Gujarat

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી.

એહવાલ અનીસ શેખ

હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા..

મહા પ્રસાદ સહીત ભક્તિમય માહોલ નો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકા ના આગેવાનો અને આજુબાજુ ના ગામના સરપંચો ઊપસ્થિત રહ્યા હતા

જાણો જન્માષ્ઠમી નુ મહત્વ

વિગત વાર વાત કરિએ તો જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.[૧] આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.

હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.
ભારત દેશમાં જન્માષ્ઠમી ની ઉજવણી થાય છે તયારે ઉમરગામ તાલુકા ના સરીગામ પંથક મા મનીષ રાય ઉર્ફે બાલા રાય, કીર્તિ રાય, અને બબુ રાય સહીત તમાંમ કમલમ ગ્રૂપના સહયોગ થી દરવર્ષે પરમ પરા ગત સૌ મળીને ધામ ધૂમથી ભક્તિ મય માહોલ મા ભજન કીર્તન કરાવી. કલાકારો બોલાવી તેમના દ્વારા ભક્તિ ભર્યા ભજનો ના તાલે જન્માષ્ઠમી ની ઉજવણી કરવામાં આવી હતી આજ રોઝ હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આજના પરવાનો લાભ લીધી હતો અંતે રુચિ ભોજન લઇ સૌ છુટા પડ્યા હતા..

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેકપોસ્ટ નજીક દારુ ના નશામાં બેહોશ હાલતમાં ધુત બની રોડ સાઈડ બાઈક સાથે યુવાન સુતેલો વિડિયો વાયરલ થયો…..

દારુ ના નશામાં ધૂત બની નિદોર્ષ વાહન ચાલક ને અડફેટે લેતાં હોય છે ..

કોઈ અજાણ વ્યક્તિ નો પરિવાર ને વિખુટો પડે તેવી ઘટના બનતી હોય છે

મેઘરજ તાલુકાના ઉન્ડવા રોડ કાલિયા કુવા પર અકસ્માત ઘટના વધી રહી છે.

પોલીસ તંત્ર દ્વારા ઉન્ડવા ચેકપોસ્ટ અને કાલિયા કુવા ચેકપોસ્ટ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ.

મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેકપોસ્ટ નજીક દારુ ના નશામાં બેહોશ હાલતમાં ધુત બની રોડ સાઈડ બાઈક સાથે યુવાન સુતેલો વિડિયો વાયરલ થયો….. Read More »

Uncategorized ક્રિકેટ

મેકલોડ ફાર્મા સરીગામ યુનિટ મા રાજેન્દ્ર કુમાર ના મ્રુત્યુ ની બાબતે તપાસ કરતાં તેમનું હાર્ટ અટેક થી મૃત્યુ થયાનું સામે આવ્યું.. તે પછી બીમાર વ્યકિત ને પેહલેથી જ મિરકી(ખેંચ ) ની બીમારી હતી( સૂત્રો ) હાલ માં તે સંપૂર્ણ પણે સ્વસ્થ

એહવાલ અનીસશેખ

નાઇટ્રોજન લાગવા થી મ્રુત્યુ થયુ હોવાની વાતો તદ્દન પાયા વિહોણી સાબિત થઇ..!! પીએમ રિપોર્ટ મા અને પોલીસ ના જણાવ્યાં પ્રમાણે હાર્ટ અટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું !!

ગતરોજ મેકલોડ ફાર્મા કમ્પની બાબતે ઘણા બધા સવાલો સાથે અમારી ગુજરાત કારોબાર ન્યૂઝ પોર્ટલ પર સમાચાર અપલોડ કરવમાં આવ્યાં હતા જે બાબતે આજ રોજ તા 5/9/2023 નાં અમારી ગુજરાત કારોબાર ની ટીમે વધું તપાસ કરતા સાચી હકીકત સામે આવી જે નિચે મુજબ હતી..

