Author name: Bharat Sinh Thakor

મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસાથી લુણાવાડા તરફના સ્ટેટ હાઇવે પર લુણાવાડા તરફ જતી ઇકો કાર માલપુર નજીક ટિસ્કી પાસે વહેલી સવારે ચાર વાગે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં પલટી મારી જતાં ઇકો કારમાં સવાર ચાર લોકો ,રાજસ્થાન પાલીથી ઘરે જઈ રહ્યા હતા, માહિતી મળતા ઇકો કાર મહીસાગર જિલ્લાના વરધરી ગામની હોવાની માહિતી મળતા ઇકો કારમાં ચાર લોકો સવાર હતા એમાં એક મહિલા પણ હતી આ ચાર લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેઓના વતન ને લઈ જતા હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડાયા

મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત Read More »

Uncategorized ક્રિકેટ

નરોડામાં આવેલ SNME CAMPUS ની A-ONE Xavier school માં નાતાલ દિવસની ઉજવણી

  નરોડામાં આવેલ SNME CAMPUS ની A-ONE Xavier school સંસ્થાના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ ઝાલા સાહેબ તથા ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નાતાલ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રિ – પ્રાઈમરી તેમજ ધોરણ ૧ અને ૨ ના નાના ભૂલકાઓ સાન્તા ક્લોઝ, મધર મેરી, પરી, ફાધર જેવા વિવિધ પાત્રો ભજવી વેશ ભૂષામાં ભાગ લીધો હતો. તદઉપરાંત ડાન્સ, ડ્રામા, સ્પીચ વગેરે સાંસ્કૃત કાર્યક્રમની ઉજવણી રાખેલ હતી. 

શાળાના ટ્રસ્ટીશ્રીએ  તેમજ પ્રિન્સીપાલશ્રીએ બાળકોના પ્રશંસનીય પ્રયાસને વધાવ્યો હતો.

નરોડામાં આવેલ SNME CAMPUS ની A-ONE Xavier school માં નાતાલ દિવસની ઉજવણી Read More »

Uncategorized

 ભિલોડા તાલુકાના શામળાજી પોલીસે આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષી ને અંગ્રેજી દારૂની હેરાફેરી અંકુશમાં લેવા મોડી રાત્રે પણ કાર્યવાહી યથાવત રાખી

 રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાં અંગ્રેજી દારૂ ગુજરાતમાં લઈ જવાનાર હોવાની શામળાજી પોલીસને મરી બાતમી પીએસઆઇ એસ.કે દેસાઈ એ અણસોલ ચેક પોસ્ટ પર સ્ટાફ સહિત રાજસ્થાન તરફથી આવતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. શામળાજી પોલીસે રૂપિયા .10. 38,432/. ની કિંમતની 3744 બોટલ અંગ્રેજી દારૂ તેમજ આઠ લાખ રૂપિયાની કિંમતની ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 18,38,932/. નો મુદ્દા માલ જપ્ત કર્યો પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરી રહેલા દિલ્હીના બે વ્યક્તિઓને ઝડપી લઇ દારૂ ભરી આપનારા એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો શામળાજી પી.એસ.આઈ એસ કે દેસાઈએ અંગ્રેજી દારૂ હેરાફેરી અંગે પ્રોહીબેશન એકટ મુજબ ગુનો નોંધી વિસ્તૃત તપાસ હાથ ધરી

    *

 ભિલોડા તાલુકાના શામળાજી પોલીસે આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષી ને અંગ્રેજી દારૂની હેરાફેરી અંકુશમાં લેવા મોડી રાત્રે પણ કાર્યવાહી યથાવત રાખી Read More »

Uncategorized

 માલપુર મુકામે એક માઈ ભક્ત આરોળતા આરોળતા માતા ના દર્શને નીકળ્યો

એક માઈ ભક્ત મહારાષ્ટ્ર ના અમરાવતી થી આરોળતા આરોળતા નીકળી વૈષ્ણોદેવીના દર્શનાર્થે જવા નીકળ્યો

