Gujarat

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી થઈ

કથા-સત્સંગ સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.

રિપો્ર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસા, ૩ જુલાઈ:ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે આગળ વધારવા પોતાની તપ શક્તિ, સદ્જ્ઞાન, સદ્વ્યવહાર સાથે પોતાના શિષ્ય સહિત માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ગાયત્રી પરિવાર દ્વારા મોડાસા ખાતે છેલ્લા વીસેક વર્ષથી કથા-સત્સંગ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ ૩૦ જૂન થી ૨ જુલાઈ ત્રણ દિવસ “રામ કથાની પ્રબળ પ્રેરણા” કથા-સત્સંગનો ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો. આજ ૩ જુલાઈ, સોમવાર ગુરુ પૂર્ણિમા પર્વ પર સવારે ૬ વાગેથી શુભારંભ થયો. મુખ્ય યજમાન ચંદ્રિકાબેન પટેલ, સોનલબેન પટેલ તથા જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય તથા દેવ પૂજનથી શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ધ્યાન, ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ, રશ્મિભાઈ પંડ્યા દ્વારા મંત્રોચ્ચાર સાથે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ , અરવિંદભાઈ કંસારાના મધુર સ્વરમાં સંગીત સાથે ગુરુશિષ્ય મહિમાના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. કિરીટભાઈ સોની દ્વારા ગુરુસંદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે તેમજ કથા સ્થાન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આવનાર દર્શનાર્થીઓને તિલક કરી હાથે નાડાછડી બાંધી સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું.
આજના આ ગુરુપૂર્ણિમા ઉત્સવ પર મોડાસા સહિતના આસપાસના અનેક ગામોના સાધકો પરિવાર સહ ઉપસ્થિત રહી ગુરુદિક્ષાના સંકલ્પોને યાદ કરી હવેથી વધુ શ્રદ્ધાં ,ભક્તિ, સમર્પણ અને અનુશાસનની ભાવના વધુ જગાવી પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવી માનવતાની સેવામાં વધુ પ્રયાસ કરવા સંકલ્પિત બન્યા. ઉપસ્થિત રહેનાર સૌને માટે ભોજન-પ્રસાદ સાથે દરેકને તુલસીના રોપા પ્રસાદ વિતરણ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી થઈ Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા.આપણી ભારતીય સંસ્કૃતિમાં અર્વાચીન કાળથી ગુરુનું વિશેષ મહત્વ રહેલું છે અને તે સંસ્કૃતિનાં જતન હેતુ દર વર્ષે ગુરુપૂર્ણિમાનાં પર્વની ઉજવણી પુરા ભારત વર્ષમાં થતી હોય છે અને તેનાજ ઉપક્રમે મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત તમામ ગુરુજનોનું કુમકુમ તિલક કરી પર્યાવરણનાં જતન હેતુ રોપાઓ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પર્વ પર ગુરુનાં મહિમા ગાતા શ્લોક ગાન , ગુરુ પૂર્ણિમા પર વક્તવ્ય, તેમજ સુંદર નાટક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી બિપીનભાઈ આર શાહ સાહેબ તેમજ સેક્રેટરીશ્રી નિખિલભાઈ શાહ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી ગુરુપૂર્ણિમાની સૌ ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુરુનાં મહિમાનાં દર્શન કરાવ્યા હતા. શાળાનાં કેમ્પસ ડાયરેકર શ્રી જે.પી. ઉપાધ્યાય તેમજ શાળાના આચાર્યશ્રી કુંદન સિંહ જોદ્ધા સાહેબે ગુરુપૂર્ણિમા પર્વની શુભેચ્છા આપી સૌને શુભકામનાઓ પાઠવી હતી અને આ પર્વને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી Read More »

Uncategorized ક્રિકેટ

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે સાથોસાથ 59 ની જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે તેમજ 3500 દૂધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે જોકે અચાનક કરાયેલા આ નિયમના પગલે સાબર ડેરીમાં જનરલ સભા મા વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે

સાથોસાથ સાબર ડેરી માં હાલના ડિરેક્ટર પદ ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે. જોકે આ તબક્કે બાયડના ધારાસભ્ય અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સાબર ડેરી મા પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટે ની વાત છે સાથે સાથે આજે લેવાયેલા નિર્ણયો એ નાની મંડળીઓ સહિત પશુપાલકોના હિતમાં લેવાયેલ નિર્ણય નથી જેથી હું તેનો વિરોધ કરું છું તેમ જ આગામી સમયમાં મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત જરૂર પડે આંદોલન ના માર્ગે પણ આગળ વધીશું

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરી માં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરી ની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયું છે જે હકીકત છે જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે એ તો સમય જ બતાવશે