સરીગામ જીઆઈડીસી મા આવેલી મેકલોડ ફાર્મા કમ્પની મા 30/8/2023 ના રોજ કામ પર ગયેલા રાજેન્દ્ર કુમાર ની રાત્રિ ના 8 થી 9 વાગ્યા ના સમયે શરીરમાં બેચેની અને ગભરાટ થતા અને હ્યદય પર હલકો દુખાવો થતાં તેની તબિયત લથડતા તાત્કાલીક કામદાર ને મેકલોડ ફાર્મા ની એમબ્યુંલન્સ માં બેસાડી વાપી હરિયા હોસ્પીટલ મા લઇજવામાં અવ્યો હતો.. જ્યા ડોક્ટરે તપાસ કરતાં તેને મૃતક જાહેર કરવામા અવ્યો હતો અને તેનું વાપી ની સરકારિ હોસ્પીટલ માં પીએમ કરવામાં આવ્યું હતું પીએમ રીપોર્ટ મા જણાવ્યાં પ્રમાણે હ્યદય બંધ થઇ જતા ( હાર્ટ એટેક ) થી મૃત્યું થયુ હોવાનું બહાર આવ્યું હતું… કામદાર પર પ્રાંતી હતો અને તેના પરીવાર નુ કોઈ સભ્ય અહી ના હોવાથી કમ્પની ના સ્ટાફ દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવી મૃતક રાજેન્દ્ર કોન્ટ્રાકટ પર કામ કરતો હોવા છતાં અને હજૂ કમ્પની મા કામ પર લાગીને 4 થી 5 જ દિવસ થયા હતાં તેમ છતાં કમ્પની દ્વારા ખડે પગે રહી મૃતક ના શરીર નુ પોસ્મોટમ કરાવી નિયમ બધ્ધ પોલીસ મા સંપૂર્ણ બાબતે જાણ કરી અને મૃતક ના શવ ને તેના વતને મોકલવાનો તમામ ખર્ચ કમ્પની દ્વારા આપવામાં આવ્યો હતો. અને વધુમાં જાણવા મળ્યું હતુ કે કમ્પની અને કોન્ટ્રાકટર દ્વારા મૃતક ના પરીવાર ને બને તેટલી વધુ સહાય કરવમાં આવશે..!! ખરેખર મેકલોડ કમ્પની ની આ સરાહનીય કામગીરી ની વાહ વાહી કરીએ તેટલી ઓછી પડે.

.

અન્ય એક મજુર જયદીપ પંડિત સંપૂર્ણ પણે સ્વસ્થ

વધુમાં વાત કરિએ તો 3 થી 4 દિવસ પેહલા મેકલોડ કમ્પની મા કામ કરવા ગયેલા જયદીપ પંડિત અચાનક કમ્પની પરિસર મા કામ કરતા સમયે મીરકી(ખેંચ ) શરૂ થતાં તેમની તબિયત લથડી હતી તેમને તાત્કાલીક હોસ્પીટલ માં એડમીટ કરવમાં અવ્યા હતાં અને વધુમાં જાણવા મળ્યું હતું કે કામદાર જયદીપ પંડિત ને પેહલેથીજ મિર્કી ( ખેંચ ) ની બીમારી છે.. હાલમાં તે સંપૂર્ણ પણે સ્વસ્થ હોય તેવુ જણવા મળ્યું હતું તેમનો પણ તમામ ખર્ચ કમ્પની અને કોન્ટ્રાકટર દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો તેવી ચર્ચા કમ્પની ના કર્મચારીઓ ના મોઢે સંભળવા મળી હતી જે ખરેખર પ્રશંસનીય બાબત છે

સંપૂર્ણ બાબતે કમ્પની સામે થયેલાં નાયલ્ટ્રોજન લાગવાથી ઘટના ઓ બની છે તે વાતો અહી સાવ ખોટી સાબિત થાય છે..!!

મેકલોડ ફાર્મા સેફ્ટી અને ફાયર ની ઉત્કૃષ્ટ કામગિરી ને લઈને સરીગામ જીઆઇ ડીસી સહીત ઉમરગામ અને વલસાડ જિલ્લા મા પણ અગ્રેસર છે છે.. સરીગામ હોય કે ઉમરગામ હોય કે પછી વાપી હોય કોઇપણ જગ્યા એ આગનો મોટી ફાયર થયો હોય તો તાત્કાલીક સંપૂર્ણ તૈયારી સાથે મેકલોડ ફાર્મા ની ટીમ ત્યા પોહચી જાય છે અને આગ પર કાબૂ મેળવે છે.. મેકલોડ ફાર્મા મા તમાંમ સેફ્ટી અને ફાયર ના નિયમો નુ પાલન થતું જૉવા મળે છે

