Author name: Bharat Sinh Thakor

ગુજરાત ટુરિઝમની પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું સમાપન; એડવેન્ચર ટુરિઝમ માટે ભારતને ટોચના 10 વૈશ્વિક સ્થળોમાં સામેલ કરવાની દિશામાં વધુ એક પગલું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

*”ભારતમાં પ્રવાસન ક્ષેત્રે 2047 સુધીમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હોવું જોઈએ” – શ્રી અરવિંદ સિંઘ, ભૂતપૂર્વ સચિવ, પ્રવાસન મંત્રાલય*

એકતા નગર, 19 ડિસેમ્બર 2023:* આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા, એકતા નગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ATOAI) દ્વારા 15મા વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સમાપ્ત થયું. આ કોન્કલેવમાં કેન્દ્ર અને વિવિધ રાજ્યોના મુખ્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ટૂર ઓપરેટરો અને પ્રેક્ટિશનરોએ ભાગ લીધો હતો. 

આ કોન્કલેવ દ્વારા ભારતને એડવેન્ચર ટુરિઝમ ક્ષેત્રે વિશ્વમાં ટોચના 10 સ્થળોમાં સ્થાપિત કરવાની દિશા નિર્ધારિત કરવામાં આવી છે. ATOAIના પ્રમુખ અજીત બજાજના સ્વાગત પ્રવચન સાથે કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોન્કલેવ દરમિયાન, અરૂણાચલ પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ATOAI કોન્કલેવમાં લગાવવામાં આવેલ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલ વૈવિધ્યસભર પ્રવાસન અને માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી, જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં પ્રવાસીઓના અનુભવને યાદગાર અને બહેતર બનાવવાનો છે. વધુમાં, તેમણે પ્રવાસન નીતિ 2021-25, હેરિટેજ પ્રવાસન નીતિ, હોમસ્ટે નીતિ અને સિનેમેટિક પ્રવાસન નીતિ સહિત પ્રવાસન ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનુભવાયેલ ઉષ્માભર્યા આતિથ્ય પર તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતના લોકો ખરેખર અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરે છે. તેમણે એમ કહીને પોતાના સંબોધનનું સમાપન કર્યું કે ગુજરાતનો પ્રવાસ હંમેશા મારા માટે આનંદદાયક હોય છે.

વધુમાં, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે જબરદસ્ત વિકાસ કર્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીના સ્થળોમાંનું એક છે. ગત વર્ષોમાં, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પછી, ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ખૂબ જ નીતિ આધારિત રાજ્ય છે, અને નીતિઓને વધારવા તેમજ તેમને બધા માટે મૈત્રીપૂર્ણ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મૈત્રીપૂર્ણ નીતિઓના કારણે વિવિધ ક્ષેત્રોમાં જબરદસ્ત વિકાસ જોવા મળી રહ્યો છે.” તેમણે ગુજરાત દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવીને કોન્કલેવમાં ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકોને શુભેચ્છા પાઠવી હતી. 

ભારતીય સુપરમોડેલ, અભિનેતા અને ફિટનેસ એન્થુઝીઆસ્ટ મિલિંદ સોમણ ફેશન ઈન્ડસ્ટ્રીમાં તેમની નોંધપાત્ર કારકિર્દી અને તંદુરસ્ત જીવનશૈલીની હિમાયત માટે જાણીતા છે. તેઓ અસંખ્ય મેરેથોનમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેમના સાહસો દ્વારા સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તેમજ ફિટનેસ માટેના તેમના જુસ્સા માટે પણ તેઓ પ્રખ્યાત છે. આ કોન્કલેવમાં તેમણે પ્રેક્ષકોને વિશેષ સંબોધન કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસની સરાહના કરી હતી. તેમણે મૈત્રીપૂર્ણ નીતિઓ માટે તેમજ સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુકૂળ એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને અન્ય લોકોને પણ તેમ કરવાની પ્રેરણા આપવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.

આ ઇવેન્ટમાં વૈશ્વિક રૂચિ અને સહભાગિતા જોવા મળી. પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક કોચ માઇક ડ્રુસે પણ કોન્કલેવના પ્રથમ દિવસે એક સંબોધન આપ્યું, જેમાં તેમણે વિશ્વ તેમજ ભારતમાં મેગા હાઇકિંગ ટ્રેલ્સના તેમના અનુભવો શેર કર્યા અને શું કરવું અને શું ન કરવું તે વિશે માહિતી આપી. 

