Gujarat

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના હુંડા ગામનાં ડેપ્યુટી સરપંચ એ.સી.બી નાં સકંજામાં

અહેવાલ અનીસ શેખ

ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી પાસ થયેલા ઘર માં વ્યવહાર મા કરીહતી ૫૦૦૦ રૂપિયા ની માંગ

વલસાડ જિલ્લા ના દરેક ગામો મા પ્રધાન મંત્રી આવાસ યોજના ના ઘર આવે તો સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પછી તલાટી દ્વારા લાભાર્થી પાસેથી વ્યવહાર પેટે રૂપિયા માંગાતા હોવાની લોક મુખે ચર્ચા..

ટ્રેપીંગ અધિકારી ઓ મા શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, I/C મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત ની ટીમ જોડાઈ હતી.

આ કામના ફરીયાદીના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા.૧,૧૦,૦૦૦/- જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકીના રૂા.૧,૦૦૦/- અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂા.૪,૦૦૦/- ની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪,૦૦૦/- ની લાંચની માંગણી કરી, રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા હતો . આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના હુંડા ગામનાં ડેપ્યુટી સરપંચ એ.સી.બી નાં સકંજામાં Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ

વિરલ આરોગ્ય ખાતામાં સરકારી કર્મચારી નિ ફરજ બજાવતા હોવા છતાં શિક્ષણ જગત સાથે ખિલવાડ કરનારા આવા સરકારી કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ નિ માંગ છે

સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લા ના નરસિંહ નો કોર્સ કરતા વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ મળી તો પછી ધરમપુરમાં ચાલતી આં મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ આપવાં વલસાડ જિલ્લા ના તકેદારી ઓફિસરે સ્કોલર શિપ આપવાં ના પાડી હતી. તો પછી નવસારી ના તકેદારી અઘિકારી ની તપાસ કરવામાં આવે તેમણે ક્યા નિયમો આધારે સ્કોલરશીપ આપી.?કે પછી આરોપિયો સાથે નવસારી ના સ્કોલરશીપ પાસ કરતા અધિકારીઓ ની સાટ ગાંઠ છૅ ? તે પણ પોલીસ તપાસ કરે તે જરૂરી

વલસાડ જિલ્લા ના ધરમપુર ગામેથી અત્યારસુધી 60 થી 70 વિદ્યાર્થીઓ એ ફરિયાદ કરિહોય તેવા પ્રાથમિક માહીતિ મળી છે

પ્રાપ્ત માહિતી અનુસાર મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ના નામે ચાલતી આ નર્સિંગ કૉલેજ ને કોઇપણ નર્સિંગ કૉલેજ ચલાવ વાની માન્યતા પ્રાપ્ત ન હોવાછતાં ડુબ્લિકેટ સર્ટિ ઓ આપી ગુનાહીત કૃત્ય કરવામા આવ્યું ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આ રીતના હજૂ કેટલા કૌભાંડો કર્યાં હશે તેની તપાસ પણ વલસાડ પોલિસ દ્વારા કરવામા આવે તો મોટો કૌંભાંડ બહાર આવેતેવી શક્યતા

સાળા બનેવી ની જુગલ જોડીએ વિદ્યાર્થી ઓ ના ભવિષ્ય સાથે ચેડા કરી ડુબ્લિકેટ રિઝલ્ટ, અને ડુબ્લિકેટ માર્કશીટ અને ડુબ્લિકેટ સર્ટિ ફિકેટ બનાવી લખોરૂપિય પડાવી લીધા આ જૉ આ ડુબ્લિકેટ સર્ટિઓની તપાસ કરવામા આવે તો ઘણું શ્રડીયંત્ર બહાર આવે તેવી સંભાવના છે