મેકલોડ ફાર્મા ના ફાયર ફાઇટર દ્વારા કરવા આવતા કામ ગિરી ની એક ઝલક

ફાયર સેફ્ટી ની બાબત માં મેકલોડ ની પ્રશંસનીય કામ ગીરી

મેકલોડ ફાર્મા સરીગામ યુનિટ મા રાજેન્દ્ર કુમાર ના મ્રુત્યુ ની બાબતે તપાસ કરતાં તેમનું હાર્ટ અટેક થી મૃત્યુ થયાનું સામે આવ્યું.. તે પછી બીમાર વ્યકિત ને પેહલેથી જ મિરકી(ખેંચ ) ની બીમારી હતી( સૂત્રો ) હાલ માં તે સંપૂર્ણ પણે સ્વસ્થ Read More »

Uncategorized આરોગ્ય

સર્વાઇવલ ટેકનો કમ્પની ના અંકલેશ્વર નાં ગોડાઉન મા અને સરીગામ યુનિટ મા કલોઝર આપવામાં આવ્યું હતું છતાં SEBI દ્વારા સર્વાઇવલ ટેકનો ને પ્રાઈવેટ લિમીટેડ કમ્પની કરિદેતા સર્વાઇવલ ટેકનો કમ્પની મા થયેલા ઓડિટ પર ફરી તપાસ કરવામાં તે કેમ જરૂરી? સર્વાઇવલ કમ્પની માં investment કરતા ઇન્વેસ્ટરો કોના ભરોસે? વાંચો અમારો ખાસ એહવાલ!!વારંવાર પર્યાવરણ ને નુકશાન કરતી અને સેફ્ટીમા બેદરકારિ રાખતી સર્વાઇવલ કમ્પની.. વાંચો અગાઊ સર્વાઇવલ ટેકનો કમ્પની ને કઈ કઈ બાબતે ક્લોઝર આપવામાં આવેલુ અને હાલમાં થયેલી ગેસ ગળતર ની ઘટના

એહવાલ અનીસ શેખ

જ્યારે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ મા ફેરવાય છે ત્યારે તે પેહલા ઘણા ગવરર્મેન્ટ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હૉય છે અને ઘણી બધી સરકારી ઓડિટ પણ થતી હોય છે જે ઓડિટ પણ પાસ કરવાની હોય છે ..ત્યારે લિમીટેડ નુ લેબલ મળે છે અને કમ્પની શેર માર્કેટમાં આવે છે અને હજારો લોકો સરકાર અને કમ્પની ના ભરોસે INVESTMENT કરે છે.. પરન્તુ સર્વાઇવલ કમ્પની છેલ્લા 2 થી 3 વર્ષ મા ૩ થી 4 વાર પર્યાવરણને નુકશાન કરતા અને સેફ્ટી મા બેદરકારિ રાખતા ક્લોઝર આપવામાં આવ્યું હતુ. વેસ્ટેજ જ્વલન શિલ ડ્રમ કમ્પની ની પ્રીમાઇસિસ માં દાટી દેવાના કાંડ પણ આ કમ્પની દ્વારા કરવામાં આવ્યાં હોવાના એહવાલો મળ્યા હતાં

સર્વાઇવલ ટેકનો કમ્પની ને અંકલેશ્વર મા મળેલ ક્લોઝર

સર્વાઇવલ કમ્પની ની વાત કરીએ તો અંકલેશ્વર ના યુનિટ માં વેસ્ટ કેમિકલ નો સંગ્રહ કરી રાખતા 2ડિસેમ્બર 2019 નાં સોમવાર ના રોજ ગુજરાત સમાચાર ના એહવાલ મા પ્રસારીત કરવમાં આવ્યું હતું તેમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને સર્વાઇવલ ટેકનો કમ્પની ને દંડ ફટકારી સંગ્રહ કરેલા ગોડાઉન ને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી,, ત્યાર બાદ