વિવિધ મુખ્ય વક્તાઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા કે ભારત આવનારા થોડા વર્ષોમાં કેવી રીતે વૈશ્વિક પ્રવાસન હબ બની શકે છે. તેઓએ વ્યૂહરચનાઓ આપતા કહ્યું કે ભારત પાસે ઘણી બધી સંભાવનાઓ છે અને વિવિધ સ્થાનો છે, જે ભારતને વિશ્વના ટોચના સાહસિક પ્રવાસન સ્થળોમાં સ્થાપિત કરી શકે છે.

કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રવાસન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ શ્રી અરવિદ સિંઘે જણાવ્યુ હતું કે “કોવિડ-19 મહામારી દરમિયાન, પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થનારા ઉદ્યોગોમાંનો એક હતો, પરંતુ મહામારી પછી અમે પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર રીકવરી જોઈ છે. “

“ભારતીય પ્રવાસન ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવના છે અને હાલમાં તે એક મહત્વના મુકામ પર છે, જે આગળ વધવા માટે તૈયાર છે કારણ કે તમામ સૂચકાંકો સકારાત્મક પરિણામ તરફ નિર્દેશ કરે છે.” તેમણે વધુમાં જણાવ્યુ કે ભારતમાં પ્રવાસન ક્ષેત્રે 2047 સુધીમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હોવું જોઈએ. તેઓએ ખાસ કરીને એકતા નગરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ કાર્ય અંગે વાત કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બહોળી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવાની સાથે સંખ્યાબંધ નોકરીની તકો ઊભી કરીને સ્થાનિક અર્થતંત્રને પણ મદદ કરી છે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમના છેલ્લા દિવસની શરૂઆત ATOAIના સ્થાપક અને મુખ્ય કેપ્ટન સ્વદેશ કુમારના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ વિવિધ વિષયો પર સંખ્યાબંધ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા, જેમાં ATOAI પ્રમુખ પદ્મશ્રી અજીત બજાજ અને IIT બોમ્બેના જયદીપ બંસલ દ્વારા “ATOAI-લીડિંગ ધ વે વિથ કાર્બન નેગેટિવ ઈવેન્ટ” અને “પ્રિઝરર્વિંગ USP વાઈલ મેનેજીંગ રિસ્ક,” પર પ્રેઝન્ટેશન અપવામાં આવ્યું હતું. સાથે “ડિકોડિંગ ધ જાર્ગન,” પર રિસ્પોન્સીબલ ટુરીઝમના પ્રોજેક્ટ એડિટર શ્રીમતી સોઇતી બેનરજી દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. આ સાથે જ, અનેક નોલેજ શેરિંગ સત્રો યોજાયા હતા.

સંમેલનમાં કાર્બન ન્યુટ્રાલીટી કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કોન્કલેવ દરમિયાન માત્ર ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને અમલમાં મુકવાની સાથે તેના સહભાગીઓ માટે સસ્ટેનેબલ ટુરિઝમની સુસંગતતા વિશેના સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. 

કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવા માટે, વિવિધ ટકાઉ પહેલો, જેમ કે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે 15,000 પ્લાસ્ટિકની બોટલો દૂર કરવામાં આવી હતી અને પ્રતિનિધિઓને કાચની બોટલો અથવા રિયુઝેબલ બોટલોમાંથી પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રતિનિધિઓને પણ જ્યાં શક્ય હોય ત્યાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આયા. કોન્કલેવ દરમિયાન ઊર્જા વપરાશમાં 68% ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં, બેજ અને લગેજ ટૅગ્સ માટે સીડ પેપર્સનો ઉપયોગ કરી  ટકાઉ વિકલ્પ પૂરો પાડવા અને સહભાગીઓને તેમના બેજ લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં, કોન્કલેવની વિગતો ડિજીટલ રીતે ઉપલબ્ધ કરાવીને 2000 કાગળની શીટ્સ બચાવવામાં આવી હતી. ATOAI એ દરેક ભોજન પછી બગાડ થયેલા ખોરાકની માત્રા દર્શાવીને સભાન વપરાશને પ્રોત્સાહન આપી ભોજન દરમિયાન ખોરાકનો બગાડ ઓછો કરવા સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ખોરાકનો બગાડ ઘટાડવા પર પણ ભાર મૂક્યો હતો. ખાદ્ય પેકેજિંગના કચરાને ઘટાડવા માટે, માખણ, જામ અને ખાંડ માટેના પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ ટાળવામાં આવ્યો હતો. 

