અંતર્ગત બોરમઠ ગામમાં અયોધ્યા થી આવેલ રામમંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિરનો દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનો એ આમંત્રણ પાઠવી રહેલા રામ ભક્તોનું કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ ના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ રામ ના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરખ ઘેલા થયા હતા. એક ૧૦૦ વર્ષના દાદી મા એ શ્રી રામ ભક્તોનું રામના ભજન ગાઈ ને સ્વાગત કર્યું હતું.
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “
* જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…
* આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત શામળાજી મહોત્સવ 2023 ની ઉજવણીની શરૂયાત કરવામાં આવી અને પ્રથમ દિવસે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી. શામળાજી મંદિરના પરિસરમાં આ ભવ્યાતિ ભવ્ય ઔતિહાસિક કાર્યક્રમ થઈ રહ્યો છે.
અરવલ્લી જિલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે આવેલ રમણીય પુરાતન શામળાજી મંદિરમાં દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન થતાં જ ભગવાન પ્રત્યે અનુરાગ જાગે અને મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદવિભોર બનીને અહીં પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની વાત કરીએ તો મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારાયેલા છે.
શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા. આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ,અરવલ્લી વહીવટી તંત્ર તમામ જિલ્લાવાસીઓને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.
૨ અને ૩ ડિસેમ્બરના યોજાશે શામળાજીના પ્રાંગણમાં શામળાજી મહોત્સવ-૨૦૨૩,શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની ધામધૂમપૂર્વક ઉજવણી થવાજઈ રહી છે. અરવલ્લીના શામળાજીમાં બિરાજમાન કાળિયા ઠાકોરના આંગણે લોકલાડીલા કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી શામળાજી મહોત્સવની ઉજવણીમાં સાથ આપશે.અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દરવર્ષે સંગીત,અને ભક્તિનો સમન્વય સમો મહોત્સવ ઉજવાય છે.૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩ ના બે દિવસ માટે શામળાજી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.અરવલ્લીના તમામ જનતાને આ મહોત્સવ નિહાળવા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આમંત્રણ પાઠવે છે. આવો સૌ સાથે મળીને શામળાજી મહોત્સવમાં ભાગ લઈએ અને ભક્તિ અને સંગીતના સમન્વયના સાક્ષી બનીએ.
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગડાદર મુકામે નવ-નિર્મિત મકાનના ૧૨૦બાય ૪૦ ના વિશાલ હોલ માં યોજાય ગયો જેમા ઠાકોર સમાજ દ્વારા આમંત્રીત મહેમાનશ્રી ભિખુસિંહ ગંભીરસિંહ ડાભી (સાણંદના ઉધોગપતિ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો. ઉધોગપતિશ્રીએ ૫૧૦૦૦ નું રોકડ માતબર દાન તથા હોલના બારી-બારણ બનાવી આપવાની જાહેરાત કરી તથા બાયડ-માલપુર તાલુકા ના લોક-લાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે ૧૧૦૦૦ હજારનું રોકડ દાન આપ્યુ તેમણે પોતાના પ્રવચનમાં સ્પર્ધાના જમાનામાં ઉત્તમ શિક્ષણ થીસમાજમાં પરિવર્તન શકય છે શિક્ષણ થી ક્રાંતિ લાવી શકાય છે ભવનના નિર્માણમાં આજસુધીના પાયાના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા લગભગ ૮૦૦ જેટલા સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ હાજરી આપી હતી અક્ષર પ્રકાશન તરફથી પધારેલ પ્રો. બી.સી.રાઠોડ સાહેબ તથા પ્રો.શંકરભાઇ ખાંટ સાહેબે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમાજના વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી શકે તે માટે ૫૧૦૦૦ હજારના સમાજ પુસ્તકાલય માટે ૧૩૫ પુસ્તકો આપ્યા હતા ભિલોડા તાલુકા બીજેપી ના મહામંત્રી શ્રી ભવનસિંહ કે ઠાકોર ૫૦૦૦૦૦ લાખની કિંમતના સમાજ વાડીના પટાંગણમાં બ્લોક ગોઠવી આપ્યા છે તથા પાણી બોર-પંપની પણ વ્યવસ્થા કરી આપી છે શ્રીમતિ નિલાબેન મડીયા ભિલોડા તાલુકા પંચાયત સદસ્યએ વાડી ફરેતે કોટ બનાવી આપવાની જાહેરાત કરી છે તેમજ પો.