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી ,પગના નિશાન જોઈ પગી કહી દેતા કે ઊંટ પર કેટલી સવારી છે

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી છે. શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાધારણ સંજોગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા રહી છે. એમણે ઉમેર્યું કે એ જરૂરી છે કે આવા લોકોની જીવન ગાથા પ્રજા સામે આવે જેથી આવનારી પેઢી એમની વીરતા, એમના સાહસ અને પરાક્રમમાંથી પ્રેરણા લઇ શકે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આઝાદીના અમૃત કાલખંડમાં પોતાના વારસા, આપણા નાયકો માટે ગૌરવ અનુભવી દેશ નિરંતર આગળ વધી રહ્યો છે.

રણછોડભાઈ પગી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના એ ગુમનામ નાયકોમાંના એક છે જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું જેના કારણે એમણે બંને યુધ્ધોમાં અગત્યની ભૂમિકા ભજવી.રણછોડભાઈ પગી કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જોઇને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે, એટલું જ નહીં માણસના પગન નિશાન જોઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા. એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે ભારતીય સેના માટે આ યુદ્ધોમાં ગાઈડની ભૂમિકા નિભાવી અને દુશ્મનોની હિલચાલની જાણકારી આપતા રહેતા.

આવા નાયકોની પ્રેરક ગાથાઓ સમાજ સમક્ષ ઉજાગર કરવાના ભાગરૂપે ગુજરાતના શાળા પાઠ્યપુસ્તકમા રણછોડભાઈ પગીની જીવનગાથાને સમાવવામાં આવી છે. સરકાની આ પહેલને બિરદાવતાં શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે તાજેતરમાં પત્ર લખ્યો હતો. એમણે કહ્યું કે રણછોડભાઈ પગીના પ્રેરક જીવનને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાથી ભાવી પેઢી સુધી તેમની શૌર્યગાથાની જાણકારી સરળતાથી પહોંચશે. વીર નાયકોની આવી ગાથાઓ બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ નીવડશે.

વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી ,પગના નિશાન જોઈ પગી કહી દેતા કે ઊંટ પર કેટલી સવારી છે Read More »

Uncategorized ખેતીવાડી

મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસાના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા મોડાસા ખાતે કરવામાં આવી જેમાં ભારત સરકારના નશામુક્ત જાગૃતતા અભિયાનમાં જોડાઈને તથા આજના દિવસે નશામુક્ત અભિયાનમાં સહભાગી બની આપણા પરિવાર રાજ્ય અને દેશને નશામુક્ત કરીએ આ ભાગરૂપે શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળાના બાળકો દ્વારા મોડાસા વિસ્તારમાં જાગૃતતા આવે તે સંદર્ભે રેલી તથા નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી શ્રી વા.હી.ગાંધી બહેરા-મુંગા શાળાના શિક્ષકોએ તેમની સાંકેતિક ભાષા દ્વારા મુકબધિર તથા અન્ય દિવ્યાંગોને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કપિલભાઈ પટેલ તથા શ્રી વા હી.ગાંધી બહેરા-મુંગા શાળાના ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ, શાળાના કર્મચારીગણ, બાળકો તેમજ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીગણ સહભાગી થયેલ

મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી Read More »

Uncategorized ક્રિકેટ

મેઘરજ નગર ની મદીના મસ્જિદ ખાતે મદરેસા ના બાળકો નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમ માં મોટી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો હતો જેમાં ઇસ્લામિક નોલેજ સાથે જનરલ નોલેજ તેમજ ઇતિહાસ ના પ્રશ્નો ની સ્પર્ધા રાખવા માં આવી હતી જેનો બાળકો દ્વારા સુંદર રીતે જવાબો આપી ઉપસ્થિત મહેમાનો ના દિલ જીતી લીધા હતા ખાસ લુણાવાડા મદરેસા માંથી ઇસ્લામિક સ્કોલર ઉપસ્થિત રહી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકો ના ઉસ્તાદ હાફિજ મુસ્તુફા સાહબ અને મૌલાના સાબિર સાહબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમ માં મોટી સંખ્યા માં સ્થાનિકો અને બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા,બાળકો દ્વારા ઇસ્લામ ના વિવિધ ઐતિહાસિક પાત્રો વિશે પ્રવચન આપી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા,કાર્યક્રમ ના અંતે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી જેમાં દેશ અને દુનિયા ની સુખાકારી,ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી

મેઘરજ નગર ની મદીના મસ્જિદ ખાતે મદરેસા ના બાળકો નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized ક્રિકેટ