કોન્કલેવના બે દિવસ દરમિયાન એડવેન્ચર ટુરિઝમ પર નોલેજ શેરિંગ માટે ક્ષમતા ઊભી કરવા માટે રૂ. 770 કરોડના વિવિધ એમઓયુ અને ફિલ્મ શૂટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા હતા. એડવેન્ચર ટુરિઝમ માટેની વેબસાઇટ પણ સમાપન દિવસે લોન્ચ કરવામાં આવી હતી.

સંમેલન પૂર્વે, ATOAI એ સમગ્ર ભારતમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટુર ઓપરેટરો સાથે બે FAM ટ્રીપનું આયોજન પણ કર્યું હતું, જેમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસનની શક્યતાઓ વિશે વાત કરવામાં આવી. મુલાકાતી ભાગીદારો પ્રવાસન સ્થળોના વિકાસ અને ગુજરાતની સાહસિક પર્યટનની અપાર સંભાવનાઓથી પ્રભાવિત થયા હતા.

સમગ્ર સંમેલન દરમિયાન ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા, દેશમાં અનએક્સ્પલોર્ડ સ્થળોની શોધખોળ, જ્ઞાનની વહેંચણી અને નેટવર્કિંગ સત્રો યોજવામાં આવ્યા હતા. દેશના વિવિધ સ્થળોની ચર્ચા કરતી વખતે, તમામ સહભાગીઓએ ગુજરાતની નિતીઓની પ્રશંસા કરી હતી સાથે ગુજરાત રાજ્યએ આ પ્રદેશમાં વિવિધ સ્થળોને પ્રોત્સાહન આપીને એક મજબૂત ઉદાહરણ સ્થાપિત કરવાની સાથે કચ્છના રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે G20 જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજીને વૈશ્વિક નકશા પર અગ્રણી સ્થાન મેળવ્યું છે. કોન્કલેવ દરમિયાન એડવેન્ચર ટુરીઝમ ક્ષેત્રે ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે ATOAI ના સહયોગથી આ ઉદ્યોગનો વિકાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર તમામ યોગ્ય અને ટકાઉ માર્ગોનો અભ્યાસ કરી તેને અપનાવશે. 

રાજ્યમાં એડવેન્ચર ટુરિઝમના વિકાસ માટે નિયમનકારી પ્રણાલી અને રોડમેપ અમલમાં મૂકવા  માટે એક ટૂલકિટ શરૂ કરી. સલામતી માટે પ્રવાસન મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ATOAI માર્ગદર્શિકા અપનાવી ઉદ્યોગના ઝડપી વિકાસ માટે કોન્કલેવમાં નવા ટ્રેન્ડની ચર્ચા કરવામાં આવી હતી.  

સમગ્ર કોન્ક્લેવના ઉત્સર્જનને સરભર કરવા માટે, ATOAI એ ગુજરાત ટુરીઝમ અને ગુજરાતના વન વિભાગના સહયોગથી ઇવેન્ટ વિસ્તારની નજીક 200 છોડ રોપ્યા, જેની વન વિભાગ આગામી 15 વર્ષ સુધી જાળવણી કરશે.