ધરમપુરમાં નર્સિંગ કોર્ષ કરવાના નામે એક સંસ્થા ખોલી વિધાર્થીઓપાસે સ્કોલરસીપના નાણાં લઈ તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ ના ડોક્યુમેન્ટ પરત કર્યા કે ન સ્કોલરસીપના નાણાં અનેક વિધાર્થીઓ સાથે કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં વિદ્યાર્થીઓએ પોલીસ મથકે ફરિયાદ કરતા સમગ્ર કેસમાં પોલીસે 5 આરોપી પૈકી. અગાઉ 2 આરોપીઓ અને ગતરોજ 1 આરોપિ ની ધરપકડ કરી હતી અગાઉના આરોપીઓ ના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી રિમાન્ડ આપ્યા હતા. મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી વિરલ ને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહ્યું. વધુમાં વલસાડ પોલિસે અન્ય આરોપી ની પણ ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે શિક્ષણ ના નામે કૌભાંડ ચલાવનારા અને ,વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય આગામી દિવસમાં સંસ્થા દ્વારા વિધાર્થીઓનું અહિત કેમ થયું તે અંગે પોલીસ તપાસ માં બહાર આવશે..

વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ Read More »

Uncategorized ખેતીવાડી

વિહોતર વિકાસ મંચ આયોજિત વૃક્ષારોપણ તથા ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

વિહોતર વિકાસ મંચ દ્રારા પાટણના ખીમિયાણા ગામે હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણ તેમજ ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ રબારી સહિત વિહોતર વિકાસ મંચ ના પ્રદેશ તેમજ તાલુકા જિલ્લાના અનેક હોદ્દેદારો સહિત રબારી સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન વિહોતર વિકાસ મંચ દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ રબારી તથા વિહોતર વિકાસ મંચના હોદ્દેદારો તથા મહિલા મોરચા ના હોદ્દેદારો તથા સમાજના આગેવાનો ના હસ્તે વૃક્ષારોપણ તેમજ ધાબળા (શાલ) વિતરણનું આયોજન કરવાંમાં આવ્યું હતું.આ પ્રસંગે વિહોતર વિકાસ મંચના પ્રદેશ અધ્યક્ષશ્રી* એ જણાવ્યું હતું કે સંગઠન દ્રારા આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં શૈક્ષણિક કેમ્પ તેમજ રોજગાર કેમ્પ તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો ગુજરાતભરમાં કરી સમાજમાં ઉત્ક્રાંતિ લાવવામાં આવશે અને સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સામાજિક સંગઠન સેવાકીય પ્રવૂતિ માં તૈયાર રહેશે..

વિહોતર વિકાસ મંચ આયોજિત વૃક્ષારોપણ તથા ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized ઓટો

વલસાડ જિલ્લા મા બૂટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરો ને મૂળિયાંમાથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના નિસ્પક્ષ નિડર અને પોતાનાં કામ થી જાણીતાં અસપી રાજદીપ સિંહ ઝાલાને દાહોદ ખાતે SP તરીકે ફરજ પર મુકાયા

વલસાડ જિલ્લા મા દારૂના બૂટલેગરો અને જુગારીયાઓ ને મૂળિયામાં થી ઉખાડી નાખનાર અને ગૌતસ્કરોમાં ફફડાટ ઊભો કરનાર , મર્એડરવલસાડ જિલ્લા મા દારૂના બૂટલેગરો અને જુગારીયાઓ ને મૂળિયામાં થી ઉખાડી નાખનાર અને ગૌતસ્કરોમાં ફફડાટ ઊભો કરનાર એસપી રાજદીપ સિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયાથી લઇને લૂંટ જેવાં ગુનાહો ગણત્રી ના કલાકો મા ડિટેકટ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ નાર ઝાબાજ SP રાજદીપ સિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયા

ગુજરાત સરકારે મોડી સાંજે 70 જેટલા આઇપીએસ અધિકારીએ ની સગમટે બદલીઓ કરતા આ બદલીઓ ના દોર મા પંચમહાલ રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, નવ નિયુક્ત એ,સપી જગદીશ બાંગરવાની બદલી કરવામા આવિ છે, ઉપરોક્ત અધિકારીએ ની બદલી થતાં 2002 માં દાહોદમાં દાહોદ મા ડીવાય એસપી તરીકે ફરજ બજાવ નાર રાજેન્દ્ર અસારીની પંચમહાલ રેન્જ આઇજી તરીકે બદલી કરી છે, જ્યારે વલસાડ જિલ્લા માં બૂટલેગરો તેમજ જુગાર ચલાવનારા ગેમ્બ્લારો ને જડ મૂળમાંથી ઉખેડનાર રાજદીપ સિંહ ઝાલા ને દાહોડ SP તરીકે નિયુક્ત કરાયા છે , જયરે ASP તરીકે સિદ્ધાર્થ ની પહેલેથીજ નિમણુક કરીડદેવામાં આવિ છે.

