ક્રિકેટ

મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસાના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા મોડાસા ખાતે કરવામાં આવી જેમાં ભારત સરકારના નશામુક્ત જાગૃતતા અભિયાનમાં જોડાઈને તથા આજના દિવસે નશામુક્ત અભિયાનમાં સહભાગી બની આપણા પરિવાર રાજ્ય અને દેશને નશામુક્ત કરીએ આ ભાગરૂપે શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળાના બાળકો દ્વારા મોડાસા વિસ્તારમાં જાગૃતતા આવે તે સંદર્ભે રેલી તથા નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી શ્રી વા.હી.ગાંધી બહેરા-મુંગા શાળાના શિક્ષકોએ તેમની સાંકેતિક ભાષા દ્વારા મુકબધિર તથા અન્ય દિવ્યાંગોને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કપિલભાઈ પટેલ તથા શ્રી વા હી.ગાંધી બહેરા-મુંગા શાળાના ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ, શાળાના કર્મચારીગણ, બાળકો તેમજ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીગણ સહભાગી થયેલ

મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી Read More »

Uncategorized ક્રિકેટ

મેઘરજ નગર ની મદીના મસ્જિદ ખાતે મદરેસા ના બાળકો નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમ માં મોટી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો હતો જેમાં ઇસ્લામિક નોલેજ સાથે જનરલ નોલેજ તેમજ ઇતિહાસ ના પ્રશ્નો ની સ્પર્ધા રાખવા માં આવી હતી જેનો બાળકો દ્વારા સુંદર રીતે જવાબો આપી ઉપસ્થિત મહેમાનો ના દિલ જીતી લીધા હતા ખાસ લુણાવાડા મદરેસા માંથી ઇસ્લામિક સ્કોલર ઉપસ્થિત રહી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકો ના ઉસ્તાદ હાફિજ મુસ્તુફા સાહબ અને મૌલાના સાબિર સાહબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમ માં મોટી સંખ્યા માં સ્થાનિકો અને બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા,બાળકો દ્વારા ઇસ્લામ ના વિવિધ ઐતિહાસિક પાત્રો વિશે પ્રવચન આપી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા,કાર્યક્રમ ના અંતે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી જેમાં દેશ અને દુનિયા ની સુખાકારી,ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી

મેઘરજ નગર ની મદીના મસ્જિદ ખાતે મદરેસા ના બાળકો નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized ક્રિકેટ

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત

એહવાલ અનીસ શેખ

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ બોટ દુર્ઘટનામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

એપી અનુસાર, 100થી વધુ લોકો બોટ દ્વારા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક બોટ ઓવરલોડીંગને કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 100 લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ અન્ય લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, અન્યની શોધ ચાલુ છે.
નાઇજર નદીમાં બોટ અકસ્માત
સીએનએનના અહેવાલ મુજબ, આ બોટ દુર્ઘટના નાઈજર નદીમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. કાપડાના પરંપરાગત પ્રમુખ અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી.

અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનો નાઈજર નદી પાર કરવા માટે ઈગબોટી ગામથી બોટમાં સવાર થયા હતા. કપરાડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે લોકોએ બોટ દ્વારા પરત જવાનું નક્કી કર્યું હતું.

બોટમાં 300 થી વધુ લોકો સવાર હતા
તેણે જણાવ્યું કે બોટમાં લગભગ 300 લોકો હતા, જેમાં પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અકસ્માત સોમવારે સવારે ત્રણથી ચાર વચ્ચે થયો હતો. તેણે જણાવ્યું કે બોટ પાણીમાં ઝાડના થડ સાથે અથડાઈ અને પલટી ગઈ. તેણે કહ્યું કે મારી માહિતી મુજબ માત્ર 53 લોકોને જ બચાવી શકાયા છે.

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસા તાલુકાના ફુટા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

“સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે”