19 ડિસેમ્બરે . :સરીગામની સર્વાઇવલ કંપનીને ક્લોઝર, 50 લાખ ભરવા તાકીદ

જમીનમાં જોખમી કેમિકલ વેસ્ટ દાટેલું મળી આવ્યું હતું
સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ કંપની પરિસરમાંથી જીપીસીબી 19 ડિસેમ્બરે ખોદકામ કરી જમીનમાં દાટેલા ઝેરી કેમિકલના ડ્રમ શોધી કાઢ્યા હતા.જે અંગેનો રિપોર્ટ વડી કચેરીને કરતા, જીપીસીબીની ગાંધીનગર વડી કચેરીએ સર્વાઇવલ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાખવા આદેશ કર્યો છે. ત્યાર બાદ સરીગામ જીઆઇડીસીના બાયપાસ રોડ નજીક પ્લોટ નં. 1013, 1015, 1017, 1114, 1120 અને 1118માં ફાર્મા ઇન્ટર મીડિયેટનું ઉત્પાદન કરતી સર્વાઇવલ ટેક્નોલોજી પ્રા.લીમીટેડ નામની કંપનીએ જીપીસીબીના નીતિ નિયમને દફનાવી માનવ જીવન જોખમાય તેવી પ્રવુત્તી કરી હાનિકારક કેમિલક વેસ્ટ જમીનમાં દાટી તેનો નિકાલ કરાતો હતો.જે અંગે સરીગામના જાગૃત નાગરિક અને પંચાયત સભ્ય ડો.નીરવ શાહે જીપીસીબીને લેખિત રજુઆત કરી ધ્યાન દોર્યુ હતુ જે બાદ 19 ડિસેમ્બર 2020ના રોજ સરીગામ જીપીસીબીના અધિકારી રાજેશ મહેતાની હાજરીમાં કંપની પરિસરમાં ખોદકામ કરતા જમીનમાં દાટેલા 200 લીટરના ત્રણ ડ્રમ મળી આવ્યા હતા. ખોદકામમાં દાટેલા ડ્રમ ધડાકાભેર ફાટતા ડ્રમમાંથી ઝેરી ધુમાડો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તો સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો. સરીગામ જીપીસીબીની પ્રાદેશિક કચેરીએ ઉપરોક્ત બાબતે વડી કચેરી ગાંધીનગરને રિપોર્ટ કરતા સર્વાઇવલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા જણાવ્યું હતું. કંપનીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડ લાઈન મુજબ અંદાજીત રૂ 50 લાખની ઈડીસી ભરવા જણાવ્યું છે. આ એહવાલ ૩ વર્શ પેહલા ભાસ્કર મા પ્રકાશિત કરવમાં આવ્યો હતો

ત્યારબાદ 30 ઓગસ્ટ બે વર્ષ પહેલાં
સરીગામ સર્વાઇવલ કમ્પની ને સેફટી ઓફિસર તરફથી ક્લોઝર

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુની કંપનીઓમાંથી કામદારો દોડી આવ્યા હતા. સર્વાઇવલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 5 કામદારો ઘાયલ થયા હતા. જ્યારે 1 કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભીલાડ પોલીસ, સરીગામ જીપીસીપી અધિકારી, ફેક્ટરી ઇન્સપેક્ટર, નાયબ મામલતદાર અને ફોરેન્સિક ટીમની ઉપસ્થિત વચ્ચે વિડીયો શુટિંગ કરી લાશને નીચે ઉતારી ભીલાડ સીએચસીમાં પીએમ કરી પરિવારને સોંપાતા લાશ લઇ 30 ઓગસ્ટે રાત્રે વતન મધ્યપ્રદેશ રવાના થયા હતા. સેફટી ઓફિસર તરફથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. જે બાબત નો એહવાલ ભાસ્કર ન્યુઝ મા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો..

સર્વાઇવલ સરીગામ યુનિટ મા 6/8/2023 નાં રોજ ગેશળતર થતા વાતાવરણ મા પીળાશ પડતો વાયુ જોવાતા ગભરાટ ફેલાયો હતો..

ત્યાર બાદ તત્કાલ થોડાક દિવસો પેહલા તારિક 6/8/2023 નાં ઓગસ્ટ મહિના મા સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગમા ગેસ ગળતર ની ઘટના અંગે સંદેશ ન્યૂઝ પેપર મા એહવાલ પ્રસારીત કરવમાં આવ્યો હતો.
સરીગામ ઔદ્યોગિક વસાહતના એક ઉદ્યોગમાં રવિવારે કન્ડેન્સર ફાટતા ઝેરી રસાયણિક ફેલાતા વિસ્તારના કામદારોને અસર થઈ હતી. આ ઘટનામાં કામદારો એ જીવ બચાવવા ભાગદોડ મચાવી દીધી હતી.
સરીગામ ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ૧૦૧૩ થી ૧૧૨૦ માં કાર્યરત સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગ દ્વારા ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડીયેટરનુ ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગમા રવિવારે સાડા અગિયાર કલાક ની આસપાસ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક કન્ડેન્સરમાં તાપમાન અંકુશ બહાર નીકળી જતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ ખુબ જ તીવ્રતાથી થયો હતો. તેમજ બ્લાસ્ટ બાદ અચાનક ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થયું હતું. જેથી ઉદ્યોગ પરિસર અને આજુબાજુના ઉદ્યોગમાં કામ કરતાં કામદારો ડરી ગયા હતા. ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થતા કામદારોને ખાંસી, ઉધરસ, આંખ-છાતીમાં બળતરા થવા લાગી હતી.