છેલ્લાં ઘણાં સમય થી દાહોદ જિલ્લામાં ઈંગ્લીશ દારૂની હાટડીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા પડતા હોવા છતાં સ્થાનીક પોલીસ તથા એલસીબી પોલીસ ના પેટનું પાણી હલતું નહતું , ગુજરાત સરકારે આ બાબતને ગંભીર રિતે ધ્યાન પર લઈ વલસાડ મા બૂટલેગરો ને જડ મૂળમાંથી ઉખાડી ફેકનાર 2012 ની બેચના SP રાજદીપ સિંહ ઝાલાને દાહોદ માSP ની ફરજ પર મુકાયા.દાહોદ મા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ની શાન ઠેકાણે લાવવા અને દાહોદ ને દારૂની બદીમાં થી મુક્ત કરાવવા અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની બોર્ડર પર થી વિદેશી દારૂ ગુજરાત માં ઠાલવનારા બૂટલેગરો પર અંકુશ મેળવવા મા આવશે તેવી દાહોદ નાં નાગરિકો ની આશા જાગી છૅ ..

વલસાડ જિલ્લા મા બૂટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરો ને મૂળિયાંમાથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા Read More »

Uncategorized ખેતીવાડી

વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

શ્રદ્ધા સાથે કુદરતી સૌંદર્યના દર્શન એટલે કકરાઈ માતાજીનું મંદિર

શ્રી કકરાઈ માતા મોડાસા તાલુકાના ડુંગરમાળામાં બિરાજેલા છે.આ સુંદર સ્થળને ‘મીની પાવાગઢ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કકરાઈ માતાનું મંદિર મોડાસાથી લગભગ 22 કિલોમીટર દૂર છે.જંગલ અને ડુંગર વચ્ચે આવેલા કકરાઈ માતાના મંદિર સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ સુંદર છે.કુદરતી સુંદરતાથી ખીલેલો અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળની મુલાકાત લેવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે.

કુદરતના ખોળે આવેલ આ સુંદર મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબજ આસ્થાથી આવે છે. એટલે કુદરતની સુંદરતા અને આસ્થાનો સુખદ સમન્વય જોવા મળે છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં અનેક સુંદરતાસભર પ્રકૃતિના દર્શન થાય છે.

પર્વત ઉપર ઉભા રહી કુદરતની સુંદરતા નિહાળી શકો છો આ મંદિર સુધી પહોંચવા માટે તમારે ખાનગી વાહનો દ્વારા જવું પડશે. કકરાઈ માતા નું મંદિર ટોચની ટેકરી પર સ્થિત હોવાથી તમે ત્યાં આસપાસ આવેલા ગામડાઓને ખેતરોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના વિક્રમ સવંત 1648 માં પ્રથમ સૂર્યવંશીના હસ્તે કરવામાં આવી હતી. માટી છાણ તેમજ ધાતુથી નિર્મિત માતાજીની મૂર્તિ ધરાવતું આ મંદિર શરૂઆતમાં નાનું હતું. પરંતુ હવે તેમાં વખતે વખત સુધારા કરી મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. માતાના ભક્તોને દર્શન માટે વિવિધ સ્થળોથી આવે છે. આ મંદિર હિન્દુ સમાજની કેટલીક જાતિઓ પોતાના બાળકોની બાધા ઉતરાવવા આવતા હોય છે. મંદિરના સુંદર શાંત અને વિશાળ પરિસરમાં પહોંચતા જ આધ્યાત્મિક અહેસાસ થાય છે. સવારનો અને સાંજના સમયે સ્થળ પર જવાનો સંતોષકારક સમય છે.

વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર Read More »

Uncategorized ખેતીવાડી

વાપી : નગર પાલીકા એ કરોડોના ખર્ચે બનાવેલા સાઇકલ ટ્રેક મા મોટાં ગાબડાં પડતાં પાલીકા સામે સવાલો ઉભા થયા છે,

વાપીની જનતા માટે પાલિકાએ ચલામાં સાયકલ ટ્રેકનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. અમૃતમ યોજના અંતગર્ત પાલિકાએ રૂ.1 કરોડના ખર્ચે જોગીંગ ટ્રેક,ચિલ્ડ્રન્સ પ્લે,ફ્રન્ટ આર્ટ ગેલેરી સહિતનો પ્રોજેકટ 2019માં શરૂ કર્યો હતો,પરંતુ થોડાક દિવસથી લગાતાર વરસતા વરસાદના કારણે સાયકલ ટ્રેક મા ગાબડાં પડીગયા છે. સાયકલ ટ્રેક પર હાલ મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે.

વાપી નગરપાલિકાએ બનાવેલા સાયકલ ટ્રેક માં ખાડા પડતા વિકાસનિ પોલ ખુલતી જોવા મળી રહી છે. સાયકલ ટ્રેકના ઉદઘાટન વખતે પાલિકાના પદાધિકારીઓ મોટી-મોટી જાહેરાતો કરી હતી, પરંતુ હાલ સાયકલ ટ્રેક ધોવાતા પાલિકાની કામગીરી સામે સીધા સવાલો ઉઠી રહ્યાં છે. પાલિકા ના હોદ્દે દારોએ લોકોની સુવિધા ની ચિંતા કરીને સાઇકલ ટ્રેક બનાવ્યો હતો કે પછી ગ્રાન્ટ ના કરોડો રૂપિયાનો વ્યર્થ કરવાં માટે એ સવાલ ઊભોથાય છે ? લોકો ટ્રેકનો ઉપયોગ કરી શકે એ માટે પ્રતિકલાકના 10 રૂપિયા ભાડૂ લઇને સાયકલ ચલાવવા માટે આપતા હતા જોકે હાલ આખા ટ્રેકમાં ખાડા અને ધોવાણ થતા કરોડો રૂપિયા પાણી મા ગયા હોવાનુ દેખાય રહ્યું છે,

રજાઓ માં પણ વાપીની જનતા એ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો નહતો આ ટ્રેકની લંબાઇ 1.50 કિમી છે. અત્યાર સુધીમાં બૌ ઓછા લોકોએ આ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો છે તેવી પ્રાથમિક માહીતિ મળી છે, લોકો ના ઉપિયોગ માટે પ્રોજેક્ટ બને અને લોકોજ ઉપિયોગ ના કરીશકે જેથી લોકોમાં અંદર ખાને ભારે આક્રોશ પણ છે,

વાપી : નગર પાલીકા એ કરોડોના ખર્ચે બનાવેલા સાઇકલ ટ્રેક મા મોટાં ગાબડાં પડતાં પાલીકા સામે સવાલો ઉભા થયા છે, Read More »

Uncategorized ઓટો

મિલેટ્સ વર્ષ ૨૦૨૩-અરવલ્લી જિલ્લાના આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનુ નિર્દેશન યોજાયું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી





રાજ્યમાં મિલેટ્સ એટલે કે જાડા ધાનના પાક પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી સંકલ્પના સાકાર કરવામાં સફળતા મેળવવા આગળ વધી રહ્યા છીએ.

મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લા આઇ.સી. ડી.એસ હસ્તકના તમામ તાલુકાઓ મેલેટ્સ વર્ષ ની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત બેહેનો દ્વારા દરેક પ્રકારના મિલેટસ્ નો ઉપયોગ કરી વાનગીઓ બનાવવામાં આવી.તેમજ લાભાર્થીઓને તેના ફાયદા વિશે સમજ પૂરી પાડવામાં આવી.અરવલ્લી જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવ્યું જેમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને આંગણવાડી વર્કરને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા. જેમને બહેનો દ્વારા મિલેટ્સનુ મહત્વ સમજાવવામાં આવ્યું.