ગુજરાત ટુરિઝમની પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું સમાપન; એડવેન્ચર ટુરિઝમ માટે ભારતને ટોચના 10 વૈશ્વિક સ્થળોમાં સામેલ કરવાની દિશામાં વધુ એક પગલું Read More »

Uncategorized

मुख्य समाचार बुधवार, 13 दिसंबर 2023

🔸भजनलाल शर्मा होंगे राजस्थान के नए मुख्यमंत्री, पहली बार के विधायक CM

🔸दीया कुमारी और प्रेमचंद बैरवा होंगे राजस्थान में उपमुख्यमंत्री, वासुदेव देवनानी बनाए गए विधानसभा स्पीकर

🔸सुखदेव सिंह गोगामेड़ी के सुरक्षाकर्मी अजीत ने भी अस्पताल में दम तोड़ा

🔸’सिर पर मारेंगे गोली’, अमेरिका के राष्ट्रपति उम्मीदवार रामास्वामी को जान से मारने की मिली धमकी, आरोपी गिरफ्तार

🔸शिवराज को गले लगाकर रोने लगी बहनें, बोली- आपको वोट दिया था भैया… चौहान भी हुए इमोशनल

🔸‘मैं दिल्ली नहीं जाऊंगा’ कुछ मांगने से बेहतर मैं मरना समझूंगा : शिवराज सिंह चौहान

🔸ओडिशा में 20 फुट गहरे बोरवेल के अंदर फंसा नवजात, जान बचाने के लिए रेस्क्यू ऑपरेशन जारी

🔸छत्तीसगढ़ और मध्य प्रदेश में आज होगा शपथग्रहण, पीएम मोदी, गृह मंत्री शाह समेत सभी BJP मुख्यमंत्री रहेंगे मौजूद

🔸कश्मीर की प्रगति में 370 एक कलंक था, सुप्रीम कोर्ट के फैसले पर पीएम मोदी का लेख

🔸गोगामेड़ी हत्याकांड: गैंग को हथियार सप्लाई करने वाली पूजा सैनी गिरफ्तार, फरारी के लिए दिए थे एक लाख रुपए

🔸बुआ मायावती की कर्मभूमि से सियासी पारी का आगाज करेंगे आकाश आनंद? बीएसपी ने साधा चुनावी समीकरण

🔸पाकिस्तान में आत्मघाती हमला: 23 सैनिकों की मौत की जिम्मेदारी लेने वाला संगठन तहरीक जिहाद -ए- पाकिस्तान है

🔸गणतंत्र दिवस पर भारत नहीं आएंगे जो बाइडेन, जनवरी में होने वाली क्वाड की बैठक टली

🔸कंस्ट्रक्शन से निकले धूल कण सबसे ज्यादा प्रदूषण बढ़ाते हैं:131 में से 74% शहर नहीं जानते वहां रोज कितना मलबा निकल रहा

🔸तेलंगाना में 3 मंत्रालयों से अहम फाइलें चोरी:नए मंत्रियों के आने से पहले कुछ डॉक्यूमेंट्स दफ्तर में ही जलाए गए, 3 केस दर्ज

🔸मणिपुर हिंसा… मेडिकल स्टूडेंट्स की पढ़ाई अटकी:न टीचर्स, न परीक्षाएं हो रहीं; 7 महीने में आधा कोर्स छूटा

🔸फारूक अब्दुल्ला बोले- जम्‍मू-कश्‍मीर जहन्‍नुम में जाए:आर्टिकल 370 को लेकर पत्रकार ने सवाल पूछा था, बोले- ऐसी-वैसी चीजें करेंगे तो कैसे होगा

🔸Israel Hamas War: ‘इजरायल नहीं चाहता टू स्टेट सॉल्यूशन’, बाइडन बोले- वैश्विक समर्थन खो रहा… नेतन्याहू को बदलनी होगी सरकार

🔸UP News: सांसद रोजगार मेला में मिली नौकरी तो खुशी से खिल उठे चेहरे, 11,707 बेरोजगार युवक-युवतियों को मिला ऑफर लेटर

🔹Ind vs SA T20 Live Score: रिंकू सिंह की पारी गई बेकार, साउथ अफ्रीका ने 5 विकेट से जीता मुकाबला

🔹IND vs SA : दक्षिण अफ्रीका ने एक गेंद शेष रहते जीता दूसरा टी20 मुकबाला

मुख्य समाचार बुधवार, 13 दिसंबर 2023 Read More »

Uncategorized

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે : પ્રભારી મંત્રીશ્રી

અરવલ્લી જિલ્લાના માલપુરના જીતપુર ખાતે વિકસિત ભારત રથ આવી પોહચ્યો જેમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. 

મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ગુજરાતનાં ૧૮ હજાર ગામડાઓમાં ૨૫૨ રથ ફરી રહ્યા છે. આજે આપના ગામમા મોદી સાહેબની ગેરંટી વાળો રથ આવ્યો છે ત્યારે આપને અભિનંદન પાઠવું છું.આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે.

જેમાં આરોગ્ય,શિક્ષણ,ખેડૂત,મહિલા અને દરેક માટે લાભ મોકલ્યા છે. આજે કોરોનામાં નરેન્દ્રભાઇએ મફત રસી પોહચાડી અને આજે આપણે સૌ સાથે બેઠા છીએ તો એ ફક્ત નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને આજે આવનારા ૫ વર્ષો સુધી મફત અનાજ આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.આજે આરોગ્યની તમામ સુવિધાઓ ૧૦૮ દ્વારા પૂરી કરી છે.૧૦૮ થી લઈને ખિલખિલાટ ગાડી સુધી સુવિધાઓ મોદીજીએ મોકલી છે.ફકત એક કાર્ડથી કોઈપણ બીમારીની મફત સારવાર થઈ રહી છે.આજે વિદેશના ઉદ્યોગો આપણા દેશની ધરતી ઉપર ઉતાર્યા અને દેશના છોકરાઓ માટે રોજગારીની તક ખુલ્લી મૂકી આજે ૧૦૦ વર્ષ પછી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે અને આજે ગુજરાતના સપૂતોએ અઝાદીની ચળવળ ચલાવીને દેશને અઝાદ કર્યો હતો અને વડાપ્રધાનશ્રીએ અને ભૂપેન્દ્રભાઈની સરકારે આજે ૧૦૦ વર્ષની ઉજવણી ઉજવીને આઝાદ ભારતને વિકસિત ભારત કરવાની નેમ ને આગળ વધી રહ્યા છે.એક તાલુકાથી પૂર્ણવિકસિતની નેમને આગળ વધારીને રાજ્ય અને દેશને પૂર્ણવિકસિત બનાવવાની નેમમાં આપણે સૌએ સાથે ચાલીને કામ કરવું પડશે.આજે આપણે આવી અનેક મહેનતથી દેશને વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યા છીએ. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર.એન. કુચાર અને અન્ય પદાધિકારિશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ Read More »

Uncategorized ઓટો

અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પોહચ્યો

માનનીય મંત્રીશ્રી ભીખુંસિહંજી પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત વેજપુર ખાતે મોદીની ગેરેન્ટી વાળી ગાડી પોહચી હતી અને વધપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું .

અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પોહચ્યો હતો અને ગામના લોકોએ સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે ;’આજે આપના ઘરઆંગણે સરકારશ્રીની ૧૭ જેટલીયોજનાઓનો લાભ મળી રેહશે.અનેક પ્રકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળી રહે તે માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે.અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓ મોદીની ગેરેન્ટી વાળી ગાડીને આવકાર આપી રહ્યા છે તે જોઈને અમને પણ ઉત્સાહ વધી રહ્યો છે.સરકાની અનેક યોજનાઓનો લાભ આપણને સીધો મળે છે. તો હું આપને અપીલ કરું છું કે આપ લાભ લો અને પૂરી માહિતી મેળવો.મોદીની ગેરંટી વાળી ગાડી દરેક લોકોને લાભ આપનારી સાબિત થઈ રહી છે.મુલોજ ગામના રહેવાસીઓને ખાસ આરોગ્ય અને ખેતીને લગતી યોજનાઓ છે તેના લાભ લેવા અનુરોધ કરું છું. ‘

૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પોહચ્યો Read More »

