હત્યાકાંડ (૨૦૧૫) ડૉ બાબા સાહેબ આંબેડકર ના સ્મારક માટે ઇન્દુ મીલ ની લડાઈમાં સહભાગ થઈને જેલ ભરો આંદોલન કર્યું હતું   તેમજ ચાવણ ગામ ગુજરાત મા દલિત અત્યાચાર થાનગઢ ગોળીબાર ઉના મા દલિત અત્યાચાર કે બોટાદ ના જાળીયા ગામ ના સરપંચની હત્યા એમજ  કચ્છ જિલ્લા ગુજરાત રાપર તાલુકામાં દેવજીભાઈ મહેશ્વરી ના હત્યારાઓની ધરપકડ માટે આંદોલન કર્યું હતું ભાવનગર ઘોઘા ખાતે અમરાભાઇ બોરીચા ની હત્યા વીસે લડાઇ લડી કોરોના જેવી ભયંકર જાનલેવા બીમારી માં પણ, બોરીવલી, કાંદિવલી, દહીસર, સુધી,ગોર ગરીબ જરૂર જરૂરિયાત મંદ ભૂખ્યા લોકોને ભોજન , અનાજ, તેમજ પાણી, બિસ્કીટ, સેનેટાઈઝર ,માસ, નું વિતરણ કર્યું હતું લોકો ડાઉન માં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરી હતી, બોરીવલી વિસ્તારમાં કોરોના કાળમાં સેનેટાઈઝર મારીને કોરોના બીમારીના ફેલાય તે માટે પ્રયાસો પણ કર્યા હતા તેમજ  હતું તેમજ તેમના જીવનકાળમાં અનુસૂચિત સમાજ ના અને સર્વ સમાજને સાથે લઈ  તમણે અશક્યો આંદોલનનો કર્યા છે તેમજ સંસ્થાપક ૨૦૧૬ માં ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ નામનું સંગઠન બનાવીને  પુરા ભારત ભરમાં અન્યાય અત્યાચારો ના વિરોધ મા લડવા  માટે સામાજિક એકતા માટે જાતિ તોડો સમાજ જોડો ભારત જોડો રાષ્ટ્રીય જન સામાજિક સમતા અભિયાન ના ઉદ્દેશથી બિનરાજકીય સંગઠન બનાવીને ભારતભરમાં કામ કરે છે અને આ સંગઠનની સ્થાપના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામેથી ચાલુ કરી હતી આ સંગઠનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે તેના માધ્યમથી ભવિષ્યમાં સમાજનો વિકાસ થશે તેમજ દલિત પેન્થર ના ૫૦ મો સુવર્ણ મહોત્સવ નિમિત્તે અને  મીરા રોડ લતા મંગેશકર હોલ ખાતે, તારીખ ૯/૭/૨૦૨૩.ના રોજ દલિત પેન્થર ગૌરવ પુરસ્કારથી કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી (ભારત સરકાર) ડૉ.રામદાસ આઠવલે સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના સ્થાપના થી જોડાયેલા અને ઘણા વર્ષો સેવા આપી બદલ રિપબ્લિકન ગૌરવ પુરસ્કાર તારીખ ૨૧/૭/૨૦૨૩. રોજ શહીદ વીર મંગલ પાંડે નિકોલ અમદાવાદ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી (ભારત સરકાર) ડૉ.રામદાસ આઠવલે સાહેબ દ્વારા રિપબ્લિકન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

અને પોતે સર્વિસ કરીને ની સ્વાર્થ સમાજ સેવાકરી આજે રિટાયર્ડ  છે તો પણ સમાજસેવા ચાલુ છે

માજી મુંબઈ ડૉક લેબર બોર્ડ ના જનરલ કાઉન્સિલર લીડર ત્રણ વખત ચૂંટાયેલ હતા મુંબઈ ડૉક લેબર બોડ બેંકના માજી ઉપાધ્યક્ષ

સંત રોહીદાસ વંશી વઢિયારા સમાજ કેન્દ્રીય પંચાયત સહમંત્રી

અખિલ ભારતીય ચર્મકાર સંઘ મહારાષ્ટ્ર પ્રદેશ ઉપાધ્યક્ષ ઓલ ઇન્ડિયા વુમન રાઈસ માનવ અધિકાર ના મહારાષ્ટ્ર ઓર્ગેનાઇઝર સેક્રેટરી માજી સ્પેશિયલ એજ્યુકેટીવ ઓફિસર (S.E.O.) સંત રોહીદાસ નગર રહેવાસી વેલફેઅર સોસાયટી ના અધ્યક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુ.પ્ર) ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  તેમજ અન્ય હોદ્દાઓમાં રહી ચૂક્યા છે આજે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા નો વર્ધા સ્થાપના દિવસ અને શ્રી.આલજી ભાઈ મારુ ભીમ રત્નને જન્મદિવસની લાખ લાખ શુભકામનાઓ પાઠવીયે છે