અમરાવતી થી ચાર મહિના નવ દિવસથી નીકળી અરવલ્લીના માલપુર મુકામે આવી પહોંચ્યો

માલપુર થી વૈષ્ણોદેવી જવા હજુ છ મહિના સુધી નો સમય લાગી શકે એમ છે આ માઈ ભક્ત કોરોના કાળ દરમ્યાન એક વખત વૈષ્ણોદેવી જઈ ચુક્યો છે એવો ખુલાસો એમને પોતે આપ્યો

રસ્તા માં લોકો દ્વારા માઈ ભક્તની અગતા સ્વાગતા તથા આર્થિક મદદ કરાય રહી છે

 માલપુર મુકામે એક માઈ ભક્ત આરોળતા આરોળતા માતા ના દર્શને નીકળ્યો Read More »

Uncategorized

અરવલ્લી.બાયડ પોલીસે ગેરકાયદેસર કતલખાને લઇ જવાતાં ૩૨૫ ઘેટાં – બકરાં ભરેલી ટ્રક ઝડપી પાડી…

–    ” ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ભરેલાં ૩૨૫ ઘેટાં બકરાં માંથી ૬ ઘેટાં શ્વાસ રૂંધાઇ જતાં મૃત હાલતમાં મળી આવ્યાં, જ્યારે બાકીના ૨૮૩ ઘેટાં અને ૩૬ બકરાંને બચાવી ઇડર પાંજરા પોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી “…

     પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૧/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રીના લગભગ નવ કલાકે એક ટ્રકમાં ક્રૂરતા પૂર્વક ૩૨૫ ઘેટાં બકરાં ભરીને મુંબઈ કતલખાને લઈ જવાઈ રહ્યાં હોવાની બાતમી બાયડ પોલીસને મળતાં બાયડ પોલીસ દ્વારા મોડાસા – કપડવંજ હાઇવે પર પોલીસ મથક આગળ વાહનોની તપાસ હાથ ધરતાં પાસ પરમીટ વગર, પાણી અને ચારાની વ્યવસ્થા વગર ક્રૂરતા પૂર્વક ૩૨૫ ઘેટાં બકરાં ભરેલી ટ્રક નંબર GJ – T – 2195 ને ઝડપી પાડી હતી જેમાંથી ૬ ઘેટાં શ્વાસ રૂંધાઇ જતાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં જ્યારે જીવીત હાલતમાં મળી આવેલા ૩૧૯ ઘેટાં બકરાંને ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથધરવામાં આવી છે…

       બાયડ પોલીસ દ્વારા ટ્રકને કબજે કરી ટ્રકના ચાલક માસુમ મહંમદ હુસેન લીમડા તથા બે મજૂર રાજમલ કાલુભાઇ નનામા અને મોહનભાઇ ધુલાભાઇ નનામા બંને રહે લક્ષ્મણપુરા, તા. સાગવાડા, જિ. ડુંગરપુર ( રાજસ્થાન ) ની સામે ઇ.પી.કો કલમ ૪૨૯ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ ઘાતકી અધિનિયમ મુજબ ફરિયાદ નોધી વધુ તપાસ હાથધરવામાં આવી છે… 

*-   ” પોલીસ દ્વારા ૩૧૯ ઘેટાં બકરાંનો જીવ બચાવી લેવાતાં જવદયા પ્રેમીઓ આનંદની લાગણી સાથે પોલીસની કાર્યવાહી સામે સંતોષ વ્યક્ત કરતાં જીવદયાના કાર્યમાં સાથ આપનાર અજાણ્યા બાતમીદારની પ્રસંશા કરી રહ્યા છે “…

અરવલ્લી.બાયડ પોલીસે ગેરકાયદેસર કતલખાને લઇ જવાતાં ૩૨૫ ઘેટાં – બકરાં ભરેલી ટ્રક ઝડપી પાડી… Read More »

Uncategorized

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામના વતની અરવલ્લીના રાજકીય અગ્રણીના ભાઈએ જીવન ટૂંકાવ્યું

અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલ સિંહ ચૌહાણ ના મોટાભાઈ નો આપઘાત ભિલોડા ના મલાસા ગામના વતની પૂર્વ પ્રમુખ લાલસિંહ ચૌહાણ ના મોટાભાઈ એ ભિલોડા માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનમાં કર્યો આપઘાત પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી દુઃખને ગોળી મારી હોવાની વિગત આર્થિક સંકડા મણમાં આવી જઈ આપઘાત કર્યો હોવાની ની પ્રાથમિક વિગત 65 વર્ષીય વિજય સિંહ ચૌહાણ ના મૃતદેહને કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે લવાયો ભિલોડા પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જણાવવા તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામના વતની અરવલ્લીના રાજકીય અગ્રણીના ભાઈએ જીવન ટૂંકાવ્યું Read More »

Uncategorized

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લાના દરેક તાલુકા નગરપાલિકા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામીણ ક્ષેત્રોમાં વિજેતા થયેલ ઉમેદવારોએ ભાગ લીધો હતો હવે વિજેતા થયેલ ઉમેદવારો જિલ્લા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધા માં જશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લાના દરેક તાલુકા નગરપાલિકા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામીણ ક્ષેત્રોમાં વિજેતા થયેલ ઉમેદવારોએ ભાગ લીધો હતો હવે વિજેતા થયેલ ઉમેદવારો જિલ્લા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધા માં જશે. Read More »

Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂ. ૨૭૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિકાસથી કોઈ ગામ-કોઈ વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સાકાર થઈ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂ. ૨૭૪ કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના સાકાર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોની સેવા દ્વારા તેમને વિકાસની મુખ્યધારામાં લાવવાની આ મોદીજીની ગેરંટી છે.

મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લામાં રોડ ફોરલેન, માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત, કિસાન સૂર્યોદય યોજના અન્વયે ૨૨૦ કે.વી. સબ સ્ટેશન ખાતમુહૂર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઈ યોજના સહિતના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકોના વિકાસ માટે કામો કરવાની જનહિતકારી નેમ હોય તો કેવા વિકાસ કામો થાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છીએ.

વડાપ્રધાનશ્રીએ સતત અવિરત અને ગતિશીલ વિકાસનો જે કાર્ય મંત્ર આપ્યો છે તેને આગળ ધપાવતા આ ડબલ એન્જીન સરકારે પાછલા ૬ જ મહિનામાં અરવલ્લી જિલ્લાને સમગ્રતયા  રૂ. ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે એમ પણ કહ્યું કે, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની અને યોજનાઓના લાભો ઘેરબેઠા પહોંચાડવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.

આ હેતુસર સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.

આ વિકસિત ભારત સંકલ્પયાત્રાએ આદિજાતિ સમુદાયોના કલ્યાણની આગવી દિશા આપી છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડવામાં તે મહત્વપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશનના લાભાર્થીઓને સહાય ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ, ખેડૂત સાધન સહાય યોજનાના ચેક, દિવ્યાંગ સહાય તેમજ ટી.બી. મુક્ત અરવલ્લીની નેમ સાથે સેવા સંસ્થાઓ દ્વારા ટી.બી. કીટનું પણ વિતરણ લાભાર્થીઓને કર્યું હતું.

આ પ્રસંગે નાણામંત્રીશ્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના આજે નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ભારતના વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. આજે આપણને સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળી છે.

અરવલ્લી જિલ્લામાં ૨૦૦૨ માં ૧૩ સબ સ્ટેશન હતા જે આજે ૪૦ સબ સ્ટેશન થયા છે. જિલ્લામાં  હજુ આગામી સમયમાં બીજા ૬ સબ સ્ટેશન બનવાના છે. ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો હલ ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વની રાજ્ય સરકારે કર્યો છે. તમામના સહયોગથી ગુજરાતનું અર્થતંત્ર નવી ઊંચાઈ પર પહોંચશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજય મંત્રીશ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સર્વશ્રી મુકેશભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકા ડામોર ,ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાનાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂ. ૨૭૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી Read More »