જેથી આ કામદારોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. ઘટના બાદ કર્મચારી બ્રિજેશ મિશ્રાએ આ સમગ્ર મામલાને દબાવવા માટે ઉદ્યોગ પરિસરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમીયાન ભીલાડ પોલિશને આ ઘટનાની જાણ થતાં તપાસ કરવા ત્યાં પહોંચી હતી. પરંતુ કર્મચારીઓએ કોઈ ઘટના ન બની હોવાનું અને કોઇ જાનહાનિ ન થઈ હોવાનું જણાવી ભીલાડ પોલિશ ને રવાના કરી દીધી હતી. જ્યારે બીજી તરફે આ ઘટનામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સરીગામ દ્વારા તપાસ કરાતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે કન્ડેન્સર ફાટી જતા કામદારોમાં ભાગદોડ મચી હતી. જે બાબતે સંદેશ ન્યૂઝ પેપર મા 7/8/2023 નાં રોજ એહવાલ પ્રકાશિત કરવમાં અવ્યો હતો..

રવિવારે થયેલા ગેસ ગળતર ના વિડિયો પણ સરીગામ પંથક મા અમુક લોકો જોડે જૉવા મળ્યાં હતાં એ બાબતે કંઇપણ જાણકારી મળતાં અમારા નેક્ષ્ટ એહવાલ મા રજુકરવામાં આવશે

છેલ્લા ૨ થી ૩ વષૅ મા ૪ થી ૫ વાર વિવાદ મા આવેલી સર્વાઇવલ કમ્પની ને SEBI દ્વારા પ્રાઈવેટ લિમીટેડ મા ફેરવી નાખતા ઇન્વેસ્ટમેન્ટ કરનારા કોના ભરોસે? શુ ઓડિટ કરતા અઘિકારીઓ આ બાબત થી અજાણ હતા? સર્વાઇવલ કમ્પની ના ઇન્વેસ્ટરો શું આબાબત થી અજાણ છે? લિમીટેડ મા ફેરવાય ત્યારે હજારો લોકો કમ્પની અને સરકારના ના ભરોસે પોતાનાં કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે.!!

Gpcb નાં નિયમો નું વારવાર ઉલ્લંઘન કરતી અને પર્યાવરણ ને નુકશાન પોહચાડતી આવેલી સર્વાઇવલ ટેકનો કમ્પની સામે તંત્ર મૌન કેમ??

સર્વાઇવલ ટેકનો કમ્પની ના અંકલેશ્વર નાં ગોડાઉન મા અને સરીગામ યુનિટ મા કલોઝર આપવામાં આવ્યું હતું છતાં SEBI દ્વારા સર્વાઇવલ ટેકનો ને પ્રાઈવેટ લિમીટેડ કમ્પની કરિદેતા સર્વાઇવલ ટેકનો કમ્પની મા થયેલા ઓડિટ પર ફરી તપાસ કરવામાં તે કેમ જરૂરી? સર્વાઇવલ કમ્પની માં investment કરતા ઇન્વેસ્ટરો કોના ભરોસે? વાંચો અમારો ખાસ એહવાલ!!વારંવાર પર્યાવરણ ને નુકશાન કરતી અને સેફ્ટીમા બેદરકારિ રાખતી સર્વાઇવલ કમ્પની.. વાંચો અગાઊ સર્વાઇવલ ટેકનો કમ્પની ને કઈ કઈ બાબતે ક્લોઝર આપવામાં આવેલુ અને હાલમાં થયેલી ગેસ ગળતર ની ઘટના Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

વિશ્વવિખ્યાત હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદની ૧૧૮મી જન્મજયંતિની ઉજવણી બી-કનઈ શાળા દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી             