શુભેચ્છક – સર્વ ભીમ સૈનિકો અને રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા SC.ST.OBC.માઇનોરીટી મહાસંઘ સંગઠનના સર્વ કાર્યકર્તા અને પદાધિકારીઓ રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ દાદા પવાર રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ

રાષ્ટ્રીય સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ભાઈ           ઉફ હમીરભાઇ શામળીયા ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરતસિંહ ઠાકોર ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ હેમ લતાબેન લૌચા, કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી, ભુજ મહિલા પ્રમુખ હેતલબેન ગોસ્વામી,કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર્તા ભરતભાઈ સોલંકી સંજીવની દામોદર , માવજીભાઈ વાઢેળ,  જખુભાઈ મહેશ્વરી, છગનભાઈ ઝાલા વિશ્રામભાઇ મેરીયા , જીવરાજભાઈ વાઘેલા, દિનેશભાઈ સોલંકી,દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા  કાનજીભાઈ પી પરમાર મોહન વણકર, વિક્રમ કાઞી,કાનજીભાઇ મહેશ્વરી પ્રકાશભાઈ ગરવા ભુરાભાઈ વાણીયા ભાવેશ ભાઈ મકવાણા ખીમજીભાઇ કાંઠેચા,  રૂપાભાઈ શામળિયા, નારણભાઈ દુઆ કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર્તા ધીરજ સોલંકી તમામ ભીમ સૈનિકોની તરફથી હાર્દિક શુભકામનાઓ

ભીમ રત્ન શ્રી.આલજીભાઈ મારુ સાહેબ શ્રી ૩ ઓક્ટોબર ૬૯ મો જન્મદિવસની હાર્દિક શુભકામના ડૉ.બાબા સાહેબ આંબેડકર ના સંકલ્પનાથી બનેલ આર.પી.આય નો ૬૭ વર્ધાપણ દિવસ ની પણ સર્વ ભારતવાસીઓને લાખ લાખ શુભેચ્છાઓ Read More »

Uncategorized આરોગ્ય

મેકલોડ ફાર્મા સરીગામ યુનિટ મા રાજેન્દ્ર કુમાર ના મ્રુત્યુ ની બાબતે તપાસ કરતાં તેમનું હાર્ટ અટેક થી મૃત્યુ થયાનું સામે આવ્યું.. તે પછી બીમાર વ્યકિત ને પેહલેથી જ મિરકી(ખેંચ ) ની બીમારી હતી( સૂત્રો ) હાલ માં તે સંપૂર્ણ પણે સ્વસ્થ

એહવાલ અનીસશેખ

નાઇટ્રોજન લાગવા થી મ્રુત્યુ થયુ હોવાની વાતો તદ્દન પાયા વિહોણી સાબિત થઇ..!! પીએમ રિપોર્ટ મા અને પોલીસ ના જણાવ્યાં પ્રમાણે હાર્ટ અટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું !!

ગતરોજ મેકલોડ ફાર્મા કમ્પની બાબતે ઘણા બધા સવાલો સાથે અમારી ગુજરાત કારોબાર ન્યૂઝ પોર્ટલ પર સમાચાર અપલોડ કરવમાં આવ્યાં હતા જે બાબતે આજ રોજ તા 5/9/2023 નાં અમારી ગુજરાત કારોબાર ની ટીમે વધું તપાસ કરતા સાચી હકીકત સામે આવી જે નિચે મુજબ હતી..