Uncategorized આરોગ્ય

અરવલ્લી જિલ્લા કક્ષા કલામહાકુંભ-૨૦૨૩-૨૪ આયોજન જીલ્લા કક્ષાનો કલામહાકુંભ તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજાશે

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ચાલું વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૩-૨૪માં વિવિધ ચાર વયજૂથની સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગમાં સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ -૧૪ કૃતિમાં વિજેતા થયેલ પ્રથમ ક્રમાંક અને સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી કુલ-૦૯ સ્પર્ધા કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)ની સ્પર્ધાનું આયોજન તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૧/૨૦૨૪ દરમ્યાન સ્થળ- શ્રી કે.એન.શાહ હાઈ.મોડાસા ખાતે ૦૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ થી ઉપર (ઓપન ગૃપ) ફક્ત રાજ્યકક્ષાએ વયગૃપમાં કરવામાં આવનાર છે. જે તાલુકાકક્ષા પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ અને સીધી જિલ્લાકક્ષાના ભરેલ ફોર્મ કલાકરોએ નોંધ લેવી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા યુવા ને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અરવલ્લી, ધ્વારા જણાવવામાં આવેલ છે.

અરવલ્લી જિલ્લા કક્ષા કલામહાકુંભ-૨૦૨૩-૨૪ આયોજન જીલ્લા કક્ષાનો કલામહાકુંભ તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજાશે Read More »

Uncategorized

અરવલ્લી-DMF ની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારના તપાસ મુદ્દે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આકરા પાણીએ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

       સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યો માટે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન ફાળવવામાં આવેલી ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટના કામોમાં ખાણ ખનીજ વિભાગના ઠરાવનું ઉલ્લંઘન કરી પોતાના મળતિયાઓને ઇજારો આપી બજાર ભાવ કરતાં ત્રણ ગણી વધુ રકમની ચૂકવણી કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બે મહિના અગાઉ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ભ્રષ્ટાચારને ખુલ્લો પડ્યો હતો અને પુરાવા સાથે સરકારનું ધ્યાન દોર્યું હતું અને તા.૧૦-૧૦-૨૦૨૩ ના રોજ નિયામકશ્રી લાંચ રૂશ્વત બ્યુરો, ગાંધીનગરને આ બાબતે લેખિતમાં જાણ કરી તપાસની માંગ કરી હતી, પરંતુ તપાસમાં વિલંબ કરવામાં આવતાં  ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તા.૧૫-૧૨-૨૦૨૩ ના રોજ નિયામકશ્રી, ગુજરાત તકેદારી આયોગ ( ગાંધીનગર )ને પત્ર દ્વારા DMF ની ગ્રાન્ટમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવા રજૂઆત કરી છે અને તપાસમાં ઢીલી નીતિ અપનાવવામાં આવશે તો કોર્ટમાં PIL દાખલ કરવાની તેમજ મીડિયા દ્વારા સમગ્ર ભ્રષ્ટાચારને ઉજાગર કરી પ્રજા સમક્ષ લાવવાની ચેતવણી આપી છે…

    સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યોમાં છેલ્લા ચાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૨-૨૩ દરમિયાન ફાળવવામાં આવેલી ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટમાં થયેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના તપાસ મુદ્દે બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભ્રષ્ટાચારિયોને છાવરવાનો આક્ષેપ કરતાં ઝડપી તપાસની માંગ કરી છે, વધુમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તપાસ પર ભરોષો દર્શાવતાં લોક પ્રતિનિધિ તરીકે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં DMF ની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ બાબતે લોકોને સંતોષ થાય તે માટે તપાસણી અધિકારીના સ્પષ્ટ અભિપ્રાય સાથે થયેલ કાર્યવાહીના રોજકામના મુદ્દાસર અહેવાલની માંગણી કરી છે.

અરવલ્લી-DMF ની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારના તપાસ મુદ્દે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આકરા પાણીએ Read More »

Uncategorized