વાવાઝોડા ના કારણે અનરાધાર વરસાદની સવારી સવારે પણ યથાવત

ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ

સૌથી વધુ દ્વારકા ના જામખંભાળિયામાં સાડા સાત ઇંચ વરસાદ

જામનગર શહેરમાં સવારે પણ ભારે વરસાદના કારણે 6-5 ઇંચ પાણી પડ્યું

કચ્છના અંજાર અને માંડવીમાં પણ ચાર -ચાર ઇંચ વરસાદ

દ્વારકામાં પણ અનરાધાર વરસાદના કારણે ચાર ઇંચ વરસાદ

ગાંધીધામમાં પણ વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

રાજકોટના લોધીકામાં પણ ત્રણ ઇંચ વરસાદ

કચ્છના મુન્દ્રામાં પણ દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ

રાજકોટ ,વાંકાનેર ,જામકંડોણા અબડાસા અને નખત્રાણામાં પણ બે ઇંચ વરસાદ

વાવાઝોડા ના કારણે અનરાધાર વરસાદની સવારી સવારે પણ યથાવત Read More »

Uncategorized ઓટો

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત

એહવાલ અનીસ શેખ

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ બોટ દુર્ઘટનામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

એપી અનુસાર, 100થી વધુ લોકો બોટ દ્વારા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક બોટ ઓવરલોડીંગને કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 100 લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ અન્ય લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, અન્યની શોધ ચાલુ છે.
નાઇજર નદીમાં બોટ અકસ્માત
સીએનએનના અહેવાલ મુજબ, આ બોટ દુર્ઘટના નાઈજર નદીમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. કાપડાના પરંપરાગત પ્રમુખ અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી.

અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનો નાઈજર નદી પાર કરવા માટે ઈગબોટી ગામથી બોટમાં સવાર થયા હતા. કપરાડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે લોકોએ બોટ દ્વારા પરત જવાનું નક્કી કર્યું હતું.

બોટમાં 300 થી વધુ લોકો સવાર હતા
તેણે જણાવ્યું કે બોટમાં લગભગ 300 લોકો હતા, જેમાં પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અકસ્માત સોમવારે સવારે ત્રણથી ચાર વચ્ચે થયો હતો. તેણે જણાવ્યું કે બોટ પાણીમાં ઝાડના થડ સાથે અથડાઈ અને પલટી ગઈ. તેણે કહ્યું કે મારી માહિતી મુજબ માત્ર 53 લોકોને જ બચાવી શકાયા છે.

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્વિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

‘આ ઉજવણી છે ભૂલકાઓના સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની’
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩

“કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય”- મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 45 બાળકોએ પ્રવેશ મેળવ્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં ૪૫ જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું ભારતના દુરદેશી વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આ અભૂતપૂર્વ વિચાર થકી શિક્ષા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ મળી છે. શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સારા અને યોગ્ય શિક્ષણ આપણાં ભવિષ્યને આકાર આપવા અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્વિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized આરોગ્ય

મોડાસા તાલુકાના ફુટા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

“સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે”

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે તા 12/6/2023ના રોજ શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાન શ્રી નગરપાલિકા ચીફ ઓફિસર પંડ્યા સંજયભાઈ તેમજ તેમના પત્ની વંદનાબેન પંડ્યા તેમજ CRC કુંદનબેન રાઠોડ તેમજ આંગણવાડી સુપરવાઈઝર તૃપ્તિબેન અને આરોગ્ય ખાતાના કર્મચારી રાકેશભાઈ તેમજ ડાહ્યાભાઈ અને લલિતાબેન આ શુભ પ્રસંગે હાજર રહી બાળકોને પ્રોસાહિત આપી નગરપાલિકા ઓફિસર પંડ્યા સંજયભાઈ સાહેબ નાવરદ હસ્તે બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આંગણવાડી માં થી 5 બાળકોએ ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો તેમજ મોડાસા તાલુકાના વરદાન ઇન્ડિયા ન્યૂઝ ના પત્રકાર ભરત ઠાકોર ના દીકરા રાજવીર ઠાકોર જે ફૂટા પ્રાથમિક સ્કૂલ માં ધોરણ 3 માં અભ્યાસ કરતા ફસ્ટ આવતાં નગરપાલિકા ચીફ ઓફિસર પંડ્યા સંજયભાઈ ના વરદ હસ્તે રાજવીર ઠાકોર ને સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વાલી મંડળ આંગણવાડી ના કર્મચારી તેમજ ગ્રામજનો અને સ્કૂલ ના તમામ અધિકારી હાજર રહ્યા હતા.

મોડાસા તાલુકાના ફુટા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો Read More »

Uncategorized ક્રિકેટ