મિલેટ્સ વર્ષ ૨૦૨૩-અરવલ્લી જિલ્લાના આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનુ નિર્દેશન યોજાયું Read More »

Uncategorized આરોગ્ય

મોડાસા ના બડોદરા ગ્રામ પંચાયત ને LIC દ્વારા 1 લાખ નો ચેક અર્પણ કરાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ને L I C વીમા કંપની દ્વારા વિકાસના કામો માટે ચેક આપવામાં આવ્યો,ભારતીય વીમા નિગમ L I C દ્વારા બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ને વિકાસ માટે બીમા યોજના અંતર્ગત જરૂરી પૉલિસી કરેલ હોય મોડાસા ના મૅનેજર અને એજન્ટ પટેલ દિનેશભાઈ વાલાભાઈ ના હસ્તે સરપંચ શ્રી કીર્તિબેન અશ્વિનભાઈ પટેલ ને રૂપિયા 1 લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો .પંચાયત દ્વારા મેનેજર સાહેબ શ્રી , do સર આર એમ પટેલ અને એજન્ટ શ્રી પટેલ દિનેશભાઈ વાલાભાઈ પટેલ નું સન્માન કરવામાં આવેલ હતું..આ તબક્કે બડોદરા ગામ માં દૂધઉત્પાદક મંડળી માં સભા કરી L I C કાર્યો અને પ્લાનો ની માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા ગામ ના વિકાસ માં ભાગીદાર થવા બદલ L I C નો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો

મોડાસા ના બડોદરા ગ્રામ પંચાયત ને LIC દ્વારા 1 લાખ નો ચેક અર્પણ કરાયો Read More »

Uncategorized ક્રિકેટ

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને સહાય ચુુકવાાઈ,બાળકોને વીમા સહાયરુપે 2591 લાખ રકમ ચૂકવી રાજયની શાળાઓમાં બાળકોનું 100 ટકા નામાંકન થાય એ આશયથી રાજય સરકારે અનેકવિધ પહેલો હાથ ધરી છે.અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન સહાય ચૂકવવામા  આવી છે.રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ માટે આપવા વિદ્યાદિપ વિમા યોજના અમલી છે. જેમાં અકસ્માતે મૃત્યુ પામતા વિદ્યાર્થીના વાલીને વિમાની મળતી રકમ ચૂકવવામાં આવે છે અને તે વિમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે છે.રાજ્યમાં 26મી જાન્યુઆરી-2001 ના રોજ મહા વિનાશકારી ભૂકંપ બાદ રાજ્ય સરકારે વિદ્યાદીપ અમલમાં મૂકી હતી. વર્ષ 2002-03 થી અમલી આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપધાત કે કુદરતી મુત્યુ સિવાયના કિસ્સામાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું રાજ્ય સરકારી દ્વારા નકકી કરાયું છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં ₹50 હજારનો દાવો રજૂ કરી શકાય છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ. ગાંધીનગરના જણાવ્યા મુજબ FIR ની નકલ, પોસ્ટમોર્ટમ શાળાઓમાં રિપોર્ટ, આચાર્યનું પ્રમાણપત્ર સરપંચ તથા અન્ય અગ્રગણ્ય વ્યક્તિઓનું આ બનાવ અંગેનું પંચનામું, ગ્રામ્ય વિસ્તાર માટે ગામના તલાટી કમ મંત્રી દ્વારા ઇસ્યુ કરાયેલ મરણનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે. એડવાન્સ રસીદ વારસદારની સહી સાથે સરકારે નકકી કરેલ નમુનામાં (પરિશિષ્ટ-1) મુજબ વારસદારને મૃત્યુની તારીખથી નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી આશ્રમશાળા અધિકારીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે. રાજયના બાળકોના પરિવારોનેને આ યોજના હેઠળ વર્ષ 2002-03 થી 2007-08 સુધી વીમા સહાય રૂપિયા 25000 ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-09 થી 50000 ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે.હાલમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા અભ્યાસ આશ્રમ કરતાં , વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવશે તે તમામને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનાં વિદ્યાદીપ વીમા યોજનાની પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં રોપા વિતરણ, નશાબંધી તાલીમ, જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગરના સહયોગથી પણ કાર્યક્રમ યોજવામાં આવે છે.આ સખી મંડળના સભ્ય નીતાબહેન પંડ્યા દ્વારા જણાવ્યું કે આ મંડળમાં ખાસ રોપા વિતરણ કરવામાં આવતું હોય છે, જે શાળાઓ, હોસ્પિટલ કમ્પાઉન્ડ , જંગલ વિસ્તાર, તેમજ ખેડૂતોને રોપાનું વિતરણ કરવામાં આવે છે. અમારા મંડળ દ્વારા અનેક લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું Read More »

Uncategorized આરોગ્ય