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે શિસ્ત, સંયમ, સાહસ અને શૌર્યની કેળવણી પણ જરૂરી છે અને તેના ભાગરૂપે રમત ગમત સાથે યોગાનું મહત્વ ખૂબજ રહેલું છે આથી ભારતીય મૂળનાં હોકીનાં જાદુગર તરીકે દુનિયાભરમાં ખ્યાતનામ તેવા મેજર ધ્યાનચંદની જન્મજયંતિને જયારે પુરા ભારત દેશમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોડાસા શહેરની બી- કનઈ સીબીએસઈ શાળા દ્વારા તારીખ ૨૯-૦૮-૨૦૨૩ના રોજ રમત ગમતનાં આ પર્વની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી. રમત ગમતનાં આ પર્વને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર, રિંગ ડાન્સ, સ્કેટિંગ ડાન્સ,પિરામિડ, લાઈવ ટેકવેન્ડો ફાઇટ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર સંકલન કરીને પ્રાર્થના સભામાં તેને દર્શવવામાં આવી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે. પી ઉપાધ્યાય સાહેબશ્રીએ વિદ્યાર્થી જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ પર ભાર મૂકી પ્રેરક માર્ગદર્શન પૂરું પાળ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી કુંદનસિંહ જોદ્ધા સાહેબશ્રીએ મેજર ધ્યાન ચંદને યાદ કરીને તેમના વિશાળ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. શાળાના કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ શાળાના વ્યાયમ શિક્ષકશ્રી દેવેન્દ્ર લેઉવા, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કિર્તન ચૌધરી, શ્રીમતી જાગૃતિ ત્રિવેદી અને શિક્ષિકા પ્રિયા શર્માનું શાબ્દિક અભિવાદન કરીને સૌને “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની શુભકામનાઓ પાઠવી હતી.

વિશ્વવિખ્યાત હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદની ૧૧૮મી જન્મજયંતિની ઉજવણી બી-કનઈ શાળા દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. Read More »

Uncategorized ઓટો

વાપીમાં પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ.. સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વાપી ટાઉનમાં સામે આવ્યો છે.

વાપી ટાઉન પોલીસમાં એક પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પિતા તેના પર છેલ્લા 6 વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો છે. આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપીમાં એક સાધન સંપન્ન અને એજ્યુકેટેડ ફેમિલી ધરાવતા પિતા જ પોતાની સગ્ગી દીકરી પર 6 વર્ષથી દુષ્કર્મ અચરતો આવ્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં નોંધાઇ છે. પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ભોગ બનનાર પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી.

વલસાડ ઍસપી ડો. કરણ રાજ વાઘેલા એ શુ કહ્યુ?

જિલ્લા પોલીસવડાએ આ દુષ્કર્મ કેસ અંગે જણાવ્યું હતું કે, વાપી ટાઉનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેમાં આરોપી પીડિતાનો પિતા છે. પીડિતા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેની સાથે શારીરિક દુષ્કર્મ આચરતો હતો. અને તેનું શોષણ કરતો હતો.

સમગ્ર ઘટના અંગે પીડીતા એ પોતાની માતાને હકીકત કહેતા પીડીતાની માતા અને ભાઈએ પોલીસ સ્ટેશનમાં આવી પિતા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન પોલીસે પણ ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ પોકસો અને રેપ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના આ કેસમાં ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પિતાની હવસનો શિકાર બનતી આવેલી પીડિત દીકરી હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમનો પિતા એક ફેક્ટરી નો માલિક છે. દીકરી 13 વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેમની સાથે દુષ્કર્મ આચરતો આવ્યો છે. આખરે હિંમત એકઠી કરીને દીકરીએ માતાને વાત કરતા માતા સમગ્ર હકીકતથી ધ્રુજી ઉઠી હતી. દીકરી સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા હવસખોર પિતા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

વાપીમાં પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ.. સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. Read More »

Uncategorized ઓટો

વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી તથા ઉમરગામ સહિત તમામ તાલુકા ના પત્રકારો ની બેઠક નુ થયું આયોજન

વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ના બન્ને પુત્રો એ પત્રકારો વિરુદ્ધમાં કરેલા વ્યવહાર ને ચલાવી નહિ લેવાય

જો કોંગ્રેસ પ્રમૂખ ના પૂત્ર અને પ્રમુખ માફી નહી માંગે તો જિલ્લાના તમામ પત્રકારો મહારેલી યોજી કલેકટર ઓફીસે પ્રતીક ઉપવાસ સાથે ધરણાં ની વિચારણા

દેશના ચોથા સ્થંભ નો અવાજ દબાવી દેવાની કોસિશ કોઇપણ પાર્ટી કે રાજકારણી કરશે તે ચલાવી નહીં લેવાય તમામ પત્રકારો એક મંચ પર

જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

વિગતવાર વાત કરીએ તો બે દીવસ અગાઊ કૉંગ્રેસ ના કાર્યક્રમ મા વલસાડ ના રીજનલ ચેનલ ના પત્રકારો ને લાતો મારી ગાળો આપવાનો જે બનાવ બન્યો હતો તે બાદ વલસાડ પોલિસ મથકે પત્રકારો દ્વારા ફરિયાદ કરતા વલસાડ કૉંગ્રેસ પ્રમુખ ના બંને પુત્રો ની વલસાડ પોલિસે  ધરપકડ કરી કાયદાકીય પગલા ભર્યા હતા.