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે તા 12/6/2023ના રોજ શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાન શ્રી નગરપાલિકા ચીફ ઓફિસર પંડ્યા સંજયભાઈ તેમજ તેમના પત્ની વંદનાબેન પંડ્યા તેમજ CRC કુંદનબેન રાઠોડ તેમજ આંગણવાડી સુપરવાઈઝર તૃપ્તિબેન અને આરોગ્ય ખાતાના કર્મચારી રાકેશભાઈ તેમજ ડાહ્યાભાઈ અને લલિતાબેન આ શુભ પ્રસંગે હાજર રહી બાળકોને પ્રોસાહિત આપી નગરપાલિકા ઓફિસર પંડ્યા સંજયભાઈ સાહેબ નાવરદ હસ્તે બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આંગણવાડી માં થી 5 બાળકોએ ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો તેમજ મોડાસા તાલુકાના વરદાન ઇન્ડિયા ન્યૂઝ ના પત્રકાર ભરત ઠાકોર ના દીકરા રાજવીર ઠાકોર જે ફૂટા પ્રાથમિક સ્કૂલ માં ધોરણ 3 માં અભ્યાસ કરતા ફસ્ટ આવતાં નગરપાલિકા ચીફ ઓફિસર પંડ્યા સંજયભાઈ ના વરદ હસ્તે રાજવીર ઠાકોર ને સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વાલી મંડળ આંગણવાડી ના કર્મચારી તેમજ ગ્રામજનો અને સ્કૂલ ના તમામ અધિકારી હાજર રહ્યા હતા.

મોડાસા તાલુકાના ફુટા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર .

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી હતી.ભૂતપૂર્વ તાલીમાર્થી સાથે તેમને પરામર્શ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. સતત બીજા દિવસે જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રશસ્તિ પરીકએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર . Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભીખૂસિંહ પરમાર

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભિખુસીંહ પરમારે હાજરી આપી હતી.

ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘના લોકો સાથે મળી મંત્રીશ્રી એ ચર્ચા કરી અને ખુશી વ્યક્ત કરી.

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભીખૂસિંહ પરમાર Read More »

Uncategorized ક્રિકેટ

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું

: *કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી*

બોક્સ: *હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા*

બોક્સ:  *બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે*

ભારત દેશ મા અલગ અલગ પ્રકારે અવનવી રમતો રમવામાં આવે છે જેવી કે ક્રિકેટ, હૉકી, કબડી, ખોખો આ અવનવી રમતો થી આપસમાં પ્રેમ ભાવ વધે છે અને મન પણ પ્રફુલ્લીત થાય છે ત્યારે સરીગામ સરીગામ હોકી ટીમ ના સ્ટેટ લેવલે રમિચૂકેલા ખેલાડીઓ એ ઉત્સુકતા બતાવી ને સરીગામ માં સૌપ્રથમ વાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કર્યું હતું
ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.


હોકીની શરુઆત : હૉકીની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ.
ઐતિહાસિક પુરાવા પરથી જણાય છે કે હૉકી જેવી રમત પ્રાચીન સભ્યતામાં રમાતી હતી
નાઈલનઅ ખીણ પ્રદેશમાં બેની હાસન ના મકબરામાં મળી આવેલા ચિત્રોમાં માણસો હૉકી જેવી રમત રમી રહ્યાં હોવાનું દેખાય છે.
અન્ય અમુક ચિન્હોથી જનાય છે કે આરબ, પર્શિયન, રોમન (પૅગાનીકા), ઈથિયોપિયન અને અત્ઝેક લોકો પન ભિન્ન પ્રકારની હૉકી રમતા હતાં
આ ખેલના સૌથી પ્રથમ તોળી બનાવીને રમવાનો ઉલ્લેખ થેમીસ્ટોક્લ્સ દ્વારા ઈ.પૂ.૪૭૮માં બંધાવાયેલ પૂતળાની દીવાલ પર મળી આવે છે.
૧૬મી સદીના આર્જેન્ટીનામાં સ્થયી થયેલા યુરોપીય લોકો દ્વારા ત્યાંના અરૉકાનો લોકો દ્વારા રમાતી રમત ચ્યુકાનો ઉલ્લેખ છે જેનો અર્થ વાંકી વળેલી એવો થાય છે આ શબ્દ તે રમતમાં વપ્રાતી વાંકા છેડા વાળી લાકડીને આધારે પડ્યો હોવો જોઈએ.
મધ્ય યુગમાં સમગ્ર યુરોપમાં આ રમત રમાતી હતી. તે ઈંગલેન્ડમાં કમ્બુકા (કે કોમોક કે કિમોકકે કીમોજી)તરીકે ઓળખાતી, સ્કોટલે ન્ડમાં શીન્ટી, ફ્રાન્સમાં જ્યૂ દે મેલ, અને નેધરલે ન્ડમાં હેટ કોલ્વેન નામે ઓળખાતી.
આધુનિક હૉકી બ્રિટિશ ઈશ્લેસ માં નિર્માંણ થઈ. ૧૯મે સદીના પ્રથમ અર્ધ ભાગમાં તે પ્રચલીત બની.
કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી જેમાં વિશાલ સિ રોહિત ની મહેનત થી ટીમને જીત હસિલ થઈ હતી જેમા વિશાલે આખી ટીમ મા સૌથી વધૂ ગોલ કર્યાં હતા.  બ્લ્યુ વોરિયર ટીમના સપોર્ટર તરિકે મોહિત સર અને રમણ સર નુ ખુબ સારું યોગદાન રહ્યુ હતુ બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે. આ હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા . બ્લ્યુ વોરિયર વિજેતા ટીમને ફાઇનલ વીનર ની ટોફી આપવામા આવી હતી. સરીગામ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ ના સહયોગથી શનુભા ભગત, મુકેશસિહ ચૌહાણ વિક્રમસિંહ પરમાર ના આયોજન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે મેલડી માતાજી ના મંદિરે જંબુસર તાલુકાના સૌ પ્રથમ સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ, મહિલા પ્રમુખ મીનાક્ષીબા, નવયુવાન કાર્યકર યોગેશ સિંહ સોઢા, વડોદરા જીલ્લા પ્રમુખ અજયસિંહ સોલંકી, ભરૂચ જીલ્લા પ્રમુખ વીરસિંહ પરમાર, ભરૂચ જીલ્લા રાજપુત સમાજ પ્રમુખ બળવંતસિંહ ચાવડા,સુરત તથા ભરૂચ જીલ્લા માથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તથા વેડચ ગામના નવયુવાનો ની મહેનત દ્વારા આયોજન જોરદાર સફળ બનાવ્યું
શનુભા ભગત મેલડી માતાજી ના ભુવાજી ધ્વારા દિકરીઓ ને આશિષ વચન આપવામાં આવ્યા.સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દ્વારા સમાજ સુધારાની શરૂઆત જંબુસર તાલુકામાં શરૂઆત કરી આવતા વર્ષે 1111 દિકરીઓ જંબુસર તાલુકામાં ફક્ત એક જ રૂપિયામાં પરણાવવા માટે તથા દરેક દિકરીઓ અને દીકરાઓ ને 50-50 હજાર રૂપિયા ની મેડિકલ પોલિસી ફ્રી આપવાનું જાહેર કરવામાં આવ્યું

