Umbergam

મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયુઝ ,એક છે એ પણ જોખમી ,55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સુવિધા સભર શિક્ષણ મળે તે માટે કરોડો ના ખર્ચે નવા નવા શિક્ષણ ભવન બન્યા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર માં વિદ્યાર્થીઓ આજે પણ જર્જરિત શાળા ના ઓરડામાં જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે 

     વાત છે મેઘરજ તાલુકા ના અંતરિયાળ એવા રાજપુર પ્રા શાળા ની આ પ્રાથમિક શાળા માં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ચાલે છે શાળા ના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ,આ પ્રા શાળા માં કુલ ત્રણ ઓરડા હતા જેમાંથી બે ઓરડા જર્જરિત હોવાથી નોન યુઝ કરી ને પાડી દીધા છે હાલ એક જ ઓરડા માં બેસી બે શિક્ષકો ધોરણ 1 થી 5 ના 55 વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવી રહ્યા છે,મહત્વ નું એ છે કે રાજપુર પ્રા શાળા માં જે એક ઓરડો છે એ પણ જર્જરિત છે ઓરડા ના પતરા પણ ઉડી ગયેલા છે દીવાલો માં પણ મોટી મોટી તિરાડો પડેલી છે પીવાના પાણી ની ટાંકી પણ બિસમાર હાલત માં છે રસોઈ ઘર પણ જર્જરિત છે આમ ફક્ત એક ઓરડા માં બેસી તમામ 55 વિદ્યાર્થીઓ જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કયા સમયે દુર્ઘટના સર્જાય એ નક્કી નહીં માટે રાજપુર પ્રા શાળા ના તમામ નવા ઓરડા તાત્કાલિક બને એવી ગ્રામજનો ની માગ છે.

મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયુઝ ,એક છે એ પણ જોખમી ,55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ.

માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

આ અભિયાનના ભાગરુપે મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નંબર ૨, ૫ અને ૬ માં આવેલ GVP પોઇન્ટ સફાઈ કરી ગંદ્કી  દૂર કરવામાં આવી. જેમાં નગરપાલિકાની તમામ સાધન સામગ્રી બે જે.સી.બી, બે હાઈવા તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવેલ છે. મોડાસામાં વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી.

મોડાસા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ. Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ

મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ.માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાનમાં ભાગરુપે મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી.

મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસા તાલુકા ના ફરેડી  ગ્રામ સેવા ઉ.બુ.વિધાલય માધ્યમિક ઉચ્ચત્તર મા.. હાઇસ્કૂલ માં  સ્પોર્ટસ ડે ની સુંદર ઉજવણી કરવામાં આવી. 

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અશ્વિનભાઈ પટેલ. એગ્રી બિઝનેસ સેન્ટર ફરેડી કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું. સ્પોર્ટ્સ ક્લબ ફરેડી હાઇસ્કૂલની સ્પોન્સરશિપ સ્વીકારી તેમને 30 જેટલા સ્પોર્ટ ડ્રેસનું દાન આજે આપેલ .કુલ મળીને ₹ 15000 નું શાળાને દાન આપ્યું. હતું.શાળાના સંનિષ્ઠ શિક્ષકશ્રી એ.વી.પટેલે મેદાન તૈયાર કરવાથી કરીને સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન કર્યું.શાળાના પ્રિય (ભૂતપૂર્વ વિદ્યાર્થી) અશ્વિનભાઈ પટેલના ધર્મ પત્ની બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ છે તેમને શાળાની  વિવિધ ખેલ પ્રવૃત્તિ ઓમાં ભાગ લીધેલ બાળકોને અભિનંદન આપી તેનો આનંદ વ્યક્ત કરેલ શાળા પરિવાર વતીથી હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર.