સરીગામ જીઆઈડીસી મા આવેલી મેકલોડ ફાર્મા કમ્પની મા 30/8/2023 ના રોજ કામ પર ગયેલા રાજેન્દ્ર કુમાર ની રાત્રિ ના 8 થી 9 વાગ્યા ના સમયે શરીરમાં બેચેની અને ગભરાટ થતા અને હ્યદય પર હલકો દુખાવો થતાં તેની તબિયત લથડતા તાત્કાલીક કામદાર ને મેકલોડ ફાર્મા ની એમબ્યુંલન્સ માં બેસાડી વાપી હરિયા હોસ્પીટલ મા લઇજવામાં અવ્યો હતો.. જ્યા ડોક્ટરે તપાસ કરતાં તેને મૃતક જાહેર કરવામા અવ્યો હતો અને તેનું વાપી ની સરકારિ હોસ્પીટલ માં પીએમ કરવામાં આવ્યું હતું પીએમ રીપોર્ટ મા જણાવ્યાં પ્રમાણે હ્યદય બંધ થઇ જતા ( હાર્ટ એટેક ) થી મૃત્યું થયુ હોવાનું બહાર આવ્યું હતું… કામદાર પર પ્રાંતી હતો અને તેના પરીવાર નુ કોઈ સભ્ય અહી ના હોવાથી કમ્પની ના સ્ટાફ દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવી મૃતક રાજેન્દ્ર કોન્ટ્રાકટ પર કામ કરતો હોવા છતાં અને હજૂ કમ્પની મા કામ પર લાગીને 4 થી 5 જ દિવસ થયા હતાં તેમ છતાં કમ્પની દ્વારા ખડે પગે રહી મૃતક ના શરીર નુ પોસ્મોટમ કરાવી નિયમ બધ્ધ પોલીસ મા સંપૂર્ણ બાબતે જાણ કરી અને મૃતક ના શવ ને તેના વતને મોકલવાનો તમામ ખર્ચ કમ્પની દ્વારા આપવામાં આવ્યો હતો. અને વધુમાં જાણવા મળ્યું હતુ કે કમ્પની અને કોન્ટ્રાકટર દ્વારા મૃતક ના પરીવાર ને બને તેટલી વધુ સહાય કરવમાં આવશે..!! ખરેખર મેકલોડ કમ્પની ની આ સરાહનીય કામગીરી ની વાહ વાહી કરીએ તેટલી ઓછી પડે.

.

અન્ય એક મજુર જયદીપ પંડિત સંપૂર્ણ પણે સ્વસ્થ

વધુમાં વાત કરિએ તો 3 થી 4 દિવસ પેહલા મેકલોડ કમ્પની મા કામ કરવા ગયેલા જયદીપ પંડિત અચાનક કમ્પની પરિસર મા કામ કરતા સમયે મીરકી(ખેંચ ) શરૂ થતાં તેમની તબિયત લથડી હતી તેમને તાત્કાલીક હોસ્પીટલ માં એડમીટ કરવમાં અવ્યા હતાં અને વધુમાં જાણવા મળ્યું હતું કે કામદાર જયદીપ પંડિત ને પેહલેથીજ મિર્કી ( ખેંચ ) ની બીમારી છે.. હાલમાં તે સંપૂર્ણ પણે સ્વસ્થ હોય તેવુ જણવા મળ્યું હતું તેમનો પણ તમામ ખર્ચ કમ્પની અને કોન્ટ્રાકટર દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો તેવી ચર્ચા કમ્પની ના કર્મચારીઓ ના મોઢે સંભળવા મળી હતી જે ખરેખર પ્રશંસનીય બાબત છે

સંપૂર્ણ બાબતે કમ્પની સામે થયેલાં નાયલ્ટ્રોજન લાગવાથી ઘટના ઓ બની છે તે વાતો અહી સાવ ખોટી સાબિત થાય છે..!!

મેકલોડ ફાર્મા સેફ્ટી અને ફાયર ની ઉત્કૃષ્ટ કામગિરી ને લઈને સરીગામ જીઆઇ ડીસી સહીત ઉમરગામ અને વલસાડ જિલ્લા મા પણ અગ્રેસર છે છે.. સરીગામ હોય કે ઉમરગામ હોય કે પછી વાપી હોય કોઇપણ જગ્યા એ આગનો મોટી ફાયર થયો હોય તો તાત્કાલીક સંપૂર્ણ તૈયારી સાથે મેકલોડ ફાર્મા ની ટીમ ત્યા પોહચી જાય છે અને આગ પર કાબૂ મેળવે છે.. મેકલોડ ફાર્મા મા તમાંમ સેફ્ટી અને ફાયર ના નિયમો નુ પાલન થતું જૉવા મળે છે

મેકલોડ ફાર્મા ના ફાયર ફાઇટર દ્વારા કરવા આવતા કામ ગિરી ની એક ઝલક

ફાયર સેફ્ટી ની બાબત માં મેકલોડ ની પ્રશંસનીય કામ ગીરી

મેકલોડ ફાર્મા સરીગામ યુનિટ મા રાજેન્દ્ર કુમાર ના મ્રુત્યુ ની બાબતે તપાસ કરતાં તેમનું હાર્ટ અટેક થી મૃત્યુ થયાનું સામે આવ્યું.. તે પછી બીમાર વ્યકિત ને પેહલેથી જ મિરકી(ખેંચ ) ની બીમારી હતી( સૂત્રો ) હાલ માં તે સંપૂર્ણ પણે સ્વસ્થ Read More »

Uncategorized આરોગ્ય