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં DAY-NRLM યોજના અંતર્ગત કૅશ ક્રેડિટ કેમ્પ નું આયોજન જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કૅશ ક્રેડિટ કેમ્પ યોજવામા આવ્યો. કુલ 74 SHG ને 101 લાખનું વિતરણ કરવામાં આવ્યુ.ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થીત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોની આજીવિકામાં વધારો કરી ગરીબીમાંથી બહાર લાવવા ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી,DLM શ્રી, LDM શ્રી અને નાબાર્ડ ના ddm શ્રી ઉપસ્થિત રહ્યા.

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસા તાલુકાના બડોદરા ગામે લાઈફ મિશન અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

બડોદરા ગામમાં મિશન લાઈફ અંતર્ગત વિસ્તરણ રેન્જ. મોડાસા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી ફોરેસ્ટર શ્રી એસ.એમ.પ્રજાપતિ અને તેમનો સ્ટાફ દ્વારા પર્યાવરણ માં થી રહેલા બદલાવો જીવનશૈલી વિશે ચર્ચા કરી ગ્રામજનો ને માહિતી આપી હતી. વિશ્વમાં આબોહવા બદલાઈ રહી છે.આપણે શક્ય પ્રયત્નો કરી પર્યાવરણ નું રક્ષણ કરવાનું છે.આ મિશન એક દેશ વ્યાપી છે એને સફળ બનાવવા આપણે બધાએ સક્રિય થવું પડશે.તમામ નું પુષ્પ ફૂલ છડી થી હાર્દિક સ્વાગત કરવામાં આવેલ ઉપસ્થિત તમામ અધિકારીઓ એ વિસ્તૃત માહિતી આપી હતી.છેલ્લે ગામના સરપંચ શ્રી એ પ્રાસંગિક ઉદ્ધબોધન પ્રાકૃતિક ખેતી મનરેગા વિશે વિસ્તૃત માહિતી આપી અંતે આભાર વિધિ માં કરી હતી.આ કાર્યક્રમમાં સરપંચ, ડે.સરપંચશ્રી, પંચાયત કમિટી ગામના આગેવાનો અને 250 જેટલા વ્યક્તિઓએ આ શિબિર માં ભાગ લીધો હતો અને સફળ બનાવ્યો હતો ચા નાસ્તા નું સરસ આયોજન કરવામાં આવેલ હતું.

મોડાસા તાલુકાના બડોદરા ગામે લાઈફ મિશન અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ Read More »

Uncategorized ક્રિકેટ