સ.ઇ. શ્રી નારણભાઇ સુનોખ વાળાની મહેનતથી સાણંદમાંથી ૫૧૦૦ ચંદુસિંહ,૫૧૦૦ દિનુભાઇ,૫૧૦૦ પટેલ રાજાભાઇ, ૧૧૦૦ પટેલ બળદેવભાઇ ૧૧૦૦ મીણા જસવંતભાઇ તરફથી દાન મેળવી આપવાનો સહીયોગ પાપ્ત થયો છે તથા નાયક મોતિભાઇ સરડોઇએ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજવાડીની ઓફિસનું ઉદઘાટન શ્રી આશાપુરા ફર્નિચરવાળા દિલિપભાઇ ઠાકોર ના સુપુત્ર હસ્તે કરવામાં આવ્યુ હતુ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તે માટે પહેલા ,બીજા તથા ત્રીજા નંબર વાળાને પ્રમાણપત્ર શિલ્ડ તથા પાંચ ચોપડા સમાજ ના સહયોગથી છાપેલા આપ્યા તથા બાકીના દરેક વિદ્યાર્થીઓ ને ત્રણ ચોપડા આપ્યા નિમણૂંક અને નિવૃત કર્મચારીઓને પણ સન્માનવામા આવ્યા હતા સમાજ આગેવાનોમાં પ્રમુખ શ્રી ધીરુભાઇ,સંચાલક શ્રી શિવુભાઇ ,ઉપ-પ્રમુખ સોમાભાઇ ખરાડી,ભવાનભાઇ તરાર કાનાભાઇ ખાંટ સહ-સંચાલક ગેમુભાઇ મકવાણા ડૉ. જેમાભાઇ મકવાણા મહામંત્રી ભવાનસિંહ ઠાકોર શિ.ચેરમેન કેશુભાઇ ઠાકોર સહ-મંત્રી તથા શિ. વા.ચેરમેન બી.કે ઠાકોર .સભ્યશ્રીઓ શ્રીમોતીભાઇ ઠાકોર,શ્રી છગનભાઇ ઠાકોર,શ્રીભરતભાઇ ઠાકોર શ્રીઆત્મભાઇ ઠાકોર શ્રી ખુમાભાઇ ઠાકોર શ્રી કાનાભાઇ.આર.ઠાકોર શ્રી પ્રવિણભાઇ ઠાકોરશ્રી રમણભાઇ ઠાકોર શ્રી રમેશભાઇ ઠાકોર શ્રી કલજીભાઇ ઠાકોર શ્રી જીવાભાઇ કે ઠાકોર શ્રી સોમાજી ઠાકોર .કાળુજી ઠાકોર કાનાજી ઠાકોર રામાજી ઠાકોર રેવાજી ઠાકોર રાજુજી ઠાકોર તથા રસોયા નટુભાઇ ઠાકોર નામી-અનામી ઠાકોર સમાજ આગેવાનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન કેશુભાઇ,કાનાજી તથા ભવાનજીએ કર્યુ હતુ કાર્યક્રમના અંતે સર્વે ભોજન લીધુ હતુ
શ્રી ડુગરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડુગરવાડા ખાતે આવેલી શાળામાં નવીન સભાખંડ તથા શ્રી ચેતનભાઇ એ પટેલ આચાર્યશ્રી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંજયભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી દ્વારા મહેમાન શ્રીઓનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ચીમનભાઈ પટેલ દ્વારા શાળા પરિચય આપવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા શાળાના વિકાસ ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અર્ચનાબેન ચૌધરી ડી ઈ ઓ શ્રી અરવલ્લી જિલ્લો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી આર એસ પટેલ જેઓએ આ સંસ્થામાં અત્યાર સુધી કુલ 68 લાખ જેટલું માતબર દાન આપ્યું છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી એમ એસ પટેલ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી દ્વારા આ શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને જે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરીને શાળાનું ગામનું નામ રોશન કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ કે જેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ પણ સાથે સાથે યોજવામાં આવ્યો હતો. ચેતનભાઇ પટેલ આચાર્ય તરીકે આ શાળા માં 18 વર્ષ સુધી આચાર્ય તરીકેનું પદ શોભાવ્યું હતું. તેઓ નિષ્ઠાવાન પ્રગતિશીલ અને કર્મનિષ્ઠ વ્યક્તિ હતા. કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા શ્રી ચેતનભાઇ પટેલ નો નિવૃત્ત જીવન આરોગ્યમય નિરામય અને પ્રવૃત્તિશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ દ્વારા કેળવણી મંડળ શાળાના સ્ટાફગણ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સેમિડીલક્સ રૂમ ની અંદર દવા મુકવના સ્ટેન્ડ ની હાલત ટોયલેટ ના ટબ કરતા પણ ખરાબ!! જેની ઉપર તબીબ ને પીવડાવા ની દવા મુકવામાં આવે.. તબીબ ને ખાવા ની ચીજ વસ્તુઓ મુકવામાં આવે તેની ઉપર ગંદકી જોઈને તમે ચોકી જસો જાણે કે વર્ષોથી આ ટેબલ સાફજ ના કર્યું હોય તેમ લાગે છે? પેસન્ટ સારું થવાની જગ્યાએ વધુ બીમાર થઈજાય તેવી સ્થિતિ?