Uncategorized

પોસ્ટ ઓફિસ કર્મચારીઓ નિવૃત થતાં સન્માન સમારોહ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ભાટીયા સબ પોસ્ટ ઓફિસ (S. O.) ની બાંકોડી બ્રાંચ પોસ્ટ ઓફિસના તાજેતરમાં બ્રાંચ પોસ્ટ માસ્તર શ્રી રમેશભાઈ એલ. બથીયા તેમજ બાંકોડી E. D.A. કર્મચારી શ્રી મણીલાલ કેશવજીભાઈ ભોગાયતા, મેવાસા ગામમાં E. D.A. કર્મચારી શ્રી રમેશચંદ્ર પોપટલાલ આરંભડીયા આ ત્રણ કર્મચારીઓ વય મર્યાદા પૂર્ણ થતાં નિવૃત થયાં ભાટીયા સબ પોસ્ટ ઓફિસ દ્વારા સન્માન સમારોહ આયોજન કરાયું હતું તે અંતર્ગત સબ પોસ્ટ માસ્તર સાહેબ શ્રી હીરાલાલ ભારદ્વાજ તેમજ ખંભાળિયા પોસ્ટ ઓફિસના મેઈલ ઓવર સિયર શ્રી લક્ષ્મણસિંહ એ. જાડેજા સાહેબ, શ્રી લખુભાઈ મારૂ સાહેબ તેમજ ભાટીયા S.O. ના તમામ સ્ટાફ દ્વારા આ નિવૃત થતાં કર્મચારીઓને ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ, સહ ઉપવસ્ત્ર ઓઢાડી ફૂલ હાર પહેરાવી સન્માન સહ અભિનંદન પાઠવ્યાં હતાં સાથે તમામ કર્મચારીઓ એ ભોજન પ્રસાદી લીધેલ આ સુભ અવસરે ખંભાળિયા સબ ડિવિઝન ના A, S. P. શ્રી કેતનભાઈ પુંજાણી સાહેબ દ્વારા નિવૃત થતાં કર્મચારીઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં

પોસ્ટ ઓફિસ કર્મચારીઓ નિવૃત થતાં સન્માન સમારોહ યોજાયો Read More »

Uncategorized

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “

*     જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…

*    આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના ડે સરપંચ એ લગાવ્યો ભ્રસ્ટાચાર નો આરોપ..

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના.નાના કથારીયા ગામ ના સરપંચ શ્રી દિવ્યાબેન મનોજભાઈ સુવેરા ઉપર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કિષ્ણાબા નવલસિંહ જાડેજા. એ આરોપ લગવાતા જણાવ્યું હતું ગામના સરપંચ દિવ્યાબેન સુવેરા  પંચાયત કોઈ પણ વિકાસ ના કામ સરપંચ તેમના પતિ શ્રી મનોજભાઈ કાનાભાઈ સુવેરા ના કહેવાય પ્રમાણે કામ કરે છે. અને ગામના કોઈ પણ વિકાસ ના કામ.ની ગ્રાન્ટ પોતાની મરજી હોય અને પોતાના લાગતા વળગતા લોકો ને ફાયદો થાય તેમ ગ્રાન્ટ વાપરે છે. ડેપ્યુટી સરપંચ આગળ જણાવ્યું હતું. કે સરપંચ એવું કે કે હું પંચાયત ના ચૂંટાયેલા સભ્ય શ્રીઓ અને ડેપ્યુટી સરપંચ ને કોઈ પણ વિકાસ નુ કામ કરવું તો હું પૂછવાની નથી.. અને મારે કોઈ ની જરૂર નથી. સરપંચ ના વિરુદ્ધ અગાઉ અવિશ્વાસ ની દરખાસ્ત પણ કરવામાં આવી હતી તે વખતે સરપંચ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પંચાયત ના તમામ સભ્યો ની સામે માફી માંગી હતી અને એવું કીધું હતું કે મારી ભૂલ હતી તે હું સ્વીકાર કરું છું અને હવે પંચાયત ના કોઈ પણ વિકાસ ના કામ સાથે મળી ને કરીશું.. અને મને એક વાર નાના કથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે યથાવત રેવાદો અને ગામની સેવા કરવાનો મોકો આપો.. ડેપ્યુટી સરપંચ અને પંચાયત કમિટી ના સભ્યો દ્રારા  સમજૂતી કરી ને સરપંચ તરીકે દિવ્યાબેન સુવેરા ને યથાવત રાખ્યા હતા અને સેવા કરવાનો મોકો આપ્યો હતો. પણ સેવા તો કરવાનું ભૂલી ગયા અને મલાઈ ખાવા માટે લાગતા વળગતા કોન્ટ્રાકર ને કામ આપે છે અને નાણાં પંચ ની ગ્રાટ પણ પીવાના પાણી માટે ફારાવવા મા આવતા  હેન્ડપંપ, પણ પોતાના લાગતા વળગતા લોકો ને કરીને લોકો પાસે પણ પૈસા પડાવવા નુ કામ સરપંચ ના પતિ દ્રારા કરવામાં આવે છે. નળ થી જળ યોજના માં છેલ્લા બે વર્ષ થી કામ ચાલુ કર્યું હતું તે હજી સુધી પૂરું કર્યું નથી અને એમાં પણ હલકી ગુણવંતા વાળું મટરીયલ. વાપર્યું છે પાઇપ લાઈન જ્યાં પણ જમીન માં જમીન માં દબાવી છે તે પણ તૂટી ગઈ છે અને કોઈ ના ઘરે હજી નળ થી જળ યોજના માં સ્વચ્છ પાણી નો લાભ મળ્યો નથી લોકો રાહ જૉઈ રહ્યા છે કે આ નળ તો લાગ્યા છે પણ પાણી ક્યારે આવશે. બે વર્ષ થી કામ ચાલુ છે કે પછી ચોપડે બોલાવી દીધું છે જેવા અનેક પ્રશ્ન છે..