જે બાદ પણ કૉંગ્રેસ પ્રમુખે તેમની ભૂલ સ્વીકારવા નાં બદલે આક્રોશમા આવી પત્રકારો ને ફસાવવા પાયા વિહોણા મુદ્દાઓ ઉભા કરીને પોલીસ ફરિયાદ કરવાની વાતો ચર્ચાતા આજ રોજ વલસાડ જિલ્લા ના તમામ પત્રકારો એકત્રિત થયા હતા જેમા વલસાડ, કપરાડા, પારડી, ધરમપુર, વાપી, અને ઉમરગામ સહીત ના નેશનલ, રીઝનલ, અને વિકલી અને દૈનીક ન્યૂઝ પેપર ના તમામ પત્રકારો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા અને વલસાડ જિલ્લા ના પત્રકારો એકત્રિત તમામ પત્રકારો નું મંતવ્ય જાણ્યું હતુ
જેમાં દરેકે પત્રકારે એકજ વાત કરી હતી કે આ બાબત કોઇપણ રિતે ચલાવી લેવામાં આવશે નહીં આજે કોંગ્રેસ દ્વારા જે કરવમાં આવ્યું કાલે બીજી કોઇ પાર્ટી કે અન્ય કોઇ વર્ગ દ્વારા આવું કરવામાં આવશે જેથી આ બાબતને ખૂબજ ગંભીર ગણી ને વલસાડ કૉંગ્રેસ પ્રમુખના પુત્રો નાં વ્યવહાર સામે આક્રોશ વ્યકત કરી જો પ્રમુખ સહીત તેમના બંને પુત્રો માફી નહીં માંગે તો પત્રકારો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી કલેકટર કચેરીએ પ્રતીક ઉપવાસ કરી ધરણાં પ્રદર્શન ની પણ તૈયારી કરી છે.

જોકે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ટેલીફોનિક બાંહેધરી આપી છે બે દિવસમાં વલસાડ કોંગ્રેસના નેતાઓ પત્રકારો સાથે બેસી સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવશે જોકે એ પ્રકારનું કોઈ પણ વાતચીત આવનારા બે દિવસમાં ન થાય તો પત્રકારોએ લડી લેવાનો મૂડ બનાવી લીધો છે જે બાબતે ગુજરાત ભરના તમામ પત્રકારો ના સંગઠનો નો એકજૂથ થઈ આ બાબતમાં સાથ સહકાર મળી રહ્યો છે..

વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર, Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ મા મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ

વલસાડ : એહવાલ અનીસ શેખ દ્વારા

ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવેની વિશેષ ઉપસ્થિતિમાં “મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ

   *ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી. સી. આર. પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મીડીયા કન્વીનર માનનીય શ્રી યજ્ઞેશભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં "મતદાતા ચેતના અભિયાન" સંદર્ભે મહત્વની બેઠકનું આયોજન "શ્રી કમલ્મ" વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું* 

 *પ્રદેશ સંગઠન ની સૂચના ના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં યોજાનારા "મતદાતા ચેતના અભિયાન" અંતર્ગત મતદાતા જાગૃતિ લાવવા,નામો કમી કરાવવા,સુધારા કરાવવા જેવી બાબતો અંગે પ્રદેશ ભાજપ ના મીડીયા કન્વીનર શ્રી યગ્નેશભાઈ દવે દ્વારા ઉપસ્થિત સહુને માર્ગદર્શન આપી વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી*

  *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,કારોબારી અધ્યક્ષશ્રી, શાસ્કપક્ષ ના નેતા,દંડકશ્રી,પ્રદેશ ના હોદેદારો,જિલ્લા સંગઠન ના હોદેદારો,મંડળ ના પ્રભારીશ્રીઓ,મીડીયા,આઈ.ટી. ના જિલ્લા કન્વીનરો,વિધાનસભા દીઠ પાંચ સભ્યોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા*

વલસાડ મા મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ Read More »

Uncategorized ઓટો

વલસાડ મા ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવી હાલત.. શોસીયલ મીડીયામાં ફોટા વાયરલ થયાં

એહવાલ અનીસ શેખ

મુખ્યમંત્રી ના આગમન ની ખુશીમાં વલસાડ ના મુખ્યમાર્ગો જગમગી ઉઠ્યા અને પરત ફર્યા બાદ સ્ટ્રીટ લાઈટો પણ બંધ શું આજ છે વિકાસ? પૂછે છે વલસાડ?

વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર મુખ્યમંત્રીના આગમન સમયે તંત્ર દ્વારા કરોડોનો ખર્ચો કરી રસ્તા તથા સરકારી કચેરીઓને શણગારવામાં આવી હતી.
અને વલસાડની પ્રજા મોટી સંખ્યામાં પોતાનાજ ટેક્સના પૈસાનો ધુમાડો જોવા ઉમટી પડી હતી..
પરંતુ પ્રજા આ વાતથી અજાણ છે કે આ ખર્ચો માત્ર મુખ્યમંત્રી માટેજ કરાયો હતો..
મુખ્યમંત્રીશ્રીના જવા બાદ વલસાડની પ્રજા માટે મુખ્ય માર્ગ પરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવાઈ..

રંગબેરંગી લાઈટોના વિડીયો બનાવી વાઈરલ કરનાર પ્રજા શું હવે વલસાડની વાસ્તવિકતા બતાવવા માટે જાગૃત થશે ખરી..?

વલસાડ મા ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવી હાલત.. શોસીયલ મીડીયામાં ફોટા વાયરલ થયાં Read More »

Uncategorized ઓટો

વાપી સ્થિત હિરંબા કમ્પની સીસિએ માં પરમિશન ના હોય તેવી પ્રોડક્ટ્સ નુ કરતી હતી ઉત્પાદન! RTI ની માંગેલી માહિતીમાં થયો ખુલાસો

એહવાલ અનીસ શેખ

ડિજિટલ ફોટા સાઈટ પરથી લેવામાં આવ્યો 6

વલસાડ એસ ઓ જી દ્વારા હિરંબા કમ્પની નો કેમિકલ વેસ્ટ ભરેલો ટ્રક પકડીપાડી વાપી gpcb ને બોલાવી આગળની તપાસ વાપી Gpcb એ હાથ ધરી હતી

વાપી હિરંબા કમ્પની નુ કેમિકલ વેસ્ટ ભરેલું ટ્રક થોડાંક મહિના અગાઉ પકડાતા ઇમિડીયેટ કલોઝાર આપવામાં આવેલું એ ટ્રક મા કયું વેસ્ટ હતું તેની માહિતિ gpcb માં RTI નાં નિયમ મૂજબ માંગેલી માહીતિ મા GPCB ની આપેલી માહીતિ મા ખુલાસો થયો તો કે પકડાયેલો કેમિકલ વેસ્ટ જે પ્રોડક્ટ્સ માથી નીકળે તે પ્રોડક્ટ્સ બનાવ વાની મંજુરી હિરંબા કમ્પની પાસે હતી નઈ!

સીસિએ માં પરમિશન ના હોય તેવી પ્રોડેક્ટ્સ હિરંબા કમ્પની ની પકડાતા કમ્પની શંકાના દાયરામાં આવી છે? જે પ્રોડેક્ટ્સ બાનાવ વાની માન્યતા હિરંબા કમ્પની ને નહતી તે પ્રોડક્ટ્સ બનાવી તો તે કઈ પ્રોડેક્ટ હશે? તે પણ તપાસ નો વિષય છે? કેટલા સમય થી તે પ્રોડક્ટ બનાવતા હશે? પ્રોડેક્ટ નુ વેચાણ પણ ચોરી છુપે થતું હશે? ઘણાં બધાં સવાલો હિરંબા કમ્પની સામે ઊભા થઈ રહ્યાં છે?? ટુંક સમય મા વધું માહીતિ સાથે આપની સમકક્ષ રજુ કરીશું !!

વાપી સ્થિત હિરંબા કમ્પની સીસિએ માં પરમિશન ના હોય તેવી પ્રોડક્ટ્સ નુ કરતી હતી ઉત્પાદન! RTI ની માંગેલી માહિતીમાં થયો ખુલાસો Read More »

Uncategorized ઓટો