રૂમ માં એક બીજું મોટુ ટેબલ મૂકેલું હતું તે ટેબલ ને જોઈએ તો ખાવાનું ગાળામાંથી નીચે ના ઉતરે એટલી ગંદકી આ ટેબલ ઉપર જોવા મળી હતી.. રૂમમાં મુકેલી દરેક વસ્તુ પર ડસ્ટ જોવા મળી હતી. ગંદકી ના કારણે પેસન્ટ ને શ્રીજી હોસ્પિટલ થી ભારે નારાજગી જોવા મળી હતી!!
બીજી વાત કરીએ તો જ્યાં ગંદો કકચરો નાખવામાં આવે છે તેવા ડસ્ટબીન મુકેલા હતા તો આવા ડસ્ટબિન ને તમે જરાક પણ તેની જગ્યાએ થી હટાવસો તો જીણી જીણી કાળા કલરની જીવાતો ઊડતી દેખાશે!! જાણે મહિનાઓ થી આ ડસ્ટબીન મુકવાની જગ્યાને સાફજ઼ ના કરીહોય તેવું લાગી રહ્યું છે..? ડોક્ટરે પેસન્ટ ની ટ્રીટમેન્ટ ની સાથે સાથે હોસ્પિટલ ની અંદર સાફ સફાઈ નું પણ ધ્યાન આપવું જોઈએ?
ભીલાડ, સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં પેસેન્ટ ના ઈલાજ માટે ની દરેક સુવિધા છે ઉમરગામ તાલુકા માં નામના ધરાવતી એક માત્ર હોસ્પિટલ કહી એ તો શ્રીજી હોસ્પિટલ જેમાં દરેક પ્રકારની સુવિધા છે.. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે.. પરંતુ આવીજ મોટી હોસ્પિટલો એ સફાઈકામદાર ના સ્ટાફ ને લીધે બદનામ થવું પડે તે બાબત ખુબ ઘમ્ભીર ઘણી શકાય? બે દિવસ પેહલા એક પેસન્ટ સરીગામ નું ( મૂળ પારપ્રાંતિ ) અહીં શ્રીજી હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યું અને તેને બોટલ ચડાવ વામાં આવી તે દરમિયાન પેસન્ટ ની સાથે આવેલા તેના સગાએ અમારા ગુજરાત કારોબાર ન્યૂઝ પેપર ના સહ તંત્રી અનીસ શેખ ને ટેલીફોન કરીને જાણ કરી કે અહીં શ્રીજી હોસ્પિટલ જે ભીલાડ સંજાણ રોડ પર આવેલી છે ત્યાં અમારા એક સગાને સેમી ડિલકસ રૂમ માં એડમિટ કર્યા છે અને અહીં દરેક વસ્તુપર બઉજ ગંદકી છે અમે બેથી ત્રણ વાર સ્ટાપ ને જાણ કરી પરંતુ કોઈ સફાઈ કરવા આવતું નથી આ સમયે બપોર પેહલા 10 થી 12 વગ્યા નો સમય હશે અમારી ગુજરાત કારોબાર ની ટિમ ત્યાં પોહચિ અને ત્યાં નજરે બધું જોયું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં એડમિટ કર્યા બાદ હજુ સુધી કોઈ ડોક્ટર તપાસ કરવા નથી આવ્યા જે પણ આવે છે તે એક નર્સ છે એપણ એકવાર આવીને બોટલ લગાવી ને ચાલ્યા ગયા આ તે કેવી સુવિધા? અને રૂમ માં પડેલી દરેક વસ્તુ ગંદકી થી ઘેરાયેલી હતી
ગાયત્રી પરિવાર દ્વારા નિ:શુલ્ક કાર્યક્રમમાં બસોથી વધુ લોકોએ પિતૃઓનું તર્પણ કર્યું.
ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈ શરીર હોય ત્યાં સુધી અનેક સંસ્કાર પરંપરા ચાલી રહેલ છે. પરંતુ માનવીના મૃત્યુ પછી તેને સ્વજનો દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવા શ્રાદ્ધ તર્પણનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં દરેક પોતાના અવસાન પામેલ સ્વજનોને યાદ કરી શ્રાદ્ધ તર્પણ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તિથિ મુજબ શ્રાદ્ધ-તર્પણ કરવામાં આવે છે. પરંતુ અમાવસ્યા પર તમામ પિતૃઓને તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર તર્પણ માટે વિષ્ણુ ભગવાનનું તીર્થ ધામ શામળાજી મહત્વનું સ્થાન ગણાય છે. ગાયત્રી શક્તિપીઠ- શામળાજી દ્વારા અમાસના દિવસે શનિવારે નિ: શુલ્ક સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમનું સામુહિક આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યું . જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી બસોથી વધુ લોકો આ નિ: શુલ્ક શ્રાદ્ધ તર્પણનો લાભ લેવા પૂજામાં જોડાયા. મેશ્વો નદીના કિનારે ગાયત્રી શક્તિપીઠ- શામળાજી ખાતે પ્રસિદ્ધ કથાકાર અમૃતભાઈ પટેલે સંગીતમય શૈલીમાં ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ તર્પણ કાર્યક્રમનું સંચાલન કર્યું. સૌએ યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી. કાર્યક્રમના સમાપનમાં સૌએ પોતાના જીવનને કુરિવાજોથી બચાવી વ્યસનમુક્ત શ્રેષ્ઠ માર્ગ પર ચલાવવા સંકલ્પ લીધા. છેલ્લે સૌને માટે ગાયત્રી શક્તિપીઠ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ.
બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો અંતરિયાળ માર્ગે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે શામળાજી પોલીસે ગલીસીમરો ગામ નજીક પેટ્રોલિંગ હાથધરી સ્વીફ્ટ કારમાંથી 1.33 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો કારમાં રહેલ બુટલેગર અંધારામાં ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાન મેવડા-વીરપુર બોર્ડર તરફથી સ્વિફ્ટમાં વિદેશી દારૂ ભરી આવતા બુટલેગરો પોલીસજીપ જોઈ કાર રિવર્સ લઇ હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો રસ્તો ભૂલી જતા કાચા રસ્તા પર દોડાવી હતી આગળ રસ્તો ન હોવાથી બુટલેગરો કાર રોડ પર મૂકી અંધારામાં ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારની તલાસી લેતા ડેકીમાં પ્લાસ્ટિકની કાળી બેગમાં અલગ પેકીંગ કરેલ વિદેશી દારૂની બોટલ નંગ-1079 કીં.રૂ.133200/- તેમજ કાર મળી કુલ.રૂ.633200/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યથી સાયરા ગામે ૮ ઑક્ટોબર, રવિવારે રાત્રે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સમગ્ર ગ્રામજનો સહભાગી બન્યા. ઘરેથી દિપકોની થાળી સજાવી સૌ આ પૂજન વિધિમાં જોડાયા. જેમાં યજ્ઞની જેમ પણ પોતાની થાળીઓમાં દિપક પ્રગટાવી કર્મકાંડ મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ. વિશેષમાં હાલમાં શ્રાદ્ધ પક્ષ હોઈ પિતૃઓને પણ આહુતિઓ અર્પણ કરાઈ. શ્રેષ્ઠ જીવન તથા કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ તથા વ્યસનમુક્ત રહેવાના સંકલ્પ લીધા. આ સમગ્ર આયોજન મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સોમાભાઈ બારોટ તથા અરવિંદભાઈ કંસારાએ મંત્રોચ્ચાર તથા સંગીતમય વાતાવરણ બનાવી પૂજનવિધિ કરાવી તથા અન્ય સૌ પરિજન ભાઈઓ બહેનોના સાથ સહકારથી સંપન્ન થયું.