તો આ બાજુ નાના કથારીયા જૂથ ગામમાં ગટરલાઈન મંજુર થઈ ગઈ છે છતાં પણ કરવામાં આવતી નથી અને જો ગામમાં ગટર નહીં બંને તો ગામમાં ગંદકી ના કારણે બીમારી ફેલાવવા નો ભય પણ ગાંમ લોકો માં છે. કોઈ નુ પણ કઈ નહીં ચાલે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હું સરપંચ છું. હું સરપંચ છું. અને હું સરપંચ છું એમ સરપંચ શ્રી દિવ્યાબેન સુવેરા. પતિ મનોજભાઈ સુવેરા. અને સસરા કાનાભાઈ સુવેરા પરિવાર ના ત્રણ સરપંચ છે તેવો રોફ ગામમાં જમાવે છે.. અમારી ઓળખાણ બહુજ ઉંચી છે અમે કોઈ ને માનીએ તેમ નથી અને તમારે તાલુકા વિકાસ અધિકારી., જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર શ્રી ને જેને પણ ફરિયાદ કરવી હોય તેને કરો હું કોઈ ના થી ડરતી નથી. અને કોઈ ના થી ડરવાની પણ નથી. તેવું વારંવાર ડેપ્યુટી સરપંચ ને જણાવતા કહ્યું હતું કે સરપંચ પંચાયત ના વિકાસ ના કામમાં જરૂરિયાત પ્રમાણે કરતા નથી એટલે અમે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ને સરપંચ દ્રારા કરવામાં આવતા ભ્રસ્ટાચાર ની તપાસ થાય તે માટે લેખિત. રજુઆત કરી છે.. અને પંચાયત ના સભ્યશ્રી ઓ પણ રજુઆત કરવા ભિલોડા ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને લેખિત રજુઆત કરી હતી ત્યારે ગામમાં ના ડેપ્યુટી સરપંચ કિષ્ણાબા જાડેજા, જ્યોત્સના બેન, ગામેતી, કુસુમબેન, ભગોરા, નેહારિકાબેન સુવેરા, અને ગામના આગેવાન શ્રી ડેવિડભાઈ ચૌહાણ, નીલમબેન ચૌહાણ, ક્લેમેન્ટભાઈ અહારી, તેમજ અન્ય આગેવાન હાજર રહ્યા હતા..

હવે જોવાનું રહશે કે શું તાલુકા વિકાસ અધિકારી સરપંચ ના કામકાજ વિષે તપાસ કરશે. કે નહીં. શું લોકો ના ઘરે લાગેલા નળ મા જળ આવશે. કે નહીં.

શું ગટર બનશે કે નહીં..

શું ગામમાં રસ્તા બનશે કે નહીં.

શું ભ્રસ્ટાચાર બંધ થશે કે નહીં.

શું યોગ્ય જગ્યા એ વિકાસ ના કામ થશે કે નહીં.

અનેક સવાલો છે ગામની જનતા ના..જવાબ આપશે સરપંચ કે પછી મનમાની જ કરશે..

ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ Read More »

Uncategorized

 અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વ રત્ન,પરમ પૂજ્ય. ડૉ.બાબાસાહેબ ૬૭ મો. એક કપ મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન  કરીને આદરાંજલી આપવામાં આવી 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી ગુજરાત

 તારીખ ૬ /૧૨ /૨૦૨૩ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિભાને ફુલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું હતું ,ડૉ. બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિવસ ને યાદ કરવામાં આવ્યો ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસસ્થાને અલીપુર દિલ્હી મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટી માં અરબી સમુદ્ર કિનારે થયેલ હતું તેમની અંતિમ યાત્રામાં પુરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ હતી એવા મહાન ક્રાંતિકારી વિશ્વ રત્ન ભારત દેશના ભાગ્ય વિધાતા ભારતીય સંવિધાન ના નિર્માતા પડકાર પંડિત વિજ્ઞાન વાદી સમતા વાદી બૌદ્ધિસત્વ મહામાનવ પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર નો ૬ ડિસેમ્બર  ૬૭ મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે,ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ તરફથી વિનમ્ર અભિવાદન કોટી કોટી પ્રણામ કરીને અઘરાંજલી આપવામાં આવી તેમાં ઉપસ્થિત  રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય શ્રી ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ  શામળિયા અને નારણભાઈ વાણીયા અનિલ પરમાર મનોજભાઈ ધેડા રાણાભાઇ મેરીયા પપ્પુભાઈ જાદવ અને સર્વે સમાજ ના કાર્યકર્તા આગેવાનો  ભાઈઓ બહેનો ઉપસ્થિતિમાં  બાબાસાહેબ આંબેડકરને અભિવાદન કરવામાં આવ્યું

 અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વ રત્ન,પરમ પૂજ્ય. ડૉ.બાબાસાહેબ ૬૭ મો. એક કપ મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન  કરીને આદરાંજલી આપવામાં આવી  Read More »

Uncategorized

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ



2 લાખનું ઓપરેશન એક પણ રૂપિયાનાં ખર્ચ વિના આ કાર્ડ થકી શક્ય બન્યું, એ માટે સરકારશ્રીના અમે આભારી છીએ : લાભાર્થી શ્રી શાહિદાબેન રજાકભાઈ મન્સુરી


માહિતી કચેરી અરવલ્લી – ૦૫-૧૨-૨૦૨૩

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાભાર્થી શાહિદાબેન રજાકભાઈ મન્સુરીએ ભિલોડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા શરીરની અમુક નસ બ્લોક થઈ ગઈ હતી એટલે તેનું ઓપરેશન તાત્કાલિક કરાવવું ખુબ જ જરૂરી હતુ. મે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચાર્યુ ત્યારે ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૨ લાખ જેટલો તો સામાન્ય થશે તેમ ડૉક્ટરે કહ્યું હતું. પરંતુ મને કોઈએ કહ્યું કે, જો તમારી પાસે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું’ કાર્ડ હશે તો તમારી સારવાર નિ:શુલ્ક થઈ જશે.

                બસ આ કાર્ડ થકી મે ઓપરેશન કરાવ્યું તે પણ એક રૂપિયો આપ્યાં વગર એટલે કે મારી સારવાર તો નિ:શુલ્ક થઇ અને મને ઘર સુધી પહોંચાડવા સુધીની ચિંતા સરકારશ્રીએ કરી બસ મારા આ  વ્યક્તિગત અનુભવને અંતે જ મને ખરેખર સમજાયું કે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે.  સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાતમા જન-જનનાં આરોગ્યની દરકાર લે છે આપણી સરકાર.

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ Read More »

Uncategorized આરોગ્ય

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પોહચ્યો


વિશ્વકર્મા યોજના, pmjay યોજના , પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની ખાસ અપીલ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં માલપુર ખાતે રથ પોહચ્યો હતો.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે આપવામાં આવી રહ્યો છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત,વડાપ્રધાનશ્રીનો વિડિયો સંદેશ તથા લાભાર્થીઓને વિવિધ સહાય અને યોજનાની જાણકારી આપવામાં આવશે.
જે અંતર્ગત માલપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કલેક્ટરશ્રીએ સંબોધન કરતા ,વિશ્વકર્મા યોજના, pmjay યોજના ,પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા ખાસ અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં માલપુર પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,અને તાલુકા સદસ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પોહચ્યો Read More »

Uncategorized ઓટો