મોડાસા તાલુકા ના ફરેડી  ગ્રામ સેવા ઉ.બુ.વિધાલય માધ્યમિક ઉચ્ચત્તર મા.. હાઇસ્કૂલ માં  સ્પોર્ટસ ડે ની સુંદર ઉજવણી કરવામાં આવી.  Read More »

Uncategorized ક્રિકેટ

મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેકપોસ્ટ નજીક દારુ ના નશામાં બેહોશ હાલતમાં ધુત બની રોડ સાઈડ બાઈક સાથે યુવાન સુતેલો વિડિયો વાયરલ થયો…..

દારુ ના નશામાં ધૂત બની નિદોર્ષ વાહન ચાલક ને અડફેટે લેતાં હોય છે ..

કોઈ અજાણ વ્યક્તિ નો પરિવાર ને વિખુટો પડે તેવી ઘટના બનતી હોય છે

મેઘરજ તાલુકાના ઉન્ડવા રોડ કાલિયા કુવા પર અકસ્માત ઘટના વધી રહી છે.

પોલીસ તંત્ર દ્વારા ઉન્ડવા ચેકપોસ્ટ અને કાલિયા કુવા ચેકપોસ્ટ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ.

મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેકપોસ્ટ નજીક દારુ ના નશામાં બેહોશ હાલતમાં ધુત બની રોડ સાઈડ બાઈક સાથે યુવાન સુતેલો વિડિયો વાયરલ થયો….. Read More »

Uncategorized ક્રિકેટ

વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી તથા ઉમરગામ સહિત તમામ તાલુકા ના પત્રકારો ની બેઠક નુ થયું આયોજન

વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ના બન્ને પુત્રો એ પત્રકારો વિરુદ્ધમાં કરેલા વ્યવહાર ને ચલાવી નહિ લેવાય

જો કોંગ્રેસ પ્રમૂખ ના પૂત્ર અને પ્રમુખ માફી નહી માંગે તો જિલ્લાના તમામ પત્રકારો મહારેલી યોજી કલેકટર ઓફીસે પ્રતીક ઉપવાસ સાથે ધરણાં ની વિચારણા

દેશના ચોથા સ્થંભ નો અવાજ દબાવી દેવાની કોસિશ કોઇપણ પાર્ટી કે રાજકારણી કરશે તે ચલાવી નહીં લેવાય તમામ પત્રકારો એક મંચ પર

જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

વિગતવાર વાત કરીએ તો બે દીવસ અગાઊ કૉંગ્રેસ ના કાર્યક્રમ મા વલસાડ ના રીજનલ ચેનલ ના પત્રકારો ને લાતો મારી ગાળો આપવાનો જે બનાવ બન્યો હતો તે બાદ વલસાડ પોલિસ મથકે પત્રકારો દ્વારા ફરિયાદ કરતા વલસાડ કૉંગ્રેસ પ્રમુખ ના બંને પુત્રો ની વલસાડ પોલિસે  ધરપકડ કરી કાયદાકીય પગલા ભર્યા હતા.

જે બાદ પણ કૉંગ્રેસ પ્રમુખે તેમની ભૂલ સ્વીકારવા નાં બદલે આક્રોશમા આવી પત્રકારો ને ફસાવવા પાયા વિહોણા મુદ્દાઓ ઉભા કરીને પોલીસ ફરિયાદ કરવાની વાતો ચર્ચાતા આજ રોજ વલસાડ જિલ્લા ના તમામ પત્રકારો એકત્રિત થયા હતા જેમા વલસાડ, કપરાડા, પારડી, ધરમપુર, વાપી, અને ઉમરગામ સહીત ના નેશનલ, રીઝનલ, અને વિકલી અને દૈનીક ન્યૂઝ પેપર ના તમામ પત્રકારો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા અને વલસાડ જિલ્લા ના પત્રકારો એકત્રિત તમામ પત્રકારો નું મંતવ્ય જાણ્યું હતુ
જેમાં દરેકે પત્રકારે એકજ વાત કરી હતી કે આ બાબત કોઇપણ રિતે ચલાવી લેવામાં આવશે નહીં આજે કોંગ્રેસ દ્વારા જે કરવમાં આવ્યું કાલે બીજી કોઇ પાર્ટી કે અન્ય કોઇ વર્ગ દ્વારા આવું કરવામાં આવશે જેથી આ બાબતને ખૂબજ ગંભીર ગણી ને વલસાડ કૉંગ્રેસ પ્રમુખના પુત્રો નાં વ્યવહાર સામે આક્રોશ વ્યકત કરી જો પ્રમુખ સહીત તેમના બંને પુત્રો માફી નહીં માંગે તો પત્રકારો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી કલેકટર કચેરીએ પ્રતીક ઉપવાસ કરી ધરણાં પ્રદર્શન ની પણ તૈયારી કરી છે.

જોકે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ટેલીફોનિક બાંહેધરી આપી છે બે દિવસમાં વલસાડ કોંગ્રેસના નેતાઓ પત્રકારો સાથે બેસી સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવશે જોકે એ પ્રકારનું કોઈ પણ વાતચીત આવનારા બે દિવસમાં ન થાય તો પત્રકારોએ લડી લેવાનો મૂડ બનાવી લીધો છે જે બાબતે ગુજરાત ભરના તમામ પત્રકારો ના સંગઠનો નો એકજૂથ થઈ આ બાબતમાં સાથ સહકાર મળી રહ્યો છે..

વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર, Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના હુંડા ગામનાં ડેપ્યુટી સરપંચ એ.સી.બી નાં સકંજામાં

અહેવાલ અનીસ શેખ

ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી પાસ થયેલા ઘર માં વ્યવહાર મા કરીહતી ૫૦૦૦ રૂપિયા ની માંગ

વલસાડ જિલ્લા ના દરેક ગામો મા પ્રધાન મંત્રી આવાસ યોજના ના ઘર આવે તો સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પછી તલાટી દ્વારા લાભાર્થી પાસેથી વ્યવહાર પેટે રૂપિયા માંગાતા હોવાની લોક મુખે ચર્ચા..

ટ્રેપીંગ અધિકારી ઓ મા શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, I/C મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત ની ટીમ જોડાઈ હતી.

આ કામના ફરીયાદીના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા.૧,૧૦,૦૦૦/- જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકીના રૂા.૧,૦૦૦/- અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂા.૪,૦૦૦/- ની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪,૦૦૦/- ની લાંચની માંગણી કરી, રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા હતો . આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના હુંડા ગામનાં ડેપ્યુટી સરપંચ એ.સી.બી નાં સકંજામાં Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ

વિરલ આરોગ્ય ખાતામાં સરકારી કર્મચારી નિ ફરજ બજાવતા હોવા છતાં શિક્ષણ જગત સાથે ખિલવાડ કરનારા આવા સરકારી કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ નિ માંગ છે

સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લા ના નરસિંહ નો કોર્સ કરતા વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ મળી તો પછી ધરમપુરમાં ચાલતી આં મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ આપવાં વલસાડ જિલ્લા ના તકેદારી ઓફિસરે સ્કોલર શિપ આપવાં ના પાડી હતી. તો પછી નવસારી ના તકેદારી અઘિકારી ની તપાસ કરવામાં આવે તેમણે ક્યા નિયમો આધારે સ્કોલરશીપ આપી.?કે પછી આરોપિયો સાથે નવસારી ના સ્કોલરશીપ પાસ કરતા અધિકારીઓ ની સાટ ગાંઠ છૅ ? તે પણ પોલીસ તપાસ કરે તે જરૂરી

વલસાડ જિલ્લા ના ધરમપુર ગામેથી અત્યારસુધી 60 થી 70 વિદ્યાર્થીઓ એ ફરિયાદ કરિહોય તેવા પ્રાથમિક માહીતિ મળી છે

પ્રાપ્ત માહિતી અનુસાર મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ના નામે ચાલતી આ નર્સિંગ કૉલેજ ને કોઇપણ નર્સિંગ કૉલેજ ચલાવ વાની માન્યતા પ્રાપ્ત ન હોવાછતાં ડુબ્લિકેટ સર્ટિ ઓ આપી ગુનાહીત કૃત્ય કરવામા આવ્યું ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આ રીતના હજૂ કેટલા કૌભાંડો કર્યાં હશે તેની તપાસ પણ વલસાડ પોલિસ દ્વારા કરવામા આવે તો મોટો કૌંભાંડ બહાર આવેતેવી શક્યતા

સાળા બનેવી ની જુગલ જોડીએ વિદ્યાર્થી ઓ ના ભવિષ્ય સાથે ચેડા કરી ડુબ્લિકેટ રિઝલ્ટ, અને ડુબ્લિકેટ માર્કશીટ અને ડુબ્લિકેટ સર્ટિ ફિકેટ બનાવી લખોરૂપિય પડાવી લીધા આ જૉ આ ડુબ્લિકેટ સર્ટિઓની તપાસ કરવામા આવે તો ઘણું શ્રડીયંત્ર બહાર આવે તેવી સંભાવના છે

ધરમપુરમાં નર્સિંગ કોર્ષ કરવાના નામે એક સંસ્થા ખોલી વિધાર્થીઓપાસે સ્કોલરસીપના નાણાં લઈ તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ ના ડોક્યુમેન્ટ પરત કર્યા કે ન સ્કોલરસીપના નાણાં અનેક વિધાર્થીઓ સાથે કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં વિદ્યાર્થીઓએ પોલીસ મથકે ફરિયાદ કરતા સમગ્ર કેસમાં પોલીસે 5 આરોપી પૈકી. અગાઉ 2 આરોપીઓ અને ગતરોજ 1 આરોપિ ની ધરપકડ કરી હતી અગાઉના આરોપીઓ ના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી રિમાન્ડ આપ્યા હતા. મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી વિરલ ને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહ્યું. વધુમાં વલસાડ પોલિસે અન્ય આરોપી ની પણ ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે શિક્ષણ ના નામે કૌભાંડ ચલાવનારા અને ,વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય આગામી દિવસમાં સંસ્થા દ્વારા વિધાર્થીઓનું અહિત કેમ થયું તે અંગે પોલીસ તપાસ માં બહાર આવશે..

વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ જિલ્લા મા બૂટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરો ને મૂળિયાંમાથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના નિસ્પક્ષ નિડર અને પોતાનાં કામ થી જાણીતાં અસપી રાજદીપ સિંહ ઝાલાને દાહોદ ખાતે SP તરીકે ફરજ પર મુકાયા

વલસાડ જિલ્લા મા દારૂના બૂટલેગરો અને જુગારીયાઓ ને મૂળિયામાં થી ઉખાડી નાખનાર અને ગૌતસ્કરોમાં ફફડાટ ઊભો કરનાર , મર્એડરવલસાડ જિલ્લા મા દારૂના બૂટલેગરો અને જુગારીયાઓ ને મૂળિયામાં થી ઉખાડી નાખનાર અને ગૌતસ્કરોમાં ફફડાટ ઊભો કરનાર એસપી રાજદીપ સિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયાથી લઇને લૂંટ જેવાં ગુનાહો ગણત્રી ના કલાકો મા ડિટેકટ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ નાર ઝાબાજ SP રાજદીપ સિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયા

ગુજરાત સરકારે મોડી સાંજે 70 જેટલા આઇપીએસ અધિકારીએ ની સગમટે બદલીઓ કરતા આ બદલીઓ ના દોર મા પંચમહાલ રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, નવ નિયુક્ત એ,સપી જગદીશ બાંગરવાની બદલી કરવામા આવિ છે, ઉપરોક્ત અધિકારીએ ની બદલી થતાં 2002 માં દાહોદમાં દાહોદ મા ડીવાય એસપી તરીકે ફરજ બજાવ નાર રાજેન્દ્ર અસારીની પંચમહાલ રેન્જ આઇજી તરીકે બદલી કરી છે, જ્યારે વલસાડ જિલ્લા માં બૂટલેગરો તેમજ જુગાર ચલાવનારા ગેમ્બ્લારો ને જડ મૂળમાંથી ઉખેડનાર રાજદીપ સિંહ ઝાલા ને દાહોડ SP તરીકે નિયુક્ત કરાયા છે , જયરે ASP તરીકે સિદ્ધાર્થ ની પહેલેથીજ નિમણુક કરીડદેવામાં આવિ છે.

છેલ્લાં ઘણાં સમય થી દાહોદ જિલ્લામાં ઈંગ્લીશ દારૂની હાટડીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા પડતા હોવા છતાં સ્થાનીક પોલીસ તથા એલસીબી પોલીસ ના પેટનું પાણી હલતું નહતું , ગુજરાત સરકારે આ બાબતને ગંભીર રિતે ધ્યાન પર લઈ વલસાડ મા બૂટલેગરો ને જડ મૂળમાંથી ઉખાડી ફેકનાર 2012 ની બેચના SP રાજદીપ સિંહ ઝાલાને દાહોદ માSP ની ફરજ પર મુકાયા.દાહોદ મા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ની શાન ઠેકાણે લાવવા અને દાહોદ ને દારૂની બદીમાં થી મુક્ત કરાવવા અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની બોર્ડર પર થી વિદેશી દારૂ ગુજરાત માં ઠાલવનારા બૂટલેગરો પર અંકુશ મેળવવા મા આવશે તેવી દાહોદ નાં નાગરિકો ની આશા જાગી છૅ ..

વલસાડ જિલ્લા મા બૂટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરો ને મૂળિયાંમાથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા Read More »

Uncategorized ખેતીવાડી

વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

શ્રદ્ધા સાથે કુદરતી સૌંદર્યના દર્શન એટલે કકરાઈ માતાજીનું મંદિર

શ્રી કકરાઈ માતા મોડાસા તાલુકાના ડુંગરમાળામાં બિરાજેલા છે.આ સુંદર સ્થળને ‘મીની પાવાગઢ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કકરાઈ માતાનું મંદિર મોડાસાથી લગભગ 22 કિલોમીટર દૂર છે.જંગલ અને ડુંગર વચ્ચે આવેલા કકરાઈ માતાના મંદિર સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ સુંદર છે.કુદરતી સુંદરતાથી ખીલેલો અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળની મુલાકાત લેવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે.

કુદરતના ખોળે આવેલ આ સુંદર મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબજ આસ્થાથી આવે છે. એટલે કુદરતની સુંદરતા અને આસ્થાનો સુખદ સમન્વય જોવા મળે છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં અનેક સુંદરતાસભર પ્રકૃતિના દર્શન થાય છે.

પર્વત ઉપર ઉભા રહી કુદરતની સુંદરતા નિહાળી શકો છો આ મંદિર સુધી પહોંચવા માટે તમારે ખાનગી વાહનો દ્વારા જવું પડશે. કકરાઈ માતા નું મંદિર ટોચની ટેકરી પર સ્થિત હોવાથી તમે ત્યાં આસપાસ આવેલા ગામડાઓને ખેતરોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના વિક્રમ સવંત 1648 માં પ્રથમ સૂર્યવંશીના હસ્તે કરવામાં આવી હતી. માટી છાણ તેમજ ધાતુથી નિર્મિત માતાજીની મૂર્તિ ધરાવતું આ મંદિર શરૂઆતમાં નાનું હતું. પરંતુ હવે તેમાં વખતે વખત સુધારા કરી મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. માતાના ભક્તોને દર્શન માટે વિવિધ સ્થળોથી આવે છે. આ મંદિર હિન્દુ સમાજની કેટલીક જાતિઓ પોતાના બાળકોની બાધા ઉતરાવવા આવતા હોય છે. મંદિરના સુંદર શાંત અને વિશાળ પરિસરમાં પહોંચતા જ આધ્યાત્મિક અહેસાસ થાય છે. સવારનો અને સાંજના સમયે સ્થળ પર જવાનો સંતોષકારક સમય છે.

વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર Read More »

Uncategorized